શહેરના જાણીતા પ્રોપર્ટી એડવાઇઝર્સ, કન્સલ્ટન્ટ, એસ્ટેટ બ્રોકર્સ તેમજ રિયલટર્સની પ્લોટીંગ અને લેન્ડ અંગેની મહામૂલી સલાહ તમારા રોકાણની દિશા અને આયોજનને નવો આયામ આપશે
રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઇન્વેસ્ટમેન્ટ કરવા, સારું વળતર મેળવવા, સંભવિત જોખમને ટાળવા માટે આજના અંકમાં પ્રસ્તુત રાજકોટના રિયલટર્સનું માર્ગદર્શન તમારી સફળતાની ચાવી બની રહેશે
રાજકોટની ચારે દિશામાં કાર્યરત અગ્રણી પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સના અનુભવનો નિચોડ અને બજાર અંગેનું વિઝન તમને ખોટા નિર્ણયો લેતા અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે
રાજકોટ: ઘર એ દરેક મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત. રહેઠાણની જેમ જ વ્યવસાય માટે પણ જમીન કે જગ્યા જોઈશે જ. પ્લોટ ક્યાં લેવો? કેવો લેવો? કેવી રીતે લેવો? કોની પાસેથી લેવો? આવા પ્રશ્ર્નો કે મૂંઝવણ દૂર કરવાનો સંપત્તિ ટાઈમ્સનો આજનો પ્રયાસ છે. જેમ શારીરિક તકલીફ હોય ત્યારે ડોક્ટર પાસે જવાય, સલાહ લઈને દવા કરાય; તેવી જ રીતે આર્થિક પ્રગતિ માટેના નિર્ણયો માટે જ્યારે તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરો છો ત્યારે પ્રોપર્ટી એડવાઇઝર પાસે જવાય, સલાહ લઈને રોકાણ કરાય.
રાજકોટમાં કયા-કયા વિસ્તારોમાં પ્લોટીંગ અને જમીન લે-વેચનો શું ટ્રેન્ડ ચાલે છે, શું પરિસ્થિતિ છે ને ભવિષ્યમાં કેવી તકો સર્જાઇ શકે તે માટે શહેરના જાણીતા પ્રોપર્ટી એડવાઇઝર્સ, કન્સલ્ટન્ટ, એસ્ટેટ બ્રોકર્સ તેમજ રિયાલટર્સના અભિપ્રાયો સંપત્તિ ટાઈમ્સ અહીં પ્રસ્તુત કરી રહ્યું છે. અમને આશા છે કે, તમામ અભિપ્રાયો તમારા જમીન લે-વેચ અંગેના પ્રશ્ર્નો અને મૂંઝવણોના નિરાકરણમાં મદદરૂપ થશે.

કાલાવડ રોડ અને વીરડા વાજડીમાં પ્લોટિંગનું ભાવિ ઉજ્જવળ : દિલીપ સોમૈયા
મીડિયમ બજેટમાં પણ ઉત્તમ પ્લોટિંગ વિકલ્પો ઉપલબ્ધ હોવાનો અંકિત એસ્ટેટના દિલીપ સોમૈયાનો અભિપ્રાય
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં પ્રોપર્ટી કન્સલ્ટન્ટ દિલીપ સોમૈયા (અંકિત એસ્ટેટ) ના જણાવ્યા અનુસાર, રાજકોટમાં પ્લોટિંગ ખરીદી એ એક ઉત્તમ રોકાણ છે, જ્યાં ભવિષ્યમાં જબરદસ્ત વળતર મળવાની શક્યતાઓ છે.
દિલીપભાઈના મતે, કાલાવડ રોડ પર અવધ મેઈન રોડની આસપાસના સર્વે નંબર તેમજ વીરડા વાજડી આસપાસના સર્વે નંબરો ભવિષ્યમાં કિંમતમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આ વિસ્તારોમાં હાલ મકાન બાંધકામ અને ડેવલપમેન્ટ કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે, જે રોકાણ માટે અત્યંત અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. સૌથી સારી વાત એ છે કે, અહીં મીડિયમ ભાવમાં વિવિધ સાઈઝના પ્લોટ ઉપલબ્ધ છે, જે નાના અને મધ્યમ રોકાણકારો માટે પણ આકર્ષક વિકલ્પ બનાવે છે.
જો તમે થોડા મોટા રોકાણકાર છો અને લાંબાગાળે મહત્તમ લાભ મેળવવા માંગો છો, તો દિલીપભાઈ ભલામણ કરે છે કે બીજો રિંગ રોડ અથવા કટારીયા-જામનગર રોડથી ગોંડલ રોડ સુધીના વિસ્તારોમાં રોકાણ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ વિસ્તારોમાં પણ ભવિષ્યમાં વિકાસની વિપુલ સંભાવનાઓ રહેલી છે. રાજકોટનું રિયલ એસ્ટેટ બજાર હાલ તેજીમાં છે અને રોકાણકારો માટે આ સુવર્ણ અવસર છે.

મોટા મૌવામાં રોકાણ એટલે ૧૦૦% સુરક્ષા : અશોક પટેલ
વર્ધમાન નગર અને ક્રિસ્ટલ સીટી પ્લોટિંગ માટે રોકાણકારોનું પસંદગીનું સ્થળ હોવાનો પટેલ એસ્ટેટના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અશોક પટેલનો અભિપ્રાય
રાજકોટનું રિયલ એસ્ટેટ બજાર રોકાણકારો માટે સોનાની ખાણ સમાન છે! જો તમે સુરક્ષિત અને ફાયદાકારક રોકાણની શોધમાં છો, તો પટેલ એસ્ટેટના અનુભવી પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અશોક પટેલની સલાહ તમને સફળતાના શિખરે લઈ જશે. અશોકભાઈના મતે, રાજકોટના પ્લોટિંગ બજારમાં હાલની પરિસ્થિતિ રોકાણ માટે અત્યંત અનુકૂળ છે, જ્યાં ૧૦૦% સુરક્ષા સાથે મહત્તમ વળતર મેળવી શકાય છે. અશોકભાઈ ખાસ ભાર આપે છે કે મોટા મૌવા – મુંજકા વિસ્તાર પ્લોટિંગમાં રોકાણકારો માટે સૌથી શ્રેષ્ઠ છે. અહીં પ્લોટિંગનું વેચાણ સરળ છે, અને કોઈપણ પરિસ્થિતિમાં રાહ જોવી નથી પડતી. આ ઉપરાંત, વીરડા વાજડી અને કણકોટ જેવા વિસ્તારોમાં ડેવલપમેન્ટ ઝડપથી થઈ રહ્યું છે, બંગલાઓ, નાના-મોટા મકાનો, અને ફ્લેટ્સનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે, જે રોકાણની આકર્ષક તકો ઊભી કરે છે. તેમના મતે ઘંટેશ્વર વિસ્તારમાં તેમજ વર્ધમાન નગર અને ક્રિસ્ટલ સીટી ખાસ ઉલ્લેખનીય છે. આ વિસ્તારોમાં સર્વે નંબર ૧૪૦ સહિત ૨૫૦ એકરમાં વિકાસ થઈ રહ્યો છે, જ્યાં બંગલાઓ અને ફ્લેટ્સમાં ૧૦૦% રહેવાસીઓ મળી રહ્યા છે. આજુબાજુના ૫૦-૧૦૦ એકરમાં પણ ઉત્તમ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ વિસ્તારોમાં પહોળા રસ્તાઓ, સારી સુવિધાઓ, અને વિકાસની વિપુલ સંભાવનાઓ રોકાણકારોને આકર્ષે છે.

પ્લોટિંગ માટે કાલાવડ રોડ એટલે વન સ્ટોપ ડેસ્ટિનેશન : અશ્ર્વિન ઉનડકટ
અમર એસ્ટેટ એજન્સીના અશ્ર્વિન ઉનડકટ તેમના ૪૦થી વધુ વર્ષોના અનુભવ સાથે પ્લોટિંગમાં સુરક્ષિત રોકાણની સલાહ આપે છે
અમર એસ્ટેટ એજન્સીના અનુભવી પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અશ્ર્વિન ઉનડકટ, જેઓ ૪૦ વર્ષથી વધુનો અનુભવ અને નિપુણતા સાથે રાજકોટના બજારને ઊંડાણથી જાણે છે, તેઓ સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં જણાવે છે કે, હાલનો સમય પ્લોટિંગ રોકાણ માટે આદર્શ છે. કાલાવડ રોડ, જુનો અવધ રોડ, ન્યારી રોડ, મુંજકા, અને મોટા મૌવા જેવા વિસ્તારોમાં રોકાણ એટલે સોનાની લગડી પકડવા જેવું છે!
અશ્ર્વિનભાઈના અનુભવ મુજબ, આ વિસ્તારોમાં રેસિડેન્સિયલ ડેવલપમેન્ટ ઝડપથી આગળ વધી રહ્યું છે. સારી ટાઉનપ્લાનિંગ અને ઉચ્ચ લેન્ડ એપ્રિશિયેશનના કારણે આ વિસ્તારો સુરક્ષિત રોકાણની ખાતરી આપે છે. ખાસ વાત એ છે કે, આ વિસ્તારોમાં રોકાણ પર ત્રણ થી પાંચ વર્ષે જબરદસ્ત વળતર મળે છે, અને લાંબા ગાળા સુધી રાહ જોવાની જરૂર નથી. કાલાવડ રોડ અને મુંજકા જેવા નવા રાજકોટના શાનદાર વિસ્તારોમાં પ્લોટિંગ અને લેન્ડ ડેવલપમેન્ટ માટે અદભૂત તકો ઉપલબ્ધ છે. આ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ અને ઝડપી વિકાસ રોકાણકારોને મહત્તમ લાભ આપે છે. ન્યારી રોડ અને મોટા મૌવા પણ રેસિડેન્સિયલ પ્રોજેકટ્સ માટે આદર્શ સ્થળો બની રહ્યા છે, જે રોકાણની દ્રષ્ટિએ ખૂબ જ આકર્ષક છે.

કાલાવડ રોડથી ઘંટેશ્ર્વર સુધી પ્લોટીંગમાં જબ્બર વળતર મળે: નીલેશ ગઢવી
રાજકોટમાં રિયલ યુઝર્સની પહેલી પસંદ બનેલા વીરડા વાજડી અને મુંજકામાં પ્લોટીંગમાં રોકાણ શ્રેષ્ઠ હોવાની ઓમ પ્રોપર્ટીઝના નીલેશ ગઢવીની એક્સપર્ટ એડવાઇઝ
રાજકોટ: રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં હાઇ-ગ્રોથ, હાઇ-રિટર્ન ઝોન શોધી રહ્યા છો, તો કાલાવડ રોડથી ઘંટેશ્ર્વર વિસ્તાર ઓમ પ્રોપર્ટીઝના નિલેશ ગઢવીના મતે ખૂબ મહત્વનો છે. તેઓ જણાવે છે કે, “મુંજકા, વીરડા વાજડી અને ઘંટેશ્ર્વરમાં છેલ્લા ૫-૭ વર્ષમાં થયેલ ડેવલપમેન્ટ અને રિયલ યુઝર્સની ડિમાન્ડને કારણે આ વિસ્તારો રોકાણકારો માટે સોનેરી તક બની ગયા છે!”
નિલેશ ગઢવી વધુમાં ઉમેરે છે કે, “મધ્યમથી મોટી સાઈઝના પ્લોટિંગમાં, ખાસ કરીને નવા રેસકોર્ષ, ઘંટેશ્ર્વર વિસ્તારમાં ૧૦૦ થી ૭૦૦ વાર સુધીના પ્લોટિંગની ટૂંકાગાળા (૩-૪ વર્ષ) માટે પ્રચંડ માંગ છે. અહીં પાણીના કનેક્શન, ભૂગર્ભ ગટર, પાક્કા રોડ-રસ્તા સહિતની કોર્પોરેશનની સુવિધાઓ જેટ ગતિએ વિકસી રહી છે. આ ઉપરાંત, અટલ સરોવર આસપાસ ૪ ઇઇંઊં સુધીના લક્ઝુરિયસ હાઈરાઇઝ રેસિડેન્શિયલ પ્રોજેકટ્સ માટે ૫૦૦૦ વાર થી ૧૦૦૦૦ વાર સુધીના પ્લોટ માટે ફૂલ ડિમાન્ડ છે. ઉપરાંત આ વિસ્તારમાં ૩૦૦ બિલ્ડિંગ પ્રોજેકટ્સ વિકાસની ગતિને વેગ આપી રહ્યા છે. તેવી જ રીતે નાના બજેટમાં ૭-૮ થી ૧૦ વર્ષના લાંબાગાળાના રોકાણ માટે, વેલી વ્યૂ એટલે કે નવા એરપોર્ટ પાસેના વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવા પ્રાકૃતિક વાતાવરણમાં વિકેન્ડ વિલા અને બંગ્લોઝ પ્રોજેકટ્સ પણ ધૂમ મચાવી રહ્યા છે. આગામી ૩-૫ વર્ષોમાં અહીં રોકાણ ડબલ વળતર આપવાની પૂરેપૂરી સંભાવના ધરાવે છે.

અમદાવાદ હાઈવે બની રહ્યું છે રોકાણકારોનું મોટું હબ : અતુલ રાચ્છ
રાજકોટના અમદાવાદ હાઈવે આસપાસના વિસ્તારોમાં પ્લોટિંગમાં રોકાણ માટે સુવર્ણ તક હોવાનો ફાઇન પ્રોપર્ટીના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ અતુલ રાચ્છનો અભિપ્રાય
સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં ફાઇન પ્રોપર્ટીના એક્સપર્ટ પ્રોપર્ટી એડવાઈઝર અતુલ રાચ્છ જણાવે છે કે, અમદાવાદ હાઈવે આજના સમયમાં પ્લોટિંગ અને ખેતીની જમીન ખરીદવા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ વિસ્તાર રોકાણકારો માટે સોનાની ખાણ સમાન છે, જ્યાં વિકાસની અનેકગણી શક્યતાઓ રાહ જોઈ રહી છે!
અતુલભાઈના મતે, અમદાવાદ હાઈવેનું જોગ્રાફિકલ લોકેશન અનન્ય છે. આ હાઈવે વેરાવળ, જૂનાગઢ, પોરબંદર, ગોંડલ, મોરબી, અને દ્વારકા જેવા શહેરોને જોડે છે, જે તેને વિકાસનો દ્વાર બનાવે છે. ઉદ્યોગો માટે આ રાજમાર્ગ અત્યંત અનુકૂળ છે, કારણ કે અહીં કંડલા – મુન્દ્રા પોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ સહિતની કનેક્ટિવિટી, ૬ લેન વાઇડ રોડ નેટવર્ક, ટ્રાન્સપોર્ટેશન, અને મજૂરની સુવિધા સરળતાથી ઉપલબ્ધ છે. આ બધું અમદાવાદ હાઈવેની આસપાસના વિસ્તારોમાં ઝડપી ડેવલપમેન્ટની શક્યતાઓને વેગ આપે છે. અતુલ રાચ્છના મતે આ વિસ્તારમાં જમીન ખરીદવી એટલે ભવિષ્યમાં જબરદસ્ત વળતરની ખાતરી! અમદાવાદ હાઈવેની આસપાસના પ્લોટિંગ પ્રોજેકટ્સ ઔદ્યોગિક અને રેસિડેન્સિયલ બંને દૃષ્ટિએ આકર્ષક છે. આ વિસ્તારની કનેક્ટિવિટી અને સુવિધાઓ રોકાણકારોને મહત્તમ લાભ આપવા સક્ષમ છે.

મોરબી હાઈવે ટચ સર્વે નંબરના પ્લોટીંગમાં રોકાણની સોનેરી તક : રાજેશ દત્તાણી
રાજકોટના કનેક્ટ કરતા બીજા હાઈવેની સરખામણીમાં મોરબી હાઈવે પર પ્લોટિંગમાં ભાવ પ્રમાણમાં સસ્તા હોવાથી ત્યાં રોકાણને મૈત્રી પ્રોપર્ટીઝના રાજેશ દત્તાણી સ્માર્ટ ચોઇસ ગણે છે
રાજકોટના રિયલ એસ્ટેટ માર્કેટમાં જો તમે ઝડપી, સુરક્ષિત અને હાઇ-રિટર્ન રોકાણ શોધી રહ્યા છો, તો મોરબી હાઈવે તમારી રાહ જોઈ રહ્યો છે! મૈત્રી પ્રોપર્ટીઝના રાજેશ દત્તાણી જણાવે છે કે, “મોરબી હાઈવે (રતનપર, હડાણા અને વિજયનગર)ના રોડ ટચના સર્વે નંબરમાં રોકાણ કરવું ખૂબ લાભદાયક છે.”
મોરબી હાઈવે પર પ્લોટીંગમાં રોકાણ કરવાના ફાયદા ગણાવતા રાજેશ દત્તાણી સૌપ્રથમ તો એ સમજાવે છે કે, રાજકોટને કનેક્ટ કરતા અન્ય હાઈવે પર પ્લોટિંગના ભાવની સરખામણીએ મોરબી હાઈવે ખાસ કરીને રતનપર, હડાણા અને વિજયનગરના રોડ ટચના સર્વે નંબરમાં ૨૦-૨૫% સસ્તા ભાવે નાની – માધ્યમ – મોટી સાઈઝના પ્લોટિંગ ઉપલબ્ધ છે. ઉપરાંત એજ્યુકેશન ઝોન + ઇન્ડસ્ટ્રિયલ હબની નજીક ઊભરી રહેલું રેસિડેન્શિયલ હોટસ્પોટ પણ ગણાય છે. વળી, હાઈવે ટચ પ્લોટિંગમાં વિકાસની ગતિ હમેંશા ઝડપી રહેતી હોય છે તેમજ ડિમાન્ડ પણ કાયમ રહેવાની હોય છે. ભલે તમે લાંબાગાળાના રોકાણકાર હો કે ટૂંકાગાળાના નફાની શોધમાં હો, આ વિસ્તાર દરેક રીતે તમારા રોકાણ માટે સોનાની લગડી જેવો બની રહેશે તેમાં કોઈ શંકા નથી.

સસ્તા, સારા અને સુરક્ષિત પ્લોટીંગ માટે જામનગર રોડ બેસ્ટ: હિતેશ ગઢવી
જામનગર રોડ પર આજે રોકાણ કરવું એટલે આવતીકાલના સોનેરી ભવિષ્ય માટે પાયો નાખવા સમાન હોવાનો પ્રાઇમ પ્રોપર્ટીઝના હિતેશ ગઢવીનો અભિપ્રાય
સંપત્તિ ટાઈમ્સ સાથે પ્લોટીંગમાં રોકાણ કરવા અંગે રાજકોટમાં પ્રવર્તમાન ટ્રેન્ડ અંગે વાતચીતમાં પ્રાઇમ પ્રોપર્ટીઝના એક્સપર્ટ એડવાઇઝર હિતેશ ગઢવી, જેઓ રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રના એક દીર્ઘદ્રષ્ટા છે, તેઓ ખાસ કરીને જામનગર રોડ પરની શક્યતાઓ પર ભાર મૂકે છે. તેમનો અભિપ્રાય છે કે જામનગર રોડ, જેટલો વિકાસ પામ્યો છે તેટલા પ્રમાણમાં હજી જમીનના ભાવ વધ્યા નથી, જે રોકાણકારો માટે એક અદભુત તક પૂરી પાડે છે. રાજકોટના અન્ય વિસ્તારોની તુલનામાં, અહીં જમીનના ભાવ અત્યંત વાજબી છે, જે ઓછી મૂડીથી પણ રોકાણ શરૂ કરવાની સુવિધા આપે છે.
જામનગર રોડ માત્ર પરિવહનની ધમધમતી ધરી નથી, પરંતુ તે આધુનિક સુવિધાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી કેન્દ્રો અને ભવિષ્યના વિકાસની અઢળક સંભાવનાઓથી ભરપૂર છે. અહીંનું વાતાવરણ શાંતિપૂર્ણ અને પ્રદુષણમુક્ત હોવાથી, રહેઠાણ માટે પણ આ એક આદર્શ સ્થળ બની રહ્યું છે. અહીં રોકાણ કરવાના બે મુખ્ય ફાયદા છે: એક તો, તમે ઓછી મૂડીથી શરૂઆત કરી શકો છો, અને બીજું, ટૂંકા તેમજ લાંબા ગાળામાં પણ શ્રેષ્ઠ વળતર મળવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જામનગર રોડ પર આજે રોકાણ કરવું એટલે આવતીકાલના સોનેરી ભવિષ્ય માટે પાયો નાખવા સમાન છે.

રાણપુર અને કુવાડવામાં પ્લોટિંગનો સોનેરી સૂરજ ઊગ્યો : ગણેશભાઈ ખોયાણી
અમદાવાદ હાઈવે નજીકના ગામોમાં પ્લોટીંગમાં રોકાણ એટલે ઝડપી વળતરની ગેરંટી હોવાનો ગુરુકૃપા રિયાલિટીના ગણેશભાઈ ખોયાણીનો અભિપ્રાય
રાજકોટનું રિયલ એસ્ટેટ બજાર જેમાં ખાસ કરીને પ્લોટીંગ સેગમેન્ટ રોકાણકારો માટે નવી શક્યતાઓ ખોલી રહ્યું છે! આ અંગે સંપત્તિ ટાઈમ્સ સાથે તાજેતરના માર્કેટ ટ્રેન્ડ અંગે એનાલિસિસ રજૂ કરતા ગુરુકૃપા રિયાલિટીના નિષ્ણાત પ્રોપર્ટી કન્સલ્ટન્ટ ગણેશભાઈ ખોયાણી જણાવે છે કે, અમદાવાદ હાઈવે નજીક આવેલા રાણપુર અને કુવાડવા વિસ્તારો પ્લોટિંગ રોકાણ માટે અત્યંત આકર્ષક છે, જ્યાં ટૂંકા ગાળામાં જ ઉચ્ચ વળતરની શક્યતાઓ રહેલી છે! ગણેશભાઈના મતે, રાણપુર ગામના સર્વે નંબરમાં ચાલી રહેલા રેસિડેન્સિયલ પ્રોજેકટ્સ અને કુવાડવા ગામના સર્વે નંબરમાં વિકસિત પ્રોજેકટ્સ ખૂબ જ શ્રેષ્ઠ છે. આ વિસ્તારોમાં લોકો રહેવા માટે પહેલેથી જ આવી ગયા છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. આજુબાજુના જીયાણા અને સણોસરા ગામોમાં ઔદ્યોગિક વિસ્તારોની હાજરી આ વિસ્તારોને રોકાણ માટે વધુ આકર્ષક બનાવે છે. રાણપુર અને કુવાડવામાં પ્લોટિંગ રોકાણથી ટૂંકા ગાળામાં ભાવમાં વધારો થવાની સંભાવના છે. ભવિષ્યમાં રાણપુરમાં ટેનામેન્ટ બનાવીને વેચાણથી પણ જબરદસ્ત લાભ મેળવી શકાય છે. ઇન્ટરનેશનલ એરપોર્ટની નજીક હોવાથી આ વિસ્તારોનું મૂલ્ય દિવસેને દિવસે વધી રહ્યું છે. ઉત્તમ કનેક્ટિવિટી અને ઝડપી વિકાસ આ વિસ્તારોને રોકાણકારો માટે આદર્શ બનાવે છે તેવો મત ગણેશભાઈ વ્યક્ત કરે છે.

વાગુદળ અને ન્યારીમાં પ્લોટીંગ એટલે લાંબા ગાળાના મોટા લાભ : હિતેશ રાજદેવ
કાલાવડ રોડ અને અવધ રોડ રેસીડેન્સિયલ ડેવલપમેન્ટ અને લોટિંગ માટે હોટસ્પોટ હોવાનો ગુરુદેવ એસ્ટેટના હિતેશ રાજદેવનો મત
રિયલ એસ્ટેટ એટલે કે જમીનમાં કરેલું રોકાણ એ શ્રેષ્ઠ રોકાણ છે તેમ આપણા વડીલો કહેતા હોય છે. આવી જ એક સોનેરી સલાહ આપતા ગુરુદેવ એસ્ટેટના ૨૨થી વધુ વર્ષોના અનુભવી પ્રોપર્ટી કન્સલ્ટન્ટ હિતેશ રાજદેવ, જમીનમાં રોકાણને હાલના સમયમાં સૌથી સમજદારીભર્યો નિર્ણય જણાવે છે. સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં તેમણે કાલાવડ રોડ, અવધ રોડ, ન્યારી રોડ, અને વાગુદળ રોડ જેવા વિસ્તારોને પ્લોટિંગ માટે હોટસ્પોટ તરીકે ગણાવ્યા છે.
હિતેશભાઈના મતે, કાલાવડ રોડ અને અવધ રોડ પર રેસિડેન્સિયલ વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. આ વિસ્તારોમાં જીવન જરૂરિયાતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, અને ક્રીમ વર્ગના લોકો અહીં રહેવા આવી રહ્યા છે. ખાસ કરીને, ૮૫% ઓક્યુપ્ન્સી આ વિસ્તારોની લોકપ્રિયતા દર્શાવે છે. મોટા રોડ રસ્તા, ઉત્તમ કનેક્ટિવિટી, અને ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ આ વિસ્તારોને રોકાણ માટે આદર્શ બનાવે છે. લાંબાગાળાના રોકાણ માટે વાગુદળ રોડ અને નવા એરપોર્ટની પાછળની સાઇડ ખૂબ જ લાભદાયી હોવાનો હિતેશભાઈ અભિપ્રાય આપતા જણાવે છે કે, અહીં સારા બંગલાઓ, ફ્લેટ્સ, અને હાઇરાઇઝ બિલ્ડિંગો બની ગયા છે, જે રોકાણનું મૂલ્ય વધારે છે.

પ્લોટીંગમાં રોકાણ માટે વીરડા વાજડી, મોટા મૌવા, મુંજકા સર્વે નંબર બેસ્ટ : વિરલ કાનાબાર
અશોક ટ્રેડર્સના એક્સપર્ટ એડવાઇઝર વિરલ કાનાબારની દ્રષ્ટિએ કાલાવડ રોડ રના સર્વે નંબરમાં પ્લોટીંગ રિયલ યુઝર્સની પહેલી પસંદ હોવાથી રેસિડેન્સિયલ ાથોસાથ કોમર્શિયલ ડેવલપમેન્ટની વિપુલ તકો
રાજકોટ: રાજકોટનો કાલાવડ રોડ, ખાસ કરીને રૂડા હેઠળ આવતા વીરડા વાજડી, મોટા મૌવા અને મુંજકા સર્વે નંબરો રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક ચમકતા સિતારા સમાન હોવાનું અશોક ટ્રેડર્સના એક્સપર્ટ એડવાઇઝર વિરલ કાનાબાર જણાવે છે. પ્લોટીંગમાં રોકાણ કરવા અંગે વિરલભાઈ જણાવે છે કે, આ ત્રણેય સર્વે નંબરોમાં મોટા પાયે એન્ડ યુઝર્સ દ્વારા રેસિડેન્સિયલ તેમજ કોમર્શિયલ ઉપયોગ માટે જમીનની ખરીદી-વેચાણ થઈ રહી છે. કાલાવડ રોડની ઉત્તમ કનેક્ટિવિટી અને વિકસિત રોડ-રસ્તાઓ તેને વધુ આકર્ષક બનાવે છે. અહીં ક્રીમ પબ્લિક એટલે કે ઉચ્ચ અને મધ્યમ વર્ગના લોકો રહેવા આવી રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓના કેન્દ્ર તરીકે આ વિસ્તાર વ્યવસાયિક વિકાસ માટે સોનેરી તકો પૂરી પાડે છે. આ ઉપરાંત, જમીનમાં પાણીના ઊંચા તળ પણ એક મોટો ફાયદો છે. પ્રાકૃતિક વાતાવરણ, શહેરી ઘોંઘાટથી મુક્તિ અને શાંતિપૂર્ણ જીવન અહીંની મુખ્ય વિશેષતાઓ છે. આ ત્રણેય સર્વે નંબરોમાં મહત્તમ રોકાણ થઈ રહ્યું છે, જે આ વિસ્તારના ભવિષ્ય પ્રત્યે રોકાણકારોના અતૂટ વિશ્ર્વાસને દર્શાવે છે. વળતરની દ્રષ્ટિએ આ એક એકદમ સુરક્ષિત અને જોખમરહિત રોકાણ છે.

પ્લોટીંગમાં જામનગર રોડનો સિતારો હજુ વધુ ચમકશે : જીતેન કોટક
રેસિડેન્શિયલ સહિતના પ્લોટીંગ માટે જામનગર રોડ મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન બની રહ્યો હોવાનો દિયા પ્રોપર્ટીઝના જીતેન કોટકનો અભિપ્રાય
રાજકોટનું રિયલ એસ્ટેટ બજાર ઝડપથી બદલાઈ રહ્યું છે, અને જામનગર રોડ આજે રોકાણકારોનું પ્રિય સ્થળ બની રહ્યું છે! સંપત્તિ ટાઈમ્સ સાથે વર્તમાન ટ્રેન્ડ અંગે વાત કરતાં દિયા પ્રોપર્ટીઝના જીતેન કોટકના મતે, જામનગર રોડ રિયલ એસ્ટેટમાં લેન્ડ કે પ્લોટમાં રોકાણ માટે એક અજોડ વિકલ્પ છે. આ વિસ્તારમાં અઈંઈંખજ હોસ્પિટલ, નવું રેસકોર્સ, બીજો દોઢસો ફૂટનો રિંગ રોડ, ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ અને સ્માર્ટ સિટીની અદ્ભુત સુવિધાઓનો સમન્વય છે, જે આ વિસ્તારને વિકાસનું કેન્દ્ર બનાવે છે.
જામનગર રોડની વિશાળ રોડ કનેક્ટિવિટી અને પ્રાકૃતિક વાતાવરણ રહેણાંક અને વ્યાપારી બંને હેતુઓ માટે આદર્શ છે. અહીં મધ્યમ વર્ગના બજેટને અનુરૂપ પ્લોટ, ફ્લેટ્સ, મકાનો અને દુકાનો જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે. આ વિસ્તારમાં રોકાણ ટૂંકા અને લાંબા ગાળે ઉચ્ચ વળતર આપવાની ક્ષમતા ધરાવે છે. જીતેન કોટકનું કહેવું છે કે, જામનગર રોડ જેવું ઉજ્જવળ ભવિષ્ય અને વળતર બીજે ક્યાંય મળવું મુશ્કેલ છે! આ વિસ્તારની વધતી માંગ અને સ્માર્ટ સિટીની સુવિધાઓ રોકાણકારો માટે સોનાની લગડી સમાન છે માટે જામનગર રોડ દરેક રીતે શ્રેષ્ઠ છે.

પ્લોટિંગમાં કાલાવડ રોડ અને ૧૫૦ ફૂટ રિંગરોડનો જમાનો : વનરાજ પરમાર
૧૮ વર્ષના અનુભવ સાથે શ્રીનાથજી રિયલ એસ્ટેટના પ્રોપર્ટી કન્સલ્ટન્ટ વનરાજ પરમારે પ્લોટિંગમાં રોકાણની શ્રેષ્ઠ તકો ઉજાગર કરી
રાજકોટનું રિયલ એસ્ટેટ બજારમાં પ્લોટિંગ સેગમેન્ટમાં સર્જાયેલી ઉત્સાહજનક તકોનો લાભ લેવા માટે શ્રીનાથજી રિયલ એસ્ટેટના વનરાજ પરમાર રોકાણકારોના સારથી ગણાય છે. ૧૮ વર્ષોથી વધુના અનુભવ સાથે, વનરાજભાઈ રોકાણકારોને ઉચ્ચ વળતરની ખાતરી આપતા વિસ્તારો તરફ દોરી જાય છે. સંપત્તિ ટાઈમ્સ સાથેની વાતચીતમાં તેમણે રાજકોટના કાલાવડ રોડ અને ૧૫૦ ફૂટ રિંગરોડ આસપાસના વિસ્તારો, જેમ કે મુંજકા, મોટા મૌવા, વેજાગામ, વડવાજડી, મેટોડા વગેરે રોકાણ માટે સૌથી આકર્ષક હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
તેમના વિઝન પાછળનું લોજિક સમજાવતા તેઓ વધુમાં ઉમેરે છે કે, આ વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, જેનું મુખ્ય કારણ છે નવી ટી.પી. સ્કીમ્સ, પહોળા રોડ, અને મેટોડા ઔદ્યોગિક ઝોનની નિકટતા. નવો રિંગરોડ અને કાલાવડ રોડથી ગોંડલ રોડને જોડતો ૧૫૦ ફૂટ રિંગરોડ-૨ આ વિસ્તારોને વધુ મૂલ્યવાન બનાવે છે. વનરાજભાઈ તેમની સોનેરી સલાહમાં આ ઉપરાંત, પાળ, કાંગશીયાળી, ઢોલરા, ખોખળદડ, વાવડી જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક અને રેસિડેન્શિયલ પ્રોજેકટ્સની વધતી માંગ રોકાણકારો માટે લાંબા ગાળાના લાભની ગેરંટી આપી શકે છે તેવો વિશ્ર્વાસ પણ વ્યક્ત કર્યો છે.












Leave a Reply