👉 સમયની માંગ જોઈએ તો હાઇબ્રિડ વર્ક મોડેલના ઉદય વચ્ચે કોવર્કિંગ સ્પેસ બની વ્યવસાયોની નવી પસંદ!
👉 ખર્ચમાં ઘટાડો, સુગમતા અને નેટવર્કિંગની તક! કોવર્કિંગ સ્પેસના અસંખ્ય ફાયદાઓ તમને ચોંકાવી દેશે!
👉 ઓફિસ સ્પેસનું પણ છે આગવું મહત્વ! બ્રાન્ડ ઓળખ, સુરક્ષા અને સ્થિરતા માટે હજુ પણ છે શ્રેષ્ઠ વિકલ્પ!
રાજકોટ: અત્યારે, જ્યારે ભારતીય રિયલ એસ્ટેટ બજાર એક નવા યુગના ઉંબરે ઊભું છે, ત્યારે વધતી જતી કિંમતો, બદલાતી કાર્ય પદ્ધતિ અને હાઇબ્રિડ મોડેલના વધતા જતા પ્રભાવને કારણે ઓફિસ સ્પેસની જૂની પદ્ધતિઓ પર સવાલ ઉઠી રહ્યા છે. મોટો પ્રશ્ર્ન એ છે કે શું વ્યવસાયોએ પરંપરાને વળગી રહેવું જોઈએ, કે પછી કોવર્કિંગ સ્પેસનો વિકલ્પ પસંદ કરવો જોઈએ? આનો જવાબ સરળ નથી, કારણ કે કાર્યસ્થળનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે, અને તેની સાથે બદલાઈ રહ્યું છે ભવિષ્યનું કામ.
JLL ઇન્ડિયાની 2024ની એક રિપોર્ટ મુજબ, દર 3માંથી 1 કંપની આજે ફ્લેક્સિબલ વર્કસ્પેસ પસંદ કરે છે. મુંબઈ, દિલ્હી-NCR અને બેંગલોર જેવા શહેરોમાં 74 મિલિયન ચો. ફૂટ કો-વર્કિંગ સ્પેસ ફેલાયેલા છે, અને વર્ષ 2030 સુધીમાં આ માર્કેટ 96.8 અબજ સુધી વિસ્તરી જશે! સ્ટાર્ટઅપ્સ, SMEs અને MNCs સહિતના બિઝનેસ માટે આ એક હાથવગું સોલ્યુશન બની રહ્યું છે.

ભવિષ્યની વાત કરીએ તો, ફ્લેક્સિબલ ઓફિસ માર્કેટ દર વર્ષે 15-20% ના દરે વધવાની ધારણા છે. તેથી, ભારતીય વ્યવસાયોએ તેમની રિયલ એસ્ટેટ વ્યૂહરચનાઓમાં ફ્લેક્સિબલ રહેવું જોઈએ અને બજારના વર્તમાન વલણોને અનુરૂપ વિકલ્પ પસંદ કરવો જોઈએ, પછી ભલે તે કોવર્કિંગ સ્પેસ હોય કે પરંપરાગત ઓફિસ તેવું નિષ્ણાંતોનું માનવું છે.
તમારા બિઝનેસ માટે શું સારું?
કો-વર્કિંગ સ્પેસ: સ્ટાર્ટઅપ, જખઊ, ક્રિએટિવ ફીલ્ડ, અથવા શોર્ટ-ટર્મ ફ્લેક્સિબિલિટી જોઈએ!
ઓફિસ સ્પેસ: લાર્જ-સ્કેલ ઓપરેશન્સ, ડેટા સેન્સિટિવ વર્ક, અથવા બ્રાન્ડ પ્રેઝન્સ મહત્વનું હોય!
તમારા વ્યવસાયે કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ? સ્ટાર્ટઅપ્સ, ફ્રીલાન્સર્સ, વિસ્તરતી કંપનીઓ, ક્રિએટિવ અને ટેક કંપનીઓ, ખજખઊ અને ક્ધસલ્ટિંગ પેઢીઓ માટે કોવર્કિંગ સ્પેસ આદર્શ છે. જ્યારે મોટી કોર્પોરેશનો, કાનૂની અને નાણાકીય પેઢીઓ અને ઉત્પાદન અને લોજિસ્ટિક્સ કંપનીઓ માટે પરંપરાગત ઓફિસ વધુ યોગ્ય હોઈ શકે છે.
વર્કિંગ સ્પેસ વચ્ચેના આ તફાવત સમજો
કોવર્કિંગ સ્પેસ
ફાયદા:
– સુગમતા અને ખર્ચમાં ઘટાડો
– શોર્ટટર્મ પ્લાનિંગ શક્ય
– નેટવર્કિંગ અને સહયોગ
– વધુ ફેસેલિટી મળી શકે
– મલ્ટી સિટી પ્રેઝન્સ સરળ
ગેરફાયદા:
– ડેટા સુરક્ષાની ચિંતાઓ
– ગોપનીયતાનો અભાવ
– બ્રાન્ડિંગ લિમિટેશન્સ
-બાહ્ય સંચાલન પર નિર્ભરતા
ઓફિસ સ્પેસ
ફાયદા:
– બ્રાન્ડ ઓળખ અને કસ્ટમાઇઝેશન
– ડેટા સુરક્ષા અને ગોપનીયતા
– સ્થિરતા અને લાંબા ગાળાનું આયોજન
– જગ્યાની ફાળવણી પર નિયંત્રણ
– કર્મચારી ઉત્પાદકતા અને સુખાકારી
ગેરફાયદા:
– ઊંચો પ્રારંભિક અને નિભાવ ખર્ચ
– લાંબા ગાળાની લીઝની પ્રતિબદ્ધતા
– ઓછી નેટવર્કિંગ તકો
– વધુ જાળવણીની જવાબદારી
Leave a Reply