👉 ૨૦૨૫ ના પ્રથમ ચાર માસમાં અમદાવાદમાં ૭૫ ટકાથી વધુ હાઉસીંગ સોસાયટીએ રી ડેવલોપેમન્ટ માટે કરાર કર્યા
👉 રી-ડેવલોપેમન્ટના વધતા ટ્રેન્ડથી શહેરમાં મકાન ભાડામાં ૩૦ ટકાનો વધારો નોંધાયો
ગુજરાતના આર્થિક પાટનગર સમાન અમદાવાદનો વિકાસ અકલ્પનીય રીતે આગળ વધી રહ્યો છે. શહેર સતત વિકસી રહ્યું હોવાથી અહીં વસાવાટ કરવા આવનારની સંખ્યામાં પણ સતત વધી રહ્યો છે. એટલે જ તો આ શહેરમાં રિયલ એસ્ટેટ માર્કેટ સતત ધમધમતું રહે છે. અમદાવાદમાં હાલમાં રી ડેવલપમેન્ટ ટ્રેન્ડે ભારે જોર પકડયું છે. ૨૦૨૫ના પહેલા ચાર મહિનામાં ૭૫ થી વધુ હાઉસિંગ સોસાયટીઓએ રી ડેવલપેમન્ટ માટે કરાર કર્યા છે અને કેટલાક વિસ્તારોમાં ૩૦૦-૪૦૦ એપાર્ટમેન્ટ રી ડેવલોપેમેન્ટ માટે તૈયાર છે. રી ડેવલોપમેન્ટની સાથે અમદાવાદમાં મેટ્રો શહેરની માફક મકાનના ભાડામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. એક સર્વે મુજબ અમદાવાદમાં ભાડામાં ૩૦ ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
અમદાવાદ શહેરમાં વધતી ગીચતા અને જમીનની ઉપલબ્ધાના અભાવ વચ્ચે રી ડેવલપેમન્ટ શ્રૈષ્ઠ વિકલ્પ બની રહ્યો છે. આ જ કારણે હવે રી ડેવલપેમન્ટ માટે સોસાયટી અને એપાર્ટમેન્ટના રહીસો સહમતી આપી રહ્યા છે. રી ડેવલોપેન્ટ માટે લાગતા સમયની અસર હેઠળ શહેરમાં ભાડે મિકલતની માગમા સતત વધારો થઇ રહ્યો છે. તેના પરિણામસ્વરૂપ મકાન ભાડામાં વધારો જોવા મળી રહ્યો છે.જેના રિયલ એસ્ટેટ માર્કેટમાં રેન્ટ ક્ષેત્ર એક નવી જ તેજી આવી છે. મિકલત ભાડે લેવાની ડિમાન્ડમાં સતત વધારો થઇ રહ્યો છે.
અમદાવાદના બ્રોકર્સ સ્વીકારે છે કે, રી ડેવલોપેમન્ટ સોદામાં વધારાને કારણે નવરંગપુરા, નારણપુરા, પાલડી, વાસણા અને વાડજ જેવા મધ્ય વિસ્તારોમાં ભાડાના મકાનોની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જ્યાં ભાડાના મકાનો માટે પૂરતી ઇન્વેન્ટરી નથી, જેના કારણે ગયા વર્ષની સરખામણીમાં ભાડામાં મોટો વધારો થયો છે. વધુમાં, તેમણે વિસ્થાપિતરહેવાસીઓને માસિક ભાડાની રકમ ૧૨,૦૦૦-૧૩,૦૦૦ રૂપિયાથી વધારીને ૧૫,૦૦૦-૩૦,૦૦૦ રૂપિયા કરી દીધી છે. નવા શૈક્ષણિક અને નોકરી વર્તુળ માટે સ્થળાંતર કરતા વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોનો મોસમી ધસારો પણ દબાણમાં વધારો કરી રહ્યો છે. ઘણા લોકો ખરીદી કરતાં ભાડે લેવાનું પસંદ કરે છે, જેના કારણે એસપી રિંગ રોડ નજીકના વિસ્તારોની માંગ પણ વધી છે.
આ પરિવર્તનના મૂળમાં કાનૂની સુધારા છે જેણે રી ડેવલોપમેન્ટ પ્રક્રિયાઓને સરળ બનાવી છે. સૌથી અસરકારક ફેરફાર એ જરૂરી સંમતિ મર્યાદામાં ઘટાડો છે. હવે ફક્ત ૭૫ ટકા સોસાયટી સભ્યોને રિ ડેવલોપેમન્ટ યોજનાને મંજૂરી આપવાની જરૂર છે, જે અગાઉના વધુ જટિલ આદેશોથી ઓછી છે.
વધુમાં, એવા બજારમાં જ્યાં જંત્રી દર (સત્તાવાર સરકારી જમીન મૂલ્યાંકન) બમણા થવાથી નવા પ્રોજેકટ્સ શરૂ કરવાની કિંમતમાં ૨૦ ટકા વધારો થયો છે, ત્યાં માલિકીની જમીન પર હાલની ઇમારતોનો રિ ડેવલોપેમન્ટ એક વ્યૂહાત્મક ફાયદો છે.
અમદાવાદના ટોપ રી-ડેવલોપેમન્ટ પ્રોજેક્ટ
- સકલ એપાર્ટમેન્ટ્સ, નારણપુરા
- ગુરુકુલ રોડ રી ડેવલોપમેન્ટ
- નવરંગપુરા સોસાયટી રિનોવેશન
- નારણપુરા હાઉસિંગ અપગ્રેડ
- પાલડી શહેરી રિનોવેશન
- મેમનગર રહેણાંક પરિવર્તન
- એલિસબ્રિજ સોસાયટી રી ડેવલોપેમેન્ટ
- સેટેલાઇટ વિસ્તાર ઓવરહોલ












Leave a Reply