Sampatti Times Real Estate Newspaper

Advertisement

સૌરાષ્ટ્રનું હીર ‘હીરાસર’ બનશે દેશમાં અગ્રેસર

Saurashtra's gem 'Hirasar' will become the leader in the country

👉 ‘સેટેલાઇટ ટાઉન’ હીરાસરને ‘ટ્રમ્પેટ સેટ બ્રિજ’નું બૂસ્ટર

👉 સૌરાષ્ટ્રના ધબકતા હૃદય રાજકોટના સીમાડે આવેલું હીરાસર હવે ગુજરાતના અર્બન ટ્રાન્સફોર્મેશનનું કેન્દ્રબિંદુ

👉 રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) હેઠળ હીરાસરને સેટેલાઇટ ટાઉન જાહેર કરવાથી હવે અહીં શહેરી ધોરણે આયોજિત માળખાગત સુવિધાઓ, પરિવહન અને નાગરિક સુવિધાઓનો ધોધ વહેશે

👉 52 કરોડના ખર્ચે બની રહેલો ગુજરાતનો સૌપ્રથમ ‘ટ્રમ્પેટ સેટ બ્રિજ’ એટલે સ્માર્ટ લેન્ડમાર્ક

👉 એરપોર્ટ અને સેટેલાઇટ ટાઉનના સંયુક્ત પ્રભાવથી રહેણાંક અને કોમર્શિયલ-ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગની માગમાં અસાધારણ તેજી આવી; પ્લોટિંગ સ્કીમ્સમાં રોકાણકારોની વ્યાપક પુછપરછ

👉 એરોસિટી કોમર્શિયલ પાર્ક, શ્રી ગ્રુપ, સહિતની સોસાયટીઓમાં પ્લોટીંગમાં રોકાણ માટે સુવર્ણ તક

👉 ક્રિસ્ટલ ઇન્ડસ એન્ડ લોજીસ્ટીક પાર્ક, આર.કે. ઇન્ડસ્ટ્રીઝ, તિરૂપતિ ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રોજેકટ્સની હાજરીથી ઇન્ડસ્ટ્રિયલ અને વેરહાઉસ સેગમેન્ટમાં ડિમાન્ડ રહેશે

સૌરાષ્ટ્રના લોકો રોકાણની ગણતરીમાં કાચા નથી. તેઓ જાણે છે કે જ્યાં સરકારી વિકાસના પૈડાં ફરે, ત્યાં જમીન એટલે સંપત્તિનો અખૂટ ભંડાર! અમદાવાદ હાઈવે પર રહેણાંક વિસ્તારો, રિસોર્ટ, ફાર્મ હાઉસ, ઇન્ડસ્ટ્રિયલ પાર્ક અને વેરહાઉસ માટે હીરાસર આજે સૌથી મોસ્ટ ફેવરિટ લોકેશન બન્યું છે.

રાજ્ય સરકારે તાજેતરમાં રાજકોટના આઉટગ્રોથ એરિયા હીરાસરને સંપૂર્ણ વિકસિત સેટેલાઇટ ટાઉન તરીકે જાહેર કરીને રોકાણકારો માટે સોનેરી તક ઊભી કરી છે. હવે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) હેઠળ આ વિસ્તારમાં શહેરી ધોરણે આયોજિત માળખાગત સુવિધાઓનો ધોધ વહેશે. આ ઉપરાંત હીરાસરની કાયાપલટનું મુખ્ય કારણ હવે ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરાંત અહીં નિર્માણ પામનાર ગુજરાતનો સૌપ્રથમ ‘ટ્રમ્પેટ સેટ બ્રિજ’ છે. 52 કરોડના ખર્ચે બની રહેલો ટ્રમ્પેટ બ્રિજ હીરાસરના પ્રવેશદ્વારને આંતરરાષ્ટ્રીય ઓળખ આપશે. તે ટ્રાફિકના મર્જિંગ પોઇન્ટ્સને લગભગ શૂન્ય કરી, અમદાવાદ હાઈવેને અકસ્માત મુક્ત બનાવશે. જે વિસ્તારમાં આવો સ્માર્ટ લેન્ડમાર્ક ઊભો થવાનો હોય, ત્યાં જમીનનો ભાવ વધવો સ્વાભાવિક છે.

તમારા રોકાણને ડબલ થતું જોવા માટે, હીરાસરની ધરતીમાં આજનો પ્લોટ એ આવતીકાલની ઊંચી ઈમારત છે. હીરાસર રાજકોટનું ‘સ્માર્ટ સિટી’ બનવા તૈયાર છે. પ્લોટિંગમાં રોકાણ કરવાની આ તક ક્યારેય નિષ્ફળ નહીં જાય. રોકાણનો આ મોકો હવે નહીં ચૂકી શકાય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *