👉 વડાપ્રધાનની સ્વદેશી ઝુંબેશને સૌથી ઉજ્જ્વળ પ્રતિસાદ રાજકોટ આપી શકશે
ભારત સરકાર તરફથી દેશમાં સ્વદેશી ધોરણે ઉત્પાદનોને વળાંક આપવા અને જનસમુદાયને સ્વદેશી ઉત્પાદનો ખરીદવા માટે ખાસ ઝુંબેશ ચાલી રહી છે. આપણા ખરા અર્થમાં લોકલાડીલા વડાપ્રધાનનું આ વિઝન છે કે ભારત જેવો વિરાટ દેશ બીજા દેશો પર અવલંબિત ન રહી શકે. વડાપ્રધાને સ્વનિર્ભર ભારત કેમ્પેઈન અંતર્ગત કહ્યુ છે કે શિપ થી ચિપ સુધી બધું જ ભારતમાં જ નિર્માણ થશે. સેમિકન્ડક્ટર ચિપ્સના ઉત્પાદનને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે ત્યારે રાજકોટના બાંધકામ જગતનું સાર્વત્રિક કોમર્શિયલ નિર્માણ એ ચિપ્સના ઉત્પાદન માટે સર્વશ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડી શકે તેમ છે. એનું પ્રમુખ કારણ એ છે કે છેલ્લા પાંચ દાયકાથી રાજકોટ પોતાની રીતે એન્જિનિયરિંગ ક્ષેત્રમાં તો નિરંતર આગેકૂચ કરી રહ્યું છે. જેને ટેકનિકલ સમજણ કહેવાય એ તો રાજકોટના નાનામાં નાના કારીગરમાં ભરપૂર છે.
આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા કૃત્રિમ બુદ્ધિપત્રાના અને ઈલેક્ટ્રીક વાહનોના સમયમાં નાના કદની પણ પ્રચંડ શક્તિ ધરાવતી ચિપ્સની મોટા પાયે જરૂર પડવાની છે. ચિપ્સના નિર્માણ માટે શ્રેષ્ઠ દિમાગ ધરાવતા ચિપ્સ ડિઝાઇનરો, એન્જિનિયરો, કુશળ વર્કફોર્સ અને તે બધા માટે નાણાંની જરૂર પડે,ભારત સરકાર તેમાં આગળ વધી રહી ત્યાં જ અમેરિકન ટેરિફની આફત આવી. ટ્રમ્પ વિપદાને કારણે ભારત અને ચીન હવે નજીક આવી ગયા છે. હવે ચીને ભારતને વિવિધ બાવીસ અર્થ મટીરિયલ્સ ની સપ્લાય ચાલુ કરી દીધી છે.
ગઈ પંદરમી ઓગસ્ટએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાલ કિલ્લા પરથી જય ધોસ કર્યો હતો કે ભારત ચિપ્સનું નિર્માણ કરીને બજારમાં મૂકશે. આજના સમયમાં ચિપ્સ નિર્માણની શક્તિ, શસ્ત્રોની શક્તિ કરતાં પણ વધુ શાંતિમય તાકાત બની શકે છે. આપણી આસપાસ જે કંઈ ઇલેક્ટ્રોનિકસ અને ડિજિટલ ઉપકરણો જોવા મળે છે તે તમામ સેમિકન્ડક્ટર ચિપ્સ ગોઠવાયેલી હોય છે. પછી તે મોબાઈલ ફોન, કેમેરા, સીસીટીવી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, તબીબી સાધનો, કોમ્પ્યુટરો કે કંઈ પણ હોય ચિપ્સ તેનો આત્મા અથવા મગજ છે.
રાજકોટ પાસે બહુ જ મોટો વર્કફોર્સ છે. ઉપરાંત જે કામદારો છે તે સ્કિલ્ડ કામદારો છે જેની આજે તો દુનિયાભરમાં તંગી છે. ખરેખર તો સ્કિલ્ડ કામદારો એ રાજકોટની સૌથી વિરાટ જાહેર સંપદા અને ખાનગી મૂડી છે. વર્ષોથી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં વિવિધ ઉત્પાદનો સાથે સંકળાયેલા આ કારીગરો વિવિધ એટલી બધી ટેકનિકલ ખૂબીઓ જાણતા હોય છે કે જો ખરેખર જ રાજકોટમાં સેમિકન્ડક્ટર ચિપ્સ નું ઉત્પાદન જોર પકડે તો જોતજોતાંમાં આખો દેશ અચંબામાં પડી જાય.
રાજકોટ પાસે વિશાળ જૂની અને નવી ઇન્ડસ્ટ્રીયલ સાઇટો છે.એક માત્ર આર.કે.ગ્રુપની વાત કરીએ તો અમે આજ સુધીમાં પચીસ જેટલી ઇન્ડસ્ટ્રીયલ સાઈટસ્ વિકસાવી છે જેમાંથી મોટાભાગની સાઈટસ્ સંપૂર્ણ રીતે ઔદ્યોગિક અને લોજિસ્ટિક પ્રવૃત્તિઓથી ધમધમે છે.
રાજકોટ આર.કે.ગ્રુપ દ્વારા જે વિવિધ ઇન્ડસ્ટ્રીયલ સાઈટસ્ ડેવલપ કરવામાં આવી છે તે તમામમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન શક્ય છે. પરંતુ હવે અગાઉની કોઈ સાઈટસ્ માં પ્લોટ મળી શકે નહિ. પરંતુ હાલ કાલાવડ રોડ,નારણકા રોડ તથા પડધરી અને કુવાડવા રોડ તથા ભાવનગર રોડ પર જઈ વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ સાઈટો છે તેમાં હજુ પણ છેલ્લા થોડા થોડા-પ્લોટ ઉપલબ્ધ છે.તમે ચાહો તો વિવિધ પ્લોટનું એકીકરણ કરીને વિશાળ પટમાં નવા ઉદ્યોગના પાયા નાખી શકો છો.
દેશના અન્ય મેટ્રોપોલિટન શહેરોની તુલનામાં રાજકોટમાં આસાનીથી વાજબી દરે માનવશ્રમ ઉપલબ્ધ છે.ઉપરાંત સ્કિલડ વર્કરોની અહીં ખોટ નથી. ઔદ્યોગિક સુપર વિઝન સંભાળતા અને ક્વોલિટી કંટ્રોલ, પરચેઝ, માર્કેટિંગ જેવા વિવિધ ઉપકર્મો માટેની નિષ્ણાંત પ્રતિભાવો પણ રાજકોટમાં સરળતાથી મળી જાય છે.
જો રાજકોટને સેમિકન્ડક્ટર હબ તરીકે વિકસાવવામાં આવે તો એક નવો ઔદ્યોગિક ચમત્કાર થઈ જાય, કારણ કે આ તો એવું ઉત્પાદન છે જે દેશને કરોડો ડોલરનું હૂંડિયામણ પણ કમાવી આપી શકે છે. એક તો વિશાળ રોજગારી જનરેટ થશે અને નવી પેઢીની અનેક મહાન પ્રતિભાઓ આપણને એ ક્ષેત્રમાં કામ કરીને પ્રગટતી જોવા મળશે. વળી શરૂઆતનો તબક્કો હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા વિવિધ સબસિડી અને વિવિધ પ્રોત્સાહનો પણ મળવાના છે એનો લાભ સૌરાષ્ટ્રની પ્રજાને મળશે.












Leave a Reply