Sampatti Times Real Estate Newspaper

Advertisement

રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનનો 11માં વર્ષમાં મંગલ પ્રવેશ

Rajkot Property Consultant Association enters its 11th year auspiciously

“સ્નેહ-મિલન” કાર્યક્રમમાં રાજકોટ અને જામનગરના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સની ઉત્સાહભેર હાજરી

RPCA ની કમિટી રચના: પ્રમુખ વિજય જાની, ઉપપ્રમુખ પ્રકાશભાઈ શાહ, સેક્રેટરી કેતન મહેતા, ટ્રેઝરર નીરજ ખંભાતી, જોઈન્ટ સેક્રેટરી માધવ માલવિયા, કમીટી મેમ્બર્સ અને rpcaના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા

Rajkot Property Consultant Association દ્વારા 1 મે, 2026ના રોજ વિશેષ સેમિનાર તથા “સ્નેહ-મિલન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એસોસિએશનના 11મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજકોટ તેમજ જામનગરના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત એસોસિએશનના સેક્રેટરી કેતન મહેતાએ ઉપસ્થિત તમામ સભ્યોનું સ્વાગત અને અભિવાદન કરીને કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન અને એસોસિએશનની પ્રતિજ્ઞા સાથે પરિવારભાવનાનું સુંદર દર્શન થયું હતું.

DSC04315 a

ઉપપ્રમુખ પ્રકાશભાઈ શાહે પ્રાસંગિક ઉદબોધન આપતાં એસોસિએશનની 2016થી 2026 સુધીની સફળ યાત્રા અને સંસ્થાની વિકાસગાથા અંગે સભ્યોને માહિતગાર કર્યા હતા. સાથે જ નવી કમિટીની રચનાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

RPCAની નવી કમિટી જાહેર

2026-27 માટે રચાયેલી નવી કમિટીમાં — પ્રમુખ : વિજયભાઈ જાની, ઉપપ્રમુખ : પ્રકાશભાઈ શાહ, સેક્રેટરી : કેતન મહેતા, ટ્રેઝરર : નીરજ ખંભાતી, જોઈન્ટ સેક્રેટરી : માધવ માલવિયા.

જ્યારે કમિટી મેમ્બર્સ તરીકે અર્પિત શાહ, જસ્મીન શેઠ, મુંજાલ ચૌહાણ, શૈલેષ શાહ, અતુલ સુરાણી અને ચેતન વિઠલાણીની પસંદગી કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન એસોસિએશનના 11મા વર્ષના મંગલ પ્રવેશની ઉજવણી રૂપે તમામ સભ્યોને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું. સાથે જ સિનિયર મેમ્બર્સ અને કમિટી મેમ્બર્સ દ્વારા ઉપસ્થિત સભ્યોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રમુખ વિજય જાની દ્વારા નવા વર્ષની આયોજનાત્મક દિશા, એસોસિએશનને વધુ મજબૂત બનાવવા માટેના સૂચનો તથા ભવિષ્યના વિકાસલક્ષી વિઝન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અંતમાં સેક્રેટરી કેતન મહેતાએ જણાવ્યું હતું કે, “રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એસોસિએશનના સભ્યો માત્ર બ્રોકર નથી, પરંતુ પ્રોફેશનલ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ છે. સમયાનુસાર અપડેટ રહીને વિશ્વાસ અને ટ્રસ્ટ બિલ્ડ કરવાની દિશામાં એસોસિએશન સતત આગળ વધશે અને આવનારા સમયમાં નવી ઊંચાઈઓ સર કરશે.”

તેમણે કાર્યક્રમને સફળ બનાવનાર તમામ ઉપસ્થિત સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *