👉 ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ થયો : દિવ્ય ભાસ્કર- તનિષ્ક વિલા આયોજિત ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટયા
👉 લોક ડાયરો, હસાયરો સહિતના કાર્યક્રમનો લોકોએ લાભ લીધો, બુકીંગ કરવાનારને ચીમની-ગેસ સ્ટવ, મુલાકાતીઓને અપાઇ શ્યોર ગિફટ
રાજકોટ શહેરમાં ઘરનું ઘર લેવું એ મુશ્કેલ બની રહ્યું છે. પરંતુ તનિષ્ક વિલા ઘરનું સ્વપ્ન જોનાર દરેક પોતાનું આ સ્વપ્ન સરળતાથી પૂરું કરી શકે તેવો પ્રોજેક્ટ લઈને આવ્યું છે. જાણીતા બિલ્ડર ગ્રુપ દ્વારા અદભુત, અધ્યતન અને વિશિષ્ટ સુવિધાઓથી સાથેના આ પ્રોજેક્ટ ટુ અને થ્રી બીએચકે બંગ્લોઝ અને દુકાનોથી સજ્જ છે.
તનિષ્ક વિલા ગ્રુપ અને દિવ્ય ભાસ્કર દ્વારા મળી તા. ૬ જૂનથી ૮ જૂન સુધી ગૃહ પ્રવેશનો ભવ્યથી ભવ્ય ત્રિદિવસીય કાર્યક્રમ યોજાયો હતો. જેને ભારે સફળતા મળી હતી. મોટી સંખ્યામાં મુલાકાતિઓ આ કાર્યક્રમમાં આવ્યા હતા એટલું જ નહીં નોંધપાત્ર બુકિંગ પણ થઈ ચૂક્યું છે.

શહેરથી નજીક બેડી ચોકડીથી માલીયાસણ હાઇવે તરફ બેડી નદીના કુલ પછી ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સ્થિત છે તેની સુવિધામાં અધ્યતન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અહીં ૬૫ વર્ષ થી ૭૫ વાર સુધીના ૧૪૪ બંગલો તેમજ ૧૯ દુકાનો મળી રહેશે.
તનિષ્ક વિલાના આંગણે દિવ્યભાસ્કર અને તનિષ્ક વિલાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગૃહ પ્રવેશમાં અનેક લોકોએ મુલાકાત લઈ પોતાનું ઘરનું ઘર ખરીદી તનિષ્ક વિલામાં બંગલો બુક કરી તેમજ દુકાન ખરીદી તેમના સ્વપ્ન પૂર્ણ કર્યા હતા. ત્રણ દિવસના આ ગૃહ પ્રવેશમાં કાર્યક્રમનો શુભારંભ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, એમ.એલ.એ. રમેશભાઈ ટીલાળા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટ મહાનગરપાલિકાના ફાયર સેફિટ ચેરમેન દિલિપભાઇ લુણાગરીયા, પૂર્વ ડે. મેયર અશ્ર્વિનભાઇ મોલીયા, દિવ્યભાસ્કરના કલ્પેશભાઇ સાવલીયા સહિતના મહાનુભવો અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય થકી કરવામાં આવ્યો હતો. રાજકોટ તેમજ આસપાસના ગ્રામજનો તેમજ બહારગામથી રાજકોટ સ્થળાંતર થવા ઈચ્છુક સૌ કોઈ આ ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતા. મુલાકાતીઓ ઘરનું ઘર વસાવવા અને દુકાન ખરીદવા માટે વેપારીઓ અને વ્યવસાયિકોનો ઘસારો જોવા મળ્યો હતો. ભીમ અગિયારસના શુભ અવસરે પ્રોપર્ટી બુકિંગની શુભ શરૂઆત થઈ હતી. ત્રણ દિવસ ચાલેલા આ તનિષ્ક વિલા ગૃહ પ્રવેશમાં નોંધપાત્ર બુકિંગ થતાં કાર્યક્રમને ભવ્ય સફળતા મળી હતી.

ગૃહ પ્રવેશના આ કાર્યક્રમમાં ભવ્ય લોક ડાયરો અને હસાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરીજનો ગ્રામજનો અને લોકસાહિત્ય પ્રેમી સહિતના હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. હાસ્યના તોફાન હિતેશભાઈ અંટાળા તેમજ સુખદેવભાઈ ધામેલીયાએ હાસ્યરસ હાસ્યને તળપદી શૈલીમાં પીરસી શ્રોતાઓને પેટ પકડીને હસાવ્યા હતા તો લોકગાયક અપેક્ષા પંડ્યા, અલ્પા ગોસ્વામી લોકગીતોની રમઝટ બોલાવી હતી. ત્રણ દિવસ સુધી ચાલેલા ગૃહ પ્રવેશના આ કાર્યક્રમ દરમિયાન સેલ્સ ટીમ દ્વારા મુલાકાતિઓને પ્રોજેક્ટની નાનામાં નાની વિગતો અંગે સચોટ માહિતી પૂરી પાડી હતી. ત્રણ દિવસના આ કાર્યક્રમ દરમિયાન પ્રોપર્ટી બુક કરનાર અનેક ગ્રાહકોને ચીમની ગેસ્ટ સ્ટવની ભેટ આપવામાં આવી હતી. તો હજારો મુલાકાતીઓને પણ શ્યોર ગિફ્ટ અપાઇ હતી. દિવ્યભાસ્કર અને તનિષ્ક વિલાના સંયુક્ત આયોજનમાં યોજાયેલા આ કાર્યક્રમને અપાર સફળતા પ્રાપ્ત થઈ હતી. પ્રોજેક્ટ આકાર લેતાની સાથે સફળતા આભને આંબી ગયાની અનુભૂતિ થઈ હતી.

તનિષ્ક વિલા પ્રોજેક્ટનું ખાસ આકર્ષણ
તનિષ્ક વિલા લોકેશનમાં શિક્ષણ-બજાર અને પરિવહનથી લઇ આરોગ્ય સુવિધાઓ ધરાવતો પ્રિમીયમ વિસ્તારમાં આવેલો પ્રોજેક્ટ છે. અહીં બજેટપૂર્ણ ભાવમાં લક્ઝુરીયસ વિલા સાથે અદ્યતન એમેનિટીઝનો સમન્વય જોવા મળી રહ્યો છે. કેમ કે અહીં ઘર ઉપરાંત ક્લબ હાઉસ, ડિસ્કો થેક, આકર્ષક પ્રવેશ દ્વાર, ચિલ્ડ્રન પ્લે એરિયા, મ્યુઝિક સિસ્ટમ, ગેમ ઝોન, સિનિયર સિટીઝન એરિયા, આરસીસી રોડ, વોટર સોલાર, ડ્રેનેજ સિસ્ટમ, સ્ટ્રીટ લાઇટ, મલ્ટીપર્પઝ હોલ પ્લસ મીની થિયેટર સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. આ સાથે સિક્યોરીટી ગાર્ડ કેબીન તેમજ ૨૪ ૭ સીસીટીવી સર્વેલન્સ, ફાયર સેફ્ટી સહિતની સુવિધા ઉપલબ્ધ છે. ફ્લોરિંગ, દરવાજા, ઇલેક્રિફિકેશન, કિચન, ફર્નિચર સહિતની કામગીરી હાઇક્વોલીટી મટિરીયલથી સજ્જ પ્રિમીયમ બંગલો મળી રહ્યો છે.













Leave a Reply