Sampatti Times Real Estate Newspaper

Advertisement

ડીલથી વિશેષ છે સંબંધોનું મૂલ્ય: અશ્વિનભાઈ ઉનડકટ

The value of relationships is more important than deals: Ashwinbhai Unadkat

અશ્વિનભાઈ ઉનડકટ (અમર એસ્ટેટ)નો બિઝનેસ મંત્ર: ‘માત્ર પ્રોપર્ટીનું વેચાણ નહીં, ગ્રાહકના અતૂટ વિશ્વાસનું નિર્માણ એ જ રિયલ એસ્ટેટ’

“રિયલ એસ્ટેટમાં ડીલ ક્લોઝ કરવી એ અંત નથી, પણ એક નવા સંબંધની શરૂઆત છે. ગ્રાહકને માત્ર ચાર દિવાલો નથી જોઈતી હોતી, તેમને પોતાના સપનાનું ઘર અને રોકાણની સુરક્ષા જોઈએ છે. પારદર્શિતા અને સાચું માર્ગદર્શન જ એજન્ટને માર્કેટમાં કાયમી સફળતા અને ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ અપાવે છે.”
– અશ્વિનભાઈ ઉનડકટ (અમર એસ્ટેટ)

રિયલ એસ્ટેટ જગતના પ્રખ્યાત લેખક ગેરી કેલરનું એક અત્યંત સચોટ વાક્ય છે: “રિયલ એસ્ટેટ પ્રોપર્ટી વિશે નથી, તે લોકો વિશે છે.” આજના સ્પર્ધાત્મક સમયમાં ગ્રાહકો માત્ર ચોરસ ફૂટ કે જમીનનો ટુકડો નથી ખરીદતા; તેઓ એક સુરક્ષિત ભવિષ્ય, યોગ્ય માર્ગદર્શન અને પોતાના નિર્ણયમાં આત્મવિશ્વાસ ખરીદે છે. માર્કેટના સૌથી સફળ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ એક સરળ સત્ય સમજે છે કે: ગ્રાહકો તમે તેમને શું વેચ્યું તેના કરતા, તમે તેમને તે નિર્ણય લેવામાં કેવી રીતે મદદ કરી તે આખી જિંદગી યાદ રાખે છે.

જેમ રાજકોટ-સૌરાષ્ટ્રના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ‘સંપત્તિ ટાઈમ્સ’ આજે સૌની ગૂડબુકમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને તેમાં આપેલી જાહેરાત કે રજૂ થયેલી વાતનો લોકો પર એક અલગ જ પ્રભાવ પડે છે, બરાબર તેવી જ રીતે એક પ્રમાણિક રિયલ એસ્ટેટ એજન્ટની માર્કેટમાં એક મજબૂત અને વિશ્વસનીય છાપ ઊભી થાય છે. માત્ર Aggressive Selling કરવા કરતા ગ્રાહક સાથેની નિખાલસ અને પારદર્શક વાતચીત વધુ સારી ડીલ ક્લોઝ કરાવે છે. અશ્વિનભાઈ ઉનડકટ (અમર એસ્ટેટ)ના વર્ષોના અનુભવ પરથી આજના રિયલ એસ્ટેટ પ્રોફેશનલ્સ માટે લાંબા ગાળાની સફળતાની પાંચ પ્રો – ટિપ્સ નીચે મુજબ છે:

વ્યક્તિગત અભિગમ અપનાવો: વાતચીતની શરૂઆત માત્ર પ્રોપર્ટીની વિશેષતાઓથી ન કરતા, ગ્રાહકની પારિવારિક જરૂરિયાતો, તેમનું બજેટ અને ભવિષ્યના આયોજનને પહેલા સમજવા જોઈએ.

ટાઇટલની અચૂક ચકાસણી: કોઈપણ જમીન કે ફ્લેટના ટાઇટલ ક્લિયર હોવા તે મુખ્ય બાબત છે. અશ્વિનભાઈ ઉનડકટ હંમેશા પ્રોપર્ટી ઓફર કરતા પહેલા તેના ટાઇટલની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ ગ્રાહકને બતાવે છે.

પ્રોપર્ટી અને લોકેશનનું રિસર્ચ: અમર એસ્ટેટની સફળતાની ચાવી એ છે કે કોઈપણ પ્રોપર્ટી બતાવતા પહેલા તેનું ઊંડું રિસર્ચ કરે છે. વિસ્તારમાંથી કેવડો ટીપી રોડ નીકળશે, એરિયા અને ભવિષ્યનું ડેવલપમેન્ટ કેવું રહેશે, તેનો અભ્યાસ કર્યા પછી જ પ્રોપર્ટી ઓફર કરે છે.

પારદર્શક માર્ગદર્શન: અશ્વિનભાઈ ઉનડકટની ફિલોસોફી રહી છે કે જો કોઈ મિલકત ગ્રાહકના બજેટ કે જરૂરિયાત મુજબ યોગ્ય ન હોય, તો તેમને સ્પષ્ટ અને ખુલ્લા મને કહી દેવાનું. આ નિખાલસતા જ લાંબા ગાળાનો વિશ્વાસ બાંધે છે.

કાળજીપૂર્વક ફોલો-અપ લો: પ્રોપર્ટી બતાવીને છૂટા પડવાને બદલે સાચી દરકાર કરો. ‘ગઈકાલે આપણે જોયેલો વિસ્તાર કેવો લાગ્યો?’ તેવો એક સાદો મેસેજ પણ તમારો સાચો રસ અને આત્મીયતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *