Sampatti Times Real Estate Newspaper

Advertisement

રંગીલા રાજકોટના વિકાસને ‘રીંગ-2’ની નવી રફતાર!

'Ring-2' gives new impetus to the development of colorful Rajkot!

👉 રીંગરોડ-2ના ફેઝ-5 (અમદાવાદ-મોરબી રોડ) તેમજ ફેઝ-6 (મોરબી-જામનગર રોડ)ની કનેક્ટિવિટી પૂર્ણ થશે એટલે રાજકોટના સર્વાંગી વિકાસના નવા અધ્યાય લખાશે

👉 હાઇ ડેન્સિટી કોરિડોર અને 70 ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ થકી રાજકોટને મળશે વિકાસનો ડબલ ડોઝ

👉 2026 સુધીમાં રીંગરોડ-2નો કાલાવડ-ગોંડલ રોડ વચ્ચેનો 8.2 કિ.મી.નો મહત્ત્વનો હિસ્સો થશે ખુલ્લો

👉 RUDAના ચેરમેન તુષાર સુમેરા, CE.A. જી.વી. મિયાણી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર વી.બી. સાવલિયાની ટીમના મક્કમ નિર્ધારથી રીંગરોડ-2ના બાકી રહેલા ફેઝની કામગીરી જેટ ગતિએ વેગવંતી બની

યાદ કરો એ સમય જ્યારે 150 ફૂટનો રીંગરોડ-1 (Ring Road-1) બન્યો, અને જોતજોતામાં તેની આસપાસની જમીન કેવી સોનાની જેમ ચમકી ઊઠી! મકાન, દુકાન કે ફેક્ટરી… રીંગરોડ-1 એ આખા રાજકોટને ’મિનિ મુંબઈ’ની ઓળખમાં પણ ટીલું લગાડી દીધું. 150 ફૂટનો રીંગરોડ-1 સાથે જ રોકાણકારો તો રાજીના રેડ થઈ ગયા. ઉપરાંત રિયલ એસ્ટેટ ક્ષેત્રને સંલગ્ન તમામ ક્ષેત્રના ધંધા-વ્યવસાયના વિકાસે નવી ક્ષિતિજો સર કરી.

બસ, હવે ઈતિહાસ ફરીથી દોહરાવાનો સમય આવી ગયો છે! રીંગરોડ-1ના વિકાસને જે લોકોએ નરી આંખે જોયો છે, તેમના માટે RUDA દ્વારા તૈયાર થઈ રહેલો 61 કિલોમીટરનો રીંગરોડ-2 (Ring Road-2) એટલે રાજકોટની નવી બાઉન્ડ્રી અને વિકાસની નવી ક્ષિતિજ! આ પ્રોજેક્ટ રાજકોટના ભવિષ્યનો મજબૂત પાયો છે. કેમકે રાજકોટના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, રૂડા (RUDA) દ્વારા તૈયાર થઈ રહેલો ’રીંગરોડ-2’ આ જ મક્કમતાનું સૌથી મોટું પ્રતીક છે.

રીંગરોડ-2ના ચાર તબક્કા તો પૂરા થઈ ગયા છે. ઉપરાંત RUDAના ચેરમેન તુષાર સુમેરા, CE.A. જી.વી. મિયાણી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર વી.બી. સાવલિયા ની ટીમના મક્કમ નિર્ધારથી બાકી રહેલા ફેઝની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

👉 ત્રણ કામ પર સૌની નજર

ફેઝ-2 (કાલાવડ-ગોંડલ રોડ વચ્ચે): અહીં 8.2 કિ.મી.નું 4-માર્ગીય કામ હજુ ચાલુ છે. રૂડા દ્વારા આ કામગીરી સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ હિસ્સો ખૂલતા જ આ બે મહત્ત્વના રોડનું કનેક્શન સવળું થઈ જશે.

ફેઝ-5 (અમદાવાદ-મોરબી રોડ): 11.1 કિ.મી.ના આ હિસ્સા માટે 186 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે. ટેન્ડર પણ બહાર પડી ગયા છે, એટલે કામ ટૂંક સમયમાં શરૂ થશે. આ હિસ્સો પૂરો થતાં જ ઔદ્યોગિક વિકાસને જબરો વેગ મળશે.

ફેઝ-6 (મોરબી-જામનગર રોડ): 8 કિ.મી.ના આ ટુકડામાં આજી-2 પર બ્રીજનું આયોજન છે. બ્રીજનું કામ પત્યા પછી જ રસ્તાનું કામ હાથ ધરાશે. ઉત્તર અને પશ્ચિમ રાજકોટને જોડતો આ માર્ગ ગેમ ચેન્જર સાબિત થશે.

👉 જો રીંગરોડ-1 પર રોકાણ કરવાનું ચૂક્યા હો, તો હવે આ નવી તક ઝડપી લેજો

જ્યાં રોડ સારો, ત્યાં રોકાણ સારું! રીંગરોડ-2 ની બંને બાજુ 200 મીટરના વિસ્તારમાં ’હાઇ ડેન્સિટી કોરિડોર’ (HDC) નું આયોજન છે, સાથે 70 નવી નગર રચના યોજનાઓ (TP સ્કીમ્સ) પણ છે. આનો સીધો અર્થ છે કે, આજુબાજુનો વિસ્તાર સુઆયોજિત રીતે ‘મહાનગર’ની માફક વિકસશે. જમીનના ભાવ વધશે, નવા એપાર્ટમેન્ટ્સ, મોલ અને વ્યાપારી સંકુલો આવશે. “ધીરજના ફળ મીઠા હોય” – આ રીંગરોડ-2 રાજકોટના વિકાસનો ’નવો માઈલસ્ટોન’ સાબિત થશે, એ નક્કી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *