Sampatti Times Real Estate Newspaper

Advertisement

પ્રીમિયમ હાઉસિંગ તરફ ડેવેલોપર્સનો વધતો ઝુકાવ

Developers' growing inclination towards premium housing

👉 પ્રીમિયમ હાઉસિંગ સેકટર તરફ વધુ આવક ધરાવતા રોકાણકારો અને ખરીદદારો આકર્ષિત

👉બેંકો અને ઇક્વિટી ફર્મો રચનાત્મક અને પ્રીમિયમ સંપત્તિમાં રસ દાખવી રહી છે

👉 ડેવલપરો અનુકૂળ પરિસ્થિતિનો લાભ લઈ ઉચ્ચ નફાવાળા પ્રોજેક્ટ્સ પર કરી રહ્યા છે ફોકસ

રિયલ એસ્ટેટ ક્ષેત્ર દેશના વિકાસ અને રોજગારી માટે એક મહત્વનું પરિબળ સાબિત થઇ રહ્યું છે. ભારતીય રિયલ એસ્ટેટ બજારમાં રહેણાંક સેગમેન્ટ હાલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. અગાઉ એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્ર તરફ ઝુકાવ વધ્યો હતો. જયારે હવે તેમાં પરિવર્તન આવ્યું છે. હવે ડેવેલોપર્સ પ્રીમયમ હાઉસિંગ તરફ વળી રહ્યા છે. જેમાં તેમને આકર્ષક વળતર સહિતના પ્રોફિટ જણાઇ રહ્યા છે. ડેવેલોપર્સ મહત્તમ પ્રોજેકટ પ્રીમીયમ સેટમેન્ટમાં લોન્ચ કરી રહ્યા છે. આગામી સમયમાં પણ આ ટ્રેન્ડ જળવાયેલો રહે તેવો સંકેતો જણાઇ રહ્યા છે.

Knight Frank–NAREDCO રિયલ એસ્ટેટ સેન્ટિમેન્ટ ઈન્ડેક્સ (Q3 2025) મુજબ, બજાર સ્થિર છે, પરંતુ પસંદગીયુક્ત થઇ રહ્યું છે. ડેવલપરો મધ્યમ આવકવર્ગ માટેના ઘરો કરતાં હવે હાઇપ્રોફાઇલ અને પ્રીમિયમ હાઉસિંગ તરફ વળી રહ્યા છે. મધ્યમ સેગમેન્ટ પર વધતા “અફોર્ડેબિલિટી પ્રેશર”ને કારણે આ પરિવર્તન જોવા મળે છે, જ્યારે પ્રીમિયમ હાઉસિંગ સેકટર વધુ આવક ધરાવતા રોકાણકારો અને ખરીદદારોને આકર્ષી રહ્યો છે.

સર્વે મુજબ 71 ટકા ડેવલપરોને આશા છે કે રહેણાંક પ્રોજેક્ટોના લોન્ચ સ્થિર રહેશે અથવા થોડો વધારો થશે. ખાસ કરીને તેઓ ઊંચા મૂલ્યવાળા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને બિનવેચાતી ઇન્વેન્ટરીથી બચવા માટે ટિયર-૧ બહારના વિસ્તારોમાં પણ વિસ્તરણ કરી રહ્યા છે.

ભારતના મુખ્ય મેટ્રો શહેરો — NCR, બેંગલુરુ અને હૈદરાબાદમાં 2025ના ત્રીજા ત્રિમાસિકગાળામાં આવાસ ભાવમાં 13 થી 19 ટકા સુધીનો વાર્ષિક વધારો નોંધાયો છે. આ વૃદ્ધિને સમર્થન આપી રહ્યા છે સમૃદ્ધ ખરીદદારો અને રોકાણકારો, જેમને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે રિયલ એસ્ટેટ વિશ્ર્વસનીય સંપત્તિ લાગે છે.

બીજી તરફ, મધ્યમ સેગમેન્ટ હજુ પણ સંઘર્ષ કરી રહ્યું છે, જતાં વ્યાજદરમાં ઘટાડો અને સબસિડી યોજનાઓ ઉપલબ્ધ છે. ઘણા સંભવિત ખરીદદારો માટે ઘરની કિંમતો પહોંચની બહાર થઈ ગઈ છે, જેના કારણે માંગ ઘટી રહી છે.

લગભગ 86 ટકા પ્રતિભાવદાતાઓ માને છે કે મૂડી સુધીની પહોંચ સ્થિર અથવા વધુ સારી થશે. બેંકો અને ઇક્વિટી ફર્મો રચનાત્મક અને પ્રીમિયમ સંપત્તિમાં રસ દાખવી રહી છે. ડેવલપરો આ અનુકૂળ પરિસ્થિતિનો લાભ લઈ ઉચ્ચ નફાવાળી પ્રોજેક્ટ્સ પર વધુ ધ્યાન આપી રહ્યા છે, ખાસ કરીને તે પ્રોજેક્ટ્સ પર જે આધુનિક શહેરી જીવનશૈલી સાથે સુસંગત છે.

પ્રીમયમ હાઉસિંગની પસંદગી કેમ ?

ભારતીય રહેણાંક બજારમાં વર્ગીય વિભાજન સ્પષ્ટ થઈ રહ્યું છે.
સમૃદ્ધ વર્ગમાં લક્ઝરી અને પ્રીમિયમ ઘરોની માંગ વધી રહી છે, જ્યારે મધ્યમવર્ગ માટે ઘર ખરીદવાની ક્ષમતા ઘટી રહી છે.
ડેવલપરો આ નવા વલણોને અનુરૂપ તેમની સપ્લાય અને પોર્ટફોલિયો રણનીતિઓ બદલી રહ્યા છે.
હાઉસિંગ ક્ષેત્ર પસંદગીયુક્ત પરંતુ ટકાઉ વૃદ્ધિના તબક્કામાં પ્રવેશતું દેખાય છે, જ્યાં આધુનિક શહેરી જીવનશૈલી અને સંપત્તિ નિર્માણ મહત્વપૂર્ણ પરિબળ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *