Sampatti Times Real Estate Newspaper

Advertisement

તંત્રી લેખ : રાજકોટ રિયલ એસ્ટેટનો સુવર્ણ યુગ

The Golden Age of Rajkot Real Estate

અલ્ટ્રા-લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સ અને જ્યુરી બેઝ્ડ પારદર્શક સન્માનથી ઘડાઈ રહ્યું છે ઉજળું ભવિષ્ય

– રિયલ એસ્ટેટ હવે માત્ર આશ્રયસ્થાન નથી, આધુનિક લાઈફસ્ટાઈલ છે. આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને નિષ્પક્ષ એવોર્ડ્સ આપણા શહેરના ઉજળા ભવિષ્યનો પાયો છે.
– સંપૂર્ણ ‘જ્યુરી આધારિત’ સ્પર્ધા ઉદ્યોગને માત્ર વિજેતાઓ જ નથી આપતી, પરંતુ આવતીકાલ માટે નવા અને ઉચ્ચ બેન્ચમાર્ક પૂરા પાડે છે.
– દ્વિતીય ‘રાજકોટ રિયલ એસ્ટેટ એવોર્ડ ૨૦૨૬’ ના તમામ સ્પર્ધકો અને શ્રેષ્ઠતાનો તાજ પહેરનાર વિજેતાઓને ‘સંપત્તિ ટાઈમ્સ’ તરફથી હાર્દિક શુભકામનાઓ.
– આ ભવ્યાતિભવ્ય એવોર્ડ સમારોહને સફળ બનાવવામાં જોડાયેલા તમામ સ્પોન્સર્સ અને પાર્ટનર્સનો સહયોગ અત્યંત પ્રશંસનીય રહ્યો છે.
– આ ઐતિહાસિક આયોજનને સફળ બનાવવા પાછળ આયોજક ધવલભાઈ ગોસ્વામીની દીર્ઘદ્રષ્ટિ અને ‘સંપત્તિ ટાઈમ્સ’ ના રાજેશભાઈ દત્તાણીની અથાગ મહેનત રંગ લાવી છે.

– ‘Armani One’ અને ‘POSH – by Decora’ જેવા અલ્ટ્રા-પ્રીમિયમ પ્રોજેક્ટ્સના ભવ્ય લોન્ચિંગે સાબિત કર્યું છે કે રાજકોટનો ગ્રાહક હવે માત્ર મકાન નહીં, પરંતુ વૈશ્વિક સ્તરની લક્ઝરી અને ઉત્કૃષ્ટ ‘ક્વોલિટી ઓફ લાઈફ’ ઈચ્છે છે.

રાજકોટ: કોઈપણ શહેરની પ્રગતિનો અરીસો તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે. આજનું રાજકોટ હવે સાચા અર્થમાં ‘મેટ્રો સિટી’ ના વૈભવને આત્મસાત કરી ચૂક્યું છે. હજારોને રોજગારી આપતા આ ઉદ્યોગમાં હાલ જબરદસ્ત સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે.

વર્ષ ૨૦૨૬ એ રાજકોટના રિયલ એસ્ટેટના ઉત્કર્ષનો નવો અધ્યાય છે. શહેરમાં આકાર લઈ રહેલા ‘Armani One’ ‘ અને ‘POSH – by Decora જેવા અલ્ટ્રા-લક્ઝુરિયસ પ્રોજેક્ટ્સ એ વાતની નક્કર સાબિતી છે કે ખરીદદારોની અપેક્ષાઓ હવે ગ્લોબલ સ્ટાન્ડર્ડની ‘ક્વોલિટી ઓફ લાઈફ’ સુધી પહોંચી ગઈ છે. નિર્માણનું સ્તર જ્યારે આટલી નવી ઊંચાઈઓ સર કરી રહ્યું હોય, ત્યારે તે શ્રેષ્ઠતાને પ્રમાણિત કરતા માપદંડોમાં પણ સંપૂર્ણ પારદર્શિતા હોવી જ જોઈએ. તાજેતરમાં સંપન્ન થયેલો દ્વિતીય ‘રાજકોટ રિયલ એસ્ટેટ એવોર્ડ ૨૦૨૬’ આ દિશામાં એક ઐતિહાસિક કદમ છે. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબની સંપૂર્ણ ‘જ્યુરી આધારિત’ પસંદગી પ્રક્રિયાએ ઉદ્યોગમાં નવી ગરિમા સ્થાપિત કરી છે, જે બિલ્ડર્સને ભવિષ્યમાં વધુ શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ બનાવવા પ્રેરશે.

જેઓ આ સન્માનથી વંચિત રહી ગયા છે, તેમના માટે નિરાશ થવાને બદલે રાજકોટના આ નવા ‘પ્રીમિયમ યુગ’ મુજબ વધુ ભવ્ય તૈયારી સાથે મેદાનમાં ઉતરવાનો આ સમય છે.

રાજકોટમાં પ્રીમિયમ પ્રોજેક્ટ્સનો ઉદય અને આવા પારદર્શક એવોર્ડ્સ એ માત્ર શરૂઆત છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે બિરાજેલા ક્રેડાઈના દિગ્ગજ કર્ણધારો, પરેશ ગજેરા અને તેજસ જોષીએ પોતાના સબળ નેતૃત્વ થકી રાજકોટના ડેવલપર્સને કોર્પોરેટ ગ્રોથ અને આંતરરાષ્ટ્રીય માપદંડોની જે નવી રાહ ચીંધી છે, તે ખરેખર એક ઐતિહાસિક ટર્નિંગ પોઈન્ટ છે. આ બંને વિઝનરી પ્રણેતાઓના માર્ગદર્શનથી રાજકોટ રિયલ એસ્ટેટનું ભાવિ હવે અસીમિત બની ચૂક્યું છે. આ ભવ્ય યાત્રામાં ‘સંપત્તિ ટાઈમ્સ’ ડેવલપર્સના બુલંદ અવાજ અને સાથી તરીકે હંમેશા ખભેખભો મિલાવીને ચાલશે.

  • પ્રવીણભાઈ શિંગાળા (તંત્રી, સંપત્તિ ટાઈમ્સ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *