👉 આ વિસ્તારમાં હાલ વાજબી કિંમતમાં મળતી જમીન ભવિષ્યમાં કિંમતી ઇન્વેસ્ટમેન્ટ બની રહેશે: વિકાસભાઈ મણિયાર (આર. એસ. એન્ટરપ્રાઇઝ)
👉 રતનપર, વિજયનગર, હડાળા અને કાગદડી સહિતની બેલ્ટમાં રોકાણકારો માટે વિકાસની નવી સંભાવનાઓ
👉 ઔદ્યોગિક વિકાસ, રોજગારીની વધતી તકો અને સુગમ કનેક્ટિવિટીથી રિયલ એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટનું ઊભરતું નવું ડેસ્ટિનેશન
રાજકોટ માત્ર સૌરાષ્ટ્રનું આર્થિક કેન્દ્ર નથી, પરંતુ રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ પણ સતત વિસ્તરતું શહેર છે. શહેરના ડેવલપમેન્ટ સાથે હવે આસપાસના વિસ્તારોમાં પણ રોકાણની નવી સંભાવનાઓ આકાર લઈ રહી છે. ખાસ કરીને રાજકોટ-મોરબી રોડ પર આવેલી રતનપર, વિજયનગર, હડાળા અને કાગદડી સહિતની બેલ્ટ ઇન્ડસ્ટ્રીયલ તથા રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ માટે રોકાણકારોને આકર્ષી રહી છે.
બિલ્ડિંગ ક્ધસ્ટ્રક્શન અને ઓપન પ્લોટ ટ્રેડિંગ ક્ષેત્રે બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા આર. એસ. એન્ટરપ્રાઇઝના વિકાસ સુરેશભાઈ મણિયાર સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવે છે કે, આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓની સંભાવનાઓ, કનેક્ટિવિટી અને પ્રમાણમાં પરવડે તેવા જમીનના ભાવ તેને લાંબા ગાળાના રોકાણ માટે મહત્ત્વપૂર્ણ વિકલ્પ બનાવે છે.
રાજકોટ-મોરબી રોડની આસપાસના વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ અને વિવિધ ઔદ્યોગિક એકમોના વિકાસની સાથે રહેણાક ક્ષેત્રે પણ નવી તકો ઊભી થઈ રહી છે. રતનપર, વિજયનગર, હડાળા અને કાગદડી જેવા વિસ્તારોમાં ઉદ્યોગો માટે અનુકૂળ સ્થળોની ઉપલબ્ધતા રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
વિકાસભાઈના જણાવ્યા અનુસાર, જ્યાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધે છે ત્યાં રોજગારીની તકો પણ ઊભી થાય છે. પરિણામે કામદારો, કર્મચારીઓ, વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો માટે રહેઠાણની જરૂરિયાતમાં વધારો થવાની સંભાવના રહે છે. આ જ કારણસર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની સાથે રેસિડેન્શિયલ પ્લોટિંગ અને રહેણાક પ્રોજેકટ્સ માટે પણ આ બેલ્ટમાં ભવિષ્યની સંભાવનાઓ જોવા મળી રહી છે.
રાજકોટ-મોરબી રોડની વિશેષતા તેની કનેક્ટિવિટી છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડ ઉપરાંત મોરબીના ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગો સાથેનું જોડાણ આ વિસ્તારને ઔદ્યોગિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બનાવે છે.
મોરબી, ટંકારા અને માળિયા મિયાણા તરફના માર્ગો મારફતે મુન્દ્રા પોર્ટ સાથેનું જોડાણ પણ નિકાસલક્ષી વ્યવસાય માટે ઉપયોગી બની શકે છે. રાજકોટ અને અમદાવાદ તરફની અવરજવર માટેની માર્ગસુવિધાઓને કારણે ઉત્પાદન, પરિવહન, વેપાર અને લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા વ્યવસાયો માટે પણ આ વિસ્તાર પ્રાઇમ લોકેશન બની રહેશે.
હડાળા, કાગદડી, મિતાણા અને ટંકારા સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વિકાસની સંભાવનાઓ સ્થાનિક અર્થતંત્રને વેગ આપી શકે છે.
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) હેઠળ આવતા વિસ્તારો અને તેની બહારના વિસ્તારોમાં લાગુ પડતા વિકાસના નિયમો તથા મંજૂરીની પ્રક્રિયામાં તફાવત હોઈ શકે છે. રતનપર સુધીના કેટલાક વિસ્તારો રૂડા હેઠળ આવે છે, જ્યારે હડાળા અને કાગદડી તરફના વિસ્તારો રૂડામાં સમાવિષ્ટ નથી. જેથી નિયમોમાં છૂટછાટ મળે છે.
રાજકોટ શહેરના કેટલાક વિકસિત વિસ્તારોની સરખામણીએ રાજકોટ-મોરબી રોડની આ બેલ્ટમાં જમીનના ભાવ હાલ ખૂબ જ વાજબી છે. તેના કારણે નાના અને મધ્યમ રોકાણકારો માટે પણ પોતાની જરૂરિયાત તથા બજેટ પ્રમાણે વિકલ્પો શોધવાની તક મળે છે.
વિકાસભાઈના મતે, જ્યાં ઉદ્યોગ, રોજગારી, પરિવહન અને રહેણાકની જરૂરિયાતો એકસાથે વિકસવાની સંભાવના ધરાવે છે, ત્યાં રિયલ એસ્ટેટના વિકાસની સંભાવનાઓ આપોઆપ વધી જતી હોય છે. એ કહેવું જરાપણ અતિશયોક્તિભર્યું નહીં ગણાય કે હડાળા, વિજયનગર, રતનપર અને કાગદડીના આ બેલ્ટમાં રોકાણ કરવું એ અવસર જેવું છે. આ અવસર, આ તક ચૂકવા જેવી નથી.











Leave a Reply