Sampatti Times Real Estate Newspaper

Advertisement

2025 ગયું, હવે 2026માં શું કરવું? મકાન ખરીદવું કે ભાડે રહેવું? – નિર્ણય લેવા માટે આટલું વાંચી લો

2025 is over, what to do in 2026? Buy a house or rent? - Read this to make a decision

ઘર ખરીદવા ઇચ્છુક એન્ડ યુઝર્સ અને રોકાણકારો ખાસ નોંધે

બજારની ચિંતા છોડો. 2026માં જે ભાવ સ્થિર થવાના છે તે ખરીદદાર માટે ગોલ્ડન ચાન્સ છે. “કાલ કરે સો આજ કર” – જો બજેટ હોય અને ઘર ગમતું હોય, તો સોદો પાકો કરી લેજો.

જો તમે આખું 2025 વર્ષ “હમણાં ભાવ ઘટશે, હમણાં વ્યાજ ઓછું થશે” એ રાહ જોવામાં કાઢી નાખ્યું હોય, તો હવે સાવધાન થઈ જજો. 2026નું વર્ષ તમારા માટે નિર્ણય લેવાનું વર્ષ છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના જે મિત્રો હજુ પણ દ્વિધામાં છે તેમના માટે અહીં કોઈ ટેકનિકલ ભાષા નહિ, પણ ‘સીધી લીટી’નું માર્ગદર્શન આપ્યું છે.

  1. ભાવ ઘટવાની રાહ જોવી કે નહિ? – ચોખ્ખી ના! ઘણા લોકો માને છે કે 2026માં મંદી આવશે અને મકાનો સસ્તા થશે. પણ હકીકત એ છે કે ભાવ તૂટવાના કોઈ અણસાર નથી. હા, 2025માં જે ગાંડી તેજી હતી તે હવે શાંત પડશે. ભાવ વધશે ખરા, પણ ધીમી ગતિએ (માત્ર 1-2%). એટલે જો તમે એમ વિચારતા હોવ કે 50 લાખનું મકાન 40 લાખમાં મળશે, તો એ ભ્રમ છે. ઉલટાનું, તમે રાહ જોશો તો સારી પ્રોપર્ટી વેચાઈ જશે અને તમે હાથ ઘસતા રહી જશો.

2. વ્યાજદરનું શું કરવું? 2025ના અંતે વ્યાજદરો થોડા નરમ પડ્યા છે. 2026માં તે 6%ની આસપાસ રહેશે. યાદ રાખો, કોરોના સમયના 3-4% વ્યાજદરો હવે ઇતિહાસ છે. હવે 0.5% વ્યાજ ઘટવાની રાહ જોવામાં તમે પ્રોપર્ટીની કિંમતમાં થતો 5%નો વધારો ચૂકી જશો. એટલે જો હપ્તો ભરવાની તાકાત હોય, તો બેંક ડીલ ફાઈનલ કરી લેવી જોઈએ.

3. રોકાણકારો માટે શું સલાહ? જો તમારી પાસે રોકડ પડી છે અને લાંબા ગાળાનું રોકાણ કરવું છે, તો 2026 શ્રેષ્ઠ સમય છે. માર્કેટ ‘સ્ટેબલ’ છે, એટલે કે હવે રાતોરાત ભાવ વધઘટ નહિ થાય. આ શાંત સમયમાં તમે શાંતિથી સોદા કરી શકશો અને નેગોશિએશન (ભાવતાલ) પણ કરી શકશો.

4. ભાડે રહેવું કે ખરીદવું? જો તમારી પાસે ડાઉન પેમેન્ટના રૂપિયા નથી, તો જબરદસ્તી મકાન લેવું નહિ. 2026માં રેન્ટલ માર્કેટમાં સપ્લાય વધવાથી ભાડાં કાબૂમાં રહેશે. આવા સમયે ભાડે રહીને મૂડી જમા કરવી સમજદારી છે. પણ જો સગવડ હોય, તો ભાડું ભરવા કરતા વહેલી તકે પોતાની ‘ઈક્વિટી’ ઉભી કરવી (મકાન લેવું) એ જ સાચો નિર્ણય છે.

સીધી ને સટ વાત (Quick Guide)

✅ શું કરવું જોઈએ?

ઘર લેવું હોય તો: અત્યારે જ માર્કેટમાં ફરો, ભાવતાલ કરો અને ડીલ લોક કરો. સારા લોકેશનની રાહ ન જુઓ.

બજેટ: તમારી આવક અને જાવકનું ગણિત માંડો, નહિ કે ન્યૂઝ ચેનલની આગાહીઓ.

રોકાણ: પ્રોપર્ટીમાં લાંબા ગાળાનું જ વિચારો, ટૂંકા ગાળામાં મોટો નફો હવે નહીં મળે.

❌ શું ન કરવું?

રાહ જોવી: “હજુ ભાવ ઘટશે” એ આશામાં બેસી ન રહેવું.

વ્યાજની ગણતરી: પા ટકો વ્યાજ બચાવવા જતાં પ્રોપર્ટી મોંઘી ન કરી બેસતા.

ડરવું: માર્કેટ ક્રેશ થવાનું નથી, એટલે ગભરાઈને નિર્ણય મુલતવી ન રાખતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *