REAARની બોક્સ ક્રિકેટ લીગે રમત, પરિવાર અને નેટવર્કિંગનો અનોખો સમન્વય સર્જ્યો
ક્લાસિક સ્પોર્ટ્સ એરેના ખાતે બે દિવસ સુધી જામ્યો ઉત્સાહનો માહોલ
50 ખેલાડીઓ, 5 ટીમો અને 200થી વધુ પરિવારજનોની હાજરીએ વધારી શોભા
અમૃત ટાઇટન્સ ચેમ્પિયન, ભોલા બ્રિગેડ રનર-અપ રહી
Real Estate Agents Association of Rajkot દ્વારા આયોજિત REAAR પ્રીમિયર લીગ — RPL 2026નું ક્લાસિક સ્પોર્ટ્સ એરેના ખાતે ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ક્રિકેટનો જબરદસ્ત રોમાંચ, ઉત્સાહભેર ચીયર કરતી ભીડ અને રમતગમતની અનોખી ભાવનાથી સમગ્ર માહોલ જીવંત બની ગયો હતો. RPL આજે રાજકોટના રિયલ એસ્ટેટ અને રમતગમત ક્ષેત્રમાં એક પ્રીમિયર બ્રાન્ડ તરીકે પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહ્યું છે.

ટુર્નામેન્ટની શરૂઆત ભવ્ય ઉદ્ઘાટન સમારોહ સાથે થઈ હતી, જેમાં રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન (RBA), RBA યુથવિંગ તથા શહેરના અગ્રણી બિલ્ડરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુકેશભાઈ શેઠ, સર્વાનંદભાઈ સોનવાણી, પરેશભાઈ ગજેરા, પરેશભાઈ પારેખ, ઋષિતભાઈ ગોવાણી, ગોપીભાઈ પટેલ, ચિરાગભાઈ લાખાણી, ચિરાગભાઈ પટેલ, પ્રિતેશ પીપળીયા, રાજેન્દ્રભાઈ સોનવાણી, પાર્થભાઈ પટેલ અને દીપકભાઈ કોઠારી સહિતના બિલ્ડરોની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું.
RPL 2026માં કુલ 50 ખેલાડીઓને પાંચ મજબૂત ટીમોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. લીગ સ્ટેજમાં કુલ 10 રોમાંચક મુકાબલા રમાયા હતા, જેમાં દરેક રન અને દરેક વિકેટ નિર્ણાયક સાબિત થઈ હતી. ત્યારબાદ સેમિફાઇનલ અને ગ્રાન્ડ ફાઇનલ દરમિયાન ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ સમગ્ર ઇવેન્ટ માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ એક વિશાળ કૌટુંબિક ઉત્સવમાં પરિવર્તિત થઈ હતી. 200થી વધુ પરિવારજનો અને સભ્યો પોતાની મનપસંદ ટીમોને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે ક્લાસિક સ્પોર્ટ્સ એરેના પરિવારભાવના, મિત્રતા અને ઉમંગથી ગુંજી ઉઠ્યું હતું.
ટુર્નામેન્ટ દરમિયાન તમામ સભ્યો અને તેમના પરિવારો માટે વિશેષ ડિનરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના કારણે સભ્યોને પરસ્પર નેટવર્કિંગ અને સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પ્રાપ્ત થયું હતું.

ટુર્નામેન્ટમાં અમૃત ટાઇટન્સ ટીમે શાનદાર પ્રદર્શન સાથે ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. ટીમના ઓનર પંકજ મહેતા રહ્યા હતા. જ્યારે ભોલા બ્રિગેડ ટીમ રનર-અપ રહી હતી, જેના ઓનર અજય ત્રિવેદી હતા.
વ્યક્તિગત પુરસ્કારોમાં હિરેન લોકવાણીએ “મેન ઓફ ધ સિરીઝ” તેમજ “ઓરેન્જ કેપ”નો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે “પર્પલ કેપ” પંકજ મહેતાને એનાયત કરવામાં આવી હતી.
RPL 2026ને સફળ બનાવવા માટે વિવિધ સ્પોન્સર્સે પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ટાઇટલ સ્પોન્સર તરીકે મિલિંદ રાણપરા ( ધોલેરા ઇન્ફ્રા ડેવલોપમેન્ટ પ્રા. લી.), કો-સ્પોન્સર તરીકે ગોપીચંદ માંદયાની (સિદ્ધનાથ બ્રોકર્સ), સિક્સ સ્પોન્સર તરીકે પરેશ રૂપારેલિયા (લાભ શ્રી રિયાલિટીઝ), ફોર સ્પોન્સર તરીકે અજીત હુંબલ (હરે કૃષ્ણ એસ્ટેટ), વિકેટ સ્પોન્સર તરીકે નીરવ શાહ (યશ્વી પ્રોપર્ટી), ઓરેન્જ કેપ સ્પોન્સર તરીકે રાજેશ કોઠારી (CNM Properties) તથા પર્પલ કેપ સ્પોન્સર તરીકે કેતન બાવીશી (દોમડીયા એસ્ટેટે) સહયોગ આપ્યો હતો.

જ્યારે સપોર્ટ સ્પોન્સર તરીકે નિલેશ સુરાણી (સુરાણી કન્સલ્ટન્સી), ગૌરાંગ કારીયા (શ્રીજી એસ્ટેટ), હિતેષ ગોસ્વામી (મિરેકલ પ્રોપર્ટી), ઘનશ્યામ જાડેજા (ગણેશ એસ્ટેટ) અને કિશન રાયચુરા (રાધિકા એસ્ટેટ) એજન્સીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે REAARના પ્રમુખ હિતેશ રાજદેવ, સેક્રેટરી તુષાર મહેતા અને સમગ્ર REAAR બોર્ડે ભારે જહેમત ઉઠાવી હતી. આયોજનને સફળ બનાવવા માટે વાઇસ પ્રેસિડેન્ટ પરેશ રૂપારેલિયા, જોઇન્ટ સેક્રેટરી પરીન ચગ અને કેતન ચોટાઈ, તથા કમિટી મેમ્બરો મેરૂભાઈ જોગરાણા, અમિત વાગડીયા, અતુલ રાચ્છ, જયભારત ધામેચા, અજય ત્રિવેદી, વિકાસ મણીયાર, જયેશ ધીંગાણી, હરેશ ગોસ્વામી, ગૌરાંગ કારીયા, આશિષ રાજદેવ, પ્રકાશ ગઢવી, આશિષ ઉનડકટ, અનિલ ઉધાણી તથા એડવાઇઝર દીપક ઉનડકટ અને નિલેશ ગઢવીએ વિશેષ યોગદાન આપ્યું હતું.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, “RPL હવે માત્ર રમત નથી રહી, પરંતુ T10 બોક્સ ક્રિકેટનું એક મજબૂત બ્રાન્ડ બની ગયું છે, જે સ્વાસ્થ્ય, ખુશી અને વ્યાવસાયિક નેટવર્કિંગ વચ્ચે સુંદર સમન્વય સર્જે છે.”
RPL 2026એ ફરી એકવાર સાબિત કર્યું કે રમતગમત વ્યાવસાયિક સમુદાયને એકતા, મિત્રતા અને ઉમંગના બંધનમાં બાંધવાની અનોખી શક્તિ ધરાવે છે.



























Leave a Reply