Sampatti Times Real Estate Newspaper

Advertisement

દેવગામ એટલે કાલાવડ રોડનું વિકાસનું આગામી હોટસ્પોટ

Devgam is the next development hotspot of Kalavad Road.

👉 શ્રી જયભારત ધામેચાના વિઝન મુજબ, ભવિષ્યમાં ઝોન ફેરફારની શક્યતાઓ જોતાં દેવગામમાં કરેલું રોકાણ એ માત્ર જમીનની ખરીદી નથી પણ આવતીકાલની સમૃદ્ધિની ચાવી છે

👉 રાજકોટના આઉટસ્કર્ટ્સમાં દેવગામ લોકેશન અને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોવાથી આસપાસના ઔદ્યોગિક વિકાસને કારણે દેવગામમાં રેસિડેન્શિયલ ડિમાન્ડ વધશે

👉 કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોથી નજીક હોવાથી તેમજ પાણીના તળ ભરપૂર હોવાથી અહીં લક્ઝુરિયસ રિસોર્ટ અને હોસ્પિટાલિટી બિઝનેસ માટે પણ વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે

👉 શૈક્ષણિક સંકુલો નજીક હોવાથી રહેણાંક હેતુ માટે પરિવારોની પ્રથમ પસંદગી દેવગામ રહેશે, હાલના વાજબી ભાવો ભવિષ્યમાં અનેકગણા થવાની પૂરેપૂરી સંભાવના

👉 NRI માટે કાલાવડ રોડ હંમેશા હોટ-ફેવરિટ રહ્યો છે, જેનો સીધો ફાયદો દેવગામના વિકાસને મળશે

👉 શહેરની ગીચતા અને ટ્રાફિકની સમસ્યાથી દૂર, ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે દેવગામ શ્રેષ્ઠ ‘હેલ્થ કોરિડોર’ સમાન હોવાથી ‘પ્રકૃતિ ઉપવન’ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા દેવગામમાં નેચર લિવિંગનો ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે

આ વિસ્તારની વધતી સંભાવનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સ્તરના પ્રભાવશાળી વર્ગો અને મોટા ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ્સ દ્વારા પણ દેવગામમાં શાંત રીતે પરંતુ નોંધપાત્ર રોકાણ કરવામાં આવી રહ્યું છે, જે દેવગામના ભવિષ્ય પર મજબૂત વિશ્વાસ દર્શાવે છે.

રાજકોટ શહેરની વિકાસયાત્રામાં કાલાવડ રોડ હંમેશા મોખરે રહ્યો છે. આ વિસ્તારની પ્રગતિની રફ્તારને પારખીને રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી અને રિયલ એસ્ટેટના વિઝનરી જયભારત ધામેચા સ્પષ્ટપણે માને છે કે, હવે વિકાસની નવી ક્ષિતિજ ‘દેવગામ’ તરફ વિસ્તરી રહી છે.

રિયલ એસ્ટેટના સુવર્ણ નિયમ મુજબ “ઉગતા સૂરજને સૌ પૂજે,” તેમ દેવગામ અને તેની આસપાસના ખીરસરા, લોધિકા, છાપરા અને મોટા વડા જેવા વિસ્તારોમાં થઈ રહેલો ઔદ્યોગિક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રૂડા (RUDA)ના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ હોવાથી દેવગામનું ભવિષ્ય સુયોજિત અને સુરક્ષિત છે. અહીંની કનેક્ટિવિટી અને ભૌગોલિક સ્થાન તેને રાજકોટના આઉટસ્કર્ટ્સનું સૌથી પ્રાઈમ લોકેશન બનાવે છે.

શ્રી ધામેચાના અવલોકન મુજબ, દેવગામમાં હવે ટ્રેન્ડ બદલાયો છે. માત્ર ખેતીની જમીન જ નહીં, પરંતુ બિનખેતી (NA) પ્લોટ્સ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સની માંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. દેવગામના જ રેવન્યુ સર્વે નંબરમાં આકાર પામી રહેલી ‘પ્રકૃતિ ઉપવન’ જેવી પ્રીમિયમ ફાર્મ વિલા સ્કીમ તેની સાબિતી છે. આધુનિક જીવનશૈલી અને કુદરતી વાતાવરણનો સુમેળ સાધતા આવા પ્રોજેક્ટ્સ દેવગામની ‘વેલ્યુ’માં સતત વધારો કરી રહ્યા છે.

વ્યૂહાત્મક દ્રષ્ટિએ જોઈએ તો, શહેરના વિસ્તરણની ગતિ જોતા ભવિષ્યના ટાઉન પ્લાનિંગ અને ઝોનલ ફેરફારોની પ્રબળ શક્યતાઓ દેવગામની તરફેણમાં છે. અગાઉ કાલાવડ રોડના અન્ય વિસ્તારોમાં જે રીતે ઝોન ફેરફાર બાદ જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે, તેવું જ ઉજ્જવળ ભવિષ્ય અહીં જોઈ શકાય છે. સમજદાર રોકાણકારો માટે “પાણી પહેલાં પાળ બાંધવી” એ ન્યાયે, આજે કરેલું રોકાણ આવતીકાલની સમૃદ્ધિનો પાયો બની શકે છે.

ટૂંકમાં, કાલાવડ રોડની પ્રતિષ્ઠા અને દેવગામની વિકાસ ક્ષમતાનો સમન્વય એક સુરક્ષિત અને શ્રેષ્ઠ રિટર્ન આપનારો વિકલ્પ છે. જયભારત ધામેચાના શબ્દોમાં કહીએ તો, દેવગામમાં રોકાણ એ માત્ર જમીનની ખરીદી નથી, પરંતુ એક ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *