Sampatti Times Real Estate Newspaper

Advertisement

હોમ હેલ્થકેર: બદલાતા સમયની જરૂરિયાત

Home Healthcare: The Need of Changing Times

👉 તબીબી સેવાની પધ્ધતિમાં આવેલા પરિવર્તન સમાન હોમ હેલ્થકેર સેવા ઝડપથી થઇ રહી છે પ્રચલિત
👉 ઘરે તબીબી સેવા આપતી વિશ્ર્વનીય સંસ્થા એટલે સૌરાષ્ટ્ર હોમ હેલ્થકેર
👉 હોસ્પિટલ જેવી ગુણવત્તાસભર સારવાર હવે ઘરે ઉપલબ્ધ: હોમ હેલ્થકેરથી દર્દીને આરામદાયક વાતાવરણ સાથે પરિવારની મળતી હુંફ
👉 સૌરાષ્ટ્ર હોમ હેલ્થકેરના નીતિન બારડ કહે છે, દર્દી અને તેમના પરિવારના વિશ્ર્વાસને સર્વોપરી રાખવાના ધ્યેય સાથે અમારી સંસ્થા કાર્યરત

બદલાતા સમયની સાથે આરોગ્ય સેવાની પધ્ધતિમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. હવે સારવાર માટે હોસ્પિટલ જવું ફરજિયાત રહ્યું નથી. હવે હોસ્પિટલ જેવી તબીબી સેવાઓ ઘરે પણ ઉપલબ્ધ બની છે. હોમકેર હેલ્થ મારફત ડોક્ટરની સલાહ મુજબ પ્રશિક્ષિત નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીના ઘરે જ ઇન્જેક્શન, આઇવી ડ્રિપ, ડ્રેસિંગ, કેથેટર કેર, રાઇલ્સ ટ્યુબ કેર, ટ્રેકિઓસ્ટોમિ કેર, સ્ટોમા કેર, બ્લડ સેમ્પલ કલેક્શન, ફિઝિયોથેરાપી તેમજ અન્ય અનેક સેવાઓ સુરક્ષિત રીતે આપવામાં આવી શકે છે.
ઘરે સારવાર મેળવવાથી દર્દીને આરામદાયક વાતાવરણ મળે છે, મુસાફરીની તકલીફ ઓછી થાય છે અને પરિવારના સભ્યોની હાજરીને કારણે દર્દી માનસિક રીતે વધુ આત્મવિશ્ર્વાસ અનુભવે છે. ખાસ કરીને વડીલો, સર્જરી પછીના દર્દીઓ, પથારીવશ દર્દીઓ માટે હોમ હેલ્થકેર અત્યંત ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.
સૌરાષ્ટ્ર હોમ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દર્દીઓને ઘરે તબીબી સેવા આપતી એક વિશ્ર્વનીય સંસ્થા છે. જેમનો ધ્યેય માત્ર સેવા આપવાનું નથી, પરંતુ દર્દી અને તેમના પરિવારને વિશ્ર્વાસ, સુરક્ષા અને ગુણવત્તાસભર સંભાળ આપવાનું છે. સૌરાષ્ટ્ર હોમ હેલ્થકેરની વિશેષતાઓની વાત કરીએ તો સમયસર હોમ વિઝિટ, કડક ઇન્ફેક્શન કંટ્રોલ પ્રોટોકોલ, વ્યાવસાયિક નર્સિંગ કેર, દર્દી કેન્દ્રિત અભિગમ અને સતત ગુણવત્તા જાળવવાની પ્રતિબદ્ધતા સામેલ છે. ઇન્જેક્શન સેવા, આઇવી ઇન્ફ્યુઝન, વાઉન્ડ ડ્રેસિંગ, પ્રેશર અલ્સર (બેડસોર) મેનેજમેન્ટ, યુરિન કેથેટર ઇન્સર્ટશન અને ચેન્જ, રાઇલ્સ ટ્યુબ સેવા, ટ્રેકિઓસ્ટોમિ કેર, સ્ટોમા કેર, ICUસેટઅપ, 24×7 નર્સિંગ કેર, દર્દી સંભાળ તથા વડીલો માટે વિશેષ હોમ કેર જેવી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ છે.
શ્રી નીતિન બારડ સૌરાષ્ટ્ર હોમ હેલ્થકેર પ્રા. લિ.ના ડિરેક્ટર છે. તેઓ દર્દીઓને તેમના પોતાના ઘરે હોસ્પિટલ જેવી ગુણવત્તાસભર, સુરક્ષિત અને વિશ્ર્વસનીય આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે કાર્યરત છે. તેમના નેતૃત્વ હેઠળ સંસ્થા પ્રશિક્ષિત નર્સિંગ સ્ટાફ દ્વારા ઇન્જેક્શન સેવા, આઇવી થેરાપી, વાઉન્ડ ડ્રેસિંગ, પ્રેશર અલ્સર (બેડસોર) મેનેજમેન્ટ, યુરિન કેથેટર કેર, ટ્રેકિઓસ્ટોમિ કેર, સ્ટોમા કેર, ICU સેટઅપ એટ હોમ, 24×7 નર્સિંગ કેર તેમજ વૃદ્ધ અને પથારીવશ દર્દીઓ માટે વિશેષ હોમ હેલ્થકેર સેવાઓ પ્રદાન કરે છે.
સૌરાષ્ટ્ર હોમ હેલ્થકેર પ્રા. લિ. ને વર્ષ 2020 માં 94.3 માય એફએમ અને દિવ્ય ભાસ્કર દ્વારા “Best Home Healthcare Service Award” નું સન્માન પ્રાપ્ત થયું છે. ઘરે જ મળે સાચી સંભાળના ધ્યેય સાથે દર્દી અને પરિવારના વિશ્ર્વાસને સર્વોપરી રાખવાના ધ્યેય સાથે આ સંસ્થા કાર્યરત છે.
સૌરાષ્ટ્ર હોમ હેલ્થકેર સર્વિસ : ઓફિસ નં. 223, નક્ષત્ર-9, એમ.જી. રોડ, ગીરનાર સિનેમા, રેસકોર્સ પાસે, રાજકોટ-360001.
મો. 95742 40404

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *