Sampatti Times Real Estate Newspaper

Advertisement

ડો. મયંક ઠક્કરના નેતૃત્વમાં શ્રી ગિરીરાજ હોસ્પિટલે વટાવ્યા સફળતાના 18 વર્ષ: સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે સીમાચિહનરૂપ સિદ્ધિઓ

Shri Giriraj Hospital celebrates 18 years of success under the leadership of Dr. Mayank Thakkar

👉 આધુનિક તબીબી તકનીક, પારદર્શક સેવાઓ અને કુશળ ડોક્ટરોની ટીમ દ્વારા લાખો દર્દીઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો
👉
સેવાથી સમર્પિત બે દાયકા: શ્રી ગિરીરાજ હોસ્પિટલે રાજકોટના હેલ્થકેર સેક્ટરમાં રચ્યો નવો ઇતિહાસ
👉
‘હેલ્થ ટાઇમ્સ’ના આંગણે આવેલા ડો. મયંક ઠકકરે વર્ણવી 18 વર્ષની સેવાયાત્રાથી ભવિષ્યની નવી યોજનાઓ સુધીની વાત
👉 આયુષ્માન કાર્ડથી લઈને કેશલેસ સારવાર સુધી: શ્રી ગિરીરાજ હોસ્પિટલ હંમેશાં દરેક વર્ગના દર્દીઓની સુવિધા અને સંતોષ માટે કટિબદ્ધ

અઢાર વર્ષ…
આમ તો કેલેન્ડરના પાનાં ફેરવવામાં અઢાર વર્ષ બહુ લાંબો સમય નથી લાગતો, પરંતુ જ્યારે આ અઢાર વર્ષ દર્દીની પીડા, પરિવારની પ્રાર્થના, તબીબની નિષ્ઠા અને સેવાના સંકલ્પ સાથે જોડાય ત્યારે એ માત્ર સમયગાળો રહેતો નથી-એ બની જાય છે વિશ્ર્વાસની સફર… સેવાની કહાણી… અને સંવેદનાની સાક્ષી.
રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર શ્રી ગિરીરાજ હોસ્પિટલે 18 વર્ષની સફળ સફર પૂર્ણ કરી છે. આ સફર માત્ર હોસ્પિટલની સ્થાપનાથી લઈને વિસ્તરણ સુધીની સફર નથી, પરંતુ હજારો દર્દીઓની આશા, અનેક પરિવારોના વિશ્ર્વાસ અને નિષ્ણાત તબીબી સેવાના સતત પ્રયાસોની સફર છે.
આ વિશ્ર્વાસયાત્રાના કેન્દ્રમાં છે 22 વર્ષની લાંબી મેડિકલ કારકિર્દી ધરાવતા હોસ્પિટલના ડિરેક્ટર ડો. મયંક ઠક્કર, જેમણે તબીબી જ્ઞાન સાથે સેવાની ભાવનાને પણ પોતાની કાર્યશૈલીનું કેન્દ્ર બનાવ્યું છે.

1a


ડો. મયંક ઠક્કરની તબીબી સફરની શરૂઆત મુંબઈની બોમ્બે હિન્દુઝા હોસ્પિટલથી થઈ. ત્યારબાદ અમદાવાદની હાર્ટ કેર ક્લિનિક સહિત વિવિધ તબીબી ક્ષેત્રે મળેલા અનુભવોએ તેમની કારકિર્દીને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી.
દિગ્ગજ તબીબો સાથે કામ કરવાની તક તેમના માટે માત્ર નોકરી કે વ્યવસાય નહોતી, પરંતુ તે હતી શીખવાની, સમજવાની અને સેવાની કળા કેળવવાની શાળા.
ડો. કેયુર પરીખ અને ડો. મિલન ચગ જેવા તબીબી ક્ષેત્રના અનુભવી તબીબોના માર્ગદર્શન હેઠળ તેમને ગ્રુપ પ્રેક્ટિસથી લઈને હોસ્પિટલ મેનેજમેન્ટ સુધીના અનેક પાસાં શીખવા મળ્યા.
આ અનુભવના પાયે રાજકોટમાં શ્રી ગિરીરાજ હોસ્પિટલની શરૂઆત થઈ.
ત્યારે ધ્યેય એકદમ સ્પષ્ટ હતો-
દર્દીનો વિશ્ર્વાસ જીતવો અને વ્યાજબી દરે ઉત્તમ સારવાર આપવી.
આજે 18 વર્ષ બાદ પાછળ વળીને જોઈએ તો કહી શકાય કે એ સંકલ્પે માત્ર હોસ્પિટલને જ નહીં, પરંતુ રાજકોટની આરોગ્યસેવાના ક્ષેત્રને પણ નવી દિશા આપી છે.
ઈંટ-સિમેન્ટથી હોસ્પિટલ બને, વિશ્ર્વાસથી સંસ્થા બને.
હોસ્પિટલનું બાંધકામ ઈંટ, સિમેન્ટ અને આધુનિક સાધનોથી થઈ શકે; પરંતુ સંસ્થા બને છે દર્દીના વિશ્ર્વાસથી.
શ્રી ગિરીરાજ હોસ્પિટલની 18 વર્ષની સફરમાં આ વિશ્ર્વાસ સૌથી મોટી મૂડી રહ્યો છે. દર્દી જ્યારે હોસ્પિટલના દરવાજે આવે છે ત્યારે તે માત્ર સારવાર લેવા આવતો નથી; તે પોતાની આશા, પોતાની ચિંતા અને પોતાના પરિવારની અપેક્ષાઓ લઈને આવે છે.
આ જ લાગણીને કેન્દ્રમાં રાખીને શ્રી ગિરીરાજ હોસ્પિટલ સતત આધુનિક ટેક્નોલોજી, નિષ્ણાંત તબીબો અને ગુણવત્તાસભર સારવાર તરફ આગળ વધી રહી છે.
ટેક્નોલોજી બદલાઈ, સારવારની પદ્ધતિઓ બદલાઈ, સમય બદલાયો-પણ દર્દી પ્રત્યેની સંવેદના અને સેવાનો સંકલ્પ શ્રી ગિરીરાજ હોસ્પિટલનો બદલાયો નથી.
18 વર્ષ પહેલાં પ્રગટેલો સેવાનો દીપ આજે વધુ તેજસ્વી બન્યો છે.

1b


વિશ્ર્વાસે પાયો નાખ્યો, સેવાને સફર આપી અને ટેક્નોલોજીએ તેને નવી દિશા આપી.
રાજકોટથી શરૂ થયેલી આ યાત્રા હવે સૌરાષ્ટ્રની સરહદો પાર કરીને ભરૂચ સુધી પહોંચવાની તૈયારીમાં છે.
અને કદાચ આ જ શ્રી ગિરીરાજ હોસ્પિટલની 18 વર્ષની સફરનો સૌથી સુંદર સાર છે-
વર્ષો વીત્યા, વિશ્ર્વાસ વધ્યો; સેવાથી સંબંધ બંધાયો અને આરોગ્યની આ યાત્રા આજે પણ અવિરત ચાલી રહી છે.

મોડું જમવાની ટેવ અને શારીરિક શ્રમનો અભાવ બની રહ્યો છે બીમારીઓનું કારણ: ડો. મયંક ઠક્કર

મોબાઈલ હાથમાં છે, વાહન દરવાજે છે, કામનો મોટો હિસ્સો બેઠા બેઠા થાય છે અને સમયની અછતને કારણે ખાણીપીણીની શિસ્ત ક્યાંક પાછળ રહી જાય છે.
પરિણામે સુવિધા વધી છે, પરંતુ સાથે આરોગ્યના પડકારો પણ વધ્યા છે. શરદી-ઉધરસથી લઈને ડાયાબિટીસ, સ્થૂળતા અને હૃદયરોગ સુધીની સમસ્યાઓમાં જીવનશૈલીની ભૂમિકા મહત્વની બની રહી છે. ડો. ઠક્કર આ અંગે લોકોને સાવચેત રહેવાની સલાહ આપે છે. તેમના મતે અનિયમિત ખાણીપીણી, ખોરાકની ગુણવત્તા, મોડી રાત્રે ભોજન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને વધતું પ્રદૂષણ આરોગ્ય પર અસર કરી શકે છે. ખાસ કરીને રાત્રે મોડું જમવાની અને જમ્યા બાદ તરત સૂઈ જવાની ટેવમાં સુધારો કરવાની જરૂરિયાત તેઓ દર્શાવે છે.
વજન ઘટે તો આરોગ્ય વધે : સરળ શિસ્તનો સંદેશ
ડાયાબિટીસ અને વજન નિયંત્રણ અંગે ડો. ઠક્કરનો અભિગમ દવાઓ સાથે જીવનશૈલીમાં સુધારા પર પણ ભાર મૂકે છે. સમયસર ભોજન, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ-આ ચાર બાબતોને તેઓ આરોગ્ય માટે મહત્વપૂર્ણ માને છે.

દવા સાથે જીવનશૈલીમાં બદલાવ, ડાયાબિટીસ પર કાબૂ શક્ય : ડો. મયંક ઠક્કર


ડાયાબિટીસ અને વજન નિયંત્રણ માટે માત્ર દવાઓ પર આધાર રાખવાને બદલે જીવનશૈલીમાં યોગ્ય સુધારો કરવો પણ એટલો જ જરૂરી છે. ડો. ઠક્કરના મતે સમયસર ભોજન, સંતુલિત આહાર , પૂરતી ઊંઘ અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ આરોગ્ય માટે ચાર મહત્વપૂર્ણ આધારસ્તંભ છે.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેટલાક દર્દીઓએ સાંજે વહેલું ભોજન અને સવારે સંતુલિત નાસ્તાની ટેવ અપનાવ્યા બાદ વજનમાં નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો હોવાનું તેઓ જણાવે છે. કેટલાક કિસ્સાઓમાં 10 થી 15 કિલોગ્રામ સુધી વજન ઘટ્યું હોવાનું પણ નોંધાયું છે.
ચોમાસામાં વાયરલ ઇન્ફેક્શન, શરદી-ઉધરસ સહિતના ચેપનું જોખમ વધતું હોવાથી સાવચેતી જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ શુગરનું નિયમિત મોનિટરિંગ કરવું અને તબીબની સલાહ મુજબ સારવાર ચાલુ રાખવી જોઈએ. વજન નિયંત્રણ માત્ર દેખાવનો વિષય નથી, પરંતુ સારા સ્વાસ્થ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

રાજકોટ બાદ હવે ભરૂચમાં શ્રી ગિરીરાજ હોસ્પિટલની સેવાની સરહદ વિસ્તરશે

આરોગ્યસેવામાં સતત બદલાતી જરૂરિયાતો વચ્ચે શ્રી ગિરીરાજ હોસ્પિટલ હવે પોતાના આગામી અધ્યાય તરફ આગળ વધી રહી છે.
ડો. મયંક ઠક્કરના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ભરૂચ ખાતે નવી હોસ્પિટલ શરૂ કરવાની યોજના છે. સાથે રાજકોટમાં પણ વધુ એક અદ્યતન સુપર સ્પેશિયાલિટી યુનિટ શરૂ કરવાની દિશામાં આયોજન થઈ રહ્યું છે. આ નવા પ્રોજેક્ટ્સમાં માત્ર સુવિધા વધારવાનો વિચાર નથી, પરંતુ સારવાર સુધી પહોંચ વધારવાનો સંકલ્પ પણ છે.
ખાસ કરીને આયુષ્માન ભારત તથા ઙખઉંઅઢ યોજના હેઠળ સારવાર મેળવતા દર્દીઓ અને કેશલેસ ઇન્સ્યોરન્સ કવરેજ ધરાવતા દર્દીઓ માટે અલગ વિભાગો શરૂ કરવાની યોજના છે.
અર્થાત્, સારવારની તક માત્ર સક્ષમ વર્ગ સુધી સીમિત ન રહે, પરંતુ જરૂરિયાતમંદ સુધી પણ પહોંચે-એ દિશામાં એક વધુ પગલું.

શ્રી ગિરીરાજ હોસ્પિટલ માટે 18 વર્ષ પૂર્ણ થવું એક મુકામ છે, અંતિમ મંજિલ નહીં.

શ્રી ગિરીરાજ હોસ્પિટલને આ 18 વર્ષમાં મળેલો લોકોનો પ્રેમ અને વિશ્ર્વાસ હવે આગામી સફરની પ્રેરણા બની રહ્યો છે. રાજકોટમાં નવી સુપર સ્પેશિયાલિટી સુવિધા અને ભરૂચમાં નવી હોસ્પિટલની યોજનાઓ સાથે સંસ્થા વધુ વિસ્તૃત આરોગ્યસેવા તરફ આગળ વધી રહી છે.
કારણ કે આરોગ્યસેવા માત્ર વ્યવસાય નથી-
એ જવાબદારી છે.
દર્દીની આંખમાં દેખાતી આશા, પરિવારના ચહેરા પરની ચિંતા અને સારવાર બાદ મળતું સંતોષનું સ્મિત-આ જ કોઈપણ હોસ્પિટલની સાચી સફળતાના માપદંડ છે.

આજના વ્યસ્ત યુગમાં સાચી તબીબી માહિતી પહોંચાડવામાં ‘હેલ્થ ટાઇમ્સ’ અગ્રેસર :ડો. મયંક ઠક્કર

ડો. મયંક ઠક્કરે હેલ્થ ટાઇમ્સ’ માધ્યમથી લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. અને વધુમા જણાવ્યું હતું કે ‘હેલ્થ ટાઇમ્સ’ જેવી મીડિયા સંસ્થાઓ દ્વારા જનસામાન્ય સુધી સાચી તબીબી માહિતી અને હેલ્થ ટિપ્સ પહોંચાડવી ખૂબ જ આવશ્યક છે. આજના વ્યસ્ત સમયમાં જ્યારે ખોટી ખાણીપીણી, બદલાતી જીવનશૈલી અને ફૂડ એડલ્ટરેશનના કારણે ડાયાબિટીસ તેમજ સ્થૂળતા જેવા પ્રશ્ર્નો વધી રહ્યા છે, ત્યારે પ્રજામાં સાચી સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા હેલ્થ ટાઇમ્સ મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *