Sampatti Times Real Estate Newspaper

Advertisement

સલામતી અને સુવિધાનો શ્રેષ્ઠ વિકલ્પ ‘રી-ડેવલપમેન્ટ’: અશોક લશ્કરી (સુંદરમ ગ્રુપ)

'Re-development' the best option for safety and convenience: Ashok Lakshi (Sundaram Group)

રાજકોટમાં ‘રી-ડેવલપમેન્ટ’ની સફળતા માટે બિલ્ડર અને સોસાયટી વચ્ચે ‘વિશ્વાસનો સેતુ’ જરૂરી


મોરબી જેવી ઘટના બનવાની રાહ જોવા કરતા કે પસ્તાવા કરતા, સમય પારખીને સારા અને અનુભવી ડેવલપર સાથે હાથ મિલાવવો એ જ પરિવારના હિતમાં શ્રેષ્ઠ પગલું


માત્ર ક્ષેત્રફળ (કાર્પેટ એરિયા) વધારવાની કે અવાસ્તવિક માંગણીઓ (‘ઘી-કેળા’) રાખવાને બદલે, બાંધકામની ગુણવત્તા અને બિલ્ડરની શાખ (Reputation) ને પ્રાથમિકતા આપવી એ જ સાચી સમજદારી

“રી-ડેવલપમેન્ટ એ માત્ર વ્યવસાય નથી, પણ એક જવાબદારી છે. બિલ્ડર જોખમ ઉઠાવે છે અને પરિવાર વિશ્વાસ મૂકે છે. જો સોસાયટીના સભ્યો અવાસ્તવિક માંગણીઓને બાજુ પર મૂકીને, ‘ક્વોલિટી લિવિંગ’ પર ધ્યાન આપે, તો રાજકોટમાં પણ આપણે મુંબઈ-અમદાવાદ જેવા આઈકોનિક ટાવર બનાવી શકીએ છીએ. જરૂર છે માત્ર પરસ્પર વિશ્વાસની.”
— અશોક લશ્કરી (સુંદરમ ગ્રુપ)

“ઘર માત્ર ઈંટોનું નથી હોતું, એ સપનાઓનું હોય છે.” મોરબીમાં જર્જરિત મકાનોના કનેક્શન કપાતા લોકોની ચિંતા વધી છે, તેવા સમયે રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી અને સુંદરમ ગ્રુપના સ્થાપક મોભી અશોકભાઈ લશ્કરી એ ખૂબ જ સકારાત્મક અને વાસ્તવિક દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે. તેમનું કહેવું છે કે, “રાજકોટમાં રી-ડેવલપમેન્ટનો સુવર્ણકાળ લાવવો હોય તો આપણે ‘ગણતરી’ અને ‘લાગણી’ બંનેનો સમન્વય સાધવો પડશે.”


અશોકભાઈના બહોળા અનુભવ મુજબ, ઘણીવાર સારા પ્રોજેક્ટ્સ માત્ર એટલા માટે અટકી જાય છે કે ગણતરીમાં ક્યાંક મેળ નથી પડતો. મકાન માલિકોની અપેક્ષાઓ સ્વાભાવિક છે, પણ સામે પક્ષે પ્રોજેક્ટની વ્યાવહારિકતા (Feasibility) પણ જોવી પડે. જો આપણે અમદાવાદની જેમ ઝડપી વિકાસ જોઈતો હોય, તો થોડું ‘જતું કરવાની ભાવના’ અને ‘વ્યવહારુ અભિગમ’ અપનાવવો પડશે. જ્યારે બંને પક્ષે થોડી સમજદારી હોય, ત્યારે જ શ્રેષ્ઠ રિઝલ્ટ મળે છે.


ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે રી-ડેવલપમેન્ટમાં તો ‘ઘી-કેળા’ છે. આ અંગે અશોકભાઈ ખૂબ સરસ વાત કરે છે: “સાચા અર્થમાં ‘ઘી-કેળા’ ત્યારે જ કહેવાય જ્યારે તમને જૂના, જોખમી મકાનને બદલે એક સુરક્ષિત, આધુનિક અને સુવિધા સભર નવું ઘર મળે. માત્ર ક્ષેત્રફળ (કાર્પેટ એરિયા) વધારવાની હોડમાં રહેવાને બદલે, આપણે બાંધકામની ગુણવત્તા અને બિલ્ડરની શાખ (Reputation) ને પ્રાથમિકતા આપવી જોઈએ.”


રાજકોટ હવે મેટ્રો સિટી બનવા જઈ રહ્યું છે. અશોકભાઈ માને છે કે જો સોસાયટીના સભ્યો એકમતે, સારા ડેવલપર પર વિશ્વાસ મૂકીને આગળ વધે, તો તેમના જૂના ફ્લેટનું મૂલ્ય અનેકગણું વધી શકે છે. બિલ્ડર નફો કરે તો જ તે તમને લક્ઝરી સુવિધાઓ આપી શકે—આ સાદું ગણિત સમજાય જાય તો રાજકોટનો નકશો બદલાઈ જાય!

Adani International School nearby properties Bank Interest Rate Commercial Projects SG Highway Dog Flats near Nirma University Furniture Industry India High End Living India Home Decor Home Decor Trends IndiaWood 2026 Investment Opportunities Lofy Home Lulu Mall Ahmedabad Luxury Furniture Modern Homes Property Property Investment Property Listings Rajkot Property Market Rajkot Real Estate Real Estate Real Estate Gujarat Real Estate Laws Real Estate Magazine Real Estate News Retail Expansion RMC E-Auction 2026 Trogon Group Ahmedabad Trogon Twin Towers ઈન્ટીરીયર ડિઝાઈન કોમર્શિયલ પ્લોટ વેચાણ ગુજરાત બિઝનેસ ગુજરાત રિયલ એસ્ટેટ જમીન હરાજી ટર્નકી પ્રોજેક્ટ્સ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટ ફર્નિચર માર્કેટ રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ રિયલ એસ્ટેટ રિયલ એસ્ટેટ સમાચાર રેસિડેન્શિયલ પ્લોટ રૈયા રોડ પ્લોટ લક્ઝરી હોમ ડેકોર સંપત્તિ ટાઈમ્સ ૧૫૦ ફૂટ રિંગ રોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *