ચોમાસાની તૈયારી એકસરખી દેશી રીતથી! 100 કરોડના બંગલાની પણ જરૂર પડે છે તાડપત્રી!
મુંબઈ :મેગાસ્ટાર અમિતાભ બચ્ચન બોલીવૂડના શહેનશાહ છે અને છેલ્લાં કેટલાય દાયકાઓથી તેઓ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. મુંબઈમાં અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે જલસા ખાતે રહે છે અને આ બંગલાની કિંમત 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, પણ શું તમને ખબર છે કે કરોડોના ઘરમાં રહેતાં બિગ બી પણ ચોમાસુ જામતાં જ પોતાના ઘરને ચોમાસાથી બચાવવા માટે એકદમ સસ્તો બમ્બૈયા જુગાડ અપનાવે છે. આવું અમે નથી કહી રહ્યા પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે.
મુંબઈમાં મોન્સૂનની શરુઆત થઈ ગઈ છે અને મુંબઈગરાની જેમ જ અમિતાભ બચ્ચને પણ પોતાના બંગલાને પ્લાસ્ટિકની તાડપત્રી કે શીટથી ઢાંકી દીધું છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં બિગ બીનું ઘર સંપૂર્ણપણે પ્લાસ્ટિકથી કવર કરવામાં આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. કથિત રીતે વરસાદથી બચવા માટે આવું કરવામાં આવ્યું છે એવું કહેવાઈ રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ મજા લઈ રહ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પ્લાસ્ટિક જ પાણીને રોકી શકશે, પછી ઝૂંપડું હોય કે અંબાણી…બીજા એક યુઝરે લખ્યું હતુ કે તમે ગમે એટલા અમીર કેમ ના હોવ, પણ વરસાદથી બચવા માટેનો દેસી જુગાડ તો બધા માટે એક સરખો જ છે. એકે લખ્યું કે શું તેઓ પેન્ટ બચાવવા માટે આવું કરી રહ્યા છે?
અહીંયા તમારી જાણ માટે કે સોશિયલ મીડિયા પર થોડાક સમય પહેલાં દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાંથી એક એવા મુકેશ અંબાણીના હજારો કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા એન્ટિલિયાના ફોટો વાઈરલ થયા હતા જેના પર પણ તાડપત્રી દેખાઈ રહી હતી. જોકે, આ બંને ફોટો કે વીડિયોમાં કેટલી સચ્ચાઈ છે એ તો સમય જ કહી શકે.
82 વર્ષના અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ રહે છે અને તેઓ પોતાના દીકરા અભિષેક બચ્ચનની ફિલ્મ કાલીધર લાપતાને પ્રમોટ કરી રહ્યા છે અને ટ્રોલ્સને પણ સણસણતા જવાબો આપી રહ્યા છે. બિગ બી ટ્રોલ્સને જવાબ આપવાની સાથે સાથે જ તેમને જીવનની ફિલસૂફી પણ શિખવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક દિવસથી બિગ બી સોશિયલ મીડિયા પર વન લાઈનર ટ્વીટ કરી રહ્યા હતા અને એમાં માત્ર એક જ શબ્દ લખેલો હતો. ક્યારેક તેઓ ચલ લખતા હતા અને ક્યારેક ખાલી વિચાર જેવા શબ્દ લખતા હતા. ફેન્સ પણ બિગ બીની આવી ટ્વીટ અને વર્તનને કારણે મૂંઝાઈ ગયા હતા.












Leave a Reply