Sampatti Times Real Estate Newspaper

Advertisement

સંપત્તિ ટાઈમ્સ: રિયલ એસ્ટેટના સપનાને ‘આકાર’ આપવામાં ‘સારથી’ સમું પ્લેટફોર્મ

Property Times: A platform to 'shape' real estate dreams with 'Sarathi'

રાજકોટના અગ્રણી બિલ્ડરના મુખે: આર્કિટેક્ટ ‘પ્લાન’ જ નહિ, ‘પ્રાણ’ પૂરે છે!

ડિઝાઇનથી આગળ વધી સ્વપ્નો સાકાર કરતું આકાર એસોસિયેટ્સ, પડકારોને તકોમાં પલટી, બિલ્ડર્સની શાખનું સર્જન અને ભવિષ્યના પ્રોજેકટ્સનો મજબૂત પાયો નાખે છે

સંપત્તિ ટાઈમ્સની દીર્ઘદ્રષ્ટિથી ઉજાગર થયું આર્કિટેક્ચરલ શ્રેષ્ઠતાનું રહસ્ય, જ્યાં રાજકોટના રિયલ એસ્ટેટના સુવર્ણ ભવિષ્ય માટે શ્રેષ્ઠતાનો અચૂક માર્ગ કંડારાય છે : હરીશભાઇ લાખાણી (ડીએમએલ ગ્રુપ)

રાજકોટના બિલ્ડર્સને માત્ર ડિઝાઇન જ નહીં, પણ એક ભરોસાપાત્ર ભાગીદાર જોઈએ છે. તેમને સમયસર, બજેટમાં કામ પૂરું કરનાર, સ્પષ્ટ સંવાદ કરનાર, ફેરફારોને સ્વીકારનાર અને પડકારોને તકોમાં પલટાવનાર આર્કિટેક્ટની જરૂર છે. ગુણવત્તા, કાર્યક્ષમતા, નૈતિકતા, અને રોકાણ પર મહત્તમ વળતર સુનિશ્ર્ચિત કરનાર એસોસિયેટ્સ જ તેમના સપના અને શાખનું સાચું સર્જન કરી શકે છે

રાજકોટ… માત્ર શહેર નહીં, એક જીવંત સ્વપ્ન! અહીંની ઇમારતો માત્ર ઈંટ-સિમેન્ટના ઢગલા નથી, પણ લાખો લોકોની આશાઓ, સપનાઓ અને ભવિષ્યની ઝલક છે. આ ભવ્ય નિર્માણયાત્રામાં, ‘સંપત્તિ ટાઈમ્સ’ દ્વારા ‘આકાર એસોસિયેટ્સ’ જેવા દિગ્ગજ આર્કિટેક્ટ વિશે રાજકોટના ટોચના બિલ્ડર્સ-ડેવલોપર્સના અનુભવોને પ્રકાશિત કરવાની પહેલ ખરેખર સરાહનીય છે. હું, હરીશભાઇ લાખાણી (ડીએમએલ ગ્રુપ), ‘સંપત્તિ ટાઈમ્સ’ની આ ‘નિર્માણના મર્મીઓને પારખવાની’ દીર્ઘદ્રષ્ટિને સલામ કરૂં છું!

Real Estate E-magazine

એક બિલ્ડર તરીકે, અમે જાણીએ છીએ કે “હીરાની પરખ ઝવેરી જાણે” તેમ, એક આર્કિટેક્ટની સાચી કિંમત તો પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ કરનાર અને પોતાની શાખ દાવ પર લગાવનાર બિલ્ડર જ સમજી શકે. આર્કિટેક્ટ ફક્ત નકશા નથી બનાવતો, તે બિલ્ડરના વિઝનને હૃદય આપી, તેમાં પ્રાણ પૂરે છે. તે પડકારોને તકોમાં ફેરવે છે, બજેટની મર્યાદાઓમાં રહીને અકલ્પનીય સૌંદર્ય સર્જે છે, અને કાયદાકીય જટિલતાઓને સરળતાથી પાર પાડે છે. સૌથી અગત્યનું, તે ભાવિ રહેવાસીઓના સપનાને ધ્યાનમાં રાખીને, એક જીવંત અને શ્ર્વાસ લેતી ‘એક અલગ દુનિયા’નું નિર્માણ કરે છે.

આકાર એસોસિયેટ્સ, દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણીની પિતા-પુત્રની જોડી, આ ’બ્રહ્મા’ની ભૂમિકાને સંપૂર્ણપણે ન્યાય આપે છે. તેમની પારદર્શક વાતચીત, અનુકૂલનક્ષમતા, સમય અને બજેટનું પાલન, કાર્યક્ષમ અને યુનિક ડિઝાઇન, અદ્યતન મટિરિયલ સાયન્સનું જ્ઞાન, વાસ્તુશાસ્ત્ર અને સ્થાનિક નિયમોનું પાલન, અને ઇનોવેટિવ લેન્ડસ્કેપિંગ – આ બધું તેમને માત્ર આર્કિટેક્ટ નહીં, પરંતુ પ્રોજેક્ટમાં પ્રાણ પૂરનાર બનાવે છે.

‘સંપત્તિ ટાઈમ્સ’નો આ પ્રયાસ, આકાર એસોસિયેટ્સ જેવા ‘નિર્માણના અસલી માસ્ટર્સ’ની સિદ્ધિઓને ઉજાગર કરીને, બાંધકામ ક્ષેત્રે જ્ઞાન અને પ્રેરણાનો સંચાર કરશે. આ લેખ વાંચકોને ચોક્કસપણે એક નવી દ્રષ્ટિ આપશે અને રાજકોટના રિયલ એસ્ટેટના ભવિષ્યને વધુ તેજસ્વી બનાવવામાં યોગદાન આપશે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *