રાજકોટમાં અતિશય ઉચ્ચ દરજ્જાની નિવાસી વ્યવસ્થા એટલે કે નવોદિત બાંધકામ અંગે વિવિધ આર્કિટેક એક પ્રકારની રેસમા ઊતરેલા છે. એક તરફ પોસાય તેવા ભાવનો ઇકોનોમિક ક્લાસ બિલ્ડર છે,જેની સંનિષ્ઠ કોશિશ હોય છે કે ઓછા નફે વધુ વેપાર કરવો અને ગ્રાહકને એની જિંદગીના પ્રથમ ઘરના ઘર બનાવવામાં પ્રોત્સાહક ભૂમિકા અદા કરવી, આ પ્રકારના બિલ્ડરોની સંખ્યા ઘણી મોટી છે અને એનો ગ્રાહક સમુદાય પણ વિશાળ છે.
એક જમાનો હતો કે રાષ્ટ્રીયકૃત બેંકો સરકારી કર્મચારીઓ સિવાય ભાગ્યે જ કોઈને લોન આપે. એ જમાનામાં LIC મકાનના દસ્તાવેજો મોર્ગેજ કરીને લોન જેટલી જ કિંમતની વિવિધ વીમા પોલીસી ઉતરાવીને લાંબી પ્રક્રિયા બાદ લોન આપતી હતી. તે જમાનો અલગ હતો. એવું ન હતું કે સરકારી બેંકો લોન ન આપતી, પરંતુ બિન સરકારી જોબ કરનારાઓ માટે બહુ લાંબો બૌદ્ધિક વ્યાયામ હતો. આ એ જમાનો હતો જ્યારે આખી સોસાયટીમાં કોઈ એક સજ્જનને ત્યાં જ ફોન હોય અને છતાં તમામ પાડોશીઓના ફોન એ નંબર પર આવતા હોય અને ફોન ધરાવનાર ગૃહસ્થ જાતે બોલાવવા આવતા હોય.
પરંતુ ઇ.સ.1990 પછી બેંકોના વલણમાં ફેર પડ્યો. સરકારે ખાનગી ફાઈનાન્સ કંપનીઓને ઝડપથી મંજૂરી આપી. એ અરસમાં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન (HDFC) ની શરૂઆત માત્ર ગૃહધિરાણ માટે થઈ. HDFC એ બહુ ઉદારતા થી હાઉસિંગ લોન આપવાની શરૂઆત કરી. ત્યાર પછી વિવિધ અનેક ખાનગી બેંકોએ પણ ઉદારતા દાખવી ને ગૃહ ધિરાણ ક્ષેત્રે ઝમ્પલાવ્યું.
પછીથી બિલ્ડરો પોતાની ફાઇલ એડવાન્સમાં ફાઇનાન્સ કંપનીઓ અને બેંકો પાસે મંજૂર કરાવતા થયા અને એ બહાને જો કોઈ કવેરી હોય તો તુરંત એનું કોમ્પ્લાયન્સ પણ કરતા જેથી એનો ગ્રાહક લોન માટે સંબંધિત મિલકતની ફાઈલ રજૂ કરે તો સરળતાથી પાસ થઈ જાય. એ જમાનાની વાતો ઘણી રસપ્રદ પરંતુ એ ફરી કોઈ વાર.
ટૂંકમાં બહુ પરિશ્રમ અને ભારે દસ્તાવેજીકરણ પછી પણ જે લોન ન્હોતી મળતી એ હવે બહુ જ આસાનીથી મળતી થઈ ગઈ છે. એનો સીધો ફાયદો ઓફિસ કે ઘરના ગ્રાહકને અને બિલ્ડરને થઈ રહ્યો છે. આ સરેરાશ સેગમેન્ટની ઉપર જેને નિયોરીય એટલે કે નવા શ્રીમતો કહેવાય તેના માટે પણ ડેવલોપરોએ નવી નવી સ્કીમ મૂકી. એટલે થ્રી-BHK કે 400 સ્ક્વેરફુટ આસપાસ ની ઓફિસઓ કે 500 થી 700 વાર ના પ્લોટની વિશાળ બજાર અસ્તિત્વમાં આવી. એમાંથી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની બજારનું કદ ઘણું વધી ગયું અને ક્રમશ: હજારો વારના પ્લોટીંગ અસ્તિત્વમાં આવ્યા.
આર.કે.ગ્રુપ દ્વારા છેલ્લા 12-13 વર્ષમાં રાજકોટ અને આસપાસમાં 20 થી વધુ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ સાઇટ્સ ડેવલપ કરવામાં આવી છે, જેનો રિસ્પોન્સ બહુ જ સારો રહ્યો છે. આર.કે.ગ્રુપનો અનુભવ છે કે રાજકોટમાં આવનારા વર્ષોનું ભવિષ્ય અત્યારે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગમાં છુપાયેલું છે જે આગામી દસ જ વર્ષમાં ઔદ્યોગિક ઉત્ક્રાંતિના નવા રોમાંચક અધ્યાય આલોપશે.
આર.કે.ગ્રુપના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ વિશિષ્ટ રીતે તૈયાર થાય છે. સમગ્ર ઔદ્યોગિક કેમ્પસમાં ઉંચી કમ્પાઉન્ડ વોલ સાથે ઉચ્ચ ગુણવત્તા સાથેની સ્ટ્રીટ લાઈટ, સિમેન્ટ રોડ, લોડીંગ-અનલોડિંગ માટેનો પૂરતો અવકાશ, કોમ્યુનિટી સેન્ટર જેવી સેન્ટ્રલ કેન્ટીન, વિશાળ ડેકોરેટિવ પ્રવેશ દ્વાર, સિક્યોરિટી ચેમ્બર તથા તમામ પ્રકારની રચનામાં મટીરિયલ સંપૂર્ણ સ્ટાન્ડર્ડ લેવામાં આવે છે.
આર.કે.ગ્રુપના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ ની મુખ્ય વિશેષતા એ હોય છે કે ભૌગોલિક રીતે એ વ્યાપાર,વાણિજ્ય ઉત્પાદન સંદર્ભે એકદમ વ્યુહાત્મક સ્થળે આવેલા છે. એમ લાગે છે કે આ ડેવલપર્સ માટે પ્લોટ કરતા પણ એની કનેક્ટિવિટી વધુ મહત્વની છે. કદાચ એ જ કારણથી ગ્રુપના પ્લોટ બહુ ઝડપથી વહેંચાઈ જાય છે. જોકે ગ્રુપ દ્વારા સતત નવી નવી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ સાઇટસ ઉઘડતી જાય છે.












Leave a Reply