આજના આધુનિક અને વ્યસ્ત જીવનમાં પ્રદૂષણ અને સિટીના ઘોંઘાટથી દૂર, વીકેન્ડમાં પ્રકૃતિની ગોદમાં શાંતિની પળો વિતાવવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આ બદલાતા લાઈફસ્ટાઈલ ટ્રેન્ડના કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં સેકન્ડ હોમ અને લક્ઝુરિયસ વીકેન્ડ વિલાની ડિમાન્ડમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો છે. આ રેસમાં અત્યારે આઉટસ્કર્ટ ગણાતો મેવાસા (સેખલીયા)વિસ્તાર માર્કેટમાં સૌથી મોખરે નીકળી ગયો છે. આ પ્રાઇમ લોકેશન પર આવેલો વિશાળ પ્લોટિંગ પ્રોજેક્ટ’Valley View’ (વેલી વ્યુ) હાલમાં ટોચના ઇન્વેસ્ટર્સ અને ટ્રેડિંગ કરનારાઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર એટલે કે ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે.
આ લોકેશન રાજકોટથી ફક્ત ૫૦ કિલોમીટરના અંતરે આવેલું છે અને રાજકોટ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટથી તદ્દન નજીક છે. આ અંતર સિટી એરિયાથી નજીક કહી શકાય અને ટ્રાન્સપોર્ટેશનની ઉત્તમ સુવિધાના કારણે અહીં પહોંચવું ખૂબ જ સહેલું છે. ભલે આ આઉટસ્કર્ટ વિસ્તાર છે, પરંતુ કનેક્ટિવિટી, એરપોર્ટની નિકટતા અને ડેવલપમેન્ટના મામલે અત્યારે આ આખો બેલ્ટ અત્યંત લાઈવ અને એક્ટિવ બની ચૂક્યો છે. શહેરની નજીક રહીને જ કુદરતી વાતાવરણનો નજારો માણવો અને સાથે જ બધી જ મોર્ડન સુખ-સુવિધાઓ મેળવવી, એ આ પ્રોજેક્ટની મુખ્ય ખાસિયત છે.
માર્કેટના કરંટ ટ્રેન્ડની વાત કરીએ તો આ પ્રોજેક્ટમાં અત્યારે અકલ્પનીય તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં જ અહીં અસંખ્ય સોદાઓ થઈ ચૂક્યા છે. માર્કેટમાં પરિસ્થિતિ એવી છે કે ‘Valley View’ માં નવો પ્લોટ સેલિંગ માટે આવે એ ભેગો જ ગણતરીના દિવસોમાં વેચાઈ જાય છે. ટ્રેડિંગ કરનારાઓ અને ખરીદદારો વચ્ચે આ પ્લોટ્સ માટે ભારે પડાપડી છે. માર્કેટની આ જોરદાર મોમેન્ટ જોતા સ્પષ્ટ કહી શકાય કે આવનારા સમયમાં અહીં ડિમાન્ડ હજુ પણ અનેક ગણી વધવાની છે એ વાત બિલકુલ પાકી છે. મોટાભાગના ગ્રાહકોની પહેલી પસંદ ઓછામાં ઓછી ૧૦૦૦ વાર કે તેથી વધુ જગ્યા ખરીદવાની હોય છે. આ પાછળનું ગણિત પણ ખૂબ જ રસપ્રદ છે. હાઈ-એન્ડ બાયર્સ અને સક્સેસફુલ પ્રોફેશનલ્સ આટલી મોટી જગ્યાનો બેવડો ઉપયોગ કરે છે. તેઓ શરૂઆતમાં આને એક સિક્યોર લિક્વિડ ઇન્વેસ્ટમેન્ટ (ઝડપી વળતર આપતા રોકાણ) તરીકે જુએ છે, અને સાથે જ ફ્યુચરમાં આ જ ૧૦૦૦, ૨૦૦૦ કે ૪૦૦૦ વારની વિશાળ સ્પેસ પર આલિશાન વિલા, ગાર્ડન અને સ્વિમિંગ પૂલ સાથેનું ‘મીની ફાર્મહાઉસ’ બનાવી પ્રકૃતિનો આનંદ માણવાનું અદભુત આયોજન કરે છે. હાલમાં માર્કેટમાં આવા ૧૦૦૦ થી લઈને ૩૦૦૦ અને ૪૦૦૦ વાર સુધીના મોટા પ્લોટ્સની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે.
પ્રોજેક્ટના આંકડા અને ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન પર નજર કરીએ તો, અહીં માર્કેટના હાઈ-પ્રોફાઈલ પ્રોફેશનલ્સનું ખૂબ જ મોટું રોકાણ આવી ચૂક્યું છે. નામચીન બિલ્ડરો, પ્રતિષ્ઠિત ડોક્ટર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને જાણીતા આર્કિટેક્ટ્સ જેવા પ્રોફેશનલ વર્ગે આ પ્રોજેક્ટને પોતાની પ્રથમ ચોઇસ બનાવી છે. એક સફળ માણસનું હંમેશા સપનું હોય છે કે તેની પાસે એક સુંદર વીકેન્ડ હોમ કે ‘મીની ફાર્મહાઉસ’ હોય. આ ઉચ્ચ વર્ગ અત્યારે અહીં પ્લોટ ખરીદીને પોતાની કલ્પના મુજબનું સુંદર ડેવલપમેન્ટ કરી રહ્યો છે, જેથી વીકેન્ડમાં ફેમિલી સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસ્ટ ટાઈમ સ્પેન્ડ કરી શકાય.
‘Valley View’ નું આયોજન અને તેનું કદ એટલું ભવ્ય છે કે તે આખા વિસ્તારમાં એક નવો બેન્ચમાર્ક સેટ કરે છે. પ્રોજેક્ટની અંદર ભવિષ્યને ધ્યાનમાં રાખીને 40 ફૂટ, 50 ફૂટ અને મુખ્ય કનેક્ટિંગ રોડ તરીકે 80 ફૂટના પહોળા રોડનું આધુનિક નેટવર્ક આપવામાં આવ્યું છે. અહીં ક્લબ હાઉસઅને લક્ઝુરિયસ એમિનિટીઝ ડેવલપ કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટ જે રીતે વિશાળ જગ્યા પર પથરાયેલો છે, તે જોતા ભવિષ્યમાં અહીં ખૂબ જ મોટું અને આયોજનબદ્ધ ડેવલપમેન્ટ જોવા મળશે.
સૌથી રસપ્રદ બાબત એ છે કે, ટોચના પ્રોફેશનલ્સની ચોઇસ અને હાઈ-લેવલ એમિનિટીઝ હોવા છતાં આ પ્રોજેક્ટ ખૂબ જ આકર્ષક બજેટમાં છે. વ્યાજબી કિંમતો અને પ્રીમિયમ કમ્યુનિટીનું આવું કોમ્બિનેશન રિયલ એસ્ટેટ માર્કેટમાં ભાગ્યે જ જોવા મળે છે. આ પ્રોજેક્ટમાં અત્યારે રોકાણ કરનારા ઇન્વેસ્ટર્સને ભવિષ્યમાં ખૂબ જ મોટું પ્રાઇસ એપ્રિશિયેશન મળવાનું નક્કી છે. ટૂંકમાં, જેઓ સુરક્ષિત રોકાણની સાથે હાઈ-ક્લાસ લાઈફસ્ટાઈલ ઈચ્છે છે, તેમના માટે મેવાસા (સેખલીયા) નું ‘Valley View’ સર્વશ્રેષ્ઠ ઓપ્શન સાબિત થઈ રહ્યું છે.
Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ












Leave a Reply