Sampatti Times Real Estate Newspaper

Advertisement

રજિસ્ટ્રેશન ઓફિસ નહીં, હવે દસ્તાવેજોની નોંધણી ઓનલાઇન થશે !

No more registration offices, now document registration will be done online!

👉 117 વર્ષ જૂના કાયદાને રદ કરવાનો ઐતિહાસિક નિર્ણય : જમીન ખરીદી-વેચાણ હવે થશે સ્માર્ટ અને સુરક્ષિત

👉 વિધેયકનો અમલ એટલે રિયલ એસ્ટેટ અને જમીન વ્યવહાર ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિની શરૂઆત!

ભારત સરકાર રજિસ્ટ્રેશન કાયદામાં ઐતિહાસિક પરિવર્તન લાવવાની તૈયારીમાં છે. 1908થી અમલમાં રહેલા જૂના કાયદાને બદલીને નોધણી વિધેયક, 2025 રજૂ કરવામાં આવ્યું છે, જે જમીન નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનાવશે. આ નવી વ્યવસ્થાથી રજિસ્ટ્રી ઓફિસની લાંબી લાઈનોનો અંત આવશે અને નાગરિકો હવે ઘેરબેઠા ઓનલાઈન દસ્તાવેજ નોંધણી કરી શકશે. સરકાર દ્વારા વિધેયકનો ડ્રાફ્ટ જાહેર કરી 30 દિવસમાં દેશભરના નાગરિકો અને તજજ્ઞો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા અને સુરક્ષા વધારવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

Real Estate E-magazine

શું છે નવી વિધેયકની ખાસિયતો?


117 વર્ષ જૂના કાયદાને અલવિદા: 1908 ના કાયદાને રદ કરીને નવો Registration Act, 2025 અમલમાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનો કાયદો હવે ટેકનોલોજી અને નાગરિકલક્ષી સેવા માટે પૂરતો નથી એવી સરકારની દલીલ છે.
ઓનલાઇન અને પેપરલેસ વ્યવસ્થા: હવે દસ્તાવેજો માટે રજિસ્ટ્રી ઓફિસની લાંબી લાઈનોની જરૂર નહીં પડે. આ વિધેયકથી સંપૂર્ણ ઓનલાઇન નોંધણી, ઈલેક્ટ્રોનિક દસ્તાવેજ સ્વીકૃતિ અને આધાર આધારિત ઓળખ પર આધારિત નવો ડિજિટલ માળખો ઊભો કરાશે.
ફરજિયાત નોંધણીનો વિસ્તાર: જમીન ખરીદ વેચાણ, ગિફ્ટ ડીડ, પાવર ઓફ એટર્ની, એગ્રીમેન્ટ ટુ સેલ, મોર્ટગેજ સહિત અનેક દસ્તાવેજોની નોંધણી ફરજિયાત બનાવવામાં આવશે.
સુરક્ષા અને પારદર્શિતા: નોંધણી અધિકારીઓને વધુ સ્પષ્ટ જવાબદારીઓ આપવામાં આવશે, સાથે સાથે ડિજિટલ સિસ્ટમ દ્વારા દસ્તાવેજોની ઓળખ અને પ્રમાણિકતા સુનિશ્ર્ચિત કરાશે.
કાયદેસર રદની વ્યવસ્થા: જો કોઈ દસ્તાવેજ ખોટી માહિતી પર આધારિત હોય, તો સરકાર તેને નકામો જાહેર કરીને તેની નોંધણી રદ કરી શકશે.

નાગરિકોને મળશે શું ફાયદો?
ઓનલાઈન પ્રક્રિયા હોવાને કારણે હવે નાગરિકોને નોંધણી માટે ઓફિસે જવું નહીં પડે.
સાદી ભાષામાં બનાવેલ નિયમો લઘુ ધંધાર્થીઓ અને સામાન્ય નાગરિકોને મદદરૂપ થશે.
નકલી દસ્તાવેજોની નોંધણી અટકાવી શકાશે.
રિયલ એસ્ટેટ વ્યવહારો વધુ પારદર્શક બનશે.

તમારો અભિપ્રાય મોકલશો !
જમાવટ શરૂ થઈ ગઈ છે. સરકાર દ્વારા જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે કે તેઓ પોતાના સૂચનો અને અભિપ્રાયો 25 જૂન, 2025 પહેલા નીચે આપેલા ઈમેઇલ પર મોકલી શકે છે: sanand.bgov.in
તમારૂં સૂચન MS Word અથવા PDF (મશીન વાંચી શકાય તેવા ફોર્મેટમાં) હોવું જોઈએ.

whatsapp app1 02

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *