Sampatti Times Real Estate Newspaper

Advertisement

‘રાજકોટ રિયલ એસ્ટેટ એવોર્ડ 2026’ને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, જબરું નામાંકન

‘Rajkot Real Estate Awards 2026’ receives unprecedented response, overwhelming nominations

રાજકોટ-સૌરાષ્ટ્રના બિલ્ડર્સે ધવલ ગોસ્વામીની પહેલને વધાવી લીધી

નાના અને મોટા દરેક બિલ્ડર્સે એવોર્ડમાં ભાગ લઈ પારદર્શિતા પર મુકેલા વિશ્વાસ બદલ આયોજક ધવલ ગોસ્વામી દ્વારા આભાર વ્યક્ત કરાયો

“સંપત્તિ ટાઈમ્સ”ના ગત અંકમાં પ્રસિદ્ધ થયેલા ‘રાજકોટ રિયલ એસ્ટેટ એવોર્ડ 2026’ના અહેવાલની એટલી સકારાત્મક ઈમ્પેક્ટ પડી છે કે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે. આયોજક ધવલ ગોસ્વામીની આ પહેલને બિલ્ડર્સ અને ડેવલોપર્સે ખુલ્લા મને આવકારી છે. આ પ્લેટફોર્મ દ્વારા મળેલી સોનેરી તકને ઝડપી લેવા માટે બિલ્ડર્સે જે ઉત્સાહ દાખવ્યો છે તે બદલ આયોજકોએ તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો છે.

ગુણવત્તા અને વિશ્વાસનો વિજય આ એવોર્ડની જાહેરાત થતાની સાથે જ મોટી સંખ્યામાં નામાંકનો મળ્યા છે, જે સાબિત કરે છે કે રાજકોટના બિલ્ડર્સ હવે માત્ર બાંધકામ જ નહીં, પરંતુ ‘ક્વોલિટી’ અને ‘પારદર્શિતા’ને પણ પ્રાધાન્ય આપી રહ્યા છે. નાનામાં નાના પ્રોજેક્ટથી લઈને અલ્ટ્રા-લક્ઝરી સ્કીમ સુધી, દરેક કેટેગરીમાં મળેલા બહોળા પ્રતિસાદે આ ઇવેન્ટને એક નવી ઊંચાઈ પર મૂકી દીધી છે. ભાગ લેનાર પ્રત્યેક બિલ્ડરનો ઉત્સાહ એ જ આ એવોર્ડની સાચી સફળતા છે.

પારદર્શક ચકાસણીનો દૌર શરૂ નોમિનેશનનો તબક્કો પૂરો થયા બાદ હવે સૌથી મહત્વની કામગીરી શરૂ થઈ છે. હાલ જ્યુરી મેમ્બર્સ દ્વારા આવેલ તમામ નામાંકનોનું શોર્ટ-લિસ્ટિંગ અને ચકાસણી પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ એવોર્ડ વિતરણ સમારોહની તારીખ અને સમયની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આયોજક ધવલ ગોસ્વામી જણાવે છે કે, “આ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ રાજકોટના વિકાસમાં યોગદાન આપનાર દરેક હાથનું સન્માન છે. સૌના સાથ અને સહકારને જ અમે આ એવોર્ડની સફળતાનો મુખ્ય આધાર ગણીએ છીએ.” રાજકોટવાસીઓ માટે પણ આ કાર્યક્રમ એટલો જ મહત્વનો બની રહેશે, કારણ કે તેનાથી તેમને શહેરના શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ વિશે જાણકારી મળશે.

હવે પછીની પ્રક્રિયા શું રહેશે?

નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે નિષ્ણાત જ્યુરી મેમ્બર્સ દ્વારા તમામ એન્ટ્રીઝનું ઝીણવટભર્યું શોર્ટ-લિસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ભવ્ય એવોર્ડ સમારોહની તારીખ અને સમય હવે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *