આકાર એસોસિએટ્સ વિશે પ્રભુ ગ્રુપ, કર્મા ગ્રુપ, વિરલ ગ્રુપ, નક્ષત્ર ગ્રુપ, મેરીગોલ્ડ ગ્રુપ, JMJ ગ્રુપ, શ્રીનાથજી ગ્રુપ, યાદે ગ્રુપ અને ક્લાસ વન ગ્રુપ જેવા રાજકોટના નામાંકિત ડેવલોપર્સ દ્વારા સંપત્તિ ટાઈમ્સ સાથે વ્યક્ત કરાયાં અભિપ્રાયો
રાજકોટનું રિયલ એસ્ટેટ ક્ષેત્ર આજે દેશભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે, અને આ પ્રગતિના પાયામાં શહેરના દૂરંદેશી બિલ્ડર્સ અને ડેવલોપર્સનો સિંહફાળો છે. પરંતુ, જ્યારે આ દિગ્ગજો કોઈ આર્કિટેક્ટ વિશે મુક્તપણે પ્રશંસા કરતા હોય, ત્યારે “હીરાની પરખ ઝવેરી જાણે” એ કહેવત સાર્થક થાય છે. કારણ કે, એક પ્રોજેક્ટમાં બિલ્ડર્સનું કરોડોનું રોકાણ, તેમની વર્ષોની મહેનતથી બનેલી શાખ અને ભવિષ્યની સફળતાનું સ્વપ્ન – આ બધું એક આર્કિટેક્ટના ખભે હોય છે.
આર્કિટેક્ટ માત્ર પ્લાન કે ડિઝાઇન નથી બનાવતો, તે બિલ્ડરના વિઝનને જીવંત કરનાર શિલ્પકાર હોય છે. તે માત્ર ઇંટો અને સિમેન્ટથી ઇમારત નથી ચણતો, પરંતુ સમય, બજેટ, કાયદાકીય પાસાઓ અને સૌથી અગત્યનું, ભવિષ્યના ગ્રાહકોની અપેક્ષાઓનું સંતુલન જાળવીને એક સ્વપ્નને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરે છે. પ્રભુ ગ્રુપ, કર્મા ગ્રુપ, વિરલ ગ્રુપ, નક્ષત્ર ગ્રુપ, મેરીગોલ્ડ ગ્રુપ, JMJ ગ્રુપ, શ્રીનાથજી ગ્રુપ, યાદે ઇન્ફ્રાટેક અને ક્લાસ વન ગ્રુપ જેવા રાજકોટના નામાંકિત ડેવલોપર્સ દ્વારા આકાર એસોસિયેટ્સ વિશે વ્યક્ત કરાયેલા અભિપ્રાયો દર્શાવે છે કે દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણીની જોડી આ જવાબદારીને કેટલી ગંભીરતા અને નિપુણતાથી નિભાવે છે.
દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણીની જોડીએ રાજકોટ સહીત ગુજરાત, ભારત ભરમાં અનેક પ્રોજેકટ્સની કંડારેલી સફળગાથાનું રાજકોટના અગ્રણી બિલ્ડર્સ અને ડેવલોપર્સના શબ્દોમાં આલેખન

FSIનો મહત્તમ ઉપયોગ, શ્રેષ્ઠ પ્લાનિંગ એ આકારની ખાસિયત : મયુરધ્વજસિંહ જાડેજા
JMJ ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજાના મતે, બિલ્ડરની જરૂરિયાતોને પહેલા દિવસથી જ સમજી લેવાનો દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણીનો ઇન્સ્ટન્ટ ગ્રાસપિંગ પાવર અજોડ છે
નિયમો મુજબ મહત્તમ જગ્યાનો ઉપયોગ કરવા ઉપરાંત ગ્રીન એનર્જી, ઇકો-ફ્રેન્ડલી અને રિસાયક્લિંગ જેવા નવા કોન્સેપ્ટ્સને તેઓ ડિઝાઇનમાં ઉત્તમ રીતે સમાવે છે
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં JMJ ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા જણાવે છે કે, જ્યારે પણ કોઈ પડકાર આવે, ત્યારે દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણી તરત જ બિલ્ડરના હિતમાં શ્રેષ્ઠ ઉકેલ પૂરો પાડે છે, જે ડિઝાઇન કરતા પણ વધુ મહત્વનું છે, જે બિલ્ડર માટે સૌથી વધુ ફાયદાકારક છે. તેઓ સમજે છે કે ગ્રાહકને કેવો પ્લાન જોઈશે અથવા માર્કેટમાં કયો પ્લાન ચાલશે, જેથી સ્પર્ધામાં તમે આગળ રહી શકો.
મયુરધ્વજસિંહ પોતાના 10 એકરના લેન્ડસ્કેપિંગ પ્રોજેક્ટનો દાખલો આપીને આકાર એસોસિયેટ્સની કમાલ વર્ણવે છે, જ્યાં તેમણે દરેક ઇંચનો ઉપયોગ કરીને ગ્રાહકોને ઓછી જગ્યામાં વધુ લાભ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની શ્રેષ્ઠતા આપી છે. તેમની ડિઝાઇન્સ પ્રેક્ટિકલ અને બજેટમાં પોસાય તેવી સર્વશ્રેષ્ઠ હોય છે. હેમાંગભાઈનું લેન્ડસ્કેપનું વિઝન અને આર્કીટેકચરલ ડિઝાઇન ઇન્ટરનેશનલ બિલ્ડિંગ્સ સાથે તુલના કરી શકાય તેવી છે. તેઓ નિયમો મુજબ મહત્તમ જગ્યાનો ઉપયોગ કરવા ઉપરાંત ગ્રીન એનર્જી, ઇકો-ફ્રેન્ડલી અને રિસાયક્લિંગ જેવા નવા કોન્સેપ્ટ્સને તેઓ ડિઝાઇનમાં ઉત્તમ રીતે સમાવે છે. JMJ ગ્રુપે મુંબઈ સહિત ભારતના અન્ય પ્રોજેકટ્સમાં પણ આકાર એસોસિયેટ્સની સેવાઓ લેવાની ભલામણ કરી છે.

આકાર એસોસિયેટ્સ એટલે સ્વપ્નોને સાકાર કરતી આર્કિટેક્ચરલ ટીમ : રાજુભાઈ પોબારૂ
રાજકોટના નિર્માણમાં દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણીનો અમૂલ્ય ફાળો હોવાનો પ્રભુ ગ્રુપના રાજુભાઈ પોબારૂનો અભિપ્રાય
આકાર એસોસિયેટ્સને અનુભવ અને નવીનતાનું સરનામું ગણાવતા માત્ર ડિઝાઇનર તરીકે જ નહીં, પરંતુ પ્રોજેક્ટના દરેક તબક્કે સક્રિય ભૂમિકા ભજવી, પડકારોના નિરાકરણ માટે હંમેશા તત્પર રહે છે તેવો મત વ્યક્ત કર્યો
રાજકોટના આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપમાં આકાર એસોસિયેટ્સ એક ચમકતા સિતારા સમાન છે! પ્રભુ ગ્રુપના રાજુભાઈ પોબારૂના કહેવા મુજબ, દીપકભાઈ નથવાણી અને તેમના પુત્ર હેમાંગભાઈ નથવાણીની આ જોડીએ રાજકોટમાં અદ્ભુત કામ કર્યું છે. દીપકભાઈનો વર્ષોનો અનુભવ અને તેમની અજોડ કોઠાસૂઝ, તેમજ હેમાંગભાઈનો નવી પેઢીનો ઉત્સાહ અને આધુનિક દ્રષ્ટિકોણ, આ બંનેના સુભગ સમન્વયથી આકાર એસોસિયેટ્સ દરેક પ્રોજેક્ટમાં ચાર ચાંદ લગાવી દે છે.
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં રાજુભાઈ પોબારૂ વધુમાં ઉમેરે છે કે, કોર્પોરેશનના નિયમોથી લઈને બિલ્ડિંગ પ્લાનિંગ, અદભૂત ડિઝાઇનિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ અને મનમોહક ઇન્ટિરિયર સુધીના દરેક કાર્યમાં તેમની કુશળતા છલકાય છે. તેઓ માત્ર ડિઝાઇનર જ નહીં, પરંતુ પ્રોજેક્ટના દરેક તબક્કે સક્રિય ભૂમિકા ભજવી, પડકારોના નિરાકરણ માટે હંમેશા તત્પર રહે છે. રાજકોટમાં અનેક સફળ પ્રોજેકટ્સ તેમના નામે બોલે છે, જે તેમની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે. દીપકભાઈ અને હેમાંગભાઈની આ જોડીએ રાજકોટને વધુ સુંદર અને ઉત્કૃષ્ટ બનાવવામાં જે યોગદાન આપ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. ભવિષ્યમાં પણ તેઓ આવા જ અદભૂત પ્રોજેકટ્સ દ્વારા રાજકોટની શોભા વધારતા રહે તેવી શુભેચ્છાઓ તેઓ પાઠવે છે.

વેલ્યુએબલ કોર્પોરેટ પાર્ટનર તરીકે ઉભર્યું આકાર એસોસિયેટ્સ : ચિરાગ સોલંકી
નક્ષત્ર ગ્રુપના ચિરાગ સોલંકીના મતે, આકાર એસોસિયેટ્સની ટીમ પ્રોજેક્ટના દરેક કોર્પોરેટ પાસાને બખૂબી સંભાળે છે, તેમની બિલ્ડિંગ મટિરિયલ સાયન્સ પરની પકડ અદ્ભુત છે
આકાર એસોસિયેટ્સ માત્ર ડ્રોઇંગ્સ જ નહીં, પરંતુ વિગતવાર દસ્તાવેજીકરણ અને ટેકનિકલ સ્પષ્ટીકરણો પણ પૂરા પાડે છે
રાજકોટના નિર્માણ જગતમાં આકાર એસોસિયેટ્સ એક વ્યાવસાયિક શ્રેષ્ઠતાનું પ્રતીક છે. તેવું જણાવતા નક્ષત્ર ગ્રુપના ચિરાગ સોલંકીના મતે, આકાર એસોસિયેટ્સની ટીમ માત્ર ડિઝાઇન જ નથી આપતી, પરંતુ પ્રોજેક્ટના દરેક કોર્પોરેટ પાસાને બખૂબી સંભાળે છે. તેમની બિલ્ડિંગ મટિરિયલ સાયન્સ પરની પકડ અદ્ભુત છે, તેઓ ગુણવત્તા, ટકાઉપણું અને બજેટનું સંતુલન જાળવી શ્રેષ્ઠ સામગ્રીની ભલામણ કરે છે.
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં ચિરાગભાઈ સોલંકી વધુ ઊંડાણમાં વિગતો જણાવે છે કે, તેમના પેમેન્ટ ટર્મ્સ અત્યંત સ્પષ્ટ અને વાજબી હોય છે, જે શરૂઆતથી જ સંપૂર્ણ પારદર્શિતા જાળવે છે. ભાગ્યે જ કોઈ અણબનાવ કે પ્રશ્ર્ન ઊભો થાય. ઉપરાંત તેમની ગ્રીવન્સ સિસ્ટમ અતિ કાર્યક્ષમ છે, જ્યાં ઝડપથી અને સૌહાર્દપૂર્ણ રીતે નિરાકરણ લાવવામાં આવે છે. આકાર એસોસિયેટ્સ માત્ર ડ્રોઇંગ્સ જ નહીં, પરંતુ વિગતવાર દસ્તાવેજીકરણ અને ટેકનિકલ સ્પષ્ટીકરણો પણ પૂરા પાડે છે, જે કન્ટ્રક્શન પ્રક્રિયાને સરળ બનાવે છે. તેઓ ડિઝાઇન કે ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરતા નથી. પ્લાનિંગમાં જોખમ ઘટાડવાની તેમની ક્ષમતા અજોડ છે, તેઓ સંભવિત અવરોધોને વહેલાસર ઓળખી તેનો ઉકેલ લાવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી પણ, તેમના દ્વારા મળતો પ્રદર્શનનો પ્રતિભાવ અને દીર્ઘકાલીન ભાગીદારીની ભાવના તેમને રાજકોટના નિર્માણ ઉદ્યોગમાં એક અનમોલ કોર્પોરેટ સહયોગી બનાવે છે.

દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણી વિઝનરી ડિઝાઇન પાર્ટનર : ભાવિન નથવાણી
તેઓ નવી ડિઝાઇન ટ્રેન્ડ્સ, ટેક્નોલોજી અને ક્ધસ્ટ્રક્શન ઇનોવેશન્સ સાથે સતત અપડેટ રહેતા હોવાનો મત ક્લાસ વન ગ્રુપના ભાવિન નથવાણીએ વ્યક્ત કર્યો
આકાર એસોસિએટ્સનું બિલ્ડિંગ પ્લાનિંગ પરફેક્ટ છે, પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન અને ઊર્જા કાર્યક્ષમતા પર ખાસ ભાર આપે છે
ક્લાસ વન ગ્રુપના ભાવિન નથવાણી પોતાનો સંતોષકારક અનુભવ વર્ણવતા જણાવે છે કે, રાજકોટના આર્કિટેક્ચરલ જગતમાં આકાર એસોસિયેટ્સ એક ભરોસાપાત્ર નામ છે, જ્યાં દરેક પ્રોજેક્ટમાં સંપૂર્ણ સમર્પણ જોવા મળે છે! તેમની સાથેનો સંવાદ ખૂબ જ સરળ અને સ્પષ્ટ રહ્યો. તેમણે અમારા વિચારોને ગંભીરતાથી સાંભળી, તેને ડિઝાઇનમાં સરળતાથી રૂપાંતરિત કર્યા. દરેક તબક્કે સમજદારીભરી ચર્ચાથી અમારૂં વિઝન સંપૂર્ણપણે આકાર પામ્યું.
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં ભાવિનભાઈ નથવાણી વધુમાં ઉમેરે છે કે, પ્રોજેક્ટ દરમિયાન આવતા કોઈપણ પડકાર કે ફેરફારને આકાર એસોસિયેટ્સે ખુલ્લા દિલથી અને સક્રિયતાથી સ્વીકાર્યા. સમયસર અને નિર્ધારિત બજેટમાં કાર્ય પૂર્ણ કર્યું, આકાર એસોસિયેટ્સની રહેણાંક ડિઝાઇન્સ કાર્યક્ષમતા અને સૌંદર્યનું ઉત્તમ મિશ્રણ છે. દરેક રૂમનું આયોજન ચોરસ ફૂટનો સંપૂર્ણ ઉપયોગ થાય અને રહેવાસીઓને આરામ મળે તે રીતે કરવામાં આવે છે. તેમનું બિલ્ડિંગ પ્લાનિંગ પરફેક્ટ છે, જે સુરક્ષા, વાસ્તુશાસ્ત્ર અને કાયદાકીય નિયમોનું પાલન સુનિશ્ર્ચિત કરે છે. લેન્ડસ્કેપ ડિઝાઇનમાં પણ સર્જનાત્મકતા અને વ્યવહારિકતાનું સંતુલન જાળવે છે. ભાવિન નથવાણી ભવિષ્યમાં આકાર એસોસિયેટ્સ સાથે ફરી સહયોગ કરવા ઉત્સુક છે અને અન્ય ડેવલપર્સને પણ તેમને વિઝનરી ડિઝાઇન પાર્ટનર તરીકે ભલામણ કરે છે.

આકાર એસોસિયેટ્સ એટલે ડિઝાઇનથી પણ વિશેષ, ફ્યુચરનું વિઝન : મનીષભાઈ વિરાણી
આકાર એસોસિયેટ્સની પારદર્શિતા અને વિઝન તેમની શાખને સાચા અર્થમાં મૂલ્યવાન બનાવે છે તેવો યાદે ઇન્ફ્રાટેકના મનીષભાઈ વિરાણી વિશિષ્ટ દ્રષ્ટિકોણ
તેમની ડિઝાઇન્સ માત્ર ઇમારતો જ નથી, પરંતુ તે સમાજનું નિર્માણ કરે છે અને ઉપયોગકર્તાઓને શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડે છે
યાદે ઇન્ફ્રાટેકના મનીષભાઈ વિરાણી વિશિષ્ટ દ્રષ્ટિકોણ રજુ કરતા સંપત્તિ ટાઈમ્સને તેમના અભિપ્રાયમાં જણાવે છે કે, આકાર એસોસિયેટ્સ ખરેખર ભવિષ્યનો વિચાર કરીને કાર્ય કરે છે! એક ઉત્તમ આર્કિટેક્ટની ઓળખ ત્યારે જ બને જ્યારે તે કોઈ સમસ્યાઓ ઉદભવે તે પહેલા જ તેના ઉકેલ માટે તૈયારી રાખી શકે. દીપકભાઈ અને હેમાંગભાઈની ટીમ આ ગુણમાં નિપુણ છે, જે પ્રોજેક્ટને સરળ અને કાર્યક્ષમ બનાવે છે.
મનીષભાઈ વિરાણી વધુમાં ઉમેરે છે કે, આકાર એસોસિયેટ્સ માત્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવા પર જ ધ્યાન નથી આપતા, પરંતુ તેઓ લાંબા ગાળાની ભાગીદારી વિકસાવવામાં માને છે. તેઓ ક્લાયન્ટની અસ્પષ્ટ જરૂરિયાતો અને અવ્યક્ત વિઝનને પણ સમજીને તેને નક્કર ડિઝાઇનમાં પરિવર્તિત કરવાની અનોખી કળા ધરાવે છે. તેમની ડિઝાઇન્સ માત્ર ઇમારતો જ નથી, પરંતુ તે સમાજનું નિર્માણ કરે છે અને ઉપયોગકર્તાઓને શ્રેષ્ઠ અનુભવ પૂરો પાડે છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી પણ, તેમનો સતત સહકાર અને મદદરૂપ થવાની વૃત્તિ તેમને એક આદર્શ સહયોગી બનાવે છે. આકાર એસોસિયેટ્સની પારદર્શિતા અને દૂરંદેશીની નોંધ રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં લેવાય છે, જે એમની ઓળખ અને શાખનું સર્જન કરે છે.

આકાર એસોસિયેટ્સ એટલે વિશ્ર્વાસ અને કાર્યક્ષમતાનો પર્યાય: લલીતભાઈ ભાલોડીયા
તેઓ પેસિવ કૂલિંગ, નેચરલ લાઇટિંગ અને રેઈનવોટર હાર્વેસ્ટિંગ જેવી ટકાઉ ડિઝાઇન પદ્ધતિઓને મહત્વ આપતા હોવાનો વિરલ ગ્રુપના લલીતભાઈ ભાલોડીયાનો અભિપ્રાય
દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણીની ડિઝાઇન્સમાં જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ, પ્રકાશ, વેન્ટિલેશન અને સૌંદર્યશાસ્ત્રનું અદ્દભુત સંતુલન જાળવે છે
રાજકોટના બાંધકામ ક્ષેત્રે આકાર એસોસિયેટ્સનું નામ વિશ્ર્વાસ અને કાર્યક્ષમતાનું પર્યાય બની ગયું છે. આ શબ્દો છે વિરલ ગ્રુપના લલિતભાઈ ભાડોલીયાના. જી હા, તેઓ સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં પ્રશંસા કરતા જણાવે છે કે, આકાર એસોસિયેટ્સની ટીમ પ્રોજેક્ટની શરૂઆતથી અંત સુધી સતત સંપર્કમાં રહી, અમારા વિચારોને ધ્યાનથી સાંભળ્યા અને સ્પષ્ટ તથા સમયસર સહયોગ પૂરો પાડ્યો છે.
લલિતભાઈ ભાલોડીયા વધુમાં ઉમેરે છે કે, આકાર એસોસિયેટ્સની ડિઝાઇન્સ ખૂબ જ વ્યવહારૂ અને દૃશ્યમાન રીતે આકર્ષક હોય છે. તેઓ જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ, પ્રકાશ, વેન્ટિલેશન અને સૌંદર્યશાસ્ત્રનું અદ્દભુત સંતુલન જાળવે છે. તેમના પ્લાનિંગમાં સલામતી ધોરણો, વાસ્તુશાસ્ત્ર અને સ્થાનિક બિલ્ડિંગ નિયમોનું ચુસ્તપણે પાલન થાય છે. લેન્ડસ્કેપિંગમાં તેમની સર્જનાત્મકતા ખુલ્લી જગ્યા અને ગ્રીનરીને સાથે લાવે છે.તેમની સર્વિસ એકદમ ઝડપી છે; તેઓ ડિઝાઇનમાં ફેરફારોને ઝડપથી અપનાવે છે અને સમયસર ડ્રોઈંગ્સ પૂરા પાડીને કામને ક્યારેય અટકવા દેતા નથી. તેઓ શિસ્તબદ્ધ રીતે સમય અને બજેટ બંનેનું ઉત્તમ રીતે પાલન કરે છે. લલિતભાઈ ભલોડિયા નિશ્ર્ચિતપણે આકાર એસોસિયેટ્સને ભવિષ્યના પ્રોજેકટ્સ માટે તેમની પ્રથમ પસંદગી ગણાવે છે અને અન્ય ડેવલપર્સને પણ તેમની ભલામણ કરે છે.

આકાર એસોસિયેટ્સ એટલે 3000થી વધુ પ્રોજેકટ્સની સફળતાના સારથી: યોગેશ ઘોડાસરા
વિન્રમ્ર વ્યવહાર, ઝડપી કાર્યપદ્ધતી, પરિણામવાદી વિચારધારા સાથે દીપકભાઈએ ભારતભરમાં અને વિદેશમાં પણ પોતાની છાપ છોડી હોવાનો મેરીગોલ્ડ ગ્રુપના યોગેશ ઘોડાસરાનો એકરાર
પ્લાનિંગ અને એલિવેશન સહિતની બાબતોમાં રાજકોટને વિશ્ર્વ સાથે તાલ મિલાવતું કરવામાં તેમનું યોગદાન હંમેશા સોનેરી અક્ષરોમાં લખાશે
મેરીગોલ્ડ ગ્રુપના યોગેશ ઘોડાસરાના શબ્દોમાં, દીપકભાઈ નથવાણી, રાજકોટના નામાંકિત અને 35 વર્ષોનો અનુભવ ધરાવતા આર્કિટેક્ટ, અસંખ્ય પ્રોજેકટ્સને સફળતાના શિખરે લઈ ગયા છે. તેઓ માત્ર ડિઝાઇનર જ નહીં, પરંતુ ક્લાયન્ટ્સને એફિશિયન્ટ પ્લાનિંગ અને એલિવેશન સહિતની બહુમૂલ્ય સલાહ પણ આપે છે. 3000થી વધુ પ્રોજેકટ્સની સફળતાના સારથી, દીપકભાઈએ ભારતભરમાં અને વિદેશમાં પણ પોતાની છાપ છોડી છે.
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં યોગેશભાઈ ઘોડાસરા વધુમાં ઉમેરે છે કે, હેમાંગભાઈનું આગમન આકાર એસોસિયેટ્સ માટે સોનામાં સુગંધ સમાન છે. તેમની એન્ટ્રી પછી, આધુનિક શૈલીમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી સેવાઓમાં વધુ ગુણવત્તા આવી છે. દીપકભાઈ સામાજિક કાર્યો અને દાનવીર તરીકે પણ જાણીતા છે, તેમના માટે ‘ફી કરતા રીઝલ્ટ વધુ મહત્વનું છે’. તેમની કાર્ય ઝડપ અદ્ભુત છે – સવારે વાત થાય તો સાંજે પ્રપોઝલ તૈયાર હોય છે, અને તેમનો વ્યવહાર અત્યંત વિનમ્ર છે. હેમાંગભાઈ-દીપકભાઈના કાર્યોને ઉત્સાહપૂર્વક આગળ ધપાવી રહ્યા છે. આ પિતા-પુત્રની જોડીનું રાજકોટને નવી ઓળખ અપાવવામાં અનન્ય યોગદાન છે. તેમના પ્લાનિંગ અને એલિવેશનથી રાજકોટ વિશ્ર્વ સાથે કદમ મિલાવી રહ્યું છે, અને તેમનો ફાળો હંમેશા સોનેરી અક્ષરોમાં અંકિત રહેશે.

દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણીની કાર્યશૈલી એકદમ પરફેક્ટ છે: ભરત જોગી
વાસ્તુશાસ્ત્ર, સુરક્ષા નિયમો અને સ્થાનિક કોર્પોરેશનના નિયમોનું સંપૂર્ણ પાલન એ તેમની ખાસિયત હોવાનો મત વ્યક્ત કરતાં કર્મા ગ્રુપના ભરતભાઈ જોગી
દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણીની ડિઝાઇન્સ આધુનિક, અલ્ટ્રા-મોડર્ન એલિવેશનવાળી હોય છે, જે બજેટનું પણ ધ્યાન રાખે છે
રાજકોટના આર્કિટેક્ચરલ જગતમાં આકાર એસોસિયેટ્સ એક ચમકતું નામ છે, અને કર્મા ગ્રુપના ભરત જોગીનો અનુભવ આ વાતનો જીવંત પુરાવો છે! ભરતભાઈ જણાવે છે કે દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણીની કાર્યશૈલી એકદમ પરફેક્ટ છે. તેઓ તમારી જરૂરિયાતો, વિચારો અને અપેક્ષાઓને ઝીણવટપૂર્વક સમજી, પ્રોપર પ્રોફિટ સાથેનું યોગ્ય પ્લાનિંગ પૂરું પાડે છે.
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં ભરતભાઈ જોગી ઉમેરે છે કે, પ્રોજેક્ટ દરમિયાન કોઈપણ પડકાર આવે – ભલે તે કોન્ટ્રાક્ટરનો હોય કે કોર્પોરેશનનો – દીપકભાઈ અને હેમાંગભાઈ ત્વરિત અને નિષ્પક્ષ સમાધાન માટે સંપૂર્ણ સહકાર આપે છે. તેમની સેવાઓ અતિ ઝડપી છે; ડ્રોઈંગ્સ સમયસર મળે છે અને તેમના કારણે કોઈ કામ અટકતું નથી. તેમનું પ્લાનિંગ માત્ર રાજકોટ જ નહીં, પરંતુ ગુજરાત સ્તરે પણ મહત્તમ વેચાણ લાયક કાર્પેટ એરિયા આપવા માટે જાણીતું છે. તેમની ડિઝાઇન્સ આધુનિક, અલ્ટ્રા-મોડર્ન એલિવેશનવાળી હોય છે, જે બજેટનું પણ ધ્યાન રાખે છે. વાસ્તુશાસ્ત્ર, સુરક્ષા નિયમો અને સ્થાનિક કોર્પોરેશનના નિયમોનું સંપૂર્ણ પાલન એ તેમની ખાસિયત છે. હેમાંગભાઈના આગમનથી લેન્ડસ્કેપ ડિઝાઇન્સમાં સોનામાં સુગંધ ભળી છે, જે અત્યાધુનિક વિચારધારાવાળી હોય છે. તેમની ડિઝાઇન્સ પર્યાવરણને અનુરૂપ અને ગ્રીનરીનું ધ્યાન રાખે છે. ભરત જોગી સ્પષ્ટપણે ભલામણ કરે છે કે તેઓ આકાર એસોસિયેટ્સ સાથે જ સંકળાયેલા રહેશે.

એકથી એક ચડિયાતા પ્લાનિંગ એ આકાર એસોસિએટ્સની ઓળખ: વિનુભાઈ ઉનડકટ
એલિવેશન સહિતની નાની-મોટી દરેક બાબતમાં તેમની કુશળતા તેમજ કોર્પોરેશનના કામકાજમાં તેમની ભરપૂર ચોકસાઈ હોવાનો શ્રીનાથજી ગ્રુપના વિનુભાઈ ઉનડકટનો અભિપ્રાય
બજારની હિલચાલ અને વિસ્તારને ધ્યાનમાં રાખી, પ્લાનિંગમાં જરૂરી ફેરફારો પણ ઉત્સાહપૂર્વક સૂચવે છે તે પણ મોટો પ્લસ પોઈન્ટ છે
શ્રીનાથજી ગ્રુપના વિનુભાઈ ઉનડકટ સંપત્તિ ટાઈમ્સ સાથે પ્રેરણાદાયી અનુભવ શેર કરતા કહે છે કે, રાજકોટના નિર્માણ જગતમાં આકાર એસોસિયેટ્સ એક એવું નામ છે, જે પ્રોજેકટ્સને સફળતાના શિખરે પહોંચાડે છે. આકાર એસોસિયેટ્સ એકથી એક ચડિયાતા પ્લાનિંગ આપે છે અને ઓન-ધ-સ્પોટ ફેરફારો કરવામાં પણ તત્પર રહે છે. એલિવેશન સહિતની નાની-મોટી દરેક બાબતમાં તેમની ચોકસાઈ અદભુત હોય છે. દીપકભાઈ અને હેમાંગભાઈ નથવાણી સમયના પાબંદ છે, પરંતુ સમય અને સંજોગ મુજબ પિતા-પુત્રનું સંપૂર્ણ સમર્પણ તેમના વ્યવહારમાં જોવા મળે છે, જે તેમને ગ્રોથના સાચા કારક બનાવે છે.
શ્રીનાથજી ગ્રુપના વિનુભાઈ ઉનડકટ દ્રઢપણે જણાવે છે કે, શરૂઆતથી છેલ્લે સુધી, દીપકભાઈ અને હેમાંગભાઈની ટીમ સતત માર્ગદર્શન, દેખરેખ અને ઉત્તમ પ્લાનિંગ પૂરા પાડે છે. તેઓ બજારની હિલચાલ અને વિસ્તારને ધ્યાનમાં રાખી, પ્લાનિંગમાં જરૂરી ફેરફારો પણ ઉત્સાહપૂર્વક સૂચવે છે. વિનમ્રતા તેમની ઓળખ બની ગઈ છે. તેઓ દરેક ક્લાયન્ટને પૂર્ણ સંતોષ આપવા માટે સતત શીખવાની વૃત્તિ ધરાવે છે. તેમની પોતીકાપણાની ભાવના સાથે સમજાવવાની રીત અજોડ છે. કોર્પોરેશનના કામકાજમાં પણ તેમની ભરપૂર ચોકસાઈ હોય છે. આકાર એસોસિયેટ્સ ખરેખર પ્રોજેકટ્સને સફળતાનો માર્ગ ચીંધે છે!












Leave a Reply