દેશના ૬૪% નવા પ્રોજેક્ટ્સ પર આપણા ચાર શહેરોનો કબજો!”
- ૨૦૨૫ના વર્ષમાં દેશના તમામ ટિયર-૨ શહેરોમાં થયેલા નવા રિયલ એસ્ટેટ લોન્ચિંગમાં એકલા ગુજરાતનો હિસ્સો ૬૪% રહ્યો છે.
- આ ૬૪% હિસ્સો માત્ર કોઈ એક શહેરનો નથી, પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ – આ ચારેય મહાનગરોએ મળીને દેશના અન્ય ટિયર-૨ શહેરોને પાછળ રાખી દીધા છે.
- મંદીની વાતો વચ્ચે પણ ૨૦૨૫માં ટિયર-૨ શહેરોમાં કુલ ૧.૪૮ લાખ કરોડ રૂપિયાનું પ્રોપર્ટી ટર્નઓવર નોંધાયું છે.
- દેશના ટોચના ટિયર-2 શહેરોમાં થતા કુલ મકાન વેચાણમાં એકલા અમદાવાદનો હિસ્સો 33% રહ્યો છે.
- હવે અમદાવાદ ટિયર-2 મટીને ‘ટિયર-1’ લીગમાં પ્રવેશી ચૂક્યું છે.
- ખાસ કરીને ગિફ્ટ સિટી (ગાંધીનગર), SG હાઈવે, સાયન્સ સિટી, ઝુંડાલ અને રાંદેસણ જેવા વિસ્તારોમાં પ્રોપર્ટી ખરીદવા માટે લોકોની પડાપડી છે.
- દિલ્હી NCR અને મુંબઈના પ્રોપર્ટી માર્કેટમાં સેચ્યુરેશન (સ્થિરતા) આવતા, રોકાણકારો હવે ગુજરાત તરફ વળ્યા છે.
- મુંબઈમાં ઘરનું EMI આવકના 51% જેટલું થાય છે, જ્યારે અમદાવાદમાં માત્ર 21% છે. એટલે કે મધ્યમ વર્ગ માટે ગુજરાત જ સ્વર્ગ છે!
- ગુજરાતીઓ હવે ‘મોંઘા’ શોખ તરફ વળ્યા છે; ૧ કરોડથી વધુ કિંમતના પ્રીમિયમ મકાનોના વેચાણમાં સીધો ૨૮% નો ઉછાળો આવ્યો છે.
- લાઈફસ્ટાઈલ અપગ્રેડ થતા ૫૦ લાખથી ઓછી કિંમતના (એફોર્ડેબલ) મકાનોના વેચાણમાં ૧૦% નો ઘટાડો જોવા મળ્યો છે.
- સૌરાષ્ટ્રના પાટનગર તરીકે રાજકોટ પણ હવે અમદાવાદ અને સુરતની સાથે કદમ મિલાવીને રિયલ એસ્ટેટમાં આગળ વધી રહ્યું છે.
- ૨૦૨૫ના આ આંકડા તો માત્ર ટ્રેલર છે, આવનારા સમયમાં ગુજરાતનું રિયલ એસ્ટેટ માર્કેટ હજુ નવી ઊંચાઈઓ સર કરશે.












Leave a Reply