Sampatti Times Real Estate Newspaper

Advertisement

ગ્રાહકોના હિત માટે ગુજરેરાનું મોટું પગલું : રેરા રજીસ્ટ્રેશન વગર એડર્વટાઇઝમેન્ટ અને બુકીંગ નહીં થઇ શકે

Gujrera's-big-step-for-the-benefit-of-consumers-Advertisement-and-booking-cannot-be-done-without-RERA-registration-1

રેરા (Rera) નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા ઝોનવાઈઝ ટીમો સતત પ્રોજેક્ટની તપાસ કરશે

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (Gujrera) ગ્રાહકોના હિતની રક્ષા માટે કડક પગલાં લઈ રહી છે. રેરા નોંધણી વિના પ્રોજેક્ટનો પ્રચાર કે બુકિંગ કરનારા બિલ્ડરો (Builder) સામે સ્વમેળે (સૂઓમોટો) કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગાંધીનગરના એક પ્રોજેક્ટમાં બિલ્ડરે રેરા નોંધણી વિના ગ્રાહક પાસેથી એક લાખ રૂપિયાનો ટોકન લીધો હોવાની ફરિયાદ ગુજરેરાને મળી હતી. ફરિયાદીને નાણાં પરત મળતાં તેમની અરજીનો નિકાલ થયો, પરંતુ ગુજરેરાએ રેરા અધિનિયમની કલમ 3ના ઉલ્લંઘન બદલ બિલ્ડર સામે સ્વમેળે તપાસ શરૂ કરી. આ ઉપરાંત, કલમ 59 હેઠળ પણ કાર્યવાહી આગળ વધી રહી છે.

Real Estate E-magazine

ઝોનવાઈઝ ટીમો રચાશે, ગેરરીતિઓ પર લગામ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રેરા નોંધણી વિના બુકિંગ અને પ્રચારની પ્રવૃત્તિઓને રોકવા ગુજરેરા ઝોનવાઈઝ ટીમો બનાવવાની યોજના ધરાવે છે. આ ટીમો રાજ્યના કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારોમાં પ્રોજેક્ટોની મુલાકાત લઈ, નિયમભંગની ચકાસણી કરશે. ગ્રાહકોની જેમ ઇન્કવાયરી કરીને ગેરરીતિઓ ઝડપાશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.

નિયમોનું પાલન ફરજિયાત

રેરા કાયદા અનુસાર, પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન થયા બાદ જ તેનો પ્રચાર શરૂ થઈ શકે છે. જોકે, ઘણા બિલ્ડરો રજિસ્ટ્રેશન નંબર દર્શાવ્યા વિના જાહેરાતો કરે છે, જે શંકાસ્પદ છે. ગુજરેરા આવા બિલ્ડરો સામે કડક પગલાં લઈ, પ્રોજેક્ટ ખર્ચના 10 ટકા સુધીનો દંડ લાદી શકે છે.

ગ્રાહક હિત અને પારદર્શિતા માટે પ્રતિબદ્ધતા

ગુજરેરાનો ઉદ્દેશ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવાનો અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાનો છે. આ માટે રાજ્યભરમાં ઝોનવાઈઝ ટીમો દ્વારા વ્યાપક તપાસ હાથ ધરાશે, જે શહેરોથી લઈ નગરપાલિકાઓ સુધીના વિસ્તારોને આવરી લેશે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *