👉 ઉજ્જવળ ભવિષ્યની બુનિયાદ માટે યુવાઓ ઊખઈં ને ઇન્વેસ્ટમેન્ટ તરીકે અપનાવે: દિપક કાનાબાર (ક્રિષ્ના રિયાલિટી)
👉 વર્તમાન સમયમાં સંપત્તિ સર્જન માટે હોમ લોન એ સરવાળે લાભદાયક ટૂલ છે, સોનાનું બીજ છે, સરળ ગણિતને સમજીને લો
👉 ઘર એટલે પેઢીગત સંપત્તિ તરફનું પગલું, હોમ લોન એટલે પહેલું પગથિયું
રાજકોટ: શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારૂં પહેલું ઘર માત્ર ઈંટો અને સિમેન્ટનો ઢગલો નથી, પણ તમારી અને આવનારી પેઢીઓ માટે સંપત્તિ બનાવવાનું એક શક્તિશાળી એન્જિન છે? આજના યુગમાં, જ્યાં આર્થિક સ્થિરતા એક સ્વપ્ન સમાન લાગે છે, ત્યાં હોમ લોનને બોજારૂપ માનવાના બદલે સંપત્તિ નિર્માણના એક અદભૂત ટૂલ તરીકે જોવાનો સમય આવી ગયો છે. ક્રિષ્ના રિયાલિટીના એક્સપર્ટ એનાલિટિક્સ દિપક કાનાબારનું ટુ ધ પોઈન્ટ એનાલિસિસ જણાવે છે: “હોમ લોન એ ઊખઈં નો બોજ નથી, એ તો સંપત્તિ બનાવવાની સ્માર્ટ મશીન છે!” ચાલો, આ ગણિતને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે કેવી રીતે એક સ્માર્ટ નિર્ણય તમને કરોડોનો માલિક બનાવી શકે છે!
રાજકોટ, ગુજરાતના હૃદય સમા આ શહેર, છેલ્લા કેટલાક દાયકાઓથી અદભૂત વિકાસનું સાક્ષી રહ્યું છે. અહીંના વિકસતા એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ અને ડાયમંડ ઉદ્યોગો સતત રોજગારીનું સર્જન કરે છે, જેના પરિણામે આવાસની માંગમાં સ્થિર અને મજબૂત વૃદ્ધિ જોવા મળી રહી છે.
યુવાઓ.. રાજકોટના વિકાસને આ રીતે સમજો, પછી ગણિત માંડજો..
રિયલ યુઝર્સની ભરમાર: વસવાટ વધવાથી પ્રોપર્ટી વેલ્યુ અટકાય નહીં તેવી! શહેરની વધતી વસ્તી અને સતત વધતી રોજગારીના કારણે રિયલ યુઝર્સની માંગ સતત ઊંચી રહે છે, જે પ્રોપર્ટીના મૂલ્યને સ્થિરતા અને વૃદ્ધિ પ્રદાન કરે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂમ: નવા એરપોર્ટ, કોર્પોરેશન સુવિધાઓ વેલ્યુને રોકેટ સ્પીડ આપી રહ્યાં! અમદાવાદ-રાજકોટ હાઇવેનું સિક્સ-લેનિંગ જેવા મેગા પ્રોજેકટ્સ રાજકોટની કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવશે અને હાઇવે કોરિડોર પરના વિસ્તારોમાં ૧૫-૨૦% વધારાની કિંમત વૃદ્ધિ થવાની અપેક્ષા છે. આ બધા પરિબળો રાજકોટને રિયલ એસ્ટેટ રોકાણ માટેનું એક સોનેરી દ્વાર બનાવે છે.
દિપક કાનાબાર ભારપૂર્વક જણાવે છે, “તમારા દાદાએ ૨૦ વર્ષ પહેલાં ખરીદેલી જમીનના ભાવ આજે ૧૦ ગણા શા માટે વધી ગયા? તે જ ગણિત આજે તમારી સાથે છે! રેન્ટ પર રહેશો તો ૨૦ વર્ષે હાથ કંઈ નહીં! પણ હોમ લોન લીધો તો એક ઘર + ભાવ વધારાનો ફાયદો મળશે! શું તમે આ ગોલ્ડન ઓપર્ચ્યુનિટી મિસ કરશો? રેન્ટ એ ચૂકવેલો ખર્ચ છે જે તમને ભવિષ્યમાં કંઈ જ પાછું આપતો નથી. જ્યારે ઊખઈં એ ભવિષ્યમાં સંપત્તિ નિર્માણ માટેનું રોકાણ છે.
રિયલ એસ્ટેટનો ગણિતશાસ્ત્ર: ૪.૫ કરોડનો ચમત્કાર
રાજકોટમાં ૧ કરોડનું ઘર ૯% વાર્ષિક વૃદ્ધિદરે ૨૦ વર્ષમાં ૫.૬ કરોડ બને છે. હવે, ૮.૫% વ્યાજે ૧ કરોડની હોમ લોનનો કુલ ખર્ચ લગભગ ૨.૩ કરોડ થાય. ચોખ્ખો નફો? ૫.૬ કરોડ – ૨.૩ કરોડ = ૩.૩ કરોડ! પણ, લાંબા ગાળે આ તફાવત ૪.૫ કરોડ સુધી પહોંચી શકે છે. આ નથી બોજ, આ છે રિયલ એસ્ટેટનો ચમત્કાર!












Leave a Reply