Sampatti Times Real Estate Newspaper

Advertisement

કાનમાં ઇમરજન્સી: જીવડું પેસી જાય કે બાળકે કાનમાં વસ્તુ નાખી હોય ત્યારે શું કરવું?

Thyroid can weaken the heart even if there is no swelling in the throat!

⚡ WHO નો ચોંકાવનારો અહેવાલ:
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ની માર્ગદર્શિકા અનુસાર, કાનમાં કોઈપણ પ્રકારની સળી, પિન કે અન્ય વસ્તુ નાખવી એ કાનના પડદા માટે અત્યંત જોખમી છે. જો કાનમાં કોઈ વસ્તુ ફસાઈ જાય તો જાતે કાઢવાનો પ્રયાસ ન કરતા તરત જ તબીબી સહાય લેવી.


⚡ ડૉ. યશ કાકડિયાની વાલીઓને સલાહ:

“કાનમાં કોઈ વસ્તુ ફસાઈ જાય ત્યારે ગભરાટમાં ઘરેલુ અખતરા ન કરો. કાનમાં વસ્તુ અંદર હોવાથી જેટલું નુકસાન નથી થતું, તેનાથી વધુ નુકસાન તેને અયોગ્ય સાધનોથી બહાર કાઢવાના પ્રયાસમાં થાય છે.”
● કાનમાં વસ્તુ ફસાઈ જવાની કુલ ઘટનાઓમાંથી ૬૦% થી ૮૦% કિસ્સાઓ ૧૫ વર્ષથી નીચેના બાળકોમાં, અને તેમાંય ખાસ કરીને ૫ થી ૧૦ વર્ષની ઉંમરે સૌથી વધુ જોવા મળે છે.
● નોંધાયેલા કિસ્સાઓમાં શાકભાજીના બીજ, પ્લાસ્ટિકના મોતી (Beads), અને કપાસ જેવી વસ્તુઓ સૌથી વધુ ફસાયેલી જોવા મળે છે.
● કાનમાં જીવજંતુ પેસી જાય ત્યારે ગભરાવાને બદલે તાત્કાલિક તેલ નાખવું એ જ સાચી પ્રાથમિક સારવાર છે
● બાળકો કાનમાં બટન કે બોરનો ઠળીયો નાખી દે ત્યારે જાતે ચીપિયાથી કાઢવાનો પ્રયાસ કરવાથી કાનનો પડદો તૂટી જવાનું મોટું જોખમ રહે છે
● મોડી રાત્રે કાનનો દુખાવો ઉપડે ત્યારે અજાણ્યા ટીપાં કે લસણનું તેલ નાખવાને બદલે બાળકને સામાન્ય દર્દશામક દવા આપવી હિતાવહ છે


રાજકોટ: નાના બાળકો ક્યારેક રમતા રમતા કાનમાં મોતી, બટન, રબર કે બોરનો ઠળીયો નાખી દેતા હોય છે. આવી સ્થિતિમાં માતા-પિતા ગભરાઈને ઘરે જ પિન કે ચીપિયાથી તેને બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, જે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આવું કરવાથી વસ્તુ વધુ અંદર ધકેલાઈ શકે છે અને કાનના નાજુક પડદાને કાયમી નુકસાન પહોંચી શકે છે.
જ્યારે કાનમાં કોઈ જીવડું, કાનખજૂરો કે માખી પેસી જાય ત્યારે તે અંદર હલનચલન કરે છે, જેનાથી અસહ્ય પીડા અને ગભરાટ થાય છે. આ સમયે સૌથી પહેલાં કાનમાં સાદું તેલ નાખી દેવું જોઈએ, જેથી જીવડાનું હલનચલન બંધ થઈ જાય અને તે મરી જાય. ત્યારબાદ શાંતિથી ઈએનટી નિષ્ણાત પાસે જઈ તેને કઢાવવું જોઈએ.
મોડી રાત્રે જ્યારે બાળકને અચાનક કાનમાં સબાકા મારે કે દુખાવો ઉપડે, ત્યારે ગૃહિણીઓએ ગભરાયા વિના કાનમાં ચોખ્ખા રૂનું પૂમડું મૂકવું અને ઉંમર પ્રમાણે પેરાસીટામોલ કે મેટાસીન જેવી દર્દશામક દવા આપવી. બીજે દિવસે સવારે તરત જ ડૉક્ટરની સલાહ લેવી.

⚖️ શું કરવું?

  • કાનમાં જીવજંતુ પેસી જાય તો તરત જ તેલ નાખવું જેથી તે શાંત થઈ જાય.
  • રાત્રે દુખાવો ઉપડે તો નાક સાફ કરાવી રૂનું પૂમડું મૂકવું અને તાવ/દુખાવાની ગોળી આપવી.
    🚫 શું ન કરવું?
  • કાનમાં ફસાયેલી વસ્તુ કાઢવા ક્યારેય ચીપિયો, હેરપિન કે દીવાસળીનો ઉપયોગ ન કરવો.
  • દુખાવો થતો હોય ત્યારે કાનમાં લસણનું તેલ કે અજાણ્યા ટીપાં ક્યારેય ન નાખવા.

 

શું બાળકે કાનમાં વસ્તુ નાખી છે?
જો બાળક અચાનક કાન પાસે હાથ રાખી રડવા લાગે, કાન ખંજવાળ્યા કરે અથવા કાનમાંથી લોહી મિશ્રિત પ્રવાહી કે રસી આવવા લાગે, તો શક્ય છે કે તેણે કાનમાં કોઈ વસ્તુ નાખી હોય. આવા સમયે તેને શાંત પાડી ઘરગથ્થુ ઉપચાર ટાળી સીધા ઈએનટી નિષ્ણાત પાસે લઈ જવું.


અયોગ્ય પ્રયાસોથી થતું નુકસાન
તબીબી સંશોધનો દર્શાવે છે કે કાનમાં ફસાયેલી વસ્તુ પોતાની મેળે જેટલું નુકસાન કરે છે, તેના કરતાં વધુ નુકસાન ઘરે પિન કે સળીથી તેને ખેંચી કાઢવાની ઉતાવળમાં થાય છે. આનાથી કાનનો પડદો તૂટવાનું અને બહેરાશ આવવાનું જોખમ રહે છે.


દર્દ રહિત અને સુરક્ષિત ઉકેલ
આજના આધુનિક સમયમાં ઈએનટી નિષ્ણાતો માઇક્રોસ્કોપ અને ખાસ પ્રકારના માઇક્રો-ઇન્સ્ટ્રુમેન્ટ્સની મદદથી કાનની અંદર રહેલી વસ્તુ કે જીવજંતુને સ્પષ્ટ જોઈ શકે છે. આ પદ્ધતિથી વસ્તુને કાનના પડદાને નુકસાન પહોંચાડ્યા વિના માત્ર થોડી મિનિટોમાં જ બહાર કાઢી લેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *