Sampatti Times Real Estate Newspaper

Advertisement

AMC કે RMC? ભાડે અપાયેલી કોમર્શિયલ પ્રોપર્ટી માટે કઈ સિસ્ટમ વધુ ફાયદાકારક?

AMC or RMC? Which system is more beneficial for rented commercial properties?

સંપત્તિ ટાઈમ્સ વિશેષ: પ્રી-લીઝ્ડ પ્રોપર્ટીમાં રોકાણ કરતાં પહેલાં અમદાવાદ અને રાજકોટ વચ્ચેનો ટેક્સ તફાવત સમજી લો

● સામાન્ય માન્યતા છે કે રાજકોટ મહાનગરપાલિકા (RMC) નો પ્રોપર્ટી ટેક્સ અમદાવાદ (AMC) કરતા વધુ છે, પરંતુ વાસ્તવિકતા ભાડુઆતના પ્રકાર અને મિલકતના ઉપયોગ પર નિર્ભર કરે છે
● બંને શહેરોમાં માલિક દ્વારા વપરાતી મિલકત માટે ‘ઓક્યુપન્સી ફેક્ટર’ ૧ છે, જ્યારે ભાડે આપેલી પ્રોપર્ટી માટે ‘ઓક્યુપન્સી ફેક્ટર’ ૨ લાગુ પડે છે
● સામાન્ય કોમર્શિયલ ઓફિસ માટે અમદાવાદનો યુઝેજ (વપરાશ) ફેક્ટર ૭ છે, જ્યારે રાજકોટનો માત્ર ૪ છે, તેથી સામાન્ય ઉપયોગમાં રાજકોટનો ટેક્સ ઓછો આવી શકે છે
● જો રાજકોટમાં પ્રોપર્ટી બેંક કે નાણાકીય સંસ્થાને ભાડે આપી હોય તો યુઝેજ ફેક્ટર સીધો ૮ લાગુ પડે છે, જે ટેક્સના બોજમાં જંગી વધારો કરે છે
● અર્બન સ્ક્વેરના રિસર્ચ મુજબ, રોકાણકારોએ પ્રી-લીઝ્ડ પ્રોપર્ટી ખરીદતા પહેલા મ્યુનિસિપલ ટેક્સ અને ભાડુઆતની કેટેગરી ખાસ તપાસવી જોઈએ જેથી રોકાણનું સાચું વળતર જાણી શકાય

“રાજકોટમાં પ્રોપર્ટી ટેક્સ હંમેશા અમદાવાદ કરતાં વધારે છે, એ ધારણા સંપૂર્ણ સાચી નથી. અંતિમ અસર મિલકતના ઉપયોગ અને ટેનન્ટની કેટેગરી પર આધાર રાખે છે.”

નેવિલ સુબા (અર્બન સ્ક્વેર રિયલ્ટી એલએલપી, રાજકોટ)

રાજકોટ: સામાન્ય રીતે પ્રોપર્ટી માલિકો અને રોકાણકારોમાં એવી દ્રઢ માન્યતા હોય છે કે રાજકોટ મહાનગરપાલિકા (RMC) નો પ્રોપર્ટી ટેક્સ અમદાવાદ મહાનગરપાલિકા (AMC) કરતાં હંમેશા વધુ હોય છે. પરંતુ, અર્બન સ્ક્વેર રિયલ્ટર (રાજકોટ) ના નેવિલ સુબા દ્વારા કરવામાં આવેલા એક વિસ્તૃત અને તુલનાત્મક અભ્યાસ મુજબ, આ સામાન્ય વિધાન સંપૂર્ણપણે સાચું નથી. ‘સંપત્તિ ટાઈમ્સ’ ને પ્રાપ્ત થયેલા આ રિસર્ચ રિપોર્ટ મુજબ, પ્રોપર્ટી ટેક્સની રકમનો મુખ્ય આધાર પ્રોપર્ટીનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને તેના પર કોનો કબજો છે, તેના પર રહેલો છે.


બંને શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સની ગણતરી કરવા માટે મિલકતનો વિસ્તાર, લોકેશન, બાંધકામની ઉંમર, વપરાશ (Usage) અને ઓક્યુપન્સી (કબજો) જેવા પરિબળોને ધ્યાનમાં લે છે.

 
ટેક્સ ગણતરીમાં મૂળભૂત તફાવત અને સમાનતા
● બંને મહાનગરપાલિકાઓમાં એક મોટી સમાનતા એ છે કે જો માલિક જાતે મિલકતનો ઉપયોગ કરતો હોય તો ઓક્યુપન્સી ફેક્ટર ‘૧’ ગણાય છે, અને જો મિલકત ભાડે (ટેનન્ટ) આપી હોય તો ઓક્યુપન્સી ફેક્ટર ‘૨’ ગણવામાં આવે છે.
● ટેક્સમાં મોટો તફાવત ‘યુઝેજ ફેક્ટર’ (વપરાશના પ્રકાર) ને કારણે આવે છે.
● સામાન્ય કોમર્શિયલ પ્રોપર્ટી કે ઓફિસ માટે અમદાવાદ (AMC) માં યુઝેજ ફેક્ટર ૭ છે, જ્યારે રાજકોટ (RMC) માં તે માત્ર ૪ છે.


આ બાબત પ્રોપર્ટીમાં રોકાણ કરતા ઇન્વેસ્ટરો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ‘સંપત્તિ ટાઈમ્સ’ સાથેની વાતચીતના તારણ સ્વરૂપે નેવિલ સુબા સ્પષ્ટ કરે છે કે, જ્યારે કોઈ રોકાણકાર પ્રી-લીઝ્ડ કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદે છે, ત્યારે માત્ર ‘પ્રોપર્ટી પ્રાઇસ + માસિક ભાડું = ગ્રોસ ROI’ ગણીને ખુશ થવા જેવું નથી. ખરેખર ‘નેટ ROI’ (ચોખ્ખું વળતર) જાણવા માટે મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ, ભાડુઆતની કેટેગરી અને મેન્ટેનન્સ જેવા માલિકીના ખર્ચને પણ ધ્યાનમાં લેવા પડે છે. ખાસ કરીને રાજકોટમાં બેંક, NBFC કે કોર્પોરેટ ઓફિસને ભાડે અપાયેલી મિલકત ખરીદતા પહેલા રોકાણકારોએ ભાડુઆતની મ્યુનિસિપલ ટેક્સ ક્લાસિફિકેશન કેટેગરી અચૂક ચકાસી લેવી જોઈએ.


“ગ્રોસ ROI નહીં, નેટ ROI જ સાચી કમાણી બતાવે” : નેવિલ સુબા
“ઘણા રોકાણકારો માત્ર પ્રોપર્ટીની કિંમત, માસિક ભાડું અને ગ્રોસ રિટર્ન જોઈને નિર્ણય લઈ લે છે. પરંતુ પ્રી-લીઝ્ડ કોમર્શિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરતા પહેલા ટેનન્ટની મ્યુનિસિપલ ટેક્સ કેટેગરી, પ્રોપર્ટી ટેક્સ અને અન્ય ખર્ચનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. ઘણી વખત સારી દેખાતી રેન્ટલ યીલ્ડ પણ ટેક્સ બાદ અપેક્ષા કરતાં ઓછું વળતર આપી શકે છે.”


બેંકો અને સંસ્થાઓને ભાડે આપતા રોકાણકારો માટે ચેતવણી
રાજકોટ (RMC) ના સત્તાવાર રેકોર્ડ મુજબ, જો મિલકત બેંક, નાણાકીય સંસ્થા (Financial Institution), પબ્લિક લિમિટેડ કંપનીઓ અથવા બોર્ડ/નિગમને ભાડે આપવામાં આવી હોય, તો યુઝેજ ફેક્ટર ૮ લાગુ પડે છે.


જ્યારે અમદાવાદ (AMC) ના માળખામાં બેંકો અને સામાન્ય કોમર્શિયલ ઓફિસો બંનેને એકસમાન ફેક્ટર ૭ ની કેટેગરીમાં જ રાખવામાં આવ્યા છે.
દાખલા તરીકે, રાજકોટમાં ૧૦૦૦ ચોરસ ફૂટની જગ્યા બેંકને ભાડે અપાય તો તેનો વપરાશ ગુણક સામાન્ય કોમર્શિયલ પ્રોપર્ટી કરતા સીધો બમણો થઈ જાય છે.

રાજકોટ-મોરબી રોડની આસપાસના વિસ્તારોમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ અને વિવિધ ઔદ્યોગિક એકમોના વિકાસની સાથે રહેણાક ક્ષેત્રે પણ નવી તકો ઊભી થઈ રહી છે. રતનપર, વિજયનગર, હડાળા અને કાગદડી જેવા વિસ્તારોમાં ઉદ્યોગો માટે અનુકૂળ સ્થળોની ઉપલબ્ધતા રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
વિકાસભાઈના જણાવ્યા અનુસાર, જ્યાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધે છે ત્યાં રોજગારીની તકો પણ ઊભી થાય છે. પરિણામે કામદારો, કર્મચારીઓ, વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો માટે રહેઠાણની જરૂરિયાતમાં વધારો થવાની સંભાવના રહે છે. આ જ કારણસર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની સાથે રેસિડેન્શિયલ પ્લોટિંગ અને રહેણાક પ્રોજેકટ્સ માટે પણ આ બેલ્ટમાં ભવિષ્યની સંભાવનાઓ જોવા મળી રહી છે.


રાજકોટ-મોરબી રોડની વિશેષતા તેની કનેક્ટિવિટી છે. રાજકોટના માર્કેટિંગ યાર્ડ ઉપરાંત મોરબીના ટાઇલ્સ અને સિરામિક ઉદ્યોગો સાથેનું જોડાણ આ વિસ્તારને ઔદ્યોગિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ બનાવે છે.


મોરબી, ટંકારા અને માળિયા મિયાણા તરફના માર્ગો મારફતે મુન્દ્રા પોર્ટ સાથેનું જોડાણ પણ નિકાસલક્ષી વ્યવસાય માટે ઉપયોગી બની શકે છે. રાજકોટ અને અમદાવાદ તરફની અવરજવર માટેની માર્ગસુવિધાઓને કારણે ઉત્પાદન, પરિવહન, વેપાર અને લોજિસ્ટિક્સ સાથે સંકળાયેલા વ્યવસાયો માટે પણ આ વિસ્તાર પ્રાઇમ લોકેશન બની રહેશે.


હડાળા, કાગદડી, મિતાણા અને ટંકારા સહિતના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો, ફેક્ટરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના વિકાસની સંભાવનાઓ સ્થાનિક અર્થતંત્રને વેગ આપી શકે છે.


રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (RUDA) હેઠળ આવતા વિસ્તારો અને તેની બહારના વિસ્તારોમાં લાગુ પડતા વિકાસના નિયમો તથા મંજૂરીની પ્રક્રિયામાં તફાવત હોઈ શકે છે. રતનપર સુધીના કેટલાક વિસ્તારો રૂડા હેઠળ આવે છે, જ્યારે હડાળા અને કાગદડી તરફના વિસ્તારો રૂડામાં સમાવિષ્ટ નથી. જેથી નિયમોમાં છૂટછાટ મળે છે.


રાજકોટ શહેરના કેટલાક વિકસિત વિસ્તારોની સરખામણીએ રાજકોટ-મોરબી રોડની આ બેલ્ટમાં જમીનના ભાવ હાલ ખૂબ જ વાજબી છે. તેના કારણે નાના અને મધ્યમ રોકાણકારો માટે પણ પોતાની જરૂરિયાત તથા બજેટ પ્રમાણે વિકલ્પો શોધવાની તક મળે છે.


વિકાસભાઈના મતે, જ્યાં ઉદ્યોગ, રોજગારી, પરિવહન અને રહેણાકની જરૂરિયાતો એકસાથે વિકસવાની સંભાવના ધરાવે છે, ત્યાં રિયલ એસ્ટેટના વિકાસની સંભાવનાઓ આપોઆપ વધી જતી હોય છે. એ કહેવું જરાપણ અતિશયોક્તિભર્યું નહીં ગણાય કે હડાળા, વિજયનગર, રતનપર અને કાગદડીના આ બેલ્ટમાં રોકાણ કરવું એ અવસર જેવું છે. આ અવસર, આ તક ચૂકવા જેવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *