👉આપણા પૂર્વજોની સમૃદ્ધિનો પાયો પણ ખેતીની ફળદ્રુપ જમીન હતી
👉સંપત્તિ પુરાણના નવા અધ્યાયમાં રોકાણકારોને ગ્રાઉન્ડ લેવલની વાસ્તવિકતાથી અવગત કરવાનો એક પ્રયાસ
👉રાજકોટ-સૌરાષ્ટ્રના અગ્રણી રિયલ એસ્ટેટ એડવાઇઝર્સના શ્રેષ્ઠ માર્ગદર્શનથી રોકાણકારોને સોનેરી તક સાંપડશે
આપણા ભારત દેશની ઓળખ હજારો વર્ષોથી એક સમૃદ્ધ ખેતીપ્રધાન રાષ્ટ્ર તરીકે રહી છે. આપણી સંસ્કૃતિ અને સભ્યતાના મૂળ કૃષિ સાથે જોડાયેલા છે, અને આજે, આધુનિકતાના આ યુગમાં પણ, ખેતીની જમીનમાં રોકાણ એક નવી ઊંચાઈએ પહોંચી રહ્યું છે. સંપત્તિ ટાઈમ્સ દ્વારા સૌરાષ્ટ્રના અગ્રણી રિયલ એસ્ટેટ નિષ્ણાતો અને લેન્ડ બ્રોકર્સ પાસેથી ખેતીની જમીનમાં રોકાણ અંગેના અભિપ્રાયો માંગવામાં આવ્યા હતા.
નિષ્ણાતોના મતે, ખેતીની જમીનમાં કરેલું રોકાણ ક્યારેય નિષ્ફળ જતું નથી. તેઓ તેને ’કાચા સોના’ સમાન ગણે છે, કારણ કે લાંબા ગાળે તે નિશ્ર્ચિતપણે ઊંચું વળતર આપે છે. આ અભિપ્રાયો પરથી સ્પષ્ટ થાય છે કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જમીનની માંગ સતત વધી રહી છે. રાજકોટની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક અને રહેણાંક વિકાસને કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે ગીર જેવા પ્રકૃતિના ખોળામાં આવેલા વિસ્તારો પર્યટન અને ફાર્મહાઉસના શોખીનોને આકર્ષી રહ્યા છે.

ભવિષ્યની આર્થિક સુરક્ષાની દૃષ્ટિએ પણ ખેતીની જમીનમાં રોકાણ વધ્યું: પ્રકાશ શાહ
👉 ટ્રેન્ડ્સ: પાણીની સુલભતાને કારણે બાગાયત ખેતીનો ટ્રેન્ડ વધ્યો હોવાનો કલ્યાણ એસ્ટેટ એજન્સીના પ્રકાશ શાહનું મંતવ્ય
– રોકાણની દ્રષ્ટિએ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જેવા જિલ્લાઓ શ્રેષ્ઠ વિકલ્પો
👉 એક્સપર્ટ એડવાઇઝ : ઓનલાઇન Anyror વેબસાઈટ પર 7/12, 8-અ અને 6 નંબરના દસ્તાવેજો ચકાસવા અત્યંત જરૂરી
– જમીન જન્મજાત જૂની શરતની હોય તો ઉત્તમ છે, પરંતુ નવી શરતની જમીન ખરીદતા પહેલાં તેના દસ્તાવેજો અને સીમાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો
કલ્યાણ એસ્ટેટ એજન્સીના પ્રકાશ શાહના મતે, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કૃષિભૂમિનું આકર્ષણ અભૂતપૂર્વ રીતે વધ્યું છે. રિયલ એસ્ટેટના નિષ્ણાતો માને છે કે આ ફક્ત જમીન ખરીદવાનો નહીં, પરંતુ ભવિષ્યની સુરક્ષા માટેનું રોકાણ છે. ખાસ કરીને પાણીની સુલભતા વધતાં બાગાયત ખેતી અને ખેતપેદાશોમાં વૃદ્ધિ થતાં રોકાણકારો ખેતીની જમીન તરફ વળ્યા છે.
રોકાણની દ્રષ્ટિએ અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જેવા જિલ્લાઓ શ્રેષ્ઠ વિકલ્પો ગણાય છે. અહીં ભાવ પ્રમાણમાં ઓછા હોવાથી લાંબાગાળે સારું વળતર મળવાની શક્યતા વધારે છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પણ કૃષિભૂમિમાં રોકાણને પ્રોત્સાહન આપી રહી છે.

એરપોર્ટની કાર્ગો સેવા અને ઉદ્યોગોના કારણે અમદાવાદ હાઇવે રોકાણ માટે બેસ્ટ : વિનય વડેરા
👉 ટ્રેન્ડ્સ: નવા ઉદ્યોગોના આગમનને કારણે જમીનના ભાવમાં ઝડપી ઉછાળો આવશે તેવો શ્રી ડેવલપર એન્ડ ક્ધસલ્ટન્ટના વિનય વડેરાનો આશાવાદ
– કુવાડવા, જીયાણા, રામપર બેટી, પરેવળા, મેવાસા, રંગપર અને આભેરવા જેવા ગામોમાં રોકાણની ઉત્તમ તક
👉 એક્સપર્ટ એડવાઇઝ : જમીનનો બિનખેતીમાં ઉપયોગ શક્ય છે કે નહીં, નવી શરતની છે કે જૂની શરતની તે તપાસવું
– જમીનનું ટાઈટલ ક્લિયર છે કે નહીં, તેની માપણી શીટ અને કાનૂની દસ્તાવેજોની ચકાસણી કરવી હિતાવહ
રાજકોટ અને સૌરાષ્ટ્રના રિયલ એસ્ટેટ માર્કેટમાં એગ્રીકલ્ચર લેન્ડમાં રોકાણ માટે હોટસ્પોટ તરીકે અમદાવાદ રોડ ઉભરી રહ્યો છે. શ્રી ડેવલપર એન્ડ ક્ધસલ્ટન્ટના વિનય વડેરાના મતે, આ વિસ્તારમાં રોકાણ કરવું એ સોનેરી તક સમાન છે.
કુવાડવા, જીયાણા, રામપર બેટી, પરેવળા, મેવાસા, રંગપર અને આભેરવા જેવા ગામોમાં રોકાણની ઉત્તમ તક હોવાનું તેઓ જણાવે છે. અન્ય વિસ્તારોની સરખામણીમાં અમદાવાદ રોડ પરના ગામોમાં જમીનના ભાવ સસ્તા છે. ઉપરાંત નવા કાર્ગો એરપોર્ટ અને ઉદ્યોગોના આગમનથી આ વિસ્તારનું મહત્વ ખૂબ વધી ગયું છે. ફાર્મહાઉસ, વેરહાઉસ અને ગોડાઉન જેવા પ્રોજેકટ્સ માટેની જમીનની માંગમાં ભારે વધારો થયો છે, જે ભવિષ્યમાં રોકાણકારોને મોટું વળતર આપશે.

નવા એરપોર્ટને કારણે જમીનની માંગ અને કિંમતમાં ઉછાળો આવ્યો: હિતેશ ગોસ્વામી
👉 ટ્રેન્ડ્સ: ગોંડલ, જામનગર અને કાલાવડ રોડ પર આવેલા વિસ્તારોમાં વધુ ફાયદો મળવાનો મિરેકલ પ્રોપર્ટીના હિતેશ ગોસ્વામીએ મત વ્યક્ત કર્યો
– ગોંડલ, ધોરાજી અને ઉપલેટા જેવા વિસ્તારોમાં પાણીની સુલભતાને કારણે ખેતી ખૂબ જ અનુકૂળ
👉 એક્સપર્ટ એડવાઇઝ : ઔદ્યોગિક વિકાસ અને બંદરોની નજીક આવેલી જમીનોમાં રોકાણથી સારું વળતર મળી શકે
– પાણી, સિંચાઈ અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા તેમજ જમીન પર કોઈ લોન, વિવાદ અથવા કોર્ટ કેસ બાકી નથી તેની ખાતરી કરવી
મિરેકલ પ્રોપર્ટીના હિતેશ ગોસ્વામી કહે છે કે ખેતીની જમીન હવે માત્ર ખેતી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે રોકાણકારો માટે આવક અને આશીર્વાદ બંનેનો સ્ત્રોત બની રહી છે. બાયપાસ, હાઈવે અને ઔદ્યોગિક વિસ્તારોની નજીક આવેલી જમીનોમાં રોકાણ કરવાનું વલણ ખૂબ જ વધ્યું છે. ફાર્મહાઉસ પ્રોજેકટ્સ, પ્લોટિંગ, અને ઓર્ગેનિક ફાર્મિંગ જેવા નવા મોડેલ્સ પણ રોકાણકારોને આકર્ષી રહ્યા છે. જામનગર અને ખંભાળિયામાં બંદરો અને ઉદ્યોગોના કારણે ભવિષ્યમાં જમીનના ભાવ વધવાની શક્યતા છે. જૂનાગઢ, વિંછિયા, જેતપુર જેવા વિસ્તારો બાગાયતી પાક અને કેશ ક્રોપ માટે જાણીતા બન્યા છે. જામનગર, ખંભાળિયા બાજુ ઔદ્યોગિક વિકાસ અને બંદરોની નજીક હોવાથી લાંબાગાળે ઊંચા વળતરની શક્યતા છે.

સાસણ ગીર ઉપરાંત હવે ધારી-તુલસીશ્યામ રોડ એગ્રી. લેન્ડમાં રોકાણનો નવો ટ્રેન્ડ: કેવલ ત્રિવેદી
👉 ટ્રેન્ડ્સ: સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન મળવાથી ભવિષ્યમાં ઊંચું વળતર મળવાની સંભાવના વ્યક્ત કરતાં દ્વારકેશ એસ્ટેટના કેવલ ત્રિવેદી
– ગીરનું પ્રાઈમ લોકેશન પ્રવાસીઓને અને રોકાણકારોને આકર્ષી રહ્યું હોવાથી જમીનની માંગ વધતાં ભાવમાં પણ સતત વૃદ્ધિ
👉 એક્સપર્ટ એડવાઇઝ : સાસણમાં જમીન ખરીદતી વખતે ઇકોસેન્સિટિવ ઝોન, ટાઈટલ ક્લિયર વગેરે બાબતે સ્થાનિક કાયદાકીય નિષ્ણાત અને રિયલ એસ્ટેટ એજન્ટની સલાહ લેવી
– રોકાણનો હેતુ ફાર્મહાઉસ, રિસોર્ટ, કે માત્ર રોકાણ છે તે સ્પષ્ટ રાખી તાત્કાલિક વળતરની અપેક્ષા રાખવાને બદલે ધીરજ રાખવી
સૌરાષ્ટ્રના રિયલ એસ્ટેટ ક્ષેત્રે હાલ કૃષિભૂમિમાં રોકાણનો એક નવો ટ્રેન્ડ ઉભરી રહ્યો છે, અને આ ટ્રેન્ડનું કેન્દ્ર છે ગીર. દ્વારકેશ એસ્ટેટના કેવલ ત્રિવેદીના મતે, સાસણ ગીર ઉપરાંત હવે ધારી-તુલસીશ્યામ રોડ પણ લોકોની પસંદગીમાં આવી રહ્યો છે. અહીં ખેતીની જમીનની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.
આનું મુખ્ય કારણ પર્યટન અને પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ અને સરકારી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવંતી કરવાના પ્રયાસો છે. લોકો હવે માત્ર ખેતી માટે જ નહીં, પણ ફાર્મહાઉસ અને વેકેશન હોમ બનાવવા માટે પણ જમીન ખરીદી રહ્યા છે. સિંહ, વન્યજીવન, અને પ્રકૃતિની નજીક રહેવાનો મોહ આ રોકાણને વધુ આકર્ષક બનાવી રહ્યો છે.

ફ્રૂટ ગાર્ડન તેમજ ઓર્ગેનિક ખેતી બનાવવા માટેની જમીનમાં રોકાણ એક આકર્ષક વિકલ્પ બન્યો : પરેશ રૂપારેલીયા
👉 ટ્રેન્ડ્સ: રાજકોટથી 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં જમીનના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિનો લાભ શ્રી રિયાલિટીઝના પરેશ રૂપારેલિયાનો અભિપ્રાય
– ધારી અને નર્મદા કેનાલવાળા વિસ્તારોમાં ડેવલપમેન્ટને કારણે રોકાણ માટે ખૂબ જ સારી તકો ઊભી થઈ હોવાનો મત વ્યક્ત કર્યો
👉 એક્સપર્ટ એડવાઇઝ : નવા રોકાણકારો માટે સારા અને વિશ્ર્વસનીય બ્રોકર દ્વારા જમીનમાં રોકાણ કરવું શ્રેષ્ઠ રહેશે
– ખેતીની જમીનમાં રોકાણ લાંબાગાળાના વળતર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે
સૌરાષ્ટ્રમાં રિયલ એસ્ટેટનું દ્રશ્ય બદલાઈ રહ્યું છે. હવે રોકાણકારો માત્ર પ્લોટ કે એપાર્ટમેન્ટ્સમાં જ નહીં, પરંતુ ખેતીની જમીનમાં પણ ઉત્સાહપૂર્વક રોકાણ કરી રહ્યા છે. આ ટ્રેન્ડ એટલો મજબૂત છે કે તેને ‘કાચા સોનામાં રોકાણ’ કહી શકાય. સંપત્તિ ટાઈમ્સ સાથે વાત કરતા, લાભ શ્રી રિયાલિટીઝના પરેશ રૂપારેલિયાએ આ અંગે પોતાનો મૂલ્યવાન અભિપ્રાય આપ્યો છે. તેમના મતે, આધુનિક ખેતી અને બિઝનેસ તરીકે ખેતીની વધતી જતી માન્યતાને કારણે ખેતીની જમીનની માંગ હંમેશા ઊંચી રહેશે.
રાજકોટની આસપાસના વિસ્તારો: 30 કિલોમીટર સુધીના વિસ્તારમાં જમીનના ભાવમાં નોંધપાત્ર વધારો થયો હોવાનો તેમજ જે વિસ્તારોમાં સરકારનું ફોકસ વધુ છે, ત્યાં ભવિષ્યમાં સારા વળતરની શક્યતા હોવાનો મત પરેશ રૂપારેલીયાએ વ્યક્ત કર્યો છે.

નવા રીંગરોડને કારણે ભાવનગર રોડ પર ખેતીની જમીનમાં રોકાણની સોનેરી તક: પંકજ મોલિયા
👉 ટ્રેન્ડ્સ: મહિકાના રેસિડેન્શિયલ ઝોનમાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ સહિતના વર્ગની માંગ વધારે હોવાનો પ્રગતિ રિયાલિટીના પંકજ મોલિયાનો અભિપ્રાય
– મહિકા, ત્રંબા, કાળીપાટ જેવા ગામોમાં સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, હોટલ અને ફાર્મહાઉસના પ્રોજેકટ્સ વધતા ખેતીની જમીનની માંગ વધી
👉 એક્સપર્ટ એડવાઇઝ : એવા વિસ્તારોમાં રોકાણ કરો જ્યાં ભવિષ્યમાં શૈક્ષણિક, ઔદ્યોગિક કે રહેણાંક પ્રોજેકટ્સ આકાર લેવાના હોય
– જે જમીનોમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓની માંગ રહે છે, તે જમીનોમાં રોકાણ કરવું ફાયદાકારક
પ્રગતિ રિયાલિટીના પંકજ મોલિયાના મતે, ખેતીની જમીનમાં રોકાણ એક સ્થિર અને સલામત વિકલ્પ છે. તેમનું કહેવું છે કે, નવા 250 ફીટના રીંગરોડને કારણે ભાવનગર રોડ પરના વિસ્તારોમાં જમીનનું મૂલ્ય ઝડપથી વધી રહ્યું છે, જે રોકાણકારો માટે સોનેરી તક સમાન છે. મહિકા, ત્રંબા, કાળીપાટ જેવા ગામો હવે માત્ર ખેતી પૂરતા સીમિત નથી, પરંતુ અહીં શાળા-કોલેજો, હોટેલો અને ફાર્મહાઉસના પ્રોજેકટ્સની તેજી જોવા મળી રહી છે.
શ્રી મોલિયા ભારપૂર્વક જણાવે છે કે, મંદીના માહોલમાં પણ અહીં એગ્રીકલ્ચર લેન્ડનું ખરીદ-વેચાણ ચાલુ રહ્યું છે, જે આ રોકાણની સ્થિરતા દર્શાવે છે. ગઢકા ગામમાં અમૂલ ડેરીની સ્થાપના થતા આસપાસના ગામોની જમીનોમાં તેજીના એંધાણ છે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ મહિકાના રેસિડેન્શિયલ ઝોનમાં જમીન ખરીદવામાં વધુ રસ દાખવી રહ્યા છે, કારણ કે તેઓ લાંબાગાળાનું ઊંચું વળતર જોઈ રહ્યા છે.

રોકાણકારો દ્વારા રાજકોટની આસપાસના ગામોમાં ખેતીની જમીનમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ : પરેશ સોરઠિયા
👉 ટ્રેન્ડ્સ: મર્યાદિત અને કિંમતી સંસાધન હોવાથી ખેતીની જમીનમાં હંમેશા માગ રહેતી હોવાનું રૂદ્ર એસોસિએટના પરેશ સોરઠિયાનું તારણ
– અત્યારે જમીન ખરીદવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે, કારણ કે ભવિષ્યમાં તેના ભાવમાં વધુ વધારો થશે
👉 એક્સપર્ટ એડવાઇઝ : ઉદ્યોગો કે પ્રોજેકટ્સની નજીક આવેલી જમીનો ટૂંકા ગાળામાં પણ સારું વળતર આપી શકે
– જમીનમાં રોકાણ કરતી વખતે રિયલ એસ્ટેટ એજન્ટ અને કાયદાકીય સલાહકારની મદદ લેવી હિતાવહ
રૂદ્ર એસોસિએટના પરેશ સોરઠિયાના મતે, ખેતીની જમીનમાં રોકાણ કરવાનો આ સાચો સમય અને શ્રેષ્ઠ તક છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે આ ક્ષેત્રમાં ક્યારેય નુકસાન થયું નથી અને ભવિષ્યમાં પણ થવાની શક્યતા નથી. ખેતીની જમીનનું રોકાણ હંમેશા સારું વળતર આપે છે અને છેલ્લે સુધી ઘર ચલાવી શકે તેટલી કમાણી કરી આપે છે. જ્યાં ઉદ્યોગો કે મોટા પ્રોજેકટ્સ ચાલુ થવાના હોય, ત્યાં ટૂંકા ગાળામાં પણ સારું વળતર મળવાની શક્યતા વધી જાય છે. સક્ષમ અને મોટા રોકાણકારો રાજકોટની આસપાસના ગામોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, જ્યારે નાના રોકાણકારો દૂરના ગામડાઓમાં એગ્રીકલ્ચર લેન્ડમાં રોકાણ કરવાનું પસંદ કરતાં હોવાનું રસપ્રદ તારણ જાણવામાં આવ્યું છે.

ફાર્મ હાઉસ તરીકે પણ ઉપયોગી થાય તેવી જમીનમાં રોકાણનો ટ્રેન્ડ વધ્યો: અજીત હુમ્બલ
👉 ટ્રેન્ડ્સ: છેલ્લા બે-ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રના દરેક નાના ગામમાં પણ જમીનના ભાવ વધ્યા હોવાનું હરે કૃષ્ણ રિયલ એસ્ટેટના અજીત હુમ્બલનું એનાલિસિસ
– રાજકોટ અને તેની આસપાસના 60 કિલોમીટરના વિસ્તારમાં જમીનની માંગમાં નોંધપાત્ર વધારો નોંધાયો
👉 એક્સપર્ટ એડવાઇઝ : ગામની વસ્તી, વ્યવસાય અને ત્યાંના લોકો વિશે જાણકારી મેળવી જમીનની માપણી અને રીઝર્વ કાગળિયાની ચકાસણી કરવી
કેટલું અને કયા હેતુ માટે રોકાણ કરવું છે તે વ્યૂહરચના નક્કી કરી, વિવિધ વિસ્તારોમાં થોડું-થોડું રોકાણ કરવું
છેલ્લાં બે-ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રના રિયલ એસ્ટેટ માર્કેટમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. નાનામાં નાના ગામડાઓમાં પણ જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે. હરે કૃષ્ણ રિયલ એસ્ટેટના અજીત હુમ્બલના મતે, આ ટ્રેન્ડનું મુખ્ય કારણ રાજકોટ છે. રાજકોટના લોકોએ દૂરના વિસ્તારોમાં પણ રોકાણ કરીને જમીન બજારને વેગ આપ્યો છે. હવે ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો રાજકોટ તરફ આવી રહ્યા છે, જેનો લાભ શહેરને હંમેશા મળતો રહેશે.
અહીં નોંધનીય છે કે, અજીત હુમ્બલ છેલ્લા 15 વર્ષથી મેટોડા જીઆઇડીસીમાં ઓફિસ ધરાવે છે અને વિવિધ ઉદ્યોગકારો તેમજ ઔદ્યોગિક એકમો સાથે સક્રિયપણે જોડાયેલા છે. તેમના અનુભવ મુજબ, આ વૃદ્ધિ માત્ર કૃષિ ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી, પરંતુ કોમર્શિયલ, રેસિડેન્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્રોમાં પણ જોવા મળી રહી છે. ઉદ્યોગોના આગમનને કારણે નજીકના ગામો અને ખેડૂતોને જમીનના ભાવ અને રોજગારી બંનેનો લાભ મળી રહ્યો છે.












Leave a Reply