કલર અને કલ્પનાનો અનોખો સંગમ : કસ્ટમાઈઝ્ડ આર્ટવર્કથી લઈને ટ્રેન્ડી આર્ટ સુધી: La Galerie થકી કલાજગતને નવો ઓપ
હેમાલી શિંગાળાની પ્રેરણાદાયી સફર: સાસુ વર્ષાબેન શિંગાળા, સસરા સુરેશભાઈ શિંગાળા, પિતા રસિકભાઈ ગજેરા અને કાકા પરેશભાઈ ગજેરા તરફથી સતત પ્રોત્સાહનથી વૈશ્ર્વિક ઓળખ; દરેક કલાકૃતિ એક અનોખો સ્પર્શ, અનોખી ડિઝાઈન અને આધુનિક કલાનો સમન્વય
રાજકોટ: કલા માત્ર કેનવાસ કે દીવાલો પૂરતી સીમિત નથી, તે આત્માનો અવાજ છે જે રંગો અને રેખાઓ દ્વારા અભિવ્યક્ત થાય છે. રાજકોટના કલાકાર હેમાલી શિંગાળા, તેમના ઇન્સ્ટાગ્રામ પેજ lagalerie દ્વારા આ વાતને સાર્થક કરી રહ્યા છે. ‘La Galerie’ (લા ગેલેરી) એટલે કે કલાનું સંગ્રહાલય – અને ખરેખર, હેમાલી પોતાની કલાકૃતિઓ દ્વારા એક સુંદર કલાસંગ્રહનું નિર્માણ કરી રહ્યા છે.

હેમાલી શિંગાળા એક એવા કલાકાર છે જેમના હાથમાં જાદુ છે. તેઓ માત્ર પેઇન્ટિંગ્સ, ફેબ્રિક પેઇન્ટિંગ અને વોલ ડેકોર જ નહીં, પરંતુ ગ્રાહકોની પસંદગી મુજબના કસ્ટમાઇઝ્ડ આર્ટ વર્ક પણ બનાવે છે. તેમની દરેક રચનામાં એક અનોખી છાપ હોય છે, કારણ કે તેઓ દરેક પ્રોડક્ટ યુનિક ડિઝાઇન અને યુનિક કલર કોમ્બિનેશનમાં તૈયાર કરે છે. આ જ તેમની ઓળખ છે અને આ જ કારણ છે કે તેમના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે.
હેમાલીની આ કલાયાત્રામાં તેમના પરિવારનો અદભુત સહયોગ અને પ્રેરણા રહી છે. તેમને તેમના સાસુ વર્ષાબેન શિંગાળા, સસરા સુરેશભાઈ શિંગાળા, પિતા રસિકભાઈ ગજેરા અને કાકા પરેશભાઈ ગજેરા તરફથી સતત પ્રોત્સાહન મળે છે. પરિવારના આ સપોર્ટ વિના કદાચ આટલી સુંદર કલાકૃતિઓનું સર્જન શક્ય ન બનત!

આજના ડિજિટલ યુગમાં, હેમાલી શિંગાળા પણ સમય સાથે ચાલી રહ્યા છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દરેક પ્રોડકટ્સના સેમ્પલ જોઈ શકો છો. આનાથી કલાપ્રેમીઓ માટે પોતાની મનપસંદ કલાકૃતિ ખરીદવી વધુ સરળ બની ગઈ છે.
જો તમે પણ તમારા ઘરને, ઓફિસને કે પ્રિયજનોને કલાના સ્પર્શથી સજાવવા માંગતા હો, તો ‘La Galerie’ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હેમાલીની કલા, તેમની મહેનત અને તેમના પરિવારનો સહયોગ ખરેખર પ્રેરણાદાયી છે. તો રાહ શેની જુઓ છો? આજે જ QR કોડ સ્કેન કરીને lagalerie ને ફોલો કરો અને કલાના આ અનોખા સંગમનો અનુભવ કરો!
યુનિક ડિઝાઈન આર્ટને ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે : હેમાલી શિંગાળા
વર્તમાન કલા ટ્રેન્ડ વિશે સંપત્તિ ટાઈમ્સ સાથે વાત કરતાં હેમાલી જણાવે છે કે, Abstract Art, Clay Art, Gold Foil વગેરે પ્રોડકટ્સ માટે ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો ઓનલાઈન ઓર્ડર પણ આપી રહ્યા છે. આ દર્શાવે છે કે La Galerie માત્ર એક નામ નથી, પરંતુ કલા, નવીનતા અને સંતોષનું પ્રતીક છે.














Leave a Reply