Sampatti Times Real Estate Newspaper

Advertisement

રેન્ટલ માર્કેટના ગુરુ મંત્રો: હવે તમારી આંગળીના ટેરવે!

rajkot-rental-market-investment-guide-2025

👉 રોકાણકારો માટે રાજકોટમાં રેન્ટલ ગેમ બદલાઈ ગઈ: રાજકોટમાં નવી તકો સાથે ભાડાબજારમાં તમારી સફળતાની સંપત્તિ ટાઈમ્સ પ્રસ્તૂત કરે છે બ્લૂપ્રીન્ટ : ભાડુઆતો માટે ભીષ્મ પિતામહનું ભાથું: રાજકોટના અગ્રણી રીયલ્ટર્સ, પ્રોપર્ટી કન્સલટન્ટ, એસ્ટેટ બ્રોકર્સના વર્ષોના અનુભવનું નિચોડ અને માર્ગદર્શન શ્રેષ્ઠ નિર્ણય લેવામાં મદદરૂપ બનશે

👉 સાચી દિશા માટે: રાજકોટના રેન્ટલ માર્કેટમાં સફળતા મેળવવા માટે આ અંક વાંચો. વધુને વધુ લોકોને આ જ્ઞાનનો લાભ મળે તે માટે શેર કરો

રાજકોટ: રાજકોટનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર સતત ગતિશીલ છે, ખાસ કરીને રેસિડેન્શિયલ રેન્ટલ સેગમેન્ટમાં. આ બદલાતા માહોલમાં મિલકતધારકો, રોકાણકારો અને ભાડુઆતો સૌ કોઈ સાચી દિશા અને સચોટ માહિતી મેળવવા ઉત્સુક હોય છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે, સંપત્તિ ટાઈમ્સ આપના માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને માહિતીસભર અંક લઈને આવ્યું છે.

આ અંક માત્ર સમાચાર જ નહીં, પરંતુ રાજકોટના ભાડાબજારની નાડ પારખનારા, વર્ષોનો અનુભવ ધરાવતા, અને શહેરના ખૂણેખૂણાની માહિતી રાખનારા જાણીતા એસ્ટેટ બ્રોકર્સ, પ્રોપર્ટી કન્સલટન્ટસ અને રીયલ્ટાર્સના અમૂલ્ય જ્ઞાનનો સંગમ છે! આ નિષ્ણાતો કોઈ સામાન્ય જાણકાર નથી, પરંતુ તેઓ ભીષ્મ પિતામહની જેમ પોતાના અનુભવનું ભાથું પીરસવા માટે ખડેપગે તૈયાર છે. તેઓ તમને ભાડાબજારના ઊંડાણપૂર્વક વિશ્ર્લેષણ દ્વારા સાચી દિશા દર્શાવવામાં મદદરૂપ થશે.

જો તમે તમારી મિલકત માટે શ્રેષ્ઠ ભાડુઆત શોધી રહ્યા છો, રોકાણ દ્વારા મહત્તમ વળતર મેળવવા માંગો છો, અથવા તમારા સપનાનું ભાડાનું ઘર શોધી રહ્યા છો, તો આ અંકમાં મળતી સચોટ માહિતીથી તમે વધુ સુમાહિતગાર નિર્ણયો લઈ શકશો. તેથી, વધુને વધુ લોકોને સાચી દિશા દર્શાવવા માટે, સંપત્તિ ટાઈમ્સના આ અંકને હમણાં જ શેર કરો! તમારા પ્રિયજનોને પણ આ અમૂલ્ય માર્ગદર્શનનો લાભ આપો.


n1

સ્વપ્નિલ ભાયાણીની ભવિષ્યવાણી: રાજકોટનું ભાડાબજાર આગામી વર્ષે પણ ધૂમ મચાવશે!

👉 24 વર્ષનો અનુભવ બોલે છે: જલારામ પ્રોપર્ટીના સ્વપ્નિલ ભાયાણીના મતે રાજકોટમાં ભાડાનું ભવિષ્ય ઉજ્જવળ
👉 હોટ સ્પોટ્સ: સાધુ વાસવાણી અને ગંગોત્રી રોડ ભાડાબજારના કેન્દ્રમાં. અહીં પ્રીમિયમ સોસાયટીઓમાં જોરદાર ડિમાન્ડ છે
👉 વૃદ્ધિની ગતિ: છેલ્લા 6-12 મહિનામાં ભાડા દરોમાં નોંધપાત્ર વધારો, આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે
👉 નવા ઉભરતા વિસ્તારો: 150 ફૂટ અને અવધ રોડ આગામી હોટ સ્પોટ બનશે. અહીં રોકાણ કરનારાઓને સારા વળતરની અપેક્ષા

રાજકોટ: રાજકોટના ભાડાબજારમાં હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે, અને આ માર્કેટની નાડી પારખનારા જલારામ પ્રોપર્ટીના સ્વપ્નિલ ભાયાણીનો અનુભવ આ વાતને સમર્થન આપે છે. તેમના 24 વર્ષના અનુભવ મુજબ, હાલમાં ભાડાના મકાનો અને ફ્લેટ્સની ડિમાન્ડ ખૂબ ઊંચી છે.

સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, 150 ફૂટ રીંગ રોડ, અને ગંગોત્રી પાર્ક મેઈન રોડ જેવા વિસ્તારો ભાડૂતોની પહેલી પસંદ બની રહ્યા છે. ભાયાણીના મતે, સાધુ વાસવાણી રોડ અને ગંગોત્રી રોડ હાલના “હોટ સ્પોટ” છે, જ્યાં સેવન સિગ્નેટ, શિલ્પન ઓનેક્સ, અને ગાર્ડન સિટી જેવી પ્રીમિયમ સોસાયટીઓમાં સારી ઇન્ક્વાયરીઝ આવે છે. આગામી સમયમાં 150 ફૂટ રીંગ રોડ અને અવધ રોડ પણ ભાડાબજારના નવા “હોટ સ્પોટ” તરીકે ઉભરી આવશે તેવી શક્યતા છે. છેલ્લા 6-12 મહિનામાં ભાડા દરોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે અને ભવિષ્યમાં પણ આ ટ્રેન્ડ યથાવત રહેશે તેમ ભાયાણી માને છે. રોકાણકારો માટે પણ ભાડાની આવક ખૂબ જ સારી રહેશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. રાજકોટનું ભાડાબજાર રોકાણ અને રહેઠાણ બંને માટે આકર્ષક બની રહ્યું છે.


n2

કિરણભાઈ ઠક્કરનો મંત્ર: મેન્ટેઈન્ડ પ્રોપર્ટી એટલે સારા ભાડુઆત મેળવવાની ચાવી!

👉 કિરણ એસ્ટેટના કિરણભાઈ ઠક્કરના 45 વર્ષના અનુભવનો નિષ્કર્ષ કહે છે, રાજકોટમાં સારી પ્રોપર્ટીની વધતી માંગ!

👉 વિકાસ અને માંગ: રાજકોટનો ધંધાકીય અને કોર્પોરેટ ગ્રોથ ભાડાબજારને વેગ આપે છે; બેંક ઓફિસરો, ડોક્ટર્સ, CA જેવા પ્રોફેશનલ્સની ડિમાન્ડ

👉 મેન્ટેનન્સની અનિવાર્યતા: પ્રોપર્ટી મેન્ટેન રાખવી સારા ભાડા માટે જરૂરી, બેઝિક સુવિધાઓવાળી પ્રોપર્ટીઝ ઝડપથી ભાડે ચડી જાય છે

👉 ફુલ્લી ફર્નિશ્ડની લોકપ્રિયતા: કિચન, ફર્નિચર, AC, પડદાવાળી પ્રોપર્ટીઝની માંગ; ફુલ્લી ફર્નિશ્ડ પ્રોપર્ટીઝ રાજકોટ રેન્ટમાં ખૂબ સારી રહે છે

રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 45 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા કિરણ એસ્ટેટના કિરણભાઈ ઠક્કર શહેરના ભાડાબજારનું સચોટ ચિત્ર રજૂ કરે છે. તેમના મતે, રાજકોટમાં ધંધાકીય અને કોર્પોરેટ જગતમાં થઈ રહેલા અભૂતપૂર્વ વિકાસે ભાડાબજારની કાયાપલટ કરી દીધી છે! હવે રાજકોટની બહારથી આવતા બેંક ઓફિસરો, ડોક્ટર્સ, CA અને મોટી કંપનીઓના ટોપ-લેવલના ઓફિસર્સ સહિતનો વર્ગ શરૂઆતમાં સારા ફ્લેટ અને બંગલા ભાડે રાખવાની ડિમાન્ડ કરે છે, અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેઓ પ્રીમિયમ જગ્યાઓનું પ્રીમિયમ રેન્ટ ચૂકવવા પણ તૈયાર છે! કિરણભાઈ ઠક્કર જણાવે છે કે “સમય ફરી ગયો છે!” રાજકોટવાસીઓ હવે સારી પ્રોપર્ટીની વધુ ડિમાન્ડ કરી રહ્યા છે. આવી પ્રોપર્ટી માટે સારા ભાડા અને સારા ભાડુઆત મેળવવા બિલકુલ મુશ્કેલ નથી, જો એક સક્ષમ પ્રોપર્ટી ડીલરની મદદ લેવાય. ઉપરાંત પ્રોપર્ટી મેન્ટેન રાખવી અનિવાર્ય છે. કિચન, ફર્નિચર, કબાટ, અઈ, અને પડદા જેવી બેઝિક સુવિધાઓથી સજ્જ પ્રોપર્ટીઝ ઝડપથી ભાડે ચડી જાય છે. ખાસ કરીને ફુલ્લી ફર્નિશ્ડ પ્રોપર્ટીઝની રાજકોટના ભાડાબજારમાં સતત સારી માંગ રહે છે.


n3

નીલેશભાઈ રાજદેવનું ઇનસાઇટ: રાજકોટમાં રેડી-ટુ-મૂવ પ્રોપર્ટીઝ ફૂલ ડિમાન્ડમાં રહેશે

👉 એમિનિટિઝ વાળા ફ્લેટ્સ ફર્નિચર સાથેના પહેલી પસંદગી હોવાનું ગુરુદેવ એસ્ટેટના નીલેશભાઈ રાજદેવનું ઓબ્ઝર્વેશન

👉 હોટ સ્પોટ્સ: જલારામ ચોક, રૈયા રોડ, ધરમનગર, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ તેમજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પણ ભાડા માટે લોકપ્રિય

👉 વૃદ્ધિની ગતિ: છેલ્લા એક વર્ષમાં ભાડામાં સારો વધારો જોવા મળ્યો છે, પ્રીમિયમ પ્રોપર્ટીઝ માટે ઊંચા ભાડા ચૂકવાય છે

👉 ભવિષ્યનો ટ્રેન્ડ: કોર્પોરેટ સેક્ટરને કારણે આગામી વર્ષોમાં પણ ભાડાબજારમાં પ્રગતિ, એપ્રિલ-મે- જૂન-જુલાઈમાં ખાસ કરીને વધુ ડિમાન્ડ જોવા મળે છે

રાજકોટ: ગુરુદેવ એસ્ટેટના નિષ્ણાત નીલેશભાઈ રાજદેવ રાજકોટના ભાડાબજારનું ઊંડાણપૂર્વક વિશ્ર્લેષણ કરતાં જણાવે છે કે, હાલ સરકારી અધિકારીઓ તરફથી ફર્નિશ્ડ ફ્લેટ્સની ડિમાન્ડ આસમાને પહોંચી છે! લોકોને હવે વધુ સુવિધાવાળી, સારી પ્રોપર્ટી અને સારા વિસ્તારમાં રહેવું છે, અને તેના માટે તેઓ વધુ ભાડા ખર્ચવા પણ તૈયાર છે.

નીલેશભાઈ રાજદેવના મતે, જલારામ ચોક, રૈયા રોડ, ધરમનગર, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ અને સ્પીડવેલ પાર્ટી પ્લોટ જેવા વિસ્તારો ભાડા માટેના “હોટસ્પોટ” બની ગયા છે. છેલ્લા એક વર્ષમાં ભાડામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેઓ ભવિષ્યવાણી કરે છે કે રેડી-ટુ-મૂવ પ્રોપર્ટીઝ ફૂલ ડિમાન્ડમાં રહેશે. સામાન્ય રીતે, એપ્રિલ-મે-જૂન-જુલાઈ મહિના દરમિયાન ભાડાની ડિમાન્ડમાં ઉછાળો જોવા મળે છે. રાજકોટમાં વધતા કોર્પોરેટ સેક્ટરને કારણે આગામી વર્ષોમાં પણ ભાડા બજારમાં અવિરત પ્રગતિ અને વૃદ્ધિ જોવા મળશે તેવું નીલેશભાઈ રાજદેવ દ્રઢપણે માને છે.


n4

જસ્મીન શેઠનો સંકેત: રાજકોટનું ભાડાબજાર પૂરબહાર ખીલ્યું, હજુ વધુ મહેકશે!

👉 હાલ 2BHK અને 3BHK ફ્લેટ્સની ખૂબ ડિમાન્ડ, ખાસ કરીને ફુલ્લી ફર્નિશ્ડ લોડેડ સેગમેન્ટમાં વધુ માંગ હોવાનું જે.કે. એસ્ટેટના જસ્મીન શેઠનું મંતવ્ય

👉 હોટ સ્પોટ્સ: રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ હોટફેવરિટ, 150 ફૂટ રીંગ રોડ (શીતલ પાર્ક-અયોધ્યા ચોક) પણ લોકપ્રિય

👉 વૃદ્ધિની ગતિ: છેલ્લા સમયમાં ભાડામાં 10% જેટલો સારો વધારો નોંધાયો, આગામી સમયમાં પણ ભાડાબજાર ’અપવર્ડ્સ’ અને ’ફુલ ડિમાન્ડિંગ’ રહેશે

👉 પ્રીમિયમની તંગી: 4BHK પ્રીમિયમ ફ્લેટ્સની ડિમાન્ડ સામે પૂરતી ઉપલબ્ધતા નથી, રોકાણકારો માટે આ એક સુવર્ણ તક છે

રાજકોટના ગતિશીલ રિયલ એસ્ટેટ માર્કેટમાં ભાડાની તકો અંગે સચોટ માહિતી આપતાં જે.કે. એસ્ટેટના જસ્મીન શેઠ જણાવે છે કે, હાલ રાજકોટના બજારમાં 2 BHK અને 3 BHK ફ્લેટ્સની માંગ ખૂબ જ ઊંચી છે! તેમાં પણ ખાસ કરીને, ફુલ્લી ફર્નિશ્ડ અને લોડેડ સેગમેન્ટમાં તો ભાડુઆતોની રીતસરની પડાપડી જોવા મળી રહી છે. ઉપરાંત 4 BHK પ્રીમિયમ ફ્લેટ્સની પણ ડિમાન્ડ છે, પરંતુ હાલમાં જોઈતી એવી પ્રોપર્ટી બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, જે દર્શાવે છે કે રોકાણકારો માટે આ એક સુવર્ણ તક છે!

જસ્મીન શેઠના મતે લોકેશનની દ્રષ્ટિએ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર સૌથી વધુ ડિમાન્ડ છે. આ ઉપરાંત, 150 ફૂટ રીંગ રોડ, ખાસ કરીને શીતલ પાર્કથી અયોધ્યા ચોક આસપાસ, નાનામૌવા રોડ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ પણ ભાડા માટે અત્યંત લોકપ્રિય છે. ગંગોત્રી પાર્ક મેઈન રોડ અને રૈયા મેઈન રોડ હાલના “હોટ સ્પોટ” તરીકે ઉભરી રહ્યા છે. છેલ્લા સમયમાં ભાડા દરોમાં 10% જેટલો સારો વધારો જોવા મળ્યો છે. રાજકોટનું ભાડાબજાર ઉપરની દિશામાં જ રહેશે અને ભવિષ્યમાં પણ ફુલ ડિમાન્ડિંગ રહેશે.


n5

માધવ માલવિયાનો સંકેત: રાજકોટના નવા વિસ્તારોમાં ફ્લેટ્સની માંગનો ધસારો!

👉 રાજકોટના નવા વિકસતા વિસ્તારોમાં મોટા રોડ, પાર્કિંગ અને નવું બાંધકામ જેવી સુવિધાઓ મુખ્ય આકર્ષણ હોવાનું M.M. પ્રોપર્ટીઝના માધવ માલવિયાનું મંતવ્ય

👉 હોટ સ્પોટ્સ: કાલાવડ રોડ, યુનિ રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, નાના મૌવા રોડ, શીતલ પાર્ક, અયોધ્યા ચોક નજીકના વિસ્તારો પણ ડિમાન્ડમાં

👉 ફ્લેટ્સની લોકપ્રિયતા: સિક્યુરિટી, પાર્કિંગ અને એમિનીટીઝને કારણે ફ્લેટ્સ વધુ પસંદ, નવા બાંધકામ સાથેની સુવિધાઓ ફ્લેટની માંગ વધારે

👉 રોકાણકારો માટે તક: નવા વિસ્તારોમાં ઇન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે, ભાડાની આવકમાં વૃદ્ધિ માટે ફર્નિચર જેવી સુવિધાઓ ઉમેરાઈ રહી છે

મીની મુંબઈ બનવા તરફ આગળ વધી રહેલા રાજકોટના વિકાસની સાથે, શહેરના ભાડાબજારમાં પણ અનેક પરિવર્તનો જોવા મળી રહ્યા છે. M.M. પ્રોપર્ટીઝના માધવ માલવિયા સ્પષ્ટપણે જણાવે છે કે, રાજકોટમાં હાલ મકાનો કરતાં ફ્લેટ્સની માંગ વધુ જોવા મળે છે, ખાસ કરીને નવા વિકસતા વિસ્તારોમાં !

માધવ માલવિયાના મતે, રાજકોટમાં સરકારી કર્મચારીઓ, બેન્કર્સ, નોકરિયાત અને વેપારી વર્ગ સહિતના ઘણા પરિવારો ભાડે રહીને જીવન વ્યતિત કરવાનું પસંદ કરે છે. નવા વિકસતા વિસ્તારો જેમ કે કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, નાના મૌવા રોડ, શીતલ પાર્ક અને અયોધ્યા ચોક નજીકના વિસ્તારો ભાડે રાખવા માટેની માંગમાં મોખરે છે. અહીં મોટા રોડ-રસ્તા, પૂરતી પાર્કિંગ સુવિધા, અને નવું બાંધકામ જેવી આધુનિક સુવિધાઓ વધુ આકર્ષક બની છે. ફ્લેટ્સની વધતી માંગ પાછળ સિક્યુરિટી, પાર્કિંગ વ્યવસ્થા, અને એમિનીટીઝ જેવી સુવિધાઓ મુખ્ય કારણ છે. રોકાણકારો પણ આવા વિસ્તારોમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે, અને ભાડાની આવકમાં વૃદ્ધિ માટે ફર્નિચર જેવી સુવિધાઓ ઉમેરી રહ્યા છે.


n6

હાર્દિક ધાધલનું ટુ-ધ-પોઇન્ટ એનાલિસિસ: વેલ-મેન્ટેઇન્ડ પ્રોપર્ટીઝની બોલબાલા!

👉 રાજકોટ હાઉસ રેન્ટના હાર્દિક ધાધલના મતે રાજકોટમાં વ્યવસાયિક નિકટતા ધરાવતા વિસ્તારો ભાડા માટે પ્રિય

👉 હોટ સ્પોટ્સ: કાલાવડ રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ છવાયા. વ્યવસાયથી નજીક હોવાના કારણે આ વિસ્તારોની માંગ વધુ

👉 વૃદ્ધિની ગતિ: છેલ્લા 6-12 મહિનામાં સરેરાશ 5% ભાડા વધ્યા, બજારમાં ભાડા દરોમાં સ્થિર વૃદ્ધિનો સંકેત

👉 ભવિષ્યનો ટ્રેન્ડ: રેડી-ટુ-મૂવ, ફર્નિશ્ડ અને હાઈરાઈઝ બિલ્ડિંગ્સની માંગ વધશે. સુવિધાઓવાળી પ્રોપર્ટીઝ આગામી વર્ષમાં પ્રભુત્વ જમાવશે

રાજકોટ: રાજકોટના ભાડાબજારમાં હાલ ગ્રાહકોની પસંદગી બદલાઈ રહી છે, અને આ બદલાવને રાજકોટ હાઉસ રેન્ટના હાર્દિક ધાધલ ખૂબ નજીકથી જોઈ રહ્યા છે. તેમના મતે, ભાડે રહેવા ઈચ્છતા લોકોને હવે સારી અને વેલ-મેન્ટેઈન્ડ પ્રોપર્ટીઝ વધુ આકર્ષે છે, પછી ભલે તે હાઈરાઈઝ હોય કે લો-રાઈઝ. પ્રોપર્ટી આકર્ષક હોવી જોઈએ એ તેમની મુખ્ય પસંદગી છે! કાલાવડ રોડ, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, અયોધ્યા ચોક, શીતલ પાર્ક અને સ્પીડવેલ આસપાસના વિસ્તારો ભાડા માટે સૌથી વધુ ઇન્ક્વાયરી મેળવી રહ્યા છે. ધાધલના મતે, આ જ વિસ્તારો “હોટ સ્પોટ” તરીકે ઉભરી રહ્યા છે, કારણ કે લોકો પોતાના વ્યવસાયથી નજીક હોય તેવી પ્રોપર્ટી પસંદ કરે છે. છેલ્લા 6-12 મહિનામાં ભાડા દરોમાં સરેરાશ 5% જેટલી વૃદ્ધિ જોવા મળી છે.

આગામી એક વર્ષમાં ભાડાબજારની દિશા અંગે ધાધલનો સ્પષ્ટ મત છે કે રેડી-ટુ-મૂવ, ફર્નિચરવાળી, હાઈરાઈઝ બિલ્ડિંગ્સ અને એમિનીટીઝ ધરાવતી પ્રોપર્ટીઝની માંગમાં નોંધપાત્ર વધારો થશે. આ ટ્રેન્ડ સૂચવે છે કે રાજકોટનું રેન્ટલ માર્કેટ આધુનિક સુવિધાઓ તરફ આગળ વધી રહ્યું છે.


n7

કરણસિંહ રાઠોડનો દ્રષ્ટિકોણ: સેમી ફર્નીશ્ડ 2 BHK ફ્લેટ્સ યુવા વર્ગમાં લોકપ્રિય

👉 કવીકરેન્ટના કરણસિંહ રાઠોડની નજરે રાજકોટના ભાડાબજારનો નવો ટ્રેન્ડ ઓટોમેશન અને સ્માર્ટ હોમ ફીચર્સનું આકર્ષણ!

👉 હોટ સ્પોટ્સ: જામનગર રોડ અને નવો 150 ફૂટ રીંગ રોડ પર વધુ પૂછપરછ, આ વિસ્તારો ભવિષ્યમાં ભાડાબજારના મુખ્ય કેન્દ્રો બનશે

👉 વૃદ્ધિની ગતિ: ભાડાના દરોમાં સરેરાશ 8-12% નો વધારો જોવા મળ્યો છે, રોકાણકારો માટે સ્થિર વળતરનો સંકેત

👉 યુવા વર્ગનું આકર્ષણ: યુવા પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ સંચાલકો ભાડાબજારના નવા ચાલકબળ; કો-લિવિંગ અને વર્ક-ફ્રોમ-હોમ ફ્રેન્ડલી સ્પેસની પસંદગી

રાજકોટ: કવીકરેન્ટના યુવા કન્સલટન્ટ કરણસિંહ રાઠોડ રાજકોટના ભાડાબજારમાં એક નવી દિશા જોઈ રહ્યા છે! તેમના મતે, હાલના સમયમાં યુવા પ્રોફેશનલ્સ અને સ્ટાર્ટઅપ સંચાલકો તરફથી ભાડાના મકાનોની માંગમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. આ વર્ગ ફક્ત રહેઠાણ જ નહીં, પરંતુ કો-લિવિંગ સ્પેસ અને વર્ક-ફ્રોમ-હોમ ફ્રેન્ડલી પ્રોપર્ટીઝને પણ પ્રાધાન્ય આપી રહ્યો છે.

કરણસિંહ રાઠોડ જણાવે છે કે, ખાસ કરીને 1 BHK અને 2 BHK ફ્લેટ્સની માંગ યુવા વર્ગમાં વધુ છે, જેઓ નાના પણ આધુનિક અને સુવિધાયુક્ત યુનિટ્સ પસંદ કરે છે. જામનગર રોડ અને નવો 150 ફૂટ રીંગ રોડ જેવા વિસ્તારો માટે પણ વધુ પૂછપરછ આવી રહી છે અને ભવિષ્યમાં આ વિસ્તારો “હોટસ્પોટ” તરીકે ઉભરી શકે છે. ઉપરાંત ભાડાના દરોમાં સરેરાશ 8-12% નો સ્થિર વધારો જોવા મળ્યો છે. આગામી વર્ષમાં સ્માર્ટ હોમ ફીચર્સ ધરાવતી પ્રોપર્ટીઝની ડિમાન્ડ વધુ રહેશે. રાજકોટમાં વધતી ડિજિટલ ઇકોનોમી અને આધુનિક જીવનશૈલીના પ્રભાવ હેઠળ ભાડાબજાર સતત વિકસી રહ્યું છે, જે રોકાણકારો અને ભાડૂતો બંને માટે નવી તકો સર્જી રહ્યું છે.


n8

વિશાલભાઈ મહેતાનો નિર્દેશ: રાજકોટના ભાડાબજારની નવી ઊંચાઈ રૂ. 70 હજાર

👉 હાઈરાઈઝ અને લક્ઝુરિયસ, એમેનીટીઝ સાથેની પ્રોપર્ટીઝની પૂછપરછમાં ઉછાળો હોવાનો અંબિકા એસ્ટેટ એન્ડ ડેવલોપર્સના વિશાલભાઈ મહેતાનો અભિપ્રાય

👉 હોટ સ્પોટ્સ: જીવરાજ નગર, માધાપર સર્કલ, અવધ રોડ નજીકની નવી સોસાયટીઓ, કાલાવડ રોડ નજીક 3 અને 4 BHK ફ્લેટ્સની માંગ વધુ

👉 વૃદ્ધિની ગતિ: છેલ્લા સમયમાં ભાડામાં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો. શાપર-મેટોડા ઇન્ડસ્ટ્રીઝના કારણે પણ ડિમાન્ડમાં ઉછાળો

👉 ઉચ્ચતમ ભાડા રેન્જ: પ્રીમિયમ પ્રોપર્ટીઝ માટે 30 હજારથી 70 હજાર સુધી ભાડા ચૂકવાય છે. કાયમી ઇન્ક્વાયરીઝ રોકાણકારો માટે ઉત્તમ તક

રાજકોટ: અંબિકા એસ્ટેટ એન્ડ ડેવલોપર્સના વિશાલભાઈ મહેતા રાજકોટના ભાડાબજારનો સ્પષ્ટ ચિતાર રજૂ કરતાં જણાવે છે કે હાલ ફ્લેટ્સની ડિમાન્ડ ટોચ પર છે! ખાસ કરીને હાઈરાઈઝ અને એમેનીટીઝથી સજ્જ લક્ઝુરિયસ ફ્લેટ્સની પૂછપરછમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. જે પ્રોપર્ટી પહેલી વાર ભાડે દેવાઈ રહી હોય અથવા નવી બનેલી હોય, તેની ફુલ ડિમાન્ડ છે.

અંબિકા ટાઉનશીપ, જીવરાજ નગર, માધાપર સર્કલ નજીક, અને અવધ રોડ નજીકની નવી સોસાયટીઓમાં ભાડાની સૌથી વધુ માંગ છે. કાલાવડ રોડ નજીકના વિસ્તારોમાં, મોટી સોસાયટીઓમાં વિવિધ ભાડા રેન્જમાં 3 અને 4 BHK ફ્લેટ્સની માંગ નોંધપાત્ર રીતે વધી છે. વિશાલભાઈના મતે, છેલ્લા સમયમાં ભાડામાં 15 થી 20 ટકાનો સારો વધારો નોંધાયો છે. શાપર-મેટોડા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં વધતી પ્રવૃત્તિઓને કારણે પણ ભાડાની માંગમાં વૃદ્ધિ થઈ છે. પ્રીમિયમ પ્રોપર્ટીઝ માટે ભાડૂતો 30 હજારથી 70 હજાર રૂપિયા સુધીનું ભાડુ ચૂકવવા તૈયાર હોય છે, જે આ માર્કેટની તેજી દર્શાવે છે.


n9

6-10% ભાડા વૃદ્ધિ: પિયુષ રાજાણી જણાવે છે રાજકોટના રેન્ટલ માર્કેટનો વિકાસ!

👉 રોજગાર અને બાળકોના ભવિષ્ય માટે રાજકોટનું ભાડાબજાર આકર્ષણનું કેન્દ્ર બન્યું હોવાનું જલારામ એસ્ટેટના પિયુષ રાજાણીનું મંતવ્ય

👉 હોટ સ્પોટ્સ: માધાપર ચોકડીથી મવડી ચોકડી સુધીનો પટ્ટો હોટફેવરિટ, કાલાવડ રોડ, સાધુ વાસવાણી, 150 ફૂટ રિંગ રોડ જેવા વિસ્તારો છવાયા

👉 વૃદ્ધિની ગતિ: છેલ્લા 12 મહિનામાં ભાડામાં 6-10% જેટલો વધારો, રોકાણકારો માટે સારો સંકેત

👉 ભવિષ્યનો ટ્રેન્ડ: આગામી સમયમાં ફુલ્લી ફર્નિશ્ડ પ્રોપર્ટીઝની માંગ વધશે, સુવિધાયુક્ત રહેઠાણો ભાડાબજારનો મુખ્ય આધાર બનશે

રાજકોટ: જલારામ એસ્ટેટના પિયુષ રાજાણી રાજકોટના ભાડાબજારનો રસપ્રદ ચિતાર રજૂ કરતાં જણાવે છે કે, હાલના સમયમાં લોકલ લોકો કરતાં બહારથી આવતા લોકોની ડિમાન્ડ ભાડે રહેવા માટે ઘણી વધારે છે! ગુજરાત બહારથી કે રાજકોટની બહારથી ટ્રાન્સફર જોબ પર આવનારાઓ, સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી રોજગારની શોધમાં આવેલા યુવાનો અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્થળાંતર કરનારા પરિવારો તરફથી પૂછપરછનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

પિયુષ રાજાણીના મતે, માધાપર ચોકડીથી મવડી ચોકડી સુધીના વિસ્તારો ભાડા માટે હોટફેવરિટ છે. આમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ, કાલાવડ રોડ, સાધુ વાસવાણી રોડ, અમીન માર્ગ, 150 ફૂટ રીંગ રોડ, અને રૈયા ટેલીફોન એક્સચેન્જ આસપાસના વિસ્તારોની ડિમાન્ડ સૌથી વધુ છે. છેલ્લા 12 મહિનામાં ભાડા બજારમાં 6-10% જેટલો સારો વધારો નોંધાયો છે, જે રોકાણકારો માટે ખુશીના સમાચાર છે. પિયુષ રાજાણીની ભવિષ્યવાણી છે કે આગામી સમયમાં ફુલ્લી ફર્નિશ્ડ પ્રોપર્ટીઝની માંગમાં ધરખમ વધારો થશે.


n10

અભિષેક લાખાણીનું તારણ: રાજકોટમાં કોર્પોરેટ ગ્રોથથી ભાડાબજારમાં તેજી!

👉 પ્રોપર્ટી પોઈન્ટના અભિષેક લાખાણીની નજરે ભાડાબજારમાં વૃદ્ધિના વાહકો તરીકે હોસ્પિટલો, બેંકો અને કોર્પોરેટ કંપનીઓનું મુખ્ય યોગદાન
👉 હોટ સ્પોટ્સ: ભાડા માટે સાધુ વાસવાણી રોડ સૌથી વધુ માંગમાં, આ વિસ્તાર રેન્ટલ માર્કેટનો હોટ સ્પોટ બની રહ્યો છે
👉 વૃદ્ધિની ગતિ: ભાડામાં 10 થી 15% નો વધારો થયો છે, આવનારા વર્ષમાં પણ સારી માંગ યથાવત રહેશે
👉 ભવિષ્યનો ટ્રેન્ડ: સાધુ વાસવાણી, રૈયા હિલ, નાના મૌવા, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, 150 ફૂટ રીંગ રોડ સતત ડિમાન્ડમાં રહેશે

રાજકોટ: પ્રોપર્ટી પોઈન્ટના અનુભવી અભિષેક લાખાણી રાજકોટના ભાડાબજાર અંગે ઉત્સાહપૂર્વક જણાવે છે કે, હાલ ભાડાની ડિમાન્ડ ખૂબ જ સારી જોવા મળી રહી છે! રાજકોટમાં અનેક કોર્પોરેટ કંપનીઓ, હોસ્પિટલો, બેંકો અને સરકારી સંસ્થાઓના આગમનને કારણે તેમજ રાજકોટની આસપાસ સર્વિસ કરતા લોકો પણ અહીં રહેવાનું પસંદ કરતા હોવાથી ભાડાની માંગમાં ધરખમ વધારો થયો છે.

અભિષેક લાખાણીના મતે, ખાસ કરીને નવા બાંધકામવાળા વિસ્તારો જેમ કે સાધુ વાસવાણી રોડ, રૈયા હિલ, નાના મૌવા, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, અને 150 ફૂટ રીંગ રોડ પર ભાડાની સૌથી વધુ માંગ છે. આ બધામાં સાધુ વાસવાણી રોડ ભાડા માટે અત્યંત લોકપ્રિય છે. તેમની જાણ મુજબ, છેલ્લા સમયમાં ભાડામાં 10 થી 15% જેટલો નોંધપાત્ર વધારો થયો છે. અભિષેક લાખાણી આશાવાદી છે કે આવનારા વર્ષમાં પણ રાજકોટમાં ભાડાની સારી માંગ જળવાઈ રહેશે. આ વૃદ્ધિ રાજકોટના આર્થિક વિકાસ અને વધતી જતી રોજગારીની તકોનો સીધો પડઘો પાડે છે, જે રિયલ એસ્ટેટ રોકાણકારો માટે સુવર્ણ તક સમાન છે!

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *