Sampatti Times Real Estate Newspaper

Advertisement

ભાડાની પ્રોપર્ટી શોધવા માટેના ફાઇવ પોઇન્ટ

Five points for finding rental properties

👉 પ્રોપર્ટી ભાડે લેવાનું નક્કી કરવું, સર્ચ, સાઇટ મુલાકાત, પ્રોપર્ટી પસંદ કરવી અને ડોકયુમેન્ટ

👉 ભાડાની પ્રોપર્ટી મેળવવામાં કેટલો સયમ લાગે તે આ પાંચ તબક્કા પર આધારિત

👉 પસંદગીમાં અસ્પષ્ટતા અને બજેટનો અભાવ પણ ભાડે મિલકત મેળવવામાં વિલંબ થવા પાછળનું કારણ બની શકે

ઘરનું ઘર બનાવવુ તો મુશ્કેલ છે જ પણ હાલના દિવસોમાં શહેરમાં ખાસ કરીને મેટા સિટીમાં ભાડાનું ઘર શોધવું એ પણ એક જટીલ પ્રક્રીયા સમાન બની ગયું છે. ઘણી વખત ભાડાનું ઘર શોધવા માટે એક ટાઇમ નક્કી કર્યો હોય છે. પણ આ નિશ્ર્ચિત ટાઇમમાં ઘર શોધી લેવું ઘણી વખત શકય બનતું નથી. અહીં આપણે ભાડાનું ઘર શોધવા માટેની શું પ્રક્રીયા હોય છે અને તેમાં કયારેક કયાં કારણસર વિલંબ થતો હોય છે તેના પર વિગતવાર ચર્ચા કરીએ.

ભાડાની મિલકત શોધવાની પ્રક્રિયા સામાન્ય રીતે પાંચ તબક્કામાં થાય છે.જેમાં સૌપ્રથમ તમે માનસિકત તૈયારી કે હવે મારે ભાડે પ્રોપર્ટી જોઇએ છે. ત્યારબાદનો તબક્કો ઘર અંગે સર્ચ, સાઇટ મુલાકાતો, પોપર્ટી ફાઇનલ કરવી અને ડોકયુમેન્ટની કાર્યવાહી. જે ભાડૂતોએ પહેલાથી જ પોતાનું શોધવાનું શરૂ કરી દીધુ હોય તેઓ આ તબક્કાઓમાંથી ઝડપથી આગળ વધે છે. બીજી બાજુ, જેઓ તેમની પસંદગીઓ અથવા બજેટ વિશે અસ્પષ્ટ છે તેઓને ઘર શોધવામાં ખાસો સમય લાગી જતો હોય છે.

લોકેશન શોધવું

એકવાર તમે ભાડે ઘર માટે એક યાદી તૈયાર કર્યા બાદ શોધવાનું શરૂ કરો છો, ત્યારે ખરો તબક્કો શરૂ થાય છે. આ તબક્કામાં ઓનલાઈન પોર્ટલ બ્રાઉઝ કરવા, સ્થાનિક બ્રોકર્સ સાથે જોડાવા, મિત્રો અથવા ઓફિસના સાથીદારોને લીડ્સ માટે પૂછવા અને મુલાકાત લેવા યોગ્ય વિકલ્પોને શોર્ટલિસ્ટ કરવાનો સમાવેશ થાય છે.આ પ્રક્રીયામાં જ ખાસો સમય લાગતો હોય છે. આ તબક્કો સામાન્ય રીતે લગભગ ત્રણ થી સાત દિવસ લે છે, જોકે જો તમે સ્થાન, દૃશ્ય અથવા સુવિધાઓ વિશે ખૂબ ચોક્કસ હોવ તો તે લંબાવી શકે છે.

સાઇટ મુલાકાત

શોર્ટલિસ્ટ કરેલી મિલકતોની મુલાકાત લેવામાં સામાન્ય રીતે અપેક્ષા કરતાં વધુ સમય લાગે છે. તમારી ઉપલબ્ધતા, મકાનમાલિક અથવા બ્રોકરનું સમયપત્રક અને ટ્રાફિકની સ્થિતિ આ બધું ભૂમિકા ભજવે છે. ઘણા લોકો એક જ ઘરની બે વાર મુલાકાત લે છે, ખાસ કરીને જો તેઓ નિર્ણય લેતા પહેલા તેને પરિવારના સભ્યો અથવા ફ્લેટમેટ્સને બતાવવા માંગતા હોય.

મિલકત પસંદ પડવા માત્રથી નિર્ણય નથી લઇ શકાતો

જ્યારે તમને કોઈ સ્થળ ગમે છે, ત્યારે પણ નિર્ણય લેવાનું હંમેશા તાત્કાલિક હોતું નથી. કેટલાક લોકો થોડા વધુ વિકલ્પોની તુલના કરવા માંગે છે. અન્ય લોકો ભાડા અથવા ડિપોઝિટ માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરે છે. જો તમે બીજા લોકો સાથે રહેવા જઈ રહ્યા છો, તો તેમનો અભિપ્રાય મહત્વપૂર્ણ બની જાય છે. સોસાયટીના નિયમો, મહેમાન નીતિઓ અને જાળવણી ચાર્જ જેવી બાબતો પણ મહત્વપૂર્ણ બને છે. ભાડૂતો ઘણીવાર “પરફેક્ટ” ઘરની રાહ જોતા અટકી જાય છે.

ડોકયુમેન્ટ કાર્યવાહીમાં સમય લાગી શકે

પ્રોપર્ટી ફાઇનલ થયા બાદ કાગળની કાર્યવાહી જેમાં ભાડા કરાર સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આ તબક્કો ખુબ જ મહત્વનો હોય છે. આમાં ટોકન રકમ ચૂકવવી, ભાડા કરારનો મુસદ્દો તૈયાર કરવો, પોલીસ ચકાસણી (જો જરૂરી હોય તો) પૂર્ણ કરવી અને જ્યાં લાગુ પડે ત્યાં કરારની નોંધણી કરવી સામેલ છે.કેટલાક મકાનમાલિકો રજિસ્ટર્ડ ભાડા કરાર પર આગ્રહ રાખે છે, જે પ્રક્રિયા કરવામાં થોડા વધારાના દિવસો લાગી શકે છે.

લોકેશન અને બજારની ડિમાન્ડ મહત્વનું ફેકટર

તમે ભાડાનું ઘર કેટલી ઝડપથી શોધી શકો છો તે તમે ક્યાં શોધી રહ્યા છો તેના પર ઘણો આધાર રાખે છે. જે શહેરોમાં માંગ વધારે છે – ખાસ કરીને આઇટી હબ અથવા વાણિજ્યિક કેન્દ્રોની નજીક – ત્યાં ઘરો થોડા દિવસોમાં ભાડે આપવામાં આવે છે. ભાડૂતોએ ઝડપથી કાર્ય કરવું પડે છે અને સોદો સુરક્ષિત કરવા માટે સ્થળ પર ટોકન પણ ચૂકવી શકે છે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *