Sampatti Times Real Estate Newspaper

Advertisement

પ. બંગાળમાં રિયલ એસ્ટેટમાં ₹૨૦ હજાર કરોડના રોકાણનો થનગનાટ!

West Bengal sees ₹20,000 crore investment in real estate stalled!

● “1976નો જૂનો જમીન કાયદો કાઢો, નવો વિકાસ લાવો!” બંગાળમાં ૫૦ વર્ષ જૂનો ‘લેન્ડ એક્ટ’ રદ કરવા ભાજપની માંગને બિલ્ડર્સ અને ડેવલોપર્સનું જબરદસ્ત સમર્થન


● મોટા ડેવલપમેન્ટને અડચણરૂપ કાયદો હટવાથી રિયલ એસ્ટેટ માર્કેટમાં સીધું ₹૨૦,૦૦૦ કરોડનું નવું રોકાણ આવવાની શક્યતા!


● વિશાળ જમીનો એકસાથે મળતા અફોર્ડેબલ મકાનોથી લઈને મોટા કોમર્શિયલ પ્રોજેક્ટ્સને મળશે ગ્રીન સિગ્નલ.

રાજકોટ: આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં કહેવત છે ને કે, “જૂનું એટલું સોનું નહિ, અમુક વસ્તુ ભંગાર પણ હોય!” બસ, પશ્ચિમ બંગાળના રિયલ એસ્ટેટમાં અત્યારે આવું જ કંઈક ચાલી રહ્યું છે. ત્યાં ૧૯૭૬નો ‘અર્બન લેન્ડ સીલિંગ એક્ટ’ એટલે બિલ્ડર્સ અને ડેવલોપર્સના પગમાં પડેલી ૫૦ વર્ષ જૂની બેડી! આ કાયદા મુજબ કોઈ વ્યક્તિ ૫૦૦ ચો.મી. (લગભગ ૭.૫ કઠા) થી વધુ જમીન રાખી જ ન શકે. હવે ભલા માણસ, ૫૦૦ ચો.મી. વિસ્તારમાં તો કોઈ મોટો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ કે ઔદ્યોગિક પાર્ક ક્યાંથી બને?


આથી જ, પશ્ચિમ બંગાળ ભાજપે હવે આ ‘આઉટડેટ’ કાયદાને ડસ્ટબિનમાં નાખવાની તરફેણ કરી છે. સૌરાષ્ટ્રના ચતુર વેપારીઓની જેમ બંગાળના બિલ્ડર્સે અને ડેવલોપર્સે પણ તરત હિસાબ લગાવી લીધો અને આ વાતને હોંશે-હોંશે વધાવી લીધી છે! નિષ્ણાતોનું માનીએ તો જો આ કાયદો હટશે, તો નાના ટુકડાઓમાં વહેંચાયેલી જમીનો સળંગ મળશે. માર્કેટમાં સીધું ₹૨૦,૦૦૦ કરોડનું માતબર રોકાણ આવશે! બંગાળના માર્કેટમાં નવો પ્રાણ ફૂંકાશે અને સામાન્ય માણસને સસ્તા ઘર મળશે. સાચું જ છે, વિકાસની આડી આવતી ડાળખીઓને કાપવામાં જ શાણપણ છે!


બિલ્ડર્સ અને ડેવલોપર્સમાં જબરદસ્ત ઉત્સાહ :

બંગાળના અગ્રણી ડેવલપર્સ અને CREDAI ના પ્રમુખોનું સ્પષ્ટ માનવું છે કે, આ જુનવાણી કાયદાએ માત્ર કાનૂની ગૂંચવણો જ ઊભી કરી હતી. કાયદો રદ થવાથી બંગાળમાં વિદેશી રોકાણ અને મલ્ટીનેશનલ કંપનીઓની લાઈનો લાગશે, જે આખા સેક્ટર માટે ગેમ-ચેન્જર સાબિત થશે.


વિશાળ ‘લેન્ડ બેંક’ થી ક્રાંતિ :

માત્ર છૂટક જમીન ખરીદવાના બદલે ભાજપની વિશાળ ‘લેન્ડ બેંક’ (Land Bank) બનાવવાની નીતિ રિયલ એસ્ટેટમાં ક્રાંતિ લાવશે. જમીનો છૂટી થતાં એફોર્ડેબલ હાઉસિંગ, મોટા મોલ્સ, લોજિસ્ટિક પાર્ક્સ અને આઈટી હબનું કામ બમણી સ્પીડે દોડવા લાગશે!


સરકાર અને સામાન્ય માણસ – બંનેને બખ્ખાં! :

આ નિર્ણયથી માત્ર મોટા બિલ્ડર્સ અને ડેવલોપર્સને જ નહિ, પણ સામાન્ય માણસને પણ સીધો ફાયદો છે. જમીનની છૂટછાટ મળવાથી માર્કેટમાં નવા મકાનોનો સપ્લાય વધશે, જેથી ઘરના ભાવ કાબૂમાં રહેશે અને સસ્તા મકાનોનું સપનું પૂરું થશે. સાથે જ, નવા પ્રોજેક્ટ્સ ધમધમતા સરકારની તિજોરીમાં પણ સ્ટેમ્પ ડ્યૂટી અને GST રૂપે મોટી આવક થશે! ખરા અર્થમાં આ એક ‘વિન-વિન’ ડીલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *