Sampatti Times Real Estate Newspaper

Advertisement

REAAR ના નેજા હેઠળ VENUS ગ્રુપ સાથે ચેનલ પાર્ટનર મીટનું ભવ્ય આયોજન

Grand Channel Partner Meet organized with VENUS Group under the auspices of REAAR

કાઠિયાવાડના બ્રોકર્સ હવે બનશે હાઇટેક!

બદલાતા સમય સાથે અપગ્રેડ થવા રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સને અપાયું ડિજિટલ માર્કેટિંગ અને CRM નું જ્ઞાન.


અમદાવાદના પ્રતિષ્ઠિત VENUS ગ્રુપ સાથે જોડાઈને કાઠિયાવાડના બ્રોકર્સ માટે બિઝનેસ વધારવાની ઉત્તમ તક.

અમદાવાદ: રિયલ એસ્ટેટ માર્કેટમાં ધંધો કરવો એટલે ખાંડાની ધાર પર ચાલવા જેવું છે! કાઠિયાવાડના બ્રોકર્સ ભાઈઓ માટે હવે માત્ર લાલ ચોપડા કે ડાયરીઓ પર નિર્ભર રહેવાનો જમાનો ગયો. આજના હરીફાઈવાળા અને ઝડપથી ભાગતા યુગમાં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ માટે સમયની સાથે ‘અપગ્રેડ’ થવું ખૂબ જ જરૂરી બની ગયું છે. આ જ ઉમદા વિચારને અમલમાં મૂકવા માટે ગત તારીખ ૨૨/૦૫/૨૦૨૬, શુક્રવારના રોજ રાજકોટની હોટલ RPJ ખાતે એક ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો. અહીં REAAR (Real Estate Agents Association of Rajkot) અને અમદાવાદના જાણીતા તથા માનીતા VENUS ગ્રુપના સંયુક્ત ઉપક્રમે એક શાનદાર ‘ચેનલ પાર્ટનર મીટ’ અને નોલેજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

WhatsApp Image 2026 05 28 at 11.42.48

આ કાર્યક્રમમાં રાજકોટના રિયલ એસ્ટેટ એજન્ટ મિત્રો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાંજે ૬ વાગ્યે રજિસ્ટ્રેશનની સાથે સભ્યોએ ગરમાગરમ ‘ચાય પે ચર્ચા’ કરી અને વ્યવસાયિક વાર્તાલાપ કર્યો. ત્યારબાદ ખરા અર્થમાં નોલેજ શેરિંગનો દોર શરૂ થયો. આજના ટેક્નોલોજીના યુગમાં નાનકડી લીડને આજીવન ક્લાયન્ટ બનાવવા માટે પ્રોફેશનલ CRM સોફ્ટવેરની ઉપયોગીતા શું છે, તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે જ, અમદાવાદના પ્રતિષ્ઠિત અને છેલ્લા ૩૫ વર્ષથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે ડંકો વગાડનાર VENUS ગ્રુપની લીડરશીપ ટીમ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહી હતી. 

CRM ટેકનોલોજીના સક્ષમ ઉપયોગ થકી બિઝનેસમાં બૂસ્ટ મેળવો: પૂજન કોઠારી


કાઠિયાવાડના બ્રોકર્સ માટે હવે કામને સ્માર્ટ બનાવવાનો સમય છે. માત્ર ડાયરીમાં એન્ટ્રી કરવાથી પાર નહીં પડે. લીડને પ્રોફેશનલી ફોલો-અપ કરી ક્લાયન્ટમાં ફેરવવા પૂજન કોઠારી દ્વારા CRM સોફ્ટવેરની ખાસ અને સચોટ ટ્રેનિંગ આપવામાં આવી. આનાથી બ્રોકર્સનું કામ એકદમ સિસ્ટમેટિક અને ઝડપી બનશે.

સોશિયલ મીડિયા માર્કેટિંગથી બિઝનેસને ચાર ચાંદ લગાવો: પાવક ઉનડકટ

આજના ડિજિટલ જમાનામાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સહિતના ડિજિટલ માધ્યમો દ્વારા ગ્રાહકો સુધી પહોંચવું વધુ સરળ બન્યું છે. રિયલ એસ્ટેટ પ્રોપર્ટીનું સોશિયલ મીડિયા પર માર્કેટિંગ કઈ રીતે કરવું, તે અંગે પાવક ઉનડકટ દ્વારા માર્ગદર્શન અપાયું. જે બ્રોકર્સના બિઝનેસને ચાર ચાંદ લગાવશે.

VENUS ગ્રુપ સાથે જોડાવાની સોનેરી તક

VENUS ગ્રુપ દ્વારા પોતાની કંપનીની ભવ્ય સફર અને પ્રોજેક્ટ્સ વિશે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. REAAR ના સભ્યોને અમદાવાદના આ જાયન્ટ ગ્રુપ સાથે જોડાવાની એક ઉત્તમ તક મળી છે. રાત્રે ડિનરની જયાફત સાથે VENUS ગ્રુપના સભ્યો સાથે વન-ટુ-વન ચર્ચા થઈ, જેણે સૌના વ્યવસાયિક સંબંધોને વધુ મજબૂત કર્યા. ટૂંકમાં કહીએ તો, આ મીટથી રાજકોટના બ્રોકર્સ માટે પ્રગતિના નવા દરવાજા ખુલી ગયા છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *