👉 એશ્ર્વર્યમ્ ગાર્ડન અને સમિટ-1 પ્રોજેક્ટની માહિતી આપી એસ્ટેટ એજેન્ટના પ્રશ્ર્નોને સાંભળી, બંને સાથે મળી આગળ વધવાની બિલ્ડરે નેમ દર્શાવી: અતુલભાઇ રાચ્છ (રીઆર પ્રમુખ)
👉 એશ્ર્વર્યમ્ ગાર્ડન અને સમિટ-1 પ્રોજેકટ થકી શહેરીજનોને એક નવી લાઇફસ્ટાઇલનો અનુભવ થશે: દિલિપભાઇ લાડાણી
👉 બિલ્ડર અને એસ્ટેટ એજન્ટ વચ્ચે કોમ્યુનિકેશન ગેપ નહીં મજબુત બોન્ડિંગ હોવું જરૂરી: ઉત્સવભાઇ લાડાણી
રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન(રીઆર) દ્વારા શહેરના જાણીતા બિલ્ડર અને ડેવલોપર સાથે સંવાદસભર મીટિંગ યોજી અરસપરસ એકબીજાના પ્રશ્ર્ને-મુશ્કેલીઓ જાણી તે અંગેની ચર્ચા કરવામાં આવે છે. ત્યારે રીઆર દ્વારા આ વખત શહેરના જાણીતા બિલ્ડર અને ક્રેડાઇ ગુજરાતના વેસ્ટ ઝોનના નવનિયુક્ત પ્રેસિડન્ટ દિલીપભાઈ લાડાણી અને ઉત્સવભાઈ લાડાણી સાથે “સંપર્ક સેતુ” ના માધ્યમથી એક સંવાદગોષ્ઠી યોજાઇ હતી.
લાડાણી ગ્રુપના નવા સાહસ એશ્ર્વર્યમ્ ગાર્ડન અને સમિટ-1 ની સાઇટ ઓફિસ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિલ્ડર તરફથી રિયલ એસ્ટેટ એજન્ટને પોતાના પ્રોજેક્ટની મહત્વની માહિતી આપવામાં આવી હતી. સાથોસાથ બિલ્ડર અને રિયલ એસ્ટેટ એજન્ટનું બોડિંગ વધુ મજબૂત બને તે દિશામાં ભવિષ્યમાં આગળ વધવાની પણ વિચારણા આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ જાણીતું નામ એવા લાડાણી ગ્રુપ દ્વારા એશ્ર્વર્યમ્ ગાર્ડન અને સમિટ વન પ્રોજેક્ટ નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટની માહિતી આપવા માટે પ્રોજેક્ટની સાઈટ ઓફિસ ખાતે યોજાયેલા સંપર્ક સેતુ કાર્યક્રમ વિશે લાડાણી ગ્રુપના ઉત્સવભાઈ લાડાણી અને દિલીપભાઈ લાડાણીએ જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રિયલ એસ્ટેટ એજન્ટની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. કોઈપણ પ્રોજેક્ટ માટે બિલ્ડરના વિઝનને ક્લાઈન્ટ સુધી પહોંચાડવાની મહત્વની ભૂમિકા રિયલ એસ્ટેટ એજન્ટ નિભાવે છે. ગ્રાહક એસ્ટેટ એજન્ટથી પરિચિત હોય છે અને તેના વિશ્ર્વાસ થકી તે બિલ્ડરના પ્રોજેક્ટ પર વિશ્ર્વાસ કરી જીવનના મહત્વના નિર્ણય પૈકી એક એવો મિલકત ખરીદવા માટે નિર્ણય લેતા હોય છે. ત્યારે આ દ્રષ્ટિ કોણથી જોઈએ છે રિયલ ક્ષેત્રમાં બ્રોકરનું મહત્વ અનન્ય છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રને આગળ વધારવા માટે એસ્ટેટ એજન્ટ અને બિલ્ડર વચ્ચેનું બોડિંગ ખૂબ જ મહત્વની બાબત છે. ક્યારેક તેમાં કોમ્યુનિકેશન ગેપના લીધે તેની નકારાત્મક અસર પ્રોજેક્ટ પર પડતી હોય છે માટે જ બિલ્ડર અને બ્રોકર વચ્ચે સંપર્ક સેતુ મજબૂત હોવુ ખૂબ જ જરૂરી છે. આ ઉદેશ્ય સાથે જ અહીં સંપર્ક સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયું છે.

ઉત્સવ ભાઈએ પોતાના પ્રોજેક્ટ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, એશ્ર્વર્યમ્ ગાર્ડન 20 માળનો રેસીડેન્શીયલ પ્રોજેક્ટ છે. જેમાં અધ્યતન એમીનિટીઝ અને વર્તમાન સમયની જરૂરિયાત મુજબની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જ્યારે સમિટ-1 કોમર્શિયલ પ્રોજેક્ટ છે. 17 માળના આ પ્રોજેક્ટમાં ફર્સ્ટ ફ્લોરમાં શોરૂમ અને ત્યારબાદના ફ્લોરમાં ઓફિસ છે. દિલિપભાઇ લાડાણી જણાવે છે કે, આ બંને પ્રોજેક્ટથી શહેરીજનોને એક અલગ અને નવીનતમ લાઈફ સ્ટાઈલનો અનુભવ થશે.
ઉત્સવભાઈ અંતમાં જણાવે છે કે, રીયલ એસ્ટેટ એજન્ટનાના સભ્યોએ આ બંને પ્રોજેક્ટ વિશેની ઊંડાણપૂર્વકની માહિતી મેળવી હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને બંને પ્રોજેક્ટને સફળ બનાવવામાં શક્ય તેટલા પ્રયત્ન કરવાની તૈયારી દર્શાવી છે.
એશ્ર્વર્યમ્ ગાર્ડન અને સમિટ વન પ્રોજેક્ટ સાઇટ પર યોજાયેલા સંપર્ક સેતુ કાર્યક્રમ અંગે રિયલ એસ્ટેટ એજન્ટ ઓસોસિએશના પ્રમુખ અતુલભાઇ રાચ્છે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ ખૂબ જ સરસ અને માહિતી સભર રહ્યો લાડાણી ગ્રુપ દ્વારા તેમના બંને પ્રોજેક્ટ અંગે નાની- મોટી દરેક બાબતોની વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી અને પ્રોજેક્ટની વિશેષતાઓ અંગે જણાવવામાં આવ્યું. સાથોસાથ એસ્ટેટ બ્રોકરોના પ્રશ્ર્નો સાંભળી ભવિષ્યમાં બ્રોકર અને બિલ્ડર બંને સાથે ચાલી આગળ વધી શકે તે અંગેની રૂપરેખા પણ તેમના દ્વારા રજુ કરવામાં આવી હતી.
એશ્ર્વર્યમ્ ગાર્ડન અને સમિટ વનની સાઇટ ઓફિસે યોજાયેલા સંપર્ક સેતું કાર્યક્રમમાં રિયલ એસ્ટેટ એજન્ટ ઓસોસિએશના પ્રમુખ અતુલભાઇ રાચ્છ, સેક્રેટરી પરેશભાઇ રૂપારેલીયા, ઉપપ્રમુખ અમિતભાઇ વડેચા, ટ્રેઝરર તુષારભાઇ મહેતા, તથા હિતેશભાઇ રાજદેવ, નિલેષભાઇ સુરાણી, કમલેશભાઇ કાનાબાર તેમજ સભ્યો હાજર રહ્યા હતાં.



















Leave a Reply