Sampatti Times Real Estate Newspaper

Advertisement

સરકારી તિજોરી ભરવામાં નોંધપાત્ર યોગદાન આપનાર : રાજકોટની રજીસ્ટ્રાર કચેરીઓમાં પાયાની સુવિધાઓનો અભાવ

Lack of basic facilities in Rajkot registrar offices

પીવાનું પાણી, શૌચાલય, વેઇટીંગ એરિયા સહિતની સુવિધાઓના અભાવે સબ રજીસ્ટ્રાર કચેરીએ આવતા મહિલા, સિનિયર સિટીઝન સહિતના અરજદારોને ભારે હાલાકી

રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટસ (REAAR) દ્વારા કલેકટર ડો. ઓમ પ્રકાશને રજુઆત

રાજકોટના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણી શકાય અને સરકારી તિજોરી ભરવામાં અસામાન્ય યોગદાન આપનાર એવી શહેરની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. મૂળભૂત સુવિધાઓના ન હોવાના લીધે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં આવતા અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે રાજકોટના રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન (REAAR) દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટસ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશને કરવામાં આવેલી રજૂઆતમાં મુખ્યત્વે રાજકોટની વિવિધ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં અરજદારો નાગરિકો તથા રિયલ એસ્ટેટ એજન્ટોને ભોગવી પડી રહેલી મુશ્કેલીઓ અંગે જણાવવામાં આવ્યું છે. રજૂઆતના મુખ્ય મુદ્દાઓમાં અલગ અલગ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જમીન- મકાનના દસ્તાવેજ માટે મહિલા, સિનિયર સિટીઝનો સહિતના અરજદારો સબ રજીસ્ટ્રાર કચેરી આવતા હોય છે. પરંતુ અહીં સ્વચ્છ શૌચાલય, પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સાફ-સફાઈનો અભાવ સ્વચ્છ વેઇટિંગ એરિયા અને નાગરિકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા, પાર્કિંગ વિસ્તારમાં સુરક્ષાની ઉણપ, પાર્કિંગમાં અવારનવાર થતી નાની મોટી ચોરીઓ અટકાવવા માટે અહીં સિક્યુરિટી ગાર્ડની માંગ સહિતની રજૂઆત કરવામાં આવી હતી.

Real Estate E-magazine

સાથોસાથ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ફાયર સેફટીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જેવી ગંભીર સમસ્યાઓ અંગે પણ રજૂઆતમાં ધ્યાન દોરવામાં આવ્યું હતું.

રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન ઓફ રાજકોટ વધુમાં જણાવ્યું હતું કે, આ સમસ્યાઓ સામાન્ય નાગરિકો અને એજન્ટો માટે હેરાનગતિનું કારણ બની રહી છે. સબ રજીસ્ટ્રાર કચેરીઓ જેવી મહત્વપૂર્ણ સરકારી સેવાઓમાં યોગ્ય પરિસ્થિતિ સુનિશ્ર્ચિત કરવી એ તંત્રની નૈતિક ફરજ છે.

રાજકોટને સ્માર્ટ શહેર બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે. પરંતુ તેમાં ભારે વિરોધાભાષ જોવા મળી રહ્યો છે. શહેરના વિકાસમાં પાયારૂપ ભૂમિક નીભાવનાર સબ રજીસ્ટ્રાર કચેરીમાં પ્રથામિક સુવિધા પણ ઉપલબ્ધ ન હોય તે બાબત બીલકુલ યોગ્ય નથી. રાજકોટની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓને સ્માર્ટ કચેરી બનાવવા માટે તંત્રને વખતો વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ દિશામાં નક્કર કામગીરી થઇ નથી. ત્યારે હવે રાજકોટના સ્માર્ટ લોકપ્રતિનિધિઓ અને રાજકીય પ્રભુત્વ ધરાવનાર નેતાઓએ જ પ્રજાના આ પ્રશ્ર્નને વાચા આપી રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં જરૂરી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અસરકારક રજૂઆત કરવી જરૂરી બની જવા પામ્યું છે.


હિરાસર એરપોર્ટનું વિજયભાઇના નામાકરણ કરી લોકપ્રીય મુખ્યમંત્રીને ભાવંજલિ આપવા વિનંતી

REAAR દ્વારા કલેક્ટર સમક્ષ વિનંતી કરવામાં આવી હતી કે, શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વાંગી વિકાસ માટે અનન્ય યોગદાન આપનાર સ્વ. વિજયભાઈ રૂપાણીનું ઋણ રાજકોટવાસીઓ ચૂકવે એટલું ઓછું છે. લોકપ્રીય પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર સ્વ. વિજયભાઇને ભાવાંજલિ આપવા માટે રાજકોટના હીરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટનુ વિજયભાઇ રૂપાણીનું નામાંકરણ કરવામાં આવે જે સમગ્ર શહેર માટે ગૌરવની વાત થશે.


સ્માર્ટ રજીસ્ટ્રાર કચેરી બનાવવાની ભૂતપૂર્વ કલેકટરની નેમ વર્તમાન કલેકટર પુરી કરે

રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં મૂળભૂત સુવિધાના અભાવ અંગે સંપત્તિ ટાઇમ્સ જે તે સમયે તત્કાલીન કલેકટર પ્રભવ જોશીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.જેનો હકારાત્મક પ્રતિસાદ આપી કલેકટર દ્વારા છ મહિનામાં રાજકોટની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓને સ્માર્ટ બનાવવાની વાત કરવામાં આવી હતી. જોકે હવે તેમની બદલી થઇ ચૂકી છે. ત્યારે રાજકોટના નવનિયુકત કલેકટર ડો.ઓમ પ્રકાશ ભૂતપૂર્વ કલેકટરની નેમ પુરી કરે તેવી લોક લાગણી છે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *