આજી નદીમાં ગાંડી વેલની સમસ્યાથી મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય
આગઉ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીએ સુરતથી મશીનની વ્યવસ્થા કરાવી ગાંડી વેલ દૂર કરવા કામગીરી કરાવી હતી
અહીં રિયલ એસ્ટેટની ગાડી ગતિ પકડે તે માટે આ સમસ્યાનો ઉકેલ લાવવા લોકપ્રતિનિધિઓ ભણી આશ
સૌરાષ્ટ્રનુ પાટનગર મનાતુ રાજકોટ શહેર સતત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. શહેર ચારેય દિશાઓમાં વિકાસ કરી રહ્યું છે પરંતુ વિકાસની આ અવિરત યાત્રા વચ્ચે શહેરના એક ચોક્કસ વિસ્તારમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. શહેરના મોરબી રોડ પરના રોણકી વિસ્તારમાં આજી નદીમાં ગાંડી વેલની સમસ્યાના લીધે બેડી સહિતના ગામ આસપાસ કે જ્યાં રિયલ એસ્ટેટના અનેક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે તેને પ્રતિકૂળ અસર પડી રહી છે. ગાંડી વેલની સમસ્યાના લીધે અહીં મચ્છરનો ઉપદ્રવ અસહ્ય બની રહ્યો છે. જેના લીધે અહીં રહેવા આવતા પૂર્વે લોકો આ સમસ્યા બાબતે ગંભીરતાથી વિચારે છે.
અગાઉ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર એવા સ્વ. વિજયભાઈ રૂપાણીએ આ સમસ્યા બાબતે મધ્યસ્થી કરી સુરતથી ખાસ મશીન મંગાવવા માટેની મૌખિક સૂચનાઓ આપી સમસ્યા દૂર કરવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ હાલ ગાંડી વેલની આ સમસ્યા દૂર કરવા માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેવી દુરંદેશી વર્તમાન લોક પ્રતિનિધિઓ દાખવે તે જરૂરી બની જવા પામ્યું છે.
રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ કે જે સૌરાષ્ટ્રમાં સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ પૈકીનું એક છે તે અગાઉ પાંચ દિવસ બંધ રહ્યું હતું અને બાદમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તેની પાછળનું કારણ હતું અહીં મચ્છરોનો ઉપદ્ર. બેડી માર્કેટિંગ યાર્ડમાં સાંજના સમયે મચ્છરોના ઉપદ્રવના કારણે મજૂરો કામ કરી શકતા નથી જેના કારણે વેપારીઓના કામકાજ પર અસર પડે છે અને આજી નદીમાં પથરાયેલી ગાંડી વેલના લીધે મચ્છરના ઉપદ્રવની સમસ્યા કાયમી બની ચૂકી છે જેના પગલે તેઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.
જે તે સમયે વેપારીઓની આ રજૂઆત તેમજ અહીં આસપાસના વિસ્તારવાસીઓની સમસ્યાને ધ્યાને લઈ સંવેદનશીલ મુખ્યમંત્રી એવા રાજકોટના પનોતા પુત્ર સ્વ. વિજયભાઈ રૂપાણીએ આ બાબતે અંગત રસ લઇ સુરત મહાનગરપાલિકા દ્વારા ખરીદ કરવામાં આવેલા મશીન રાજકોટ મોકલી આપવામાં આવ્યા હતા. જેના મારફત આજીડેમમાંથી ગાંડી વેલ દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી.
પરંતુ છેલ્લા થોડા વર્ષોથી અહીં ફરી ગાંડી વેલના લીધે મચ્છરોના ઉપદ્રવની સમસ્યા વકરી ચૂકી ઝૂકી છે. હવે વાત માત્ર યાર્ડમાં કામ કરતાં મજૂરો પૂરતી મર્યાદિત રહી નથી. પરંતુ અહીં આસપાસ આવેલા ગામ જેમકે બેડી, સહિતના ગામોમાં તથા રોણકી વિસ્તારમાં હાલમાં રિયલ એસ્ટેટના નવા પ્રોજેક્ટ બની રહ્યા હોય પરંતુ મચ્છરોના ઉદ્ધવની આ સમસ્યના લીધે આ પ્રોજેક્ટ પણ ખોરંભે ચડ્યા છે અને એક રીતે કહીએ તો ગાડી વેલની સમસ્યાના લીધે અહીં રિયલ એસ્ટેટ પર વિપરીત અસર પડી રહી છે ત્યારે આ બાબતે અગાઉ જે પ્રકારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઈ સમસ્યા નિવારવા માટે કામગીરી કરી હતી તેમ હાલના લોક પ્રતિનિધિઓ અહીંના લોકોની સમસ્યાઓને જાણી તેનો કાયમી ઉકેલ લાવવા આજી નદીમાંથી ગાંડી વેલને દૂર કરવા માટે પ્રયત્નશીલ બને તે ખૂબ જ જરૂરી બની જવા પામ્યું છે.
Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ












Leave a Reply