‘પ્રી-લીઝ્ડ’ કોમર્શિયલ મિલકત શા માટે બની ડૉક્ટર્સ અને CA ની પહેલી પસંદ?
● પ્રોપર્ટી ખરીદો અને પહેલા જ દિવસથી આવક શરૂ: બેંકો અને મોટી કોર્પોરેટ બ્રાન્ડ્સને ભાડે આપેલી મિલકતો ખરીદવા રોકાણકારોમાં પડાપડી
● વૈશ્વિક યુદ્ધ હોય કે કોવિડ જેવી મહામારી, પ્રી-લીઝ્ડ પ્રોપર્ટીમાં ફિક્સ ભાડાની આવક અને મૂડીની ૧૦૦% સુરક્ષાની ગેરંટી
● અસ્થિર શેરબજાર અને માર્કેટની અનિશ્ચિતતાઓ વચ્ચે શિક્ષિત પ્રોફેશનલ્સ અને High Net-worth Individualsનો ૮૦% નવો પોર્ટફોલિયો ‘પ્રી-લીઝ્ડ પ્રોપર્ટી’ તરફ વળ્યો
રાજકોટ: દુનિયાના સૌથી મહાન રોકાણકાર વોરેન બફેટનું એક પ્રખ્યાત વાક્ય છે: “જો તમે સૂતા હોવ ત્યારે પણ પૈસા કમાવવાનો રસ્તો નહીં શોધો, તો તમારે આખી જિંદગી મજૂરી કરવી પડશે.” આજના સમયમાં આ કહેવતને જો કોઈ રોકાણ સાર્થક કરતું હોય, તો તે છે ‘પ્રી-લીઝ્ડ પ્રોપર્ટી’ (Pre-Leased Property).
અત્યાર સુધી લોકો બચત માટે આંખ બંધ કરીને શેરબજાર કે સોના તરફ દોટ મૂકતા. પરંતુ, રાતોરાત આવતા ગ્લોબલ માર્કેટના કડાકા, યુદ્ધના સમાચારો કે મહામારી રોકાણકારોની ઊંઘ હરામ કરી નાખે છે. વળી, આજના સમયમાં સોનાના ભાવ એટલા આસમાને પહોંચ્યા છે કે તે મિડલ ક્લાસની પહોંચની બહાર છે, અને આજની નવી પેઢી (Gen-Z) ઘરેણાંમાં મૂડી રોકવા કરતાં લાઈફસ્ટાઈલ પર વધુ ધ્યાન આપે છે. ત્યારે સૌથી સુરક્ષિત, નક્કર અને કાયમી વળતર આપતું એકમાત્ર માધ્યમ બચ્યું છે – પ્રી-લીઝ્ડ રિયલ એસ્ટેટ!
પ્રી-લીઝ્ડ એટલે એવી મિલકત જે પહેલેથી જ બેંક, મલ્ટીનેશનલ કંપની કે કોઈ મોટી કોર્પોરેટ બ્રાન્ડને ભાડે આપેલી હોય. તમે આ પ્રોપર્ટી ખરીદો, એટલે પહેલા જ મહિનાથી તમારી આવક શરૂ!
પ્રી-લીઝ્ડ પ્રોપર્ટી એટલે સેફ અને ટેન્શન-ફ્રી ઇન્કમ: હર્ષ મોદી
રિયલ એસ્ટેટ ક્ષેત્રે ૨૦ થી વધુ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા અને સમગ્ર ગુજરાતમાં કાર્યરત જાણીતા પ્રોપર્ટી કન્સલ્ટન્ટ હર્ષ મોદી (દ્વારકેશ એન્ટરપ્રાઇઝ) જણાવે છે કે: “શેરબજાર કોઈ એક કંપનીના સીઈઓ (CEO) ની ભૂલ કે ગ્લોબલ ઇવેન્ટ પર આધાર રાખે છે. પણ તમારી પ્રોપર્ટી તમારી નજર સમક્ષ રહેલી એવી નક્કર સંપત્તિ છે જે ‘સેફ ઇન્કમ’નો સૌથી મોટો અને વિશ્વસનીય સ્ત્રોત છે. ‘પ્રી-લીઝ્ડ’ મિલકતનું સૌથી મોટું જમાપાસું એ છે કે ગ્રાહકને સારા ભાડૂઆત શોધવાની માથાકૂટ રહેતી નથી. રોકાણ કર્યાના પહેલા જ મહિનાથી એક ફિક્સ અને મોટી આવક બેંકમાં આવવાની શરૂ થઈ જાય છે. જો ભવિષ્યમાં મિલકત ખાલી પણ પડે, તો માલિકી તમારી જ રહે છે અને તમે ત્યાં તમારો પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. સાચા અર્થમાં આજના સમયનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રી-લીઝ્ડ પ્રોપર્ટી જ છે.”
શિક્ષિત પ્રોફેશનલ્સ (ડૉક્ટર્સ, CA, એડવોકેટ્સ) ₹૫૦ લાખથી ₹૨૦ કરોડનું રોકાણ શેરબજારમાંથી વાળીને ‘પ્રી-લીઝ્ડ કોમર્શિયલ પ્રોપર્ટી’માં કરી રહ્યા છે. કારણ સ્પષ્ટ છે: વૈશ્વિક અનિશ્ચિતતાઓ (યુદ્ધ/કોવિડ) સામે મૂડીની સુરક્ષા અને દર મહિને ૧ થી ૧૦ તારીખે ફિક્સ ભાડાની આવકની ગેરંટી!
ગુજરાતનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર આજે દેશભરના રોકાણકારો માટે ‘સેફ હેવન’ છે. અમિતાભ બચ્ચનનું ઉદાહરણ જુઓ: ૨૦૦૭માં ₹૭ કરોડમાં ખરીદેલી જમીનની કિંમત આજે ₹૨૧૦ કરોડ છે! ગુજરાતમાં જમીનમાં રોકેલો રૂપિયો ક્યારેય એળે જતો નથી.
Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ












Leave a Reply