👉 જામનગરમાં 17 થી 20 ડિસેમ્બર સુધી ભવ્ય ‘પ્રોપર્ટી એક્સ્પો-2026’
👉 ઓસવાળ સેન્ટર ખાતે 125 સ્ટોલમાં રિયલ એસ્ટેટથી લઈને હોમ ડેકોર અને બિલ્ડિંગ ટેક્નોલોજી સુધીનું વિશાળ પ્રદર્શન
👉 જામનગર બિલ્ડર્સ-ડેવલપર્સ લોબી, રોટરી ક્લબ અને એલવીબી ગ્રુપનો સહયોગ; સનલાઇન ઈવેન્ટ્સ દ્વારા એક્સ્પોનું સંચાલન
👉 ગુજરાત સહિત રાજ્ય બહારની કંપનીઓની ભાગીદારીથી જામનગરના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રને મળશે નવી તકોનું પ્લેટફોર્મ
👉 ગુજરાતની નામાંકિત દર્શન પબ્લિસિટી દ્વારા સમગ્ર એક્સ્પોનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યુ છે
જામનગર : જામનગર શહેરમાં રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા ઇચ્છતા લોકો માટે આગામી તા. 17 થી 20 ડિસેમ્બર દરમિયાન ભવ્ય ‘જામનગર પ્રોપર્ટી એક્સ્પો-2026’નું આયોજન કરવામાં આવ્યું છે. ઓસવાળ સેન્ટર ખાતે યોજાનારા આ ચાર દિવસીય એક્સ્પોમાં રિયલ એસ્ટેટ ઉપરાંત હોમ ડેકોર, ફર્નિચર, સોલાર એનર્જી, લાઇટિંગ, પાઇપ-ફિટિંગ્સ, વિન્ડોઝ, હાર્ડવેર સહિત બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ સેગમેન્ટ્સને એક જ છત નીચે રજૂ કરવામાં આવશે.
એક્સ્પોમાં જામનગરના અગ્રણી બિલ્ડર્સ અને ડેવલપર્સ દ્વારા તેમના વિવિધ રહેણાંક, કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવશે. બંગ્લોઝ, ફ્લેટ્સ, કોમર્શિયલ ઓફિસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ સહિતના પ્રોજેકટ્સની માહિતી મુલાકાતીઓને મળશે. સાથે જ આગામી સમયમાં લોન્ચ થનારા પ્રોજેકટ્સ અને ડેવલપર્સના ભવિષ્યના આયોજન અંગે પણ સીધી માહિતી મેળવવાની તક મળશે.
રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં ગ્રીનપાઇન ગ્રુપ, દ્વારકેશ દર્શન ગ્રુપ, શિવ ડેવલપર્સ, બાથાણી ગ્રુપ, મણિભદ્ર ગ્રુપ, શિવાલય ગ્રુપ, સાવન બિલ્ડર્સ, માધવ ગ્રીન વિલા, શ્યામ રિયાલિટી અને શ્રીરાજ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ સહિતના જાણીતા ગ્રુપ્સના સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ ઉપરાંત હોમ ડેકોર અને ફર્નિચર ક્ષેત્રે એલિગન્સ સ્ટુડિયો, ડ્રીમ ડેકોર ફર્નિચર, નમો ડેકોરેટિવ આઇટમ્સ અને સુરભી સેલ્સ સહિતની સંસ્થાઓ પોતાની વિવિધ પ્રોડકટ્સ અને ડિઝાઇન રજૂ કરશે. બાથરૂમ ઇમ્પોર્ટેડ આઇટમ્સ, કલર-હાર્ડવેર, વિન્ડોઝ, હોમ ડેકોર અને આર.ઓ. પ્લાન્ટ્સ સહિતના સેગમેન્ટ્સ પણ એક્સ્પોમાં જોવા મળશે.
સોલાર ક્ષેત્રે ટાટા સોલાર, ઓક્સિજન એનર્જી, વારી સોલાર અને કોસોલ સોલાર જેવી કંપનીઓ ભાગ લેશે. જ્યારે પાઇપ અને ફિટિંગ્સ ક્ષેત્રે ફિટવેલ પાઇપ, વેક્ટસ પાઇપ અને હોર્સ પાઇપ એન્ડ ફિટિંગ્સ પોતાની પ્રોડકટ્સ રજૂ કરશે. લાઇટિંગ અને ડેકોરેશન ક્ષેત્રે જય લાઇટ્સ અને એમ.કે. લાઇટ્સ સહિતની કંપનીઓના સ્ટોલ પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેશે.
સમગ્ર એક્સ્પોમાં અંદાજે 125 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવશે. ઓસવાળ સેન્ટર ખાતે આકર્ષક ડેકોરેશન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આયોજન કરવામાં આવનાર આ એક્સ્પોમાં સ્ટોલધારકો તેમજ મુલાકાતીઓ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સનલાઇન ઈવેન્ટ્સ દ્વારા એક્સ્પોનું સમગ્ર મેનેજમેન્ટ કરવામાં આવશે, જ્યારે ગુજરાતની નામાંકિત દર્શન પબ્લિસિટી દ્વારા એક્સ્પોનું વ્યાપક માર્કેટિંગ અને પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
એક્સ્પોને જામનગર બિલ્ડર્સ અને ડેવલપર્સ લોબી, જામનગર રોટરી ક્લબ અને એલવીબી ગ્રુપ જામનગરનો સહયોગ મળી રહ્યો છે.
જામનગર ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો તેમજ રાજ્ય બહારની વિવિધ કંપનીઓ પણ આ પ્રદર્શનમાં ભાગ લેશે. રિયલ એસ્ટેટ, આધુનિક રહેણાંક, હોમ ડેકોર અને નવીન બિલ્ડિંગ ટેક્નોલોજીની માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ બનવાથી ‘જામનગર પ્રોપર્ટી એક્સ્પો-2026’ જામનગરના રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ બિઝનેસ તથા નેટવર્કિંગ પ્લેટફોર્મ બની રહેવાની અપેક્ષા છે.












Leave a Reply