Sampatti Times Real Estate Newspaper

Advertisement

નવા જંત્રી દરમાં ફેરફારની તૈયારી, સમસ્યાઓ ઉભી થવાની શક્યતા

Government's-efforts-to-implement-new-Jantri-will-create-many-discrepancies-2

ગરવી સર્વર પાંચ દિવસ બંધ, દસ્તાવેજ નોંધણી ઠપ થવાની શક્યતા : ગ્રામ્ય વિસ્તારોમાં મેપિંગ કરવા તમામ સબ.રજિસ્ટ્રારને કામગીરી પૂર્ણ કર્યા સિવાય કચેરી ન છોડવા આદેશ છૂટ્યો

અમદાવાદ, ગુરુવાર આખરે નવી જંત્રી દરનો અમલ કરવા રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. જોકે, નવી જંગી લાગુ કરવા સરકારે ઉતાવળ કરી છે ત્યારે અનેક વિસંગતતા ઉભી થવાની સંભાવના રહી છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પની સૂચનાથી પાંચ દિવસ સુધી “ગરવી’ સર્વર બંધ રહેશે. આ ઉપરાંત | ગ્રામ્ય વિસ્તારોમાં તાત્કાલિક મેપિંગ કર્યા સિવાય કચેરી ન છોડવા સબ રજીસ્ટ્રારોને આદેશ કરાયો છે તે જોતાં એવી ચર્ચાએ જોર પકડયુ છેકે, ટુંક જ સમયમાં નવા જંત્રી દર અમલમાં આવી શકે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં મેપિંગ કરવા તમામ સબ.રજિસ્ટ્રારને કામગીરી પૂર્ણ કર્યા સિવાય કચેરી ન છોડવા આદેશ છૂટ્યો દસ્તાવેજોની નોંધણી, મેપિંગ, મૂલ્યાંકન વગેરે જેવી મહત્ત્વની કામગીરી ગરવી સર્વર ઉપર થાય છે. રાજ્ય સરકારે જંત્રીનો મુસદ્દો તૈયાર કર્યો છે તે જોતાં જંત્રીદર વધે તેવી શક્યતા છે. આ મામલે વાંધાસૂચનો પણ રજૂ થયાં છે. સૂત્રોના મતે, મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત શહેરી વિસ્તારોમાં મેપીંગમાં અસંખ્ય ભૂલો પ્રવર્તી રહી છે. અમુક વિસ્તારો તો ગરવી સર્વરમાં દેખાતાં જ નથી. કેટલાંય ગ્રામ્ય વિસ્તારોનો સર્વે થયો નથી. આવી ઘણી વિસંગતતાઓ જોવા મળી રહી છે. સર્વે કરાયાં વિના જ રાજ્ય સરકારે નવા જંત્રી દર લાગુ કરવા ઉતાવળ કરવામાં આવી રહી છે. એવુ ય જાણવા મળ્યુ છેકે, રાજ્યના તમામ સબ રજીસ્ટ્રારોને મેપિંગની કામગીરી પૂર્ણ કર્યા વિના મોડી રાત સુધી કચેરી ન છોડવા ગાંધીનગરથી આદેશ છૂટ્યો છે.

આ ઉપરાંત તા. ૧૦થી માંડીને તા. ૧૪ એપ્રિલ સુધી ગરવી સર્વર બંધ રહેશે. સરકારની સૂચનાથી તા. ૧૧મીએ પણ સર્વર બંધ હોવાના કારણે રાજ્યભરમાં દસ્તાવેજ નોંધણી કામગીરી ઠપ રહેશે. દસ્તાવેજો નોંધણી કામગીરી બંધ રહેતાં સરકારને એક જ દિવસમાં લાખો રૂપિયાની આવક ગુમાવવી પડશે. પાંચેક દિવસ ગરવી સર્વર બંધ રહેતાં એવી ચર્ચાએ જોર પકડયું છેકે, નવા જંત્રી દર ઓનલાઈન અપલોડ થઈ રહ્યાં છે. સૂત્રોનું કહેવુ છેકે, સરકાર કોઈપણ ભોગે નવા જંત્રીદર લાગ કરવાના મતમાં છે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *