Sampatti Times Real Estate Newspaper

Advertisement

રાજકોટના વિકાસને ‘સમાન ટેક્સ’ નીતિથી નવો વેગ આપવા રિયલ એસ્ટેટનો બુલંદ અવાજ

Real estate sector's loud voice to give new impetus to Rajkot's development with 'equal tax' policy

ડબલ ટેક્સ રદ કરવા રિયલ એસ્ટેટના દિગ્ગજોનો એક સૂર

પ્રચંડ સમર્થન: ‘સંપત્તિ ટાઈમ્સ’ની ઝુંબેશને રિયલ એસ્ટેટના અગ્રણીઓ જેવા કે પરેશ ગજેરા (CREDAI), અમિત ત્રાંબડિયા (RBA), બાકીર ગાંધી (ક્રિસ્ટલ ગ્રુપ), સર્વાનંદભાઈ સોનવાણી (RK ગ્રુપ), મયૂરધ્વજસિંહ જાડેજા (JMJ ગ્રુપ), અને હરેશ પરસાણા (શ્રીશ ડિઝાઇન સ્ટુડિયો) સહિતના નિષ્ણાતોનો સબળ સાથ મળ્યો છે

માર્કેટની વાસ્તવિકતા: બેવડા અને ચાર ગણા ટેક્સના કારણે MNCs રાજકોટ આવતા ખચકાય છે, મોલ-ઓફિસો ખાલી પડ્યા છે અને રોકાણકારોનું વળતર ઘટી ગયું છે

નિષ્ણાતોનું વિઝન: મિલકત ભાડે આપવાથી કોર્પોરેશન વધારાની સુવિધા નથી આપતું, તો ટેક્સ સમાન જ હોવો જોઈએ. સમાન ટેક્સ નીતિથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઐતિહાસિક તેજી આવશે

રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં પ્રાણ ફૂંકવા અને શહેરને ‘ગ્લોબલ બિઝનેસ હબ’ બનાવવા ‘સંપત્તિ ટાઈમ્સ’ દ્વારા એક ઐતિહાસિક ઝુંબેશ છેડવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા ભાડે આપેલી કોમર્શિયલ મિલકતો પર લેવાતા બમણા અને ૪ ગણા ટેક્સના વિરોધમાં છેડાયેલી આ મુહિમને શહેરના રિયલ એસ્ટેટ દિગ્ગજોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે.
શહેરના ટોચના ડેવલપર્સ સ્પષ્ટપણે માને છે કે આ ભેદભાવભરી ટેક્સ નીતિ રાજકોટના આર્થિક વિકાસને રુંધી રહી છે. પ્રોપર્ટીનો ઉપયોગ માલિક કરે કે ભાડુઆત, જ્યારે કોર્પોરેશનની પ્રાથમિક સુવિધાઓમાં કોઈ જ ફેરફાર થતો નથી, તો ટેક્સ ડબલ શા માટે? આ ‘એક્ઝોર્બિટન્ટ’ ટેક્સના કારણે જ આજે ઘણા કોમર્શિયલ ઝોન ખાલી પડ્યા છે. નિષ્ણાતોના મતે, જો ‘વન પ્રોપર્ટી, વન ટેક્સ’ નો સમાન કાયદો લાગુ થાય તો રોકાણકારોને પ્રોત્સાહન મળશે, નવી કંપનીઓ આવશે અને રાજકોટનું માર્કેટ નવી ઊંચાઈઓ સર કરશે.


f1

👉 ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી, બિલ્ડર્સ તથા ગ્રાહકોના હિતો માટે સતત કાર્યરત અને ક્રેડાઈ (CREDAI) ગુજરાતના ચેરમેન પરેશ ગજેરાએ સમાન ટેક્સ નીતિ જરૂરીયાત વર્ણવી

👉 ઇમ્પેક્ટ: ભાડાની મિલકતો પરથી ડબલ ટેક્સ નાબૂદ થવાથી રોકાણકારોને પ્રોત્સાહન મળશે, નાના-મોટા વેપારીઓ તથા ભાડૂઆતો પરનું આર્થિક ભારણ ઘટતાં કોમર્શિયલ માર્કેટમાં નવી તેજી આવશે

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા ભાડે આપેલી કોમર્શિયલ મિલકતો પર વસૂલાતા બમણા ટેક્સની નીતિ સામે ‘સંપત્તિ ટાઈમ્સ’ની મહા-ઝુંબેશને રિયલ એસ્ટેટ માર્કેટનું પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. આ ગંભીર મુદ્દે ક્રેડાઈ (CREDAI) ગુજરાતના ચેરમેન પરેશ ગજેરાએ પોતાનો સચોટ અને વેધક અભિપ્રાય રજૂ કર્યો છે.
તેમના મતે, કોઈ પણ કોમર્શિયલ પ્રોપર્ટી, દુકાન કે ઓફિસ માલિક પોતે ચલાવતો હોય કે પછી કોઈને ભાડે આપી હોય, બંને સંજોગોમાં કોર્પોરેશનનો ટેક્સ સમાન જ હોવો જોઈએ. મિલકતનો ઉપયોગ માલિક કરે કે ભાડુઆત, તેનાથી કોર્પોરેશનની માળખાકીય સુવિધાઓ કે વહીવટમાં કોઈ જ ફરક પડતો નથી. તો પછી ભાડુઆત ચલાવે ત્યારે ‘ડબલ ટેક્સેશન’ શા માટે?
પરેશ ગજેરાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કોમર્શિયલ મિલકતો ભાડે આપવાથી જે ડબલ ટેક્સ લેવાય છે, એ અયોગ્ય પ્રથા તાત્કાલિક અસરથી રદ થવી જોઈએ. જો ‘સમાન ટેક્સ’ નીતિ લાગુ થશે, તો પ્રોપર્ટી માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ વધશે, ખાલી પડેલી કોમર્શિયલ મિલકતોને નવા ભાડૂઆતો મળશે અને સરવાળે શહેરના વેપાર-ઉદ્યોગના વિકાસને એક નવી જ ગતિ મળશે.


f2

👉 સમાન ટેક્સ માળખું રાજકોટના વિકાસ, રોકાણ અને રોજગારી માટે જરૂરી હોવાનો મત વ્યક્ત કરતાં રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રના ‘પાયોનીયર’ અને શહેરના અનેક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સના નિર્માતા ‘RK ગ્રુપ’ ના સર્વાનંદભાઈ સોનવાણી

👉 ઇમ્પેક્ટ: જો ટેક્સનું માળખું ‘રેન્ટલ’ કે ‘કંપની’ ના ભેદભાવ વગર માત્ર મિલકત આધારિત અને એક સમાન ગોઠવવામાં આવે, તો કોર્પોરેશનની આવક ઘટવાને બદલે ૧૦૦% વધશે અને રાજકોટ ગ્લોબલ બિઝનેસ હબ બનશે

રાજકોટ: રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રના પાયોનિયર અને શહેરના અનેક પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સના નિર્માતા RK ગ્રુપના સર્વાનંદભાઈ સોનવાણીએ કોમર્શિયલ પ્રોપર્ટી પર લાગતા ભેદભાવપૂર્ણ ટેક્સ માળખા સામે વિચારવા પ્રેરે તેવો મુદ્દો ઉઠાવ્યો છે.
તેમણે જણાવ્યું કે, કોમર્શિયલ પ્રોપર્ટી પર ટેક્સનું માળખું એક સમાન અને મિલકત આધારિત હોવું જોઈએ. ભાડુઆત વ્યક્તિગત હોય કે કંપની, ટેક્સમાં આટલો મોટો ભેદભાવ ગેરવ્યાજબી લાગે છે. રાજકોટમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ અથવા કોર્પોરેટ બ્રાન્ડ્સ માટે ૪ ગણો ટેક્સ વસૂલવામાં આવે છે, જ્યારે અન્ય શહેરોમાં મહત્તમ બમણો ટેક્સ જ હોય તે વિસંગતતા વિચાર માંગી લે છે.
સર્વાનંદભાઈએ ખાસ જણાવ્યું કે, જો રાજકોટમાં ટેક્સ માળખું સમાન કરવામાં આવે તો કોર્પોરેશનની આવક ઘટશે નહીં, પરંતુ વધશે. આ સુધારાથી મોટી કંપનીઓ રાજકોટમાં રોકાણ કરવા પ્રોત્સાહિત થશે, નવા કોમર્શિયલ પ્રોજેક્ટ્સ વિકસશે, રોજગારી વધશે અને રાજકોટ ગ્લોબલ બિઝનેસ હબ તરીકે વધુ મજબૂત બનશે. તેમણે ‘સંપત્તિ ટાઈમ્સ’ દ્વારા શરૂ કરાયેલી આ જાગૃતિ અભિયાનની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આવા મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉજાગર કરવાથી શહેરના વિકાસને નવી દિશા મળશે. તેથી જ ટેક્સેશન પોલિસીમાં સુધારા કરવા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વિચારણા કરીને જનહિતમાં નિર્ણય લેવાવો જોઈએ તેવી લોકલાગણી છે.


f3

👉 ડબલ ટેક્સને રિયલ એસ્ટેટ માર્કેટના રોકાણકારો માટે ‘રિસ્ટ્રિક્શન’ (અવરોધ) ગણાવતા રાજકોટના પ્રતિષ્ઠિત ‘શ્યામલ બિલ્ડર્સ’ના ડેવલપર અને રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના ચેરમેન અમિત ત્રાંબડિયા.

👉 ઇમ્પેક્ટ: જો કોમર્શિયલ પ્રોપર્ટીનો ટેક્સ સમાન કરી દેવામાં આવે, તો ભાડાની આવક વધશે, બેન્કો અને મલ્ટીનેશનલ કંપનીઓને રાજકોટમાં રોકાણ કરવું પોસાશે, અને નવા પ્રોજેક્ટ્સના સેલ્સમાં ઉછાળો જોવા મળશે

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા ભાડે આપેલી કોમર્શિયલ મિલકતો પર લેવાતા બમણા ટેક્સના વિરોધમાં ‘સંપત્તિ ટાઈમ્સ’ની મહા-ઝુંબેશને રાજકોટના બિલ્ડર્સ એસોસિએશનનું પણ સમર્થન મળ્યું છે. એસોસિએશનના ચેરમેન અમિત ત્રાંબડિયાએ આ અંગે પોતાનું સચોટ આર્થિક વિશ્લેષણ રજૂ કર્યું છે.
અમિત ત્રાંબડિયાના મતે, કોઈપણ કોમર્શિયલ પ્રોપર્ટીનું મૂલ્ય (Value) તેની ભાડાની આવક પરથી જ નક્કી થતું હોય છે. પરંતુ હાલમાં, મિલકત ભાડે આપતા જ કોર્પોરેશનનો ટેક્સ બમણો થઈ જાય છે. આ ‘એક્ઝોર્બિટન્ટ’ (અતિશય) ટેક્સના કારણે બેન્કો, પ્રાઇવેટ ઓફિસો કે મોટી MNCs ને પોતાનું બજેટ જાળવવું મુશ્કેલ પડે છે અને તેઓ રાજકોટ આવતા અટકી જાય છે. બીજી તરફ, રોકાણકારોને મોંઘી પ્રોપર્ટી લીધા પછી પણ બેંકના વ્યાજ જેટલું વળતર ન મળતાં તેઓ નવા પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટ કરતા ખચકાય છે, જેનાથી સીધી અસર રિયલ એસ્ટેટના સેલ્સ (વેચાણ) પર પડે છે. ભૂતકાળમાં ૧૦૦ રૂપિયાના ભાડા પર ૧૧૦ રૂપિયા ટેક્સ લેવાતો હતો, જે નોનસેન્સ નિયમ હતો અને તેમાં સુધારો થયો છે. હવે સમય આવી ગયો છે કે કોર્પોરેશનના પદાધિકારીઓ પ્રેક્ટિકલ રસ્તો કાઢીને આ ડબલ ટેક્સને સંપૂર્ણપણે ‘ડાયલ્યુટ’ કરે. જો સામાન્ય મિલકતની જેમ ભાડાની મિલકતનો ટેક્સ પણ સમાન થઈ જાય, તો માર્કેટમાં એક મોટો પોઝિટિવ બૂમ (ઉછાળો) આવશે, અને રાજકોટ સાચા અર્થમાં કોમર્શિયલ હબ બની શકશે.


f4

👉 રાજકોટના કોમર્શિયલ માર્કેટ અને ખાલી પડેલા મોલ્સને ફરી ધમધમતા કરવા ટેક્સ માળખામાં પારદર્શિતા અને ‘સિંગલ ટેક્સ’ સિસ્ટમની હિમાયત કરતાં JMJ ગ્રુપના MD મયૂરધ્વજસિંહ જાડેજા

👉 ઇમ્પેક્ટ: સમાન ટેક્સ નીતિ લાવવાથી મોટી MNCs અને બેંકો રાજકોટ તરફ આકર્ષાશે, ૪૦-૫૦% ના એગ્રીમેન્ટની પ્રથા બંધ થશે અને ખાલી પડેલા કોમર્શિયલ ઝોન ફરી જીવંત થશે

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભાડાની કોમર્શિયલ મિલકતો પર વસૂલાતા બમણા ટેક્સની નીતિ સામે ‘સંપત્તિ ટાઈમ્સ’ની મહા-ઝુંબેશને રિયલ એસ્ટેટ માર્કેટનું મજબૂત સમર્થન મળી રહ્યું છે. આ મુદ્દે રાજકોટના અગ્રણી ડેવલપર અને JMJ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર મયૂરધ્વજસિંહ જાડેજાએ પોતાનો સ્પષ્ટ અને સચોટ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
તેમના મતે, કોર્પોરેશનની આ ડબલ ટેક્સ નીતિના કારણે આજે રાજકોટના મોટાભાગના કોમર્શિયલ ઝોન્સ અને મોલ અડધા ખાલી પડ્યા છે અથવા પડી ભાંગ્યા છે. જ્યારે કોઈ મલ્ટીનેશનલ કંપની (MNC) કે મોટી જાયન્ટ કંપની રાજકોટમાં પ્રોપર્ટી લીઝ પર લેવા માંગે છે, ત્યારે તેને ડબલ ટેક્સનો સામનો કરવો પડે છે. આનાથી બચવા લોકો ‘રેવેન્યુ શેરિંગ મોડલ’ અપનાવે છે, પરંતુ તેમાં કરાર ન હોવા છતાં મિનિમમ ગેરંટી (MG) ને પણ કોર્પોરેશન ભાડાની નજરે જોઈ આકારણી કરે છે અને ડબલ પેનલ્ટી સાથે ટેક્સ વસૂલે છે, જે તદ્દન ખોટું છે. વધુમાં, આ બેવડી નીતિને લીધે રાજકોટ આખા ભારતમાં એકમાત્ર એવું શહેર છે જ્યાં કોમર્શિયલ એગ્રીમેન્ટ ૪૦% થી ૫૦% એમાઉન્ટના જ થાય છે. જો શહેરના પ્રોપર્ટી માર્કેટને બચાવવું હોય, તો આ ભેદભાવભરી ડબલ નીતિમાં તાત્કાલિક ફેરફાર આવવો ખૂબ જરૂરી છે.


f5

👉 ટેક્સનું માળખું વાસ્તવિક સુવિધાઓ પર આધારિત હોવું જોઈએ તેવો મત વ્યક્ત કરતાં રાજકોટના કોમર્શિયલ ડેવલપમેન્ટમાં સીમાચિહ્નરૂપ યોગદાન આપનાર ‘ક્રિસ્ટલ ગ્રુપ’ના ચેરમેન અને MD બાકીર ગાંધી

👉 ઇમ્પેક્ટ: રાજકોટ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી આ ‘ડબલ ટેક્સેશન’ની વિસંગતતા દૂર કરી એક સમાન અને વ્યાજબી ટેક્સ નીતિ લાગુ થવાથી રિયલ એસ્ટેટ માર્કેટ વધુ તાર્કિક બનશે અને રોકાણકારોનો વિશ્વાસ વધશે

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા ભાડે આપેલી કોમર્શિયલ મિલકતો પર લેવાતા બમણા ટેક્સના વિરોધમાં ‘સંપત્તિ ટાઈમ્સ’ની ઝુંબેશને રાજકોટના અગ્રણી ડેવલપર અને ક્રિસ્ટલ ગ્રુપના ચેરમેન અને MD બાકીર ગાંધીએ પોતાનું મજબૂત અને તાર્કિક સમર્થન આપ્યું છે.
તેમના સ્પષ્ટ મતે, મિલકતનો ઉપયોગ માલિક પોતે કરે કે પછી કોઈ ભાડુઆત, કોર્પોરેશન દ્વારા પૂરી પડાતી પાણી, ડ્રેનેજ કે લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓમાં કોઈ જ ફેરફાર થતો નથી. જ્યારે વપરાશ કે સુવિધાઓમાં કોઈ જ વધારો થતો નથી, તો પછી માત્ર ભાડે આપવાના કારણે ટેક્સ બમણો કરી દેવો તે તદ્દન તર્કહીન છે. બીપીએમસી (BPMC) એક્ટ મુજબ હાઉસ ટેક્સ એ મિલકતના બાંધકામ અને માળખા પર આધારિત હોવો જોઈએ.
વધુમાં તેમણે એક અત્યંત સચોટ મુદ્દો ઉઠાવ્યો છે કે, ટેક્સની આકારણી મિલકતની વાસ્તવિક જંત્રી, બાંધકામનું વર્ષ અને પૂરી પડાતી સુવિધાઓના પ્રમાણમાં જ હોવી જોઈએ. જ્યાં કોર્પોરેશનની પૂરતી સુવિધાઓ જ ઉપલબ્ધ નથી, ત્યાં ટેક્સના દરો સ્વાભાવિક રીતે જ ઓછા હોવા જોઈએ. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં આ ‘ડબલ ટેક્સેશન’ની વિસંગતતા દૂર કરી એક સમાન અને વ્યાજબી ટેક્સ નીતિ લાગુ કરવી હવે સમયની માંગ છે.


f6

👉 “કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને ડબલ ટેક્સમાંથી રાહત મળવી જોઈએ” તેવું રાજકોટના જાણીતા ‘શ્રીશ ડિઝાઇન સ્ટુડિયો’ ના ફાઉન્ડર અને સિનિયર ઇન્ટિરિયર ડિઝાઇનર હરેશ પરસાણાનું મંતવ્ય

👉 અત્યંત સચોટ તર્ક: મિલકતધારકો સરકારના નિયમ મુજબ ઇન્કમટેક્સ અને જીએસટી ભરતાં હોય તો પછી બેવડા ટેક્સનો બોજ તદ્દન ગેરવ્યાજબી હોવાનો તેમજ આ ડબલ ટેક્સેશન નીતિ રદ થવી જોઈએ તેવો લોકમત પ્રવર્તે છે

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા ભાડે આપેલી મિલકતો પર લેવાતા બમણા ટેક્સની નીતિ સામે ‘સંપત્તિ ટાઈમ્સ’ની મહા-ઝુંબેશને રિયલ એસ્ટેટ નિષ્ણાતોનું મજબૂત સમર્થન મળી રહ્યું છે. રાજકોટના સિનિયર ઇન્ટિરિયર ડિઝાઇનર હરેશ પરસાણાએ આ મુદ્દાને આવકારતા જણાવ્યું હતું કે, માર્કેટના હિતમાં ‘સંપત્તિ ટાઈમ્સ’ દ્વારા શરૂ કરાયેલું આ અભિયાન ખૂબ જ સરાહનીય અને આવકારદાયક છે.
હરેશ પરસાણાએ અત્યંત સચોટ તર્ક રજૂ કરતા પ્રશ્ન ઉઠાવ્યો છે કે, કોર્પોરેશન દ્વારા ભાડાની કોમર્શિયલ પ્રોપર્ટી પર ડબલ ટેક્સ વસુલવાની નીતિ શા માટે અમલી છે તે અંગે અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ સ્પષ્ટતા કરવી ઘટે. કોઈપણ નાગરિક પોતાની મહેનતની કમાણીથી મિલકત ખરીદે છે અને તેને ભાડે આપીને આવક ઊભી કરે છે. આ આવક પર તેઓ સરકારના નિયમ મુજબ ઇન્કમટેક્સ અને જીએસટી ભરતાં હોય તો પછી બેવડા ટેક્સનો બોજ શા માટે સહન કરવો પડે તેવી લોકલાગણી પ્રવર્તે છે. સૌથી મોટો મુદ્દો એ ચર્ચાઇ રહ્યો છે કે ભાડે આપેલી મિલકતોને કોર્પોરેશન દ્વારા કોઈ વિશેષ સુવિધા કે ફેસિલિટી આપવામાં આવતી આવતી હોય અને ડબલ ટેક્સ લે, તો હજુ પણ થોડું સમજી શકાય. પરંતુ વાસ્તવિકતામાં આવું કંઈ જ ન હોવાથી, આ ડબલ ટેક્સેશન તદ્દન ગેરવ્યાજબી છે. સરકારે અને કોર્પોરેશને આ બાબતે ચોક્કસપણે વિચારવું જ જોઈએ અને ટેક્સ ઘટાડીને સમાન નીતિ લાગુ કરવી જોઈએ.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *