👉 એજ્યુકેશન, વિકેન્ડ સ્પોટલાઇટ્સ અને કનેક્ટિવિટીનો ત્રિવેણી સંગમ એટલે નારણકા
👉 નીલેશ ગઢવી (ઓમ પ્રોપર્ટીઝ) ના મતે આગામી 3 થી 5 વર્ષ નારણકાના પ્રોપર્ટી માર્કેટમાં સુવર્ણકાળ સમાન જબરદસ્ત બૂસ્ટ લાવશે
👉 ઘંટેશ્ર્વર-માધાપરની સરખામણીએ નારણકામાં ‘લો-એન્ટ્રી કોસ્ટ’નો લાભ મેળવવાનો આ જ શ્રેષ્ઠ સમય છે, કેમકે કોર્પોરેશનની હદથી નજીક હોવા છતાં ભાવોમાં હજુ તેજીનો પ્રારંભ બાકી છે
👉 વિકસિત ગામો કરતા નારણકામાં અડધા ભાવે જમીન મળે, છતાં વિકાસની ગતિ સમાન હોવાથી મધ્યમ વર્ગ માટે નારણકામાં ‘બજેટ હોમ્સ’ કે રો-હાઉસ પ્રોજેકટ્સ ડેવલપ કરવાની અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેકટ્સ માટેની મોટી તક
👉 ઉભરતો એજ્યુકેશન ઝોન હોવાથી, ક્રિસ્ટલ સ્કૂલ, સ્કૂલ ઓફ સાયન્સ (SOS), ગેલેક્સી સ્કૂલ (TGS), જવાહર નવોદય વિદ્યાલય, ગાર્ડી વિદ્યાપીઠ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ નજીક હોવાથી, વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સ્ટાફ માટે હોસ્ટેલ, ઙૠ કે ભાડાના મકાનોના રોકાણકારોને નિયમિત આવકની તક
👉 જામનગર-રાજકોટ હાઈવે (ઔદ્યોગિક કોરિડોર) પર હોવાથી અને કનેક્ટિવિટી સારી હોવાથી, અહીં ગોડાઉન, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ પાર્ક માટે જમીનની મોટી માંગ ઊભી થઈ શકે
👉 હાઈવે ટચ જમીનો પર શોપિંગ કોમ્પ્લેક્સ, રેસ્ટોરન્ટ, શો-રૂમ અને પેટ્રોલ પંપ જેવા કોમર્શિયલ સાહસો માટે શ્રેષ્ઠ લોકેશન હોવા ઉપરાંત ડેવલપર્સ માટે રેસિડેન્શિયલ પ્લોટિંગ સ્કીમ્સ મૂકવા માટે અથવા રોકાણકારો માટે લાંબા ગાળાના ‘લેન્ડ બેન્કિંગ’ માટે સુવર્ણ તક
👉 ફ્યુચર અર્બન ડેવલપમેન્ટ : રિંગ રોડ-3 અને ભવિષ્યની TP સ્કીમો આવતા, જે ખેતીની જમીનો આજે સસ્તી છે, તે ભવિષ્યમાં બિનખેતી થઈને અનેકગણું વળતર આપી શકે છે
રાજકોટની માધાપર ચોકડીથી લઈને પડધરી સુધીનો જામનગર હાઈવે આજે વિકાસની અવિરત વણઝાર જોઈ રહ્યો છે. આ વિકાસયાત્રાના કેન્દ્રમાં આવેલું ‘નારણકા’ ગામનું નામ હવે રોકાણકારોની યાદીમાં મોખરે છે. રિયલ એસ્ટેટ માર્કેટના જાણકાર અને ‘ઓમ પ્રોપર્ટીઝ’ના નીલેશ ગઢવી ‘સંપત્તિ ટાઈમ્સ’ સમક્ષ પોતાનું વિઝન સ્પષ્ટ કરતા જણાવે છે કે, “આગામી 3 થી 5 વર્ષના ટૂંકા ગાળામાં નારણકાના પ્રોપર્ટી માર્કેટમાં અભૂતપૂર્વ ‘બૂસ્ટ’ આવવાની પૂરેપૂરી શક્યતા છે.”
નીલેશ ગઢવીના આ આશાવાદ પાછળ મજબૂત કારણો પણ છે. નારણકાનું વ્યૂહાત્મક લોકેશન (Strategic Location) તેને ખાસ બનાવે છે. કુદરતી વાતાવરણની દૃષ્ટિએ શ્રેષ્ઠ નારણકા અને તેની નજીકના રંગપર વિસ્તારમાં ન્યારી ડેમની ભૌગોલિક અસરને કારણે જમીનમાં પાણીના તળ ખૂબ ઊંચા અને મીઠા છે, જે તેને ગ્રીનરી અને ફાર્મહાઉસ પ્રોજેકટ્સ માટે સ્વર્ગ સમાન બનાવે છે. વળી, ઈશ્ર્વરીયા પાર્ક, નવું રેસકોર્સ (અટલ સરોવર) જેવા વિકેન્ડ ડેસ્ટિનેશન નજીક હોવાથી, પ્રકૃતિના ખોળે શાંતિ શોધતા પરિવારો માટે આ પહેલી પસંદ બની રહ્યું છે.
આ વિસ્તારની સૌથી મોટી તાકાત એ છે કે તે હવે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ‘એજ્યુકેશન ઝોન’ બની ચૂક્યો છે. નામાંકિત સ્કૂલો, કોલેજોને કારણે અહીં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે રહેણાંકની સાથે-સાથે કોમર્શિયલ કોમ્પ્લેક્સની મોટી માંગ ઊભી થઈ રહી છે. અહીં હોટેલ, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ ઈન્ડસ્ટ્રી માટે પણ સોનેરી તકોનું નિર્માણ થયું છે.
રાજકોટના વિકાસ માટે જે ’રિંગ રોડ-2’ ગેમચેન્જર સાબિત થયો છે તેનો બેનિફિટ ઉપરાંત અઈંઈંખજ, ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમની નજીક હોવાને લીધે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સીધો લાભ નારણકાને અત્યારથી જ મળી રહ્યો છે. રાજકોટ ફરતે પ્રસ્તાવિત ‘રિંગ રોડ-3’ ના રૂટ પર નારણકાનું લોકેશન હોવાથી ભવિષ્યમાં જ્યારે ત્રીજો રિંગ રોડ આકાર પામશે, ત્યારે નારણકાની કનેક્ટિવિટી અને જમીનોના વેલ્યુએશનમાં કલ્પનાતીત વધારો થશે.












Leave a Reply