Sampatti Times Real Estate Newspaper

Advertisement

91% લોકો ભાડા કરતા પોતાનું ઘર ખરીદવા ઉત્સુક – જેએલએલ સર્વે

91% of people are keen to buy their own home rather than rent - JLL survey

67% માટે ઘર જરૂરીયાત, લકઝરી નહીં – 75 લાખથી ઓછા ભાવના મકાનોમાં સૌથી વધુ માંગ

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ જેએલએલના સર્વેક્ષણ અનુસાર દેશના 91% લોકો ભાડે રહેવા કરતાં પોતાનું ઘર ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. સર્વે મુજબ 67% લોકોએ ઘર ખરીદવાનું ‘જરૂરિયાત’ ગણાવી છે, ‘લકઝરી’ નહીં. 50 થી 75 લાખની અંદરના 2BHK એપાર્ટમેન્ટ્સ માટે સૌથી વધુ માંગ જોવા મળી છે. આ સર્વે મુંબઈ, દિલ્હી એનસીઆર, બેંગલુરુ, પૂણે, હૈદરાબાદ અને ચેન્નઈમાં કરવામાં આવ્યો હતો.

આર્થિક અનિશ્ર્ચિતતા અને શેરમાર્કેટની વોલેટિલિટીના માહોલમાં દેશમાં લોકો વચ્ચે રિયલ એસ્ટેટ રોકાણ અર્થે એક લોકપ્રિય એસેટ ક્લાસ તરીકે ઉભરી છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી ફર્મ જેએલએલએ તેના સર્વેના આધારે આ દાવો કર્યો છે. સર્વેક્ષણમાં 91% લોકોએ જણાવ્યું હતું કે, તેઓ ભાડા પર રહેવાને બદલે આવતા છ મહિનામાં ફ્લેટ ખરીદવા માગે છે. જેએલએલના હોમબાયર્સ પ્રેફરન્સ સર્વેમાં, લોકોને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ભાડે મકાનમાં રહેવાનું પસંદ કરશે કે પોતાના મકાનમાં જ રહેવાનું પસંદ કરશે. 67% લોકોએ જણાવ્યું હતું કે, તેઓ ઘરને વૈભવી વસ્તુ નહીં પણ જરૂરીયાત માને છે. જેએલએલે આ સર્વે જૂનથી જુલાઈ દરમિયાન કર્યો હતો. મુંબઈ, દિલ્હી એનસીઆર, બેંગલોર, પૂના, હૈદરાબાદ અને ચેન્નાઈના લોકો આમાં સામેલ હતા. સર્વેક્ષણ કરનારાઓએ સ્વીકાર્યું કે, કોરોના કટોકટીએ ટૂંકા ગાળામાં તેમની નિર્ણય લેવાની ક્ષમતાને અસર કરી હતી. જ્યારે ઘર ખરીદવાની વાત આવે છે, ત્યારે નોકરીની સલામતી તેમના માટે સૌથી મોટી ચિંતા તરીકે ઉભરી આવી છે. સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે 35 વર્ષથી ઉપરના લોકો આવતા ખરીદવા વધુ તૈયાર છે. આ ઉપરાંત, 50% થી વધુ સંભવિત ખરીદદારોએ સંકેત આપ્યો છે કે, તેઓ 800 થી 1000 ચોરસફૂટ 2બીએચકે એપાર્ટમેન્ટ ખરીદવાનું પસંદ કરશે.-મોટાભાગના ઉત્તરદાતાઓએ રૂા. 50 લાખથી ઓછી અને 50 થી 75 લાખની વચ્ચેનું મકાન ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સર્વેમાં, 50% થી વધુ સંભવિત ખરીદદારોએ છ, મહિનામાં ઘર ખરીદવાની તૈયારી દર્શાવી છે. કોરોના કાળમાં તે પ્રોસાહક છે. બીજી બાજુ, ડેવલપર્સ પણ ઘર ખરીદનારાઓની ચિંતાઓને દૂર કરવા માટે પ્રમાણમાં લવચીક અભિગમ અપનાવી રહ્યાં છે.

ક્ષેત્ર આકર્ષક એસેટ ક્લાસ તરીકે ઉભરી આવ્યું

રિયલ એસ્ટેટ ક્ષેત્ર કોરોના કાળમાં એક સૌથી આકર્ષક એસેટ ક્લાસ તરીકે ઉભરી આવ્યું છે. મોટી સંખ્યામાં લોકો ઘરની માલિકીની ઇચ્છા રાખે છે. ઘરેથી કામના વધતા જતા વલણને ધ્યાનમાં રાખીને, ડેવલપર્સ તેમના ગ્રાહકોની પસંદગીને અનુરૂપ સ્ટડી રૂમ બનાવવાની પણ ઓફર કરી રહ્યા છે. ડેવલપર્સ કોરોના સંકટને કારણે વધુને વધુ ડિજિટલ તકનિકી અપનાવી રહ્યાં છે. તેમ જેએલએલના સીઇઓ રમેશ નાયરે જણાવ્યું હતું.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *