Sampatti Times Real Estate Newspaper

Advertisement

રતનપર, હડાળા, વિજયનગર ડેવલોપમેન્ટમાં શ્રેષ્ઠ, રોકાણમાં બેસ્ટ

Ratanpar, Hadala, Vijayanagar best in development, best in investment

👉 રાજકોટથી નજીક ઓછા બજેટમાં વધુ વળતર આપતા રોકાણ માટે સૌથી વધુ અવકાશ બીજે કયાંય નહીં:
આશિષભાઇ શાહ (રત્નમ્ બિલ્ડર્સ)

👉 મોરબી રોડ પરના રતનપર, હડાળા, વિજયનગરમાં સિટી બસ સેવા ઉપલબ્ધ હોવાથી પરિવહનમાં કોઇ મુશ્કેલી નહીં

👉 બજેટ નાનું છે પણ જેને ટેનામેન્ટ જ લેવું છે તેના માટે આ વિસ્તાર જ શ્રેષ્ઠ વિકલ્પ: અસામાન્ય વિકાસ થકી આ વિસ્તાર રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો

રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. શહેરના વિકાસમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનું યોગદાન નોંધપાત્ર છે. રાજકોટ આજે ચારેય દિશાઓમાં આગળ વધી રહ્યું છે. રાજકોટમાં હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણમાં પણ સારો એવો અવકાશ છે. શહેરમાં હાલમાં રિયલ એસ્ટેટમાં રોકાણ માટે રાજકોટનો શ્રેષ્ઠ લોકેશન કોઇ હોય તો એ મોરબી રોડ પરના રતનપર, હડાળા અને વિજયનગર છે. આ વિસ્તારમાં જે રીતે ડેવલોપમેન્ટે ગતિ પકડી છે તે જોતા તે રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

શહેરના મોરબી રોડ પર રતનપર, હડાળા અને વિજયનગરમાં વિકાસની ગાડી પૂરપાટ ઝડપે દોડી રહી છે. શહેરના જાણીતા ડેવલોપર રત્નમ્ પ્રા.લી.ના આશિષભાઇ શાહ જણાવે છે કે, મોરબી હાઇવે પર રતનપર, વિજયનગર, હડાળામાં જમીનના ભાવ ઓછા હોવાથી હાલ અહીં ડેવલોપમેન્ટનો સ્કોપ વધુ છે. આગામી સમયમાં આ વિસ્તાર રોકાણકારો માટે પહેલી પસંદ બની રહેશે, અહીં ડેવલોપમેન્ટની સાથે વેચાણ વધુ, બાંધકામ વધુ છે. તેમાં પણ વિવિધતા જોવા મળે છે. સાથોસાથ અહીં સિટી બસ સેવા પણ ઉપલબ્ધ હોય પરિવહન ખૂબ જ સરળ છે.

અહીં એક તરફ રહેણાંક વિસ્તાર સતત વધી રહ્યો છે તો સાથોસાથ આસપાસ નવું શૈક્ષણિક હબ ઉભું થઈ રહ્યું છે. આ જ વિસ્તારમાં મારવાડી યુનિવર્સિટી, દર્શન કોલેજ આશીર્વાદ, ગુરુકુળ ક્ધયા વિદ્યાલય સહિતની શૈક્ષણિક સંસ્થાઓના લીધે આ વિસ્તાર શૈક્ષણિક હબ તરીકે ઉભરી રહ્યો છે. જેના થકી અહીં વિકાસની સંભાવનાઓ વધુ છે.

રતનપર હડાળા અને વિજયનગર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ પણ સમાંતર રીતે ચાલી રહ્યું છે. ઇન્સ્ટ્રીયલ ડેવલોપમેન્ટની સાનુકુળ અસર પણ દેખાઇ રહી છે. ઇન્ડ્રીઝમાં કામ કરનાર એક મોટો વર્ગ આસપાસના વિસ્તારમાં જ મકાન પસંદ કરે તે વાત સ્વાભાવિક છે જેના લીધે અહીં આગામી સમયમાં ડેવલોપમેન્ટમાં સતત વધારો થશે.

આશીષભાઇ વધુમાં કહે છે કે, આખા રાજકોટની ટેરીટરીમાં રોકાણ સાથે રહેણાંક વિસ્તાર શ્રેષ્ઠ હોય તો તે રતનપર, હડાળા, વિજયનગર છે. રાજકોટમાં એક ચોક્કસ વર્ગ એવો છે જેમનું બજેટ ઓછું છે. પરંતુ ફલેટમાં રહેવું તેમને પસંદ નથી. આવા વર્ગ માટે આ વિસ્તાર શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં ઓછા બજેટમાં પ્લોટ મળતા હોવાથી બજેટ નાનુ હોય તો પણ તમે ટેનામેન્ટ બનાવી શકો છો. રતનપર સુધી સિટી બસ સેવા ઉપલબ્ધ છે. જેના લીધે પરિવહનને લઇને પણ કોઇ સમસ્યા નથી. જીવન જરૂરી દરેક વસ્તુ અહીંથી સરળતાથી મળી રહે છે. હાઉસિંગ ડેવલોપમેન્ટ માટે પાણી એ સૌથી મહત્વની બાબત રહે છે. અહીં એ પણ કોઇ સમસ્યા નથી. આ સમગ્ર વિસ્તારમાં પાણીના તળ સારા હોવાથી પાણીની કોઇ સમસ્યા નથી. આ ઉપરાંત આ વિસ્તાર એજયુકેશન હબના લીધે રોકાણકારોને ફાયદો થાય છે. જે રીતે મોરબી અને રાજકોટ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે. તે જોતા એ કહેવું જરાપણ અતિશયોકિતભર્યું નથી કે, કદાચ મોરબી રાજકોટ વચ્ચે રતનપર, હડાળા અને વિજયનગર જંકશન પોઇન્ટ બની શકે.

👉 બીન ખેતી કરાવવા કરતા પ્લોટ સસ્તા


મોરબી રોડ પરના રતનપર, હડાળા અને વિજયનગરમાં હાલમાં પરવડે તેવા ભાવમાં પ્લોટમાં મળી રહ્યા છે. જેનો સરળ શબ્દોમાં સમજવુ હોય તે એ રીતે સમજી શકાય છે. ખેતર લઇ બીન ખેતી કરાવવા જે ખર્ચ થાય તેના કરતા અહીં સસ્તા ભાવે પ્લોટ મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *