અમદાવાદમાં નિર્માણાધિન ટ્રોગેન ગ્રુપના ટવીન ટાવર- સિટી સેન્ટર પ્રોજેક્ટ વિશે માહિત આપવા ચેનલ પાર્ટનર્સ મીટ
લેટસ ગ્રો ટુ ગેધરના વિચાર સાથે આગામી દિવસોમાં કામ કરવાની ઇચ્છા વ્યકત કરાઇ
ટ્રોગોન ગ્રુપ સાથે ચેનલ રાજકોટના રિયલ એસ્ટેટના ક્ષેત્રના અગ્રણી સંગઠન REAARના સભ્યોની ચેનલ પાર્ટનર્સ મીટ યોજાઇ હતી. જેમાં ટ્રોગોન ગ્રુપે અમદાવાદમા આકાર લઇ રહેલા તેમના બે મહત્વકાંક્ષી પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી. લેટસ ગ્રો ટુ ગેધરના વિચાર સાથે આગામી દિવસોમાં કામ કરવા આ મીટમાં સહમતી સધાઇ હતી.

રિયલ એસ્ટેટ ક્ષેત્રે ટ્રોગોન ગ્રુપ એ ખુબજ જાણીતું નામ છે. મહેન્દ્રભાઇ પટેલ આ ગ્રુપના પાયોનીયર છે. આ ગ્રુપની ઓળખ તેના સફળતમ પ્રોજેક્ટ થકી આપી શકાય. આ ગ્રુપના દરેક પ્રોજેક્ટમાં નવીનતા અને વૈવિધ્યતાનો સંગમ જોવા મળે છે. આ સાથે ટ્રોગોન ગ્રુપે તેના ગુણવત્તાસભર કામગીરીથી ગ્રાહકનો વિશ્ર્વાસ જીત્યો છે. જે વિશ્ર્વાસનો પુલ ત્રણ દાયકાથી અડીખમ છે.
ટ્રોગોન ગ્રુપના કોમર્શિયલ પ્રોજેક્ટ ટ્રોગોન ટવીન ટાવર અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ CITY CENTER BY BAKERI TROGON GROUP પ્રોજેકટ્સ માટે તારીખ 8/5/25 ને ગુરૂવારે રાજકોટની ઇમ્પિરિયલ પેલેસ હોટલ ખાતે ટ્રોગોન ગ્રુપના યંગ અને ડાયનેમિક ડિરેક્ટર્સ હિતેશ પટેલ અને દિક્ષી પટેલ સાથે સેલ્સ ટીમ અને ટેકનિકલ ટીમ દ્વારા રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રના પ્રતિષ્ઠિત સંગઠન રાજકોટ રિયલ એસ્ટેટ ઓસોસિએશન (REAAR) ના સભ્યો સાથે એક ચેનલ પાર્ટનર્સ મીટ ગોઠવવામાં આવી હતી.

લેટસ ગ્રો ટુ ગેધરના વિચાર સાથે અમદાવાદમાં નિર્માણાધિન ટ્રોગેન ગ્રુપના બંને પ્રોજેક્ટ વિશે આ મીટમાં હિતેષ પટેલ અને દિક્ષી પટેલ દ્વારા પ્રોજેક્ટ અને ટ્રોગોન ગ્રુપ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યાર બાદ બંને પ્રોજેક્ટના સેલ્સ હેડ દ્વારા બન્ને પ્રોજેક્ટ વિશેની વિસ્તૃત માહિતી અને પ્રેઝન્ટેશન આપવામાં આવી હતી. REAAR અને ટ્રોગોન ગ્રુપની આ મિટિંગ ખૂબ જ ઉત્સાહ ભરી રહી હતી.
ટ્રોગોન ગ્રુપનું નામ ગુજરાતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલોપરમાં આવે છે. ટ્રોગોન ગ્રુપ(રાધે ગ્રુપ) ગુજરાતના મહેસાણામાં ત્રણ દાયકાથી વધુ સમયથી સફળ પ્રોજેક્ટ થકી આજે એક ખાસ મુકામ પર છે. રિયલ એસ્ટેટમાં ટ્રોગોન ગ્રુપનો વારસો આ ક્ષેત્રમાં હેરીટેજ સમાન છે. ગુણવત્તાયુકત કામગીરી, શ્રેષ્ઠતા અને ડેવલોપમેન્ટ પ્રત્યેની પ્રતિબદ્ધતા આ ગ્રુપના મુખ્ય ગુણો છે. ગ્રાહકને સંતોષ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને નવી ઊંચાઇ સુધી લઇ જવાની દિશામાં ગ્રુપ અગ્રેસર છે. ગ્રુપ દ્વારા હવે રાજયના આર્થિક પાટનગર અમદાવાદમાં પોતાનું ફલક વિસ્તારવામાં આવી રહ્યું છે. ટ્રોગોન ગ્રુપે ઉત્તર ગુજરાત અને તેની આસપાસ 25 થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેકટ્સ અને સમગ્ર દેશમાં સંખ્યાબંધ પુલનું સફળતાપૂર્વક નિર્માણ કરી પોતાની કાર્યક્ષમતા અને કવોલિટીનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે.












Leave a Reply