Sampatti Times Real Estate Newspaper

Advertisement

રાજકોટમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના આજના માલિકો, આવતીકાલના ઔદ્યોગિક શહેનશાહ બનશે

Today's owners of industrial plots in Rajkot will become tomorrow's industrial emperors

આર.કે.ગ્રુપના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સફળતાનું રહસ્ય શું છે?

_ દિલીપ ભટ્ટ (વરિષ્ઠ પત્રકાર)

રાજકોટ હવે એના વિકાસના મૂળભૂત રાજમાર્ગ પર આવી ગયું છે. દેખીતી રીતે આ વિકાસનો ધમધમાટ જેવા કે સાંભળવા કદાચ ન મળે, કારણ કે આ મુંબઈ નથી, પરંતુ છાને પગલે, સહેજ ધીમી ગતિએ રાજકોટનું વિરાટ ઔદ્યોગિક મહાનગર તરીકે રૂપાંતર થઈ રહ્યું છે. આજકાલ રાજકોટના વિવિધ વિસ્તારોમાં સતત વધતી ઔદ્યોગિક વસાહતો જે એક રીતે ખાનગી જીઆઇડીસી કહેવાય એનો ઉપાડ દર્શાવે છે કે હવે એન્જિનિયરિંગ સંબંધિત ઉદ્યોગોને આધીન રહ્યું નથી.

રાજકોટમાં છેલ્લા પંદરેક વર્ષથી આર.કે ગ્રુપ.દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની વિભાવનાને હાઈટેક સ્વરૂપ આપવામાં આવ્યું છે. એક પછી એક એમ અંદાજે વિવિધ પચીસ જેટલી સાઈટો આર.કે.ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવી છે, જે તમામ સોલ્ડ આઉટ સ્ટેટસ ધરાવે છે.

આર.કે.ગ્રુપે આ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની માટે સામાજિક રીતે એક નવી વિચારધારા વિકસાવી છે તે એ છે કે તમે કદાચ ઉદ્યોગપતિ ન હો કે કોઈ ઉત્પાદનકાર્ય ન કરતા હોય તો પણ એક ગુજરાતી વેપારી પ્રજા તરીકે તમારી આવનારી પેઢીયો માટે તમારે કમ સે કમ એક પ્લોટ ખરીદી રાખવો જોઈએ. આ વિચારધારા મુખ્યત્વે આર.કે.ગ્રુપના વડા શ્રી સર્વાનંદભાઈ સોનવાણીએ વિકસાવેલી છે. આ વિચારનો સમગ્ર સૌરાષ્ટ્ર પર ઘણો પ્રભાવ પડ્યો, જેણે સરવાળે આર.કે.ગ્રુપ ઉપરાંતના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની માટે પણ પ્રોત્સાહક ભૂમિકા અદા કરે.

આજે એવા ઘણા ગુજરાતી પેરેન્ટ્સ છે કે જેઓ પોતે સીધા વેપારી કે ઉદ્યોગપતિ નથી ને બંન્ને માત્ર નોકરિયાત છે.પરંતુ પોતાના સંતાનો માટે ઔદ્યોગિક મહત્વકાંક્ષાઓ ધરાવે છે, તેઓ જાણે છે કે તેઓના સંતાનો મોટા થયા પછી સરકારી નોકરી મેળવવી આસાન નથી. ઉપરાંત પતિ પત્ની બંને પાસે સારી આવકને કારણે સરપ્લસ એમાઉન્ટ પણ હોય છે. ઉપરાંત માત્ર ઇન્વેસ્ટમેન્ટ દ્રષ્ટિકોણથી જુએ તો પણ વર્ષો પસાર થતા જાય એમ પ્લોટિંગમાં ઘણું જ ઉચ્ચ કક્ષાનું રિટર્ન મળે છે.

માત્ર પેરેન્ટ્સ નહીં, નાના વેપારીઓ કે જેમનો વેપાર હવે ચડતી કળાના ચંદ્ર જેવો છે તેઓ પણ વર્ષોના પોતાના સપનાઓને સાકાર કરવા માટે હવે વ્યાજબી ભાવે આર.કે.ગ્રુપની વિવિધ ઇન્ડસ્ટ્રીયલ સાઈટ્માં બુકિંગ કરાવતા જોવા મળે છે. આર.કે.ગ્રુપ પ્લોટિંમાં સર્વાધિક સફળ નીવડવાનું એક કારણ એ છે કે તેઓ પેમેન્ટના વિવિધ વિકલ્પો આપે છે, જેને કારણે ગ્રાહકને પ્લોટ ની કિંમત હળવી લાગે છે. ઉપરાંત અન્ય પ્લોટિંગની સાથે તુલનાત્મક રીતે જુઓ તો આર.કે.ગ્રુપના બજારભાવના ધોરણો બહુ જ વ્યાજબી હોય છે. આ વાત સ્તુતિ-પ્રશંસા માટે નથી, પરંતુ એક વાસ્તવિકતા છે.

આર.કે ગ્રુપ દ્વારા જે જે વિવિધ વીસ જેટલી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ સાઈટ્સ વિકસાવવામાં આવી છે તે તમામ મુખ્ય હાઇવેની અડોઅડ અથવા નજીક હોય છે. 24×7 વીજળી અને ભરપૂર પાણીની સુવિધા હોય છે. આર.કે.ગ્રુપની તમામ ઔદ્યોગિક સાઈટો રજીસ્ટર્ડ N.A. ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં હોય છે. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક માટે શ્રેષ્ઠ કનેક્ટિવિટી હોય છે. રેસિડેન્સિયલ અને કોમર્શિયલ કરતાં ઔદ્યોગિક પ્લોટના અનેક ફાયદાઓ છે. આ એક પ્રકારે લાંબા ગાળાનું રોકાણ હોય છે. આ સ્વરૂપે સંપતિનું વેલ્યુએશન બહુ ઝડપીથી વધે છે. રાજ્ય કે કેન્દ્ર સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટને કારણે સંબંધિત પ્લોટની કિંમત સતત વધે છે. જો તમારે તમારો ઉદ્યોગ શરૂ કરવો હોય તો હાથ પરનો તૈયાર પ્લોટ એક સૌથી મોટી સગવડ છે. વળી આર.કે.ગ્રુપની તમામ ઇન્ડસ્ટ્રીયલ સાઇટ ઉદ્યોગ ઝોનમાં હોવાથી કાચા માલ, મજૂરો અને ટ્રાન્સપોર્ટ સુવિધા આસાનીથી મળી રહેત હોય છે.

એમાંના કેટલાક માં તો સબસીડી, ટેક્સ  બેનિફિટ અને વીજળી બિલમાં રાહત પણ મળી શકે એમ હોય છે. આર.કે.ગ્રુપની તમામ ઇન્ડસ્ટ્રીયલ સાઈટ્ દસ્તાવેજની રીતે બિનવિવાદાસ્પદ અને પાકા દસ્તાવેજો ધરાવે છે. એને કારણે બેંક લોન પણ સુગમ રીતે મળી જાય છે. તાજેતરમાં ગુજરાત સરકારે રાજકોટ સહિત રાજ્યના 13 જિલ્લાઓમાં કુલ 21 નવી ઔદ્યોગિક વસાહતો (એસ્ટેટસ) સ્થાપવાની જાહેરાત કરી છે, જેનાથી પણ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.રાજકોટના ખીરસરા-2 ઔદ્યોગિક એસ્ટેટમાં માર્ગ નેટવર્કના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા અંદાજે 40 કરોડનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે રાજકોટ સહિત રાજ્યના પસંદગીના કુલ આઠ શહેરો માટે લોજિસ્ટિક માસ્ટર પ્લાન તૈયાર કર્યા છે જેને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, આ પ્લાન મુખ્યત્વે ઉદ્યોગોની પરિવહન અને લોજિસ્ટિક જરૂરિયાતોને પહોંચી વળશે. આર.કે ગ્રુપની તમામ ઇન્ડસ્ટ્રીયલ સાઈટ્માં આધુનિક દીવાલોનું સુંદર બાંધકામ હોય છે એક પ્રકારે સુરક્ષાની કિલ્લેબંધી જેવી હોય છે ઉપરાંત સમગ્ર કેમ્પસ સી.સી.ટી.વી.ના ઘેરવામાં સમાવિષ્ટ હોય છે.

દરેક પ્લોટમાં વીજળી, પાણી, ગટરલાઈનના સ્વતંત્ર કનેક્શન આપવામાં આવે છે. સમગ્ર પરિસરમાં સ્ટ્રીટ લાઈટ, સિમેન્ટના સુદ્રઢ રસ્તાઓ હોય છે.એક વિશાળ કોમન પ્લોટ હોય છે. હવેના પ્રોજેક્ટમાં કેન્ટીન ઉપલબ્ધ હશે.જ્યાં નાસ્તો-ભોજન-ચા-પાણીની નિરંતર સુવિધા ઉપલબ્ધ રહેશે. મોટા ભાગન ઇન્ડસ્ટ્રીયલ સાઈટ્માં એક બિઝનેસ કોન્ફરન્સ રૂમ પણ હોય છે, જ્યાં કંપનીઓ પોતાના સ્ટાફ સાથે મિટિંગ કરી શકે છે, અથવા તો કોઈ પણ કોર્પોરેટ ઇવેન્ટ ત્યાં આકાર લઈ શકે છે. આર.કે.ગ્રુપે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગમાં જે નામના મેળવી છે એનું પ્રમુખ કારણે એ છે કે જે તે સંબંધિત સાઈટ પર આકાર પામનારા ઉદ્યોગો, ઉત્પાદન યુનિટો, સ્ટોરેજ,ગોડાઉન કે પ્રોસેસરોની જરૂરિયાતોનો આ બિલ્ડર અને ડેવલપર દ્વારા સારી રીતે વિચાર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *