👉 જમીનના આકર્ષક ભાવ અને વિકાસની સ્પષ્ટ દિશા રોકાણકારો માટે અનેરૂ આકર્ષણ
👉 શૈક્ષણિક હબ અને પરિવહન સુવિધાઓ, રેસિડેન્શીયલ, ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ આ તમામ બાબતો થકી આ વિસ્તાર રોકાણકારોની પહેલી પસંદ
👉 શહેરના અગ્રણી બિલ્ડર, એસ્ટેટ એજન્ટ,પ્રોપર્ટી કન્સલ્ટન્ટે એક સુરે કહ્યું ઓછા રોકાણમાં શ્રેષ્ઠ વળતર માટે આ વિસ્તાર બેસ્ટ
રાજકોટ શહેર આજે ઝડપભેર વિકાસ પામતું શહેર છે, જ્યાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન જોવા મળે છે. શહેર ચારેય દિશામાં વિસ્તરી રહ્યું છે અને રોકાણકારો માટે નવી તકો ઊભી થઈ રહી છે. મોરબી રોડ પર સ્થિત રતનપર, હડાળા અને વિજયનગર હવે રિયલ એસ્ટેટ રોકાણ માટેના હોટસ્પોટ તરીકે ઉભરી રહ્યાં છે.રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા બિલ્ડર, ડેવલોપર અને એસ્ટેજ એજન્ટ,પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એક સુરે કહે છે કે, ઓછા બજેટમાં મોટું વળતર માટે હાલ રાજકોટમાં કોઇ શ્રેષ્ઠ લોકેશન હોય તો તે આ વિસ્તાર છે.
સંપત્તિ ટાઇમ્સે આ બાબતે શહેરના રિયલ એસ્ટેટના અગ્રણી અને નિષ્ણાંતો સાથે વાત કરતા તેમણે અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, મોરબી હાઈવે પર આવેલા આ વિસ્તારોમાં હાલ જમીનના ભાવ અન્ય વિસ્તારોની તુલનાએ ઓછા છે. અહીં ડેવલોપેમન્ટ ઝડપથી થઇ રહ્યું છે. વેચાણ અને બાંધકામમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં વિવિધ પ્રકારના રહેણાંક પ્રોજેકટ્સ જોવા મળે છે. ઓછા બજેટવાળા માટે પ્લોટ પર ટેનામેન્ટ બનાવવું શક્ય બનતું હોવાથી, મધ્યમ વર્ગ માટે આ વિસ્તાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
મારવાડી યુનિવર્સિટી, દર્શન કોલેજ, અર્પિત કોલેજ, આશીર્વાદ તથા ગુરુકુળ ક્ધયા વિદ્યાલય જેવી શૈક્ષણિક સંસ્થાઓના કારણે આ વિસ્તાર હવે એજ્યુકેશન હબ તરીકે વિકસે છે. સિટી બસ સેવા જેવી પરિવહન સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ હોવાથી આવનજાવનમાં સરળતા રહે છે. પાણી જેવી મૂળભૂત જરૂરિયાત પણ અહીં સરળતાથી પૂરી થાય છે. આ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ માટે પણ જાણીતો બનતો જઈ રહ્યો છે. પરિણામે, કારખાનાઓમાં કામ કરતા લોકો અહીં વસવાટ માટે મકાન પસંદ કરે છે, જેના કારણે આવનારા સમયમાં અહીં ડેવલોપમેન્ટની વધુ તીવ્રતા જોવા મળશે. સ્પષ્ટ છે કે રતનપર, હડાળા અને વિજયનગર વચ્ચેનો વિસ્તાર ભવિષ્યમાં મોરબી-રાજકોટનું જંકશન પોઇન્ટ બની શકે છે.

રાજકોટ હવે મોરબી રોડ તરફ વિકાસ કરી રહ્યું છે: મધુભાઇ રાચ્છ
👉 માર્કેટિંગ યાર્ડ તેમજ હાઇવેની બંને બાજુ મોરબી સુધી ઇન્સ્ટ્રીઝનો વિકાસ જોવા મળે છે
👉 કાલાવડ- ગોંડલ અને જામનગર રોડના જમીનના ભાવની પેરીટીની સરખામણીએ અહીં ભાવ ખૂબ નીચો જે રોકાણકારોને આકર્ષે છે
રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ મધુભાઇ રાચ્છ જણાવે છે કે, કોઇપણ શહેરનો વિકાસ ફકત એક દિશામાં અને એકસાથે પણ થતો નથી. સમયાંતરે અલગ અલગ દિશાઓમાં અલગ અલગ તબક્કાઓમાં વિકાસ થાય છે. આ જ શહેરના વિકાસની સાચી ઓળખ છે.
મોરબી રોડ પર માર્કેટિંગ યાર્ડ તેમજ હાઇવેની બંને બાજુ મોરબી સુધી ઇન્સ્ટ્રીઝનો વિકાસ જોવા મળે છે. કાલાવડ રોડ- ગોંડલ રોડ અને જામનગર રોડના જમીનના ભાવની સરખામણીએ મોરબી રોડ બાજુની જમીનનો ભાવ નીચો હોવાથી તે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં ડેવલોપમેંન્ટ ઝડપથી થઇ રહ્યું છે. આવનારા સમયમાં આ વિસ્તારમાં શહેરના કેટલાક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પણ આકાર લે તેવી સંભાવના જણાઇ રહી છે. રિયલ એસ્ટેટ ના વિકાસ માટેના પરિબળો જોતા આ રોડ હાલમાં વિકસિત વિસ્તારની દરેક જરૂરીયાત પર ખરો ઉતરી રહ્યો છે. હાલમાં રાજકોટ મોરબી રોડ તરફ વિકાસ કરી રહ્યું છે – તે કહેવું જરાપણ અતિશયોક્તિભર્યું નહીં ગણાય.

રતનપર,હડાળા,વિજયનગર જે બજેટમાં જોઈએ તેવો પ્લોટ મળી રહે : નિરવભાઇ શાહ
👉 અહીં પ્લોટીંગ ઇઝી અને સસ્તુ હોવાથી ટેનામેન્ટ બજેટમાં મળી રહે છે
👉 નાના બજેટમાં મોટું વળતર મેળવવા માટે લોકેશન બેસ્ટ છે
યશ્ર્વી પ્રોપર્ટીના નિરવભાઇ શાહ જણાવે છે કે, મોરબી રોડ પર રતનપર હડાળા અને વિજયનગર હાલ રાજકોટમાં રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. નાના બજેટમાં મોટું વળતર મેળવવા માટે લોકેશન બેસ્ટ છે. અહીં ટેનામેન્ટ બનાવવા માટે નાના બજેટમાં સરળતાથી પ્લોટ મળી રહે છે. જેથી આ વિસ્તારમાં રહેવા આવનારની સંખ્યા સતત વધી રહી છે. મોરબી રોડ તરફ રાજકોટને વિકાસની નવી દિશા મળી છે. અહીં ઇન્ડસ્ટ્રીયલ અને કોલ્ડ સ્ટોરેજ, ટેનામેન્ટ માટે પ્લોટીંગ મળી રહે છે. એ પણ નાના બજેટમાં.
આ વિસ્તાર શૈક્ષણિક હબ તરીકે ઉભરી રહ્યો છે. આસપાસ મારવાડી યુનિવર્સિટી,દર્શન કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થાના હોવાથી પણ રતનપર, હડાળા અને વિજયનગરમાં ડેવલોપમેન્ટ ઝડપથી થઇ રહ્યું છે. અહીં વિસ્તારમાં સૌથી ધ્યાન ખેંચનારી કોઇ બાબત હોય તો એ છે કે અહીં જેનું જેટલું બજેટ એ પ્રકારના પ્લોટ મળી રહે છે. જેથી નાના રોકાણકાર હોય કે મોટા રોકાણકાર જેને જે પ્રકારનો પ્લોટ જોઇએ તે આસાનીથી મળી રહે છે.

મધ્યમ વર્ગ માટે ઘરના ઘરનું સ્વપ્ન અહીં સાકાર થશે: અમિતભાઇ અનડકટ
👉 આ વિસ્તાર રહેવા અને રોકાણ બંને માટે બેસ્ટ છે
👉 રતનપર, હડાળા, વિજયનગરમાં મધ્યમવર્ગના લોકો પણ પ્લોટ અથવા ટેનામેન્ટ ખરીદી શકે છે
કિશોર એસ્ટેટના અમિતભાઇ અનડકટ જણાવે છે કે, મોરબી રોડ પરના રતનપર હડાળા, વિજયનગર રોકાણ માટે શા માટે શ્રેષ્ઠ છે તેના પાછળ અનેક કારણો છે. અહીં મધ્યમવર્ગના લોકો પણ પ્લોટ અથવા ટેનામેન્ટ ખરીદી શકે છે. અહીં અર્પિત કોલેજ, દર્શન કોલેજ, મારવાડી કોલેજ સહિતની શૈક્ષણિક સંસ્થા હોવાથી આ વિસ્તાર એજ્યુકેશન હબ તરીકે પણ ઉભરી રહ્યો છે. કોઇ વિસ્તારના ડેવલોપમેન્ટ માટે અતિ આવશ્યક હોય છે અહીં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અહીં ટ્રાન્સપોર્ટેશન પણ ઇઝી છે. રતનપર સુધી સિટી બસ સેવાની સુવિધા ઉપલબ્ધ છે.
નાના બજેટમાં ઘરનું ઘર બનાવવાના સ્વપ્ન જોનાર લોકોનું સ્વપ્ન અહીં સાકાર થાય છે. અહીં બજેટમાં મકાન મળી રહે છે. આ વિસ્તાર જેમને રહેવા માટે ઘર જોઇએ કે પછી જેમને ભવિષ્યને ધ્યાનમાં રાખી રોકાણ કરવું છે આ બંને માટે આ વિસ્તાર બેસ્ટ છે. અહીં ભવિષ્ય ખુબ જ ઉજળું છે.

રાજકોટથી તદ્દન નજીક રોકણ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ: ભાવેશભાઇ વાઘેલા
👉 સસ્તા પ્લોટીંગ અને ટાઇટલ કલીયરીંગ પ્લોટીંગ પણ મહત્વનું આકર્ષણ
👉 રતનપર,હડાળા અને વિજયનગરના વિકાસ માટે શૈક્ષણિક ઝોન તથા માર્કેટીંગ યાર્ડ નજીક હોવા ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ ઝોન પણ મહત્વનું પરિબળ
પ્રકાશ એસ્ટેટના ભાવેશભાઇ વાઘેલા જણાવે છે કે, રાજકોટના મોરબી રોડ રતનપર, હડાળા, વિજયનગરમાં હાલના સમયમાં રાજકોટથી તદ્દન નજીક રોકાણ માટે ખુબજ સોનેરી તક છે.આ વિસ્તાર રોકાણ માટે શા માટે શ્રેષ્ઠ છે તે અંગેના કારણો આપતા ભાવેશભાઇ જણાવે છે કે, શૈક્ષણિક ઝોન તથા માર્કેટીંગ યાર્ડ નજીક હોવા ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝ ઝોન પણ મહત્વનું પરિબળ છે.
તદ્ઉપરાંત અતિ વિકસિત વિસ્તારમાં રહેણાંક સોસાયટી પણ ઘણી બધી છે. આ સિવાય એઈમ્સથી લાગુ પડતો 300 ફૂટ રિંગરોડ ગૌરીદળથી નીકળે છે. રોકાણ માટે સસ્તા પ્લોટીંગ અહીં સિવાય કયાંય નથી. એ પણ ટાઇટલ કલિયર પ્લોટીંગ. આ વાત દર્શાવે છે કે હાલના સમયમાં રતનપર, હડાળા અને વિજયનગર રાજકોટમાં રોકાણ માટે અને રહેવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

ઓછા રોકાણમા વધુ વળતર આપનાર રોડ એટલે મોરબી રોડ: શકિતસિંહ પી. ઝાલા
👉 ડેવલોપમેન્ટ અને રોકાણ માટે હાલમાં બેસ્ટ લોકેશન એટલે રતનપર,હડાળા વિજયનગર
👉 સારૂ એવું વળતર મળતું હોય આ વિસ્તાર બિલ્ડર અને ઇન્વેસ્ટરોની પ્રથમ પસંદગી બન્યો
સિધ્ધિ વિનાયક પ્રોપર્ટીના શકિતસિંહ પી. ઝાલા જણાવે છે કે, રાજકોટમાં અન્ય સ્થળ પર રોકાણની સ્થિતિ એવી છે કે, 1 કરોડ રૂપીયા રોકી 10 લાખ મળે છે જયારે મોરબી રોડ પર 1 કરોડના રોકાણ ઉપર 15 લાખ મળે. ઓછા રોકાણમાં વધારે નફો દેતું લોકેશન એટલે રતનપર, હડાળા વિજયનગર છે. કારણ કે અહીં નાના વ્યકિતને પરવડે તેવા ભાવ છે.આજે જે ભાવે રોકાણ કરશો તે પાંચ વર્ષમાં ડબલ થવાની પુરેપુરી શકયતા છે. અહીં 3 થી 12 હજારમાં વારના ભાવે પ્લોટ મળે છે. ઇન્વેસ્ટ માટે કાલાવાડ રોડ કરતા વધુ વળતર આ વિસ્તારમાં મળે છે.
નાના-મોટા દરેક રોકાણકારોને રોકાણમાં સારૂ એવું વળતર ટુંકા ગાળામાં આપનાર માત્ર એક જ રોડ એટલે મોરબી રોડ. રાજકોટથી તદ્દન નજીક રતનપર, હડાળા, વિજયનગરમાં પ્લોટ ખેતીમાં ટુંકા સમયમાં જ સારૂ એવું વળતર મળતું હોય આ વિસ્તાર બિલ્ડર અને ઇન્વેસ્ટરોની પ્રથમ પસંદગી બન્યો છે.

સોના-ચાંદીમાં રોકાણ કરવા કરતા મોરબી રોડ પર રોકાણ કરવું વધુ સારૂ: જગદીશભાઇ સાંઇ
👉 અહીં રોકાણ કરવાથી ભવિષ્યમાં અપેક્ષા કરતાં પણ સારું વળતર મેળવવાની સંભાવનાઓ
👉 રતનપર, હડાળા અને વિજયનગરમાં હાલમાં પ્લોટીંગ 2000 થી લઈ 10,000 થી 12,000 માં મળી રહે છે
સત્યમ એસ્ટેટ એજન્સીના જગદીશભાઈ સાંઈ જણાવે છે કે, નાના ઇન્વેસ્ટરોને સોના તથા ચાંદીમાં રોકાણ કરવું ખૂબ જ મોંઘું થયું છે. આવા રોકાણકારો માટે ઉત્તમ તક એવા રાજકોટના રતનપર, હડાળા, વિજયનગરમાં મળી રહી છે. અહીં હાલ વિકાસ ખુબ જ ઝડપથી થઇ રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ હોય રેસીડેન્સીયલ હોય કે પછી કોમર્શિયલ હોય હાલના તબક્કે અહીં નાના ઇન્વેસ્ટરોને ભવિષ્યને ધ્યાનમાં રાખી રોકાણ કરવા માટેની ઉત્તમ અને સોનેરી તક અહીં મળી રહી છે.
રતનપર, હડાળા અને વિજયનગરમાં હાલમાં પ્લોટીંગ 2000 થી લઈ 10,000 થી 12,000 માં મળી રહે છે. રાજકોટના કયાંય પણ આટલા નીચા ભાવમાં જમીન ના મળી શકે અત્યારે અહીં રોકાણ કરી ભવિષ્ય બનાવવાની સુવર્ણ તક છે. જે લોકો બજેટના લીધે જમીનમાં રોકાણ ન કરી શકતા હોય તેના માટે અહીં રોકાણ કરવાની ઉત્તમ તક છે. અહીં રોકાણ કરવાથી ભવિષ્યમાં અપેક્ષા કરતાં પણ સારું વળતર મેળવવાની સંભાવનાઓ છે. જેથી આ વિસ્તાર હાલમાં રોકાણ માટે રાજકોટનો શ્રેષ્ઠ વિસ્તાર બની રહ્યો છે તે કહેવું જરાપણ અતિશયોક્તિ ભર્યું નહીં ગણાય.

રાજકોટની ચારેય દિશામાં મોરબી રોડ જેટલા સસ્તા પ્લોટ કયાંય નહીં: આશિષભાઇ રાજદેવ
👉 અહીં મકાન લેવામાં આસપાસના નગર અને શહેરમાંથી આવનાર વર્ગ પણ ખુબ મોટો
👉 મોરબી રોડ વિજયનગર સર્વેમાં જે નવા એઇમ્સના 150 ફૂટ, 300 ફૂટના રોડ મંજુર થયા તેના લીધે ડેવલોપમેન્ટ ઝડપથી વધ્યુ
ગુરૂકૃપા એસ્ટેટના આશિષભાઇ રાજદેવ જણાવે છે કે, મોરબી રોડ વિજયનગર સર્વેમાં જે નવા એઇમ્સના 150 ફૂટ, 300 ફૂટના રોડ મંજુર થયા છે. તેના લીધે અહીં ડેવલોપમેન્ટ ઝડપથી થઇ રહ્યું છે. મોરબી રોડ પરના રતનપર, હડાળા, વિજયનગરમાં માત્ર રાજકોટ જ નહીં આસપાસના નાના નગરો અને શહેરમાંથી આવનાર લોકો પણ ઘર લઈ રહ્યા છે. જેના કારણે આ વિસ્તારનું ડેવલપમેન્ટ અસામાન્ય ગતિથી આગળ વધી રહ્યું છે. હાલમાં રાજકોટમાં ચારેય દિશાઓમાં સર્વે કરવામાં આવે તો મોરબી રોડ પરના આ વિસ્તાર જેટલા નીચા ભાવમાં ક્યાંય પ્લોટીંગ મળતું નથી. જેના કારણે આ વિસ્તાર રોકાણકારોને આકર્ષી રહ્યો છે. રોકાણ કરવા માટે આ વિસ્તાર રાજકોટનો શ્રેષ્ઠ વિસ્તાર છે. અહીં રોકાણ પર જે વળતર મળે છે અથવા મળવાની સંભાવના છે તે શહેરના અન્ય કોઈપણ વિસ્તારમાં નથી. માટે જ મોરબી રોડ પરનું રતનપર, હડાળા અને વિજયનગર હાલમાં રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે.

મોરબી રોડ પર રોકાણ પર સારા વળતરના ઉજળા સંજોગો: ઉત્તમભાઇ વેકરીયા
👉 અહીં ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્સી બંનેમાં વધારો થવાની સંભાવના
👉 રતનપર,હડાળા અને વિજયનગરમાં ફલેટના ભાવમાં ટેનામેન્ટ મળી જાય છે.સ્કુલ, કોલેજ, બધુ નજીક
રતનપર,હડાળા, વિજયનગર રોકાણ માટે શ્રેષ્ઠ શા માટે છે તેના કારણો આપતા દેવ રીયલ્ટીના ઉત્તમભાઇ વેકરીયા જણાવે છે કે, રાજકોટથી સાવ નજીક, ટ્રાન્સપોર્ટેશન સુવ્યવસ્થિત, અહીં હાલમાં મોટા પ્રમાણમાં રેસીડેન્સી છે જેના થકી ડેવલોપમેન્ટ થઇ ચૂકયુ છે. ફલેટના ભાવમાં ટેનામેન્ટ મળી જાય છે.સ્કુલ, કોલેજ, બધુ નજીક છે. રાજકોટ આવનજાનવ માટે ટ્રાફિક નડતો નથી.
ઉત્તમભાઇ વધુમાં જણાવે છે કે,ભવિષ્યના વિકાસની વાત કરીએ તો કાલાવડ રોડ અને મવડી રોડની સાપેક્ષમાં મોરબી રોડ પર ભાવ ઓછા હોવાના લીધે આ વિસ્તારમાં રોકાણ અને તેના પર સારા વળતરની શકયતા ખુબ વધુ રહેલી છે. જે બાબત રોકાણ માટે ઉજળા સંજોગો દર્શાવે છે. અહીં ડેવલોપમેન્ટ ખુબ જ ઝડપી છે.મારવાડી યુનિવર્સિટી,દર્શન કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓના લીધે અહીં ડેવલોપમેન્ટ ઝડપી બન્યું છે. નવુ માર્કેટિંગ યાર્ડ આવવાના કારણે કોલ્ડ સ્ટોરેજ વગેરે ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ થકી પણ આ વિસ્તારમાં ડેવલોમેન્ટના સ્કોપ વધુ રહે છે. અહીં ભવિષ્યમાં ઇન્ડસ્ટીયલ અને રેસિડેન્સી બંનેમાં વધારો થવાની સંભાવના,એરિયામાં પાણીના સારા સ્ત્રોત, બીજા બધા રોડ કરતા ભાવ નીચા હોવાથી આ વિસ્તારમાં ડેવલોપેમન્ટની સંભાવના વધુ હોવાથી આ વિસ્તાર રોકાણકારોને આકર્ષી રહ્યો છે.












Leave a Reply