Sampatti Times Real Estate Newspaper

Advertisement

વાસ્તુ શાસ્ત્રી રૂપેશ જયદત સાથે જાણો વ્યવસાયમાં સફળતાના ગુપ્ત રહસ્યો

Learn the secrets of success in business with Vastu Shastri Rupesh Jayadat

શું તમારી ઓફિસની રચના નફાકારક છે? જાણો સચોટ વાસ્તુ વિજ્ઞાન

“વાસ્તુ શાસ્ત્રમાં જમીન અને સ્થાનની ઉર્જાનું વિશેષ મહત્વ છે. જો ઓફિસ કે ફેક્ટરીમાં મુખ્ય વ્યક્તિ અને કર્મચારીઓની બેઠક વ્યવસ્થા યોગ્ય દિશામાં હોય, તો વ્યવસાયમાં આવતા અવરોધો દૂર થાય છે અને ધારી સફળતા મળે છે.”

– રૂપેશ જયદત (જયદત વાસ્તુ કન્સલ્ટન્ટ, બિલીમોરા

કોઈપણ ઓફિસ કે ફેક્ટરી માટે દક્ષિણ અને ઉત્તર દિશા અત્યંત મહત્વપૂર્ણ છે. દક્ષિણ દિશા વ્યવસાયમાં નામના અને પ્રતિષ્ઠા અપાવે છે, ખાસ કરીને દક્ષિણ પ્રવેશદ્વારમાં ‘ગૃહક્ષત’ પદ પ્રગતિ માટે શ્રેષ્ઠ છે. જ્યારે ઉત્તર દિશા કુબેરનું સ્થાન હોવાથી ધન આગમન, મોટા ગ્રાહકો અને મટીરીયલના વેચાણ માટે શુભ ગણાય છે.
ઓફિસના માલિક (Boss) માટે પશ્ચિમ દિશા સર્વોત્તમ છે, કારણ કે આ વરુણ દેવની દિશા છે જે લાભ અને ઈચ્છાપૂર્તિ કરાવે છે. માલિકે પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને બેસવું જોઈએ. કર્મચારીઓ માટે વાયવ્ય ખૂણો અથવા અગ્નિથી દક્ષિણ તરફનું સ્થાન યોગ્ય રહે છે. એકાઉન્ટ વિભાગ ઉત્તરમાં અને માર્કેટિંગ વિભાગ પૂર્વ દિશામાં રાખવાથી સારા પરિણામો મળે છે. વાસ્તુના નિયમોનું પાલન વ્યવસાયિક સ્થળની ઉર્જા સકારાત્મક બનાવે છે.

રૂપેશ જયદત (KP એસ્ટ્રોલોજર અને વાસ્તુ નિષ્ણાત) આપે છે આ બિઝનેસ ગ્રોથ ટિપ્સ


● બોસ કેબિન: માલિકની ઓફિસ પશ્ચિમમાં રાખવી અને ત્યાં ઓફ-વાઈટ, વ્હાઈટ કે યલો કલરનો ઉપયોગ કરવો શુભ રહે છે.
● ફર્નિચર નિયમ: ઓફિસમાં કોઈપણ ટેબલ કે ખુરશી દિવાલને અડકાડીને ન રાખવી, હંમેશા દિવાલથી 2 થી 3 ફૂટનું અંતર રાખવું અનિવાર્ય છે.
● તિજોરી સ્થાન: મહત્વના ડોક્યુમેન્ટ્સ, ફાઈલો અને તિજોરી હંમેશા સાઉથ-વેસ્ટ (નૈઋત્ય) થી વેસ્ટ (પશ્ચિમ) દિશા તરફ મુકવી જોઈએ.
● શુભ ચિત્રો: પશ્ચિમ દિવાલ પર સુંદર આભૂષણો ધારણ કરેલા કૃષ્ણ ભગવાન, ગણેશજી કે બાલાજીનો ફોટો લગાવવો લાભદાયી છે.
● રંગોનું મહત્વ: માર્કેટિંગ સ્ટાફ માટે પૂર્વમાં ગ્રીન કલર અને એકાઉન્ટ માટે ઉત્તરમાં લાઈટ બ્લુ કે વ્હાઈટ કલરનો ઉપયોગ કરવો.
● ગ્રીનરી: ઓફિસ કે ફેક્ટરીની ઉત્તર અને પૂર્વ દિશામાં ગ્રીનરી (લીલા છોડ) રાખવાથી વ્યવસાયમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *